paheli najarthi panetar sudhi ni safar - 19 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 19


"તું મને ખૂબ જ ચાહે છે એ વહેમ હશે મારો...??? હું તને નથી ચાહતી એ વહેમ છે તારો...
તું મને ખૂબ યાદ કરે છે એ વહેમ હશે મારો...??? હું તને નથી યાદ કરતી એ વહેમ છે તારો....
તું મારું જ માને છે એ વહેમ હશે મારો....???? હું તારું નથી માનતી એ વહેમ છે તારો....
તું મારા વગર નહિ રહી શકે એ વહેમ હશે મારો....???? હું તારા વગર રહી શકીશ એ વહેમ છે તારો..."

(આગળના ભાગમાં આપણે જોયું કે, મિશા અને વિરાટ શાંતિથી હસી ખુશીથી જિંદગી ચાલતી હોય છે. અને અચાનક એક દિવસ વિરાટ મિશાને કહે છે કે તારા લીધે મારા બધા સંબંધો બગડે છે, એ બધામાં નિસર્ગ અને નેહાની જ વાત હોય છે. અને આ બાબતને લઈને ફરી એક વખત મિશા અને વિરાટ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ જાય છે, અને મિશા ગુસ્સામાં આવીને ફોન મૂકી દે છે.)

મિશા વિરાટ પર ખૂબ ગુસ્સે હોવાથી ન ફોન કરે છે કે ન મેસેજ આ વખતે એને ખૂબ લાગી આવ્યું હોય છે કે, વિરાટને બસ નેહા અને નિસર્ગ જ બતાય છે, હું દેખાતી જ નથી. આથી, મારે વિરાટ સાથે કોઈ વાત જ નથી કરવી. અને આમ આખો દિવસ જતો રહે છે, પણ ન તો મિશા કોઈ મેસેજ કરે છે કે, ન તો વિરાટ મેસેજ કરે છે. રાતના નવ વાગ્યા આસપાસ વિરાટ મેસેજ કરે છે અને કહે છે, સોરી મિશુુ મિશા હજુ ગુસ્સામાં હોય છે કઈ જવાબ આપતી નથી. આથી, વિરાટ મેસેજ પર મેસેજ કરીને મિશાને ખુશ કરી દે છે. અને મિશા મેસેજનો જવાબ આપે છે, આથી વિરાટ ખુશ થઈને મિશાને ફોન કરે છે.

વિરાટ: "હેલ્લો, મેડમ માની ગયા એમ ને...???"

મિશા: "એ તો તે ખૂબ મેસેજ કર્યાને એટલે માની ગઈ હો ને."

વિરાટ: "હા, મને ખબર છે, તું મારા મેસેજનો જવાબ આપ્યા વગર નથી રહી શકવાની તું પીગળી જ જઈશ એવી મને ખબર જ હતી."

મિશા: "અચ્છા મારી કમજોરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે એમ ને..???"

વિરાટ: "ના, રે એવું કંઈ નથી પણ મને ખબર હોય ને મારું દીકુ માની જ જશે એમ."

મિશા: "બસ હવે તું બહુ મસ્કા મારમાં હો ને, મને ખબર છે આ બધા મને મનાવવા માટેના નુસ્ખા છે."

વિરાટ: "હા, તો લે મારે તને મનાવવી તો જોઈએ જ ને."

મિશા: "એવું. ??? શું કામ મનાવવી જોઈએ ..???"

વિરાટ: "કારણકે, હું તને પ્રેમ કરું છું, અને તારો ફેવરિટ પણ છું ને."

મિશા: "હા, એ તો છે."

