Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 12

વિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવેલ ટીમ બધા વર્ગોમાં વારાફરતી જાહેરાત કરી રહી હતી. નવમાં ધોરણના વર્ગમાં આ ટીમ આવી.

“ગૂડ મોર્નિંગ સર.”

“ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટસ.”

“વિદ્યાર્થી મિત્રો, અમે વિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવ્યા છીએ, વિજ્ઞાનના વિકાસ માટે અમારી સંસ્થા છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત છે. આપનામાંથી ઘણા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રિય હશે. ઘણા લોકોને વિજ્ઞાન વિષય અઘરો લાગતો હોય છે, પણ આ અઘરા લાગતા વિષયને રસપ્રદ કેવી રીતે બનાવી શકાય એ અંગે માર્ગદર્શન આપવું અમારુ કાર્ય છે. કદાચ તમને પણ વિજ્ઞાન વિષય બોરિંગ લાગતો હશે. વિજ્ઞાનના અનેક પ્રયોગો દ્વારા આ વિષયને રસપ્રદ બનાવી શકાય છે. આગળની માહિતી તમને વીરેન સર જ આપશે.”

જગદીશ સરે પોતાનું લેપટોપ મેજ પર ગોઠવતા કહ્યું.

“આપણી સ્કૂલ સતત વિદ્યાર્થીઓને કંઈક નવું જ આપવાનો પ્રયત્ન કરતી રહે છે ત્યારે આ વર્ષથી વિજ્ઞાન વિકાસ ભવન સાથે કામ કરવાની તક આપણને મળી છે. વિજ્ઞાન વિકાસ ભવન દર વર્ષે આપણા રાજ્યની સાત માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયનું વિશેષ માર્ગદર્શન આપે છે તેમજ દર વર્ષે એક ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન પણ કરે છે. આ આયોજન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે કે ૨૮ ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવે છે. મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે આપણી સ્કૂલ વિશેષ માર્ગદર્શન સેમીનાર માટે પસંદગી પામી છે. આ સેમીનાર માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આપણી સ્કૂલમાંથી ૨૦ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાના હોય તેથી એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. સૌથી વધુ ગુણ મેળવનાર ૨૦ વિદ્યાર્થીઓને આ તક મળશે. પરીક્ષાની તારીખ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. હવે કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે.”

વિજ્ઞાન વિકાસ ભવનની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર મારફતે વિજ્ઞાનનું મહત્વ વિષય પર એક ડેમો બતાવવામાં આવ્યો. આ જાહેરાત થયા પછી બધા વિદ્યાર્થીઓ ઉત્સાહિત થયા હતા, પણ એ પૈકીના થોડા વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઠંડા પીણાની બોટલના ગેસ માફક હતો. જે રીતે ગેસનો ઉભરો થોડી વાર જ હોય એમ આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ.

અમિત વધારે ખુશ લાગી રહ્યો હતો, વૈજ્ઞાનિક બની દેશ માટે કામ કરવું તેનું સ્વપ્ન હતું. ડો. અબ્દુલ કલામને તે પોતાના આદર્શ માનતો હતો.

“ઓ ભાઈ, ધ્યાન ક્યાં છે તારું?” નયને અમિતની સામે પોતાનો હાથ હલાવીને પૂછ્યું.

“હા, ઓહ સોરી, હું થોડો વિચારોમાં ખોવાયો હતો,”
“કોના વિચારોમાં?”

“અરે આ વિજ્ઞાનની પરીક્ષા કેવી હશે, બસ એ જ વિચારોમાં.”

“તું ચિંતા ના કર, પરીક્ષા સરળ જ હશે, તું સિલેક્ટ જ છે બોસ.”

“તું પેપર કાઢવા ગયેલ? તારે તો બસ મોટી મોટી વાતો જ કરવી છે.”

“એવું, તો જોઈ લેજે, જો પેપર સરળ નીકળ્યું તો તારે મને કેન્ટીનમાં પાર્ટી આપવાની, અને જો અઘરું નીકળ્યું તો નહિ આપવાની.” નયન અમિતની મશ્કરી કરતાં બોલ્યો.

આવી થોડી હસી મજાક ચાલતી રહી. સ્કૂલ છૂટવાનો સમય હતો, બેલ વાગ્યો અને બધા લોકો છૂટ્યા, નવા દિવસે કોઈ નવો જ હંગામો થવાનો હતો.

શું હશે આ હંગામો?

આગળ જાણવા માટે વાંચતા રહો....


જીવનના દરેક તબક્કે સફળતા જ મળે તેવું જરૂરી નથી. આ વાત જાણવા છતાં સફળતા માટે હંમેશા પ્રયત્ન કરતો રહે એજ સાચો વિદ્યાર્થી. વિદ્યાર્થીની આ વ્યાખ્યા એટલા માટે કહી છે કે, પૃથ્વી પરનો દરેક વ્યક્તિ એક વિદ્યાર્થી જ છે. દરેક વિદ્યાર્થી જીવનના દરેક તબક્કે કંઈકને કંઈક નવું જ શીખતો હોય છે. માટે તેને સર્વદા વિદ્યાર્થી કહ્યો છે. શિક્ષક મોટો જ હોય તે જરૂરી નથી. ઘણી વખત નાના બાળકો પણ આપણા ગુરુનું કામ કરી જતા હોય છે.

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com