ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૮ Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૮

સુપ્રીમ હોટેલ ની રેસ્ટોરેન્ટ માં ટેબલ પર બેઠા બેઠા શ્રીવાસ્તવ સાહેબ વારે વારે વોચ પર નજર કરી રહ્યા હતા. એવામાં દરવાજા ની અંદર આવતો રોઝી પાર એમની નજર પડી. અને એ જગ્યા પરથી ઊભા થઈ ગયા. એ એકદમ વ્યાકુળ નજર આવી રહ્યા હતા.

એમના કપાળ પર ઠંડા એ.સી માં પણ પસીનો આવી રહ્યો હતો. એમને રોઝી જોઈને એની સામે ઝડપી પગલાં માંડી ને એનો હાથ પકડી અને એ ટેબલ પર લઇ ગયા. રોઝી... રોઝી... રોઝી.... !!!! એમના ગળા માં ડૂમો ભરાઈ ગયો. આગળ એમનાથી કઈ શબ્દો નીકળતા નહતા. રોઝી ના ચહેરા પાર પણ એક આશ્ચર્ય હતું. રોઝી એ પાણી નો ગ્લાસ હાથ માં લીધો અને સાહેબ સામે ધર્યો. સાહેબ, ગ્લાસ એકજ ઘૂંટ માં પી ગયા. અને થોડા પોતાની જાતને સંભાળી ને ઊંડો શ્વાસ લઈને બોલ્યા. રોઝી સાચું બોલજે પ્લીસ.. હરિત ની હત્યા માં તારો હાથ છેને??
રોઝી એ સાહેબ સામે જોઈને બોલી આ સુ બોલો છો. હું તે દિવસે ત્યાં હતી પણ મેં હત્યા નથી કરી નાતો મારો હરિત ની હત્યા સાથે કોઈ સંબંધ છે.

સાહેબે એની સામે જોયું અને બોલ્યા જો રોઝી શુભ એ દિવસે ત્યાં ચોરી કરવા આવેલો અને એને તને કોઈ પુરુસ સાથે હરિત ની હત્યા કરતા જોયેલા છે. જો રોઝી તું ચિંતા ના કર મને તું સાચે સાચું જણાવી દે હું તને બનતી મદદ કરી અને તને એમાંથી નીકળીશ. પણ તારે મને બધી વાત સાચે સાચી જણાવી પડશે તોજ હું તારી મદદ કરી શકીશ.રોઝી સાહેબ સામે થોડી વાર તો જોઈજ રહી અને જાણે મન માં ને મન માં કંઈક વિચારી રહી હતી. સાહેબે એની સામે જોયું અને બોલ્યા જો રોઝી તું મારી પર વિશ્વાસ કર હું તને ચોક્કસ મદદ કરીશ. રોઝી બોલી જોવો સાહેબ મેં નાતો હરિત નું ખૂન કર્યું છે નાતો મારે એની સાથે કોઈ સંબંધ છે. ચોક્કસ તમને કોઈએ ખોટી માહિતી આપી છે.

સાહેબ હું તમારા પર વિશ્વાસ કરું છું અને તમને સાચું કહું છું કે મેં ખૂન નથી કર્યું. સાહેબ ના મન માં ગડમથલ ચાલી રહી હતી કે શુભે એ દિવસે કોને જોયા હશે. જો રોઝી સાચું બોલે છે તો એ માણસ કોણ હતો જેને હત્યા કરી હતી? અને જે સ્ત્રી ની શુભ વાત કરતો હતો એ કોણ હશે?
સાહેબ......સાહેબ......સાહેબ.... એમ બૂમ પડી અને રોઝી બોલી હવે કઈ જમવાનું મંગાવશો કે ખાલી ભૂખ્યા બેસી રહેવાનું છે. બંને ત્યાંથી જમી ને અલગ થયા.