(આમ મિશા અને વિરાટ વચ્ચે એક સોરીથી ફરીથી પહેલા જેવું થઈ જાય છે અને બંને ખૂબ સારી રીતે એકબીજા સાથે વાતો કરે છે. અને પહેલાની જેમ જ હસી ખુશીથી રહે છે. અને ખૂબ જ રાતના બે વાગ્યા સુધી વાતો કરે છે. ત્યારબાદ સુઈ જાય છે. મિશા તો વિરાટ સાથે વાત થઈ ગઈ એ ખુશીમાં તરત જ સુઈ જાય છે પણ, વિરાટ સુઈ શકતો નથી. વિરાટ વિચારે છે કે, મિશા ખરેખર ખૂબ સારી છોકરી છે, કાલે રાતે કેટલો ગુસ્સો કર્યો હતો એના પર એને કેટલું ખિજાયો એણે ફોન મૂકી દીધો મારાથી નારાજ થઈને અને આજે એને ખાલી થોડા મેસેજો કર્યા એમાં માની પણ ગઈ. હું એમ જ એના પર ખોટો ગુસ્સો કર્યા કરું છું એક તો ગુસ્સામાં કાયમ હું ન બોલવાનું બોલ્યા કરું એ બિચારી બધું સાંભળે, મારું સહન કરે અને તો પણ તરત માની પણ જાય. વિરાટ મનમાં બોલે છે કે, ખરેખર હું ખુશનસીબ છું કે, મને મિશા જેવી છોકરી મળી. બાકી બીજી કોઈ હોય તો કોઈ આટલું બધું સહન ન કરે. હા, હું એને ખુશ રાખી લઉં છું, પણ જ્યારે ગુસ્સો કરું છું ત્યારે બધી ખુશી પર પાણી ફેરવી દઉં છું.


વિરાટ વિચારે છે કે, મિશા ખરેખર ખૂબ સારી છોકરી કહેવાય. કેમકે જ્યારે જ્યારે મે ગુસ્સો કર્યો છે, ત્યારે ત્યારે દરેક વખતે મે સગાઈ તોડવાની જ વાત કરી છે, અને આ સાંભળીને મિશા શાંત પડી જાય છે અને એ ગુસ્સામાં હોય તો પણ ક્યારેય આવું બોલતી નથી. હું એને આટલી હેરાન કરું છું, તો પણ બસ એ મને પ્રેમ જ કરે છે અનહદ હું વિચારું છું કે એને હમણાં ક્યાંય બહાર નથી લઈ ગયો કયાંક બહાર લઈ જાઉં એમ વિચારીને વિરાટ બધાને પૂછી લે છે મિશાના ઘરે પણ પૂછી લે છે, અને બીચ પર લઇ જવાની રજા પણ માંગી લે છે. પણ આ વાતની જાણ મિશાને થવા દેતો નથી. મિશાને ખાલી એટલી જ ખબર હોય છે કે,મારી માટે વિરાટ એ કંઇક સરપ્રાઈઝ નક્કી કર્યું છે, બસ બાકી કંઈ જ ખબર હોતી નથી.

પાંચ દિવસ પછી સવારે સાત વાગે મિશાને વિરાટનો ફોન આવે છે.

વિરાટ: "હેલ્લો, મારું દીકુ શું કરે છે...??"

મિશા:(ઊંઘમાં)" જમવા બેઠી છું."

વિરાટ: "સવારમાં સવારમાં કેમ જમવા બેઠી...???"

મિશા:(ગુસ્સે થતા) "તને શું વાંધો...??"

વિરાટ: "પણ કેમ જાગી ગઈ વહેલા..??"

મિશા: " હું સૂતી જ છું, પણ તે પૂછ્યું શું કરે છે . ??? સવારમાં સવારમાં બધા શું કરતા હોય. ???"

વિરાટ: "અચ્છા તો તું સૂતી હતી એમ ને...??"

મિશા: "હા, તો હજુ સૂવું છે, સુવા દે ને હું ફોન મૂકી દઉં .??? મને બહુ ઊંઘ આવે છે."

વિરાટ: "ઓ, મેડમ આ ફોન મે કંઇ મૂકવા માટે નથી કર્યો હો, હું હવે તને નથી સુવા દેવાનો."

મિશા: "ઓ સર, તો તમે આ ફોન શેના માટે કર્યો છે...???? ના, હું તો સુઈ જઈશ મને ઊંઘ આવે છે."