બીજા દિવસે મકવાણા અને સાહેબ બંને વાત કરી રહ્યા હતા કે સાલું ખૂની બે દિવસ માં પકડાશે નઈ તો સાલું પાછું ટ્રાન્સફર થઇ જશે. મકવાણા બોલ્યા સાહેબ આમ નક્કી ઘરનું જ કોઈ સામેલ હશે નહીતો આ શક્ય થાય જ નઈ. કેમેરા માં પણ કઈ કેદ નથી. સાહેબ ને મકવાણા ની વાત માં દમ લાગ્યો અને એમને થયું ફરીથી દસરથલાલ અને એમના ઘરના બધાની પૂછતાછ કરવી પડશે. એ લોકો બંગલે પહોંચી ગયા. અને ફરીથી પૂછતાછ કરી. શ્રીવાસ્તવ ને દરેક વખતે એમ લાગતું હતું કે મોહિત કૈંક તો કહેવા માંગતો હતો. જેટલી પણ વાર શ્રીવાસ્તવ સાહેબે '' ફૈરીલેન્ડ'' માં જતા ત્યારે મોહિત ની સામે જયારે પણ જોતા એમને એવું લાગતું કે એ કંઈક કહેવા માંગે છે. એની આંખો માં અમને સ્પષ્ટ નજર આવી રહ્યું હતું. મકવાણા ઘરના લોકો ની પૂછતાછ કરતા હતા ત્યારે મોહિતિ ઘરના પાછળ ના ભાગ ના ગાર્ડન માં રમી રહ્યો હતો.

શ્રીવાસ્તવ સાહેબ ગાર્ડન માં ગયા અને મોહિત ની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. મોહિત બેટાં તું તારા પપ્પા ને મિસ કરે છે. મોહિત બોલ્યો હા મને ડેડી ની બઉ યાદ આવે છે. તો બેટાં એ દિવસે તું ક્યાં હતો. તે કઈ જોયેલું કે કોઈ અવાજ તે સાંભળેલો. મોહિત ડરી ગયો અને ધ્રુજવા લાગ્યો. શ્રીવાસ્તવ સાહેબ એ મોહિત ને બાથ મેં લીધો અને બોલ્યા જો બેટાં ડરીશ નહિ તે જે પણ જોયું કે સાંભળ્યું હોય એ જવાની દે તો જ હું તારી મદદ કરી શકીશ અને તારા ડેડી પણ ઉપરથી જોતા જોતા ખુશ થશે. મોહિત બોલ્યો એ દિવસે મને મારી મમ્મી મારા રૂમ માં સુવડાવી અને નીકળી ગયી. એ રાત્રે મને એક ખરાબ સપનું આવેલું એટલે હું ઝબકી અને જાગી ગયો. હું એતો ડરી ગયો હતો કે હું મમ્મી ને શોધતો શોધતો બેડરૂમ તરફ ગયો મધ્યરાત્રિ હતી. ઘરમાં અંધારું હતું પણ આછા પ્રકાશ માં હું બેડરૂમ તરફ આગળ વધી રહ્યો હતો.
રૂમ નો દરવાજો બંધ હતો પણ મેં કી હોલ માંથી અંદર નજર કરતી તો મેજોયું કે મારી મમ્મી એ રોઝી આંટી જેવા કપડાં પહેર્યા હતા અને માથા માં વીક પહરેલું હતું મને તો પહેલા એમ જ લાગ્યું કે રોઝી આંટી સુ કરે છે મારા પપ્પા ના બેડરૂમ માં પણ પછી મેં જોયું કે એક માણસ એ મારા પપ્પા ને મોં દબાવી ને પકડી રાખ્યા છે. એ માણસ એકદમ મજબૂત બાંધા નો હતો. પછી મારી મમ્મી એ પપ્પા ને કંઈક સૂંઘાડયું પપ્પા બેહોશ થઇ ગયા. અને પેલો માણસ ધાર દર ચાકુ થી મારા પપ્પા પર અનેક વાર કર્યા.
મોહિત એટલું બોલતા બોલતા રડવા લાગ્યો અને એના ગળા માં ડૂમો ભરાઈ ગયો એ કંઈક બોલવા માંગતો હતો પણ બોલી શક્યો નહિ. શ્રીવાસ્તવ સાહેબ એને બાથ માં લઇ લીધો અને અને તેડી અને ઘર માં ગયા અને અનામિકા ને એક થપ્પડ મારી બધા ચોંકી ગયા. અનામિકા સમજી ગઈ કે શ્રીવાસ્તવ સાહેબ ને ખબર પડી ગઈ છે એટલે એ કઈ બોલી નહિ પણ ડી.એમ . બોલ્યા અરે સાહેબ કેમ તમે અનામિકા ને આમ???? કઈ આગળ બોલે એ પહેલા શ્રીવાસ્તવ સાહેબ બોલ્યા પૂછે એને !!!! અરે!! આ ડાયન એ જ તમારા દીકરા ની હત્યા કરી છે. બધા એકદમ ચોંકી ગયા.

શ્રીવાસ્તવ સાહેબ બોલ્યા બોલ હવે કોની સાથે મળી અને તે હરિત ની હત્યા કરી. અનામિકા બોલી હું રવિ ને ખુબ પ્રેમ કરતી હતી. રવિ અને હું ઘણા સમય થી એકબીજા ના પ્રેમ માં હતા. એવામાં કોલેજ પત્યા પછી ડી કે દ્વારાજ મારો હાથ હરિત માંટે માંગવા માં આવ્યો હતો ડી.કે ને એક સાધારણ ઘર ની સંસ્કારી છોકરી જોઈતી અને હું એમને કોલેજ સમય થી ગમી ગઈ હતી. જયારે મારા માટે હરિત ની વાત આવી ત્યારે હું તો નાજ પાડવાની હતી પણ રવિ ના કહેવાથી મેં હા પાડી. રવિ અને મેં યોજના બનાવી હતી કે લગ્ન ના થોડા સમય બાદ છુટા છેડા આપી દેવા અને પૈસા લઇ અને બાકી ની જિંદગી રવિ સાથે વિતાવી. પણ હરિત બઉજ સરસ અને સીધો હતો. જયારે રવિ ને લાગ્યું કે હવે છુટા છેડા ની યોજના કામ નાઈ કરે. તો રવિ એ મને કોલ કર્યો અને હરિત ને હત્યા કરવાની યોજના બનાવી. મેં પહેલા તો ના પાડી પણ રવિ એ મને ખુબ માનવી અને હું છેલ્લે માની ગયી.
યોજના અનુસાર મેં સિક્યુરિટી ને દારૂ માટે પૈસા આપ્યા એ જયારે બેહાલ થઇ ગયો ત્યારે મેં રવિ ને અંદર બોલાવી દીધો અને એ દરમિયાન મેં કેમેરા પણ બંધ કરી દીધા હતા. ઘરમાં બધા ઘેર નીંદર માં હતા ત્યારે રવિ હરિત ના રૂમ માં આવ્યો વિન્ડો ઓપન હતી કારણ કે મેં શુભ ને જોયેલો હતો એ ગાર્ડન માં છુપાયેલો હતો. શુભ પર બધો સક જાય અને શુભ પકડી જાય તો એ જે જોયેલુંજ કે એટલા માટે મેં રોઝી ના કપડાં પહેર્યા અને એના વાળ જેવું એક્સ્ટેન્શન મારી પાસે પહેલા થીજ હતું. મેં એ પહેરી લીધું અને રવિ એ રૂમ માં આવી અને હરિત ને પકડી લીધો અને અમે એને બેહોશ કરી દીધો અને રવિ એ એની હત્યા કરી નાખી. પણ સાહેબ તમને ક્યાં થી ખબર પડી. સાહેબ કઈ બોલ્યા નહિ અને મોહીત સામે જોઈ રહ્યા મોહિત ગુસ્સા માં જોઈ રહ્યા હતો. ડી કે ને પછતાવો થતો હતો.
મકવાણા અને લેડી કોન્સેટબલે અનામિકા ને હાથી પકડી અને કાર મેં બેસાડી અને અનામિકા ની મદદ થી રવિ ને પડકી લીધી. લીલોતરી જેવા ફેરીલેન્ડ આજે પાનખર લાગી રહ્યું હતું......