વિરાટ: "અરે, સાંભળ મિશુ તારી માટે એક સરપ્રાઈઝ છે, ચાલ જલ્દી ઊભી થઈને તૈયાર થા હું વીસ મિનિટમાં જ તને લેવા આવું છું."

મિશા: "ભૂરા(મિશા પ્રેમથી વિરાટને ભૂરો કહે છે) સવાર સવારમાં શું છે..??? તું સાંજે સરપ્રાઈઝ આપજે હું અત્યારે સુઈ જાઉં છું."

વિરાટ: "ના. દીકુ સાંભળ તો આપણે તારી ફેવરિટ જગ્યાએ અત્યારે જવાનું છે, સાંજે આવવાનું છે, અખા દિવસનું મે પ્લાનિંગ કરી રાખ્યું છે, હવે તું નહિ આવીને મારા પ્લાનિંગ પર પાણી ફેરવીશ.. ????"

મિશા: " ના ના, આવીશ ચાલ ઓકે..??? પણ તે પ્લાનિંગ કરી રાખ્યું તો તે એ ન વિચાર્યું કે હું ન આવી હોત તો.. .???? તો તું શું કરે...??"

વિરાટ: "હા, એ એ તો મે વિચાર્યું જ નહિ, તું n આવી હોત તો હું તને તારા ઘરેથી ઉપાડીને લઇ જાત હો ને બહુ દોઢી વાતો કરાવમાં જા જલ્દી તૈયાર થા, હું હમણાં આવું જ છું."

મિશા: "ઓકે."

મિશા તૈયાર થઈને વિરાટની રાહ જોવે છે, દસ મિનિટમાં જ વિરાટ આવી જાય છે. અને બંને નીકળી જાય છે. વિરાટ મિશાને કહે છે, જો છે ને તું બધી વાત કરજે પણ સરપ્રાઈઝ શું છે એ ન પૂછતી એ તને હમણાં ખબર પડી જશે. ત્યાં બસસ્ટોપ આવે છે. અને બંને બસમાં બેસે છે. બસમાં ઘણા ગામ હોવાથી મિશાને આઈડિયા આવતો નથી. પણ, જેમ - જેમ દરિયાકિનારાની જગ્યા આવતી જાય છે, એમ મિશા વિચારે છે કે, બીચ પર જ જવાનું હશે પણ એ આ વાત વિરાટને કહેતી નથી. વિરાટના પ્લાનિંગ કરેલા પ્લાન પર પાણી ફરી ન જાય ને. બીચ આવતા જ મિશાને કોઈ આઈડિયા જ ન હોય એમ જોરથી કૂદકો મારે છે, અને ખુશ થઈને વિરાટને હગ કરી લે છે. અને કહે છે વાહ! મસ્ત સરપ્રાઈઝ છે. અને બંને આખો દિવસ દરિયાકિનારે રહે છે, ખૂબ મસ્તી તોફાન કરે છે, જાજા બધા ફોટોઝ પાડે છે, અને ખૂબ જ જલસા કરે છે.અને આમ જ હસતા રમતાં બંને ઘરે આવી જાય છે, ખૂબ થાક લાગ્યો હોવાથી વિરાટ મિશાને ઘરે મૂકી આવે છે.મિશા અને વિરાટ બંને ખૂબ થાકી ગયા હોવાથી બંને સુઈ જાય છે. તો મિત્રો કેટલી મુસીબત પછી આ એક દિવસ આ બંનેનો આટલો મસ્ત ગયો છે, તો શું હવે પછીના બધા દિવસો આટલા જ મસ્ત જશે.. ???? હવે કોઈ મુસીબત આવશે કે નહીં આવે....???? મિશા અને વિરાટ એમની ખુશી આમ જાળવી રાખશે કે કોઈ ખુશીનું દુશ્મન કે કોઈ મોટી મુસીબત આ બંનેની રાહ જોવે છે...???? શું થશે..??? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ અનોખી અને રોમાંચક સફરમાં જોડાયેલા રહો. અને આ સફરની મજા માણતા રહો.

(અસ્તુ)બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED