ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૬ Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૬

"સુપ્રીમ" રેસ્ટોરેન્ટ તરફ જતા રસ્તામાં શ્રીવાસ્તવ સાહેબે એક ફૂલ નો ગુલદસ્તો ખરીદ્યો અને એ રેસ્ટોરેન્ટ પાર પહોંચ્યા. હજુ અજવાળું હતું. આ રેસ્ટોરેન્ટ આમતો કપલીયાઓ માટે જાણીતી હતી. પણ ફેમીલી અને પાર્ટી માટે લોકો આવતા હતા. કપલીયાઓ અને કેન્ડલ લાઈટ ડિનર માટે આ રેસ્ટોરેન્ટ નામાંકિત હતી. કેન્ડેલ લાઈટ ડિનર માટે સજાવટ અને અલગ થી કરવામાં આવતી વ્યવસ્થા માં આ રેસ્ટોરેન્ટની કૌશલ્યાતા બીજી રેસ્ટોરેન્ટ થી અલગ પાડતી હતી. શ્રીવાસ્તવ સાહેબ હોટેલ ના ગેટ પાસે ઉભા હતા. ધીમે ધીમે લોકો આવના ચાલુ થઇ ગયા. જેમ જેમ લોકો આવતા હતા શ્રીવાસ્તવ સાહેબ એમની નજર કુતુહલ વસ ચારે તરફ ફેરવી રહ્યા હતા.

એવામાં એક લાલ કારની કાર આવી અને શ્રીવાસ્તવ સાહેબ ની જોડે આવીને ઉભી રહી. કાર નું પાછળ નું બારણું ખુલ્યો એમાં થી એક ગોરો અને ચમકતો પગ બહાર આવ્યો. શ્રીવાસ્તવ સાહેબ ની નજર ત્યાંજ હતી એવામાં એવામાં એક સુંદર સ્ત્રી બહાર આવી એ રોઝી જ હતી. રોઝી એ કાળા કલર નું વન પીસ પહેરેલું હતું. ઊંચી એડી વાળા કાળા કલરના સેન્ડલ, ખુલ્લા કલર કરેલા વાળ, અને જમણો ગોરો પગ જાણે ડ્રેસ માંથી ડોકાચિયાં કાઠી રહ્યો હતો. શરીર ને એકદમ ચીપેલો એનો ડ્રેસ જે શરીર ના દરેક ઉભાર ને બરાબર ન્યાય આપી રહ્યો હતો. ઉપરથી એને પિન્ક કલર ની એકદમ સુંદર લિપસ્ટિક કરી હતી અને કાળા ચશ્માં પાછળ સંતાયેલી એની માદક આંખો. આ રંભા ભલા ભલા મુનિ ની તપચર્ય ભંગ કરવા માટે સક્ષમ હતી.

સવારમાં તો એ સફેદ કપડામાં અને કોઈપણ જાતના મેકઅપ વગર આવેલી હતા છતાં પણ શ્રીવાસ્તવ સાહેબ એની પાછળ ગાંડા થઇ ગયા હતા. અત્યારે તો એ એકદમ સંગેમરમર ની મુરત લાગી રહી હતી. રોઝી શ્રીવાસ્તવ સાહેબ પાસે આવી અને એમની સામે હાથ લંબાવી ને બોલી તમારે બહુ વેઇટ તો નથી કરવું પડ્યું ને?. શ્રીવાસ્તવ સાહેબ રોઝી સામે મોઢું ફાડી ને જોઈ રહ્યા હતા. રોઝી તરફ નજર કરી ત્યારથી એ મોઢું ફાડી ને એનેજ તાકી રહ્યા હતા. રોઝી એ ચશ્માં એક હાથે ચશ્માં કાઠ્યા અને શ્રીવાસ્તવ સાહેબ ને ફરી બોલી કઈ દુનિયામાં ખોવાઈ ગયા સાહેબ? શ્રીવાસ્તવ સાહેબ એકદમ ચમકી અને બોલ્યા અરે!! આતો. !!! એમજ...... શ્રીવાસ્તવ સાહેબે રોઝી સાથે હાથ મિલાવી અને રેસ્ટોરન્ટ માં અંદર જવા માટે ઈશારો કર્યો અને બંને રેસ્ટોરેન્ટ માં અંદર ગયા. એ લોકો અંદર ગયા એટલે શ્રીવાસ્તવ સાહેબે જનરલ એ. સી. વાળા હોલ માં જ્યાં મૉટે ભાગે ફેમિલી બેસતી ત્યાં કોઈ જગ્યા પર બેસવા માટે કીધું. રોઝી એ શ્રીવાસ્તવ સાહેબ સામે મંદ હાસ્ય કરીને કીધું સાહેબ તમારા જેવા માણસ ને મળવા આવા જનરલ રૂમ માં થોડું બેસાય મેં આપડા માટે પહેલાથીજ બુકીંગ કરી રાખેલું છે. રોઝી એ અગાઉ થીજ કપલ માટે કરવામાં આવતા કેન્ડલ લાઈટ ડિનર માટે ની અલગ વ્યવસ્થા માં એને બુકીંગ કરેલું હતું. રોઝી એ એ તરફ શ્રીવાસ્તવ સાહેબ ને દોરી ગઈ. રોઝી ના વ્યયહાર પરથી લાગી રહ્યું હતું કે એ ઘણી વાર આ જગ્યા પર આવતી હશે. એ લોકો એક એક કુત્રિમ તળાવ પર બનાવામાં આવેલા બ્રિજ પરથી નીકળી રહ્યા હતા ત્યારે થોડું થોડું અંધારું ચારે તરફ પથરાયેલું હતું. રેસ્ટોરન્ટ ની પાછળ ની બાજુ એક વિશાળ ગાર્ડન માં આ વ્યવસ્થા હતી. શ્રીવાસ્તવ સાહેબ બ્રિજ પરથી જતા જતા ચારે તરફ નજર ફેરવી રહ્યા હતા. ત્યાં કપલ એક બીજા માં ખોવાયેલા દેખાઈ રહ્યા હતા. કોઈ કોઈ તો એક બીજા ના હોઠ ને કેરી નું માફક ચૂસી રહ્યા હતા.

સુપ્રીમ ની આજ ખાસિયત હતી. કપલ ને કોઈ હેરાન ના કરે અને એકલતા નો લાભ લેવા માટે ઘણા કપલ અહીં આવતા હતા. રોઝી એક કુટિર ની માફક બનાવેલ એક અલગ વ્યવસ્થા માં લઇ ગઈ ત્યાં અંદર ફૂલો ની સજાવટ હતી અને ટેબલ પર ગુલાબ નું દિલ હતું. અને એની બંને બાજુ બે મોટી મીણબત્તી હતી. શ્રીવાસ્તવ સાહેબ માનો મન તો ખુબ ખુશ થયા પણ એમને એમની લાગણીઓ પર કાબુ રાખેલો હતો. બંને એ પોત પોતાની સીટ લીધી અને ત્યાં રહેલા વૅટર ને રોઝી એ પાણી અને મોકટેઈલ લાવવા માટે કહ્યું.

શ્રીવાસ્તવ સાહેબે ચારે તરફ નજર ફેરવી થયા થોડા થોડા અંતર માં બનાવ માં આવેલી કુટિર માં માત્ર કપલ હતા અને અમુક હજુ આવી રહ્યા હતા પણ એ લોકો ને બાજુ ની કુટિર માં કોણ છે એની કોઈ પરવા નથી એ લોકો તો એક બીજા માં ખોવાઈ ગયા છે. રોઝી એ સાહેબ સામે જોઈને બોલી બોલો સર તમારે શું જાણવું છે? સાહેબ ને તો ઈચ્છા થઇ કે એ રોઝી ના અંગદ જીવન વિશે જાણે પણ અમને હરિતના કહું વિશે માહિતી મેળવી હતી એટલે એમને કામને પૂછ્યું કે તું હરિત ને છેલ્લે ક્યારે મળી હતી. તો રોઝી બોલી જે દિવસે હરિત ની હત્યા થઇ એ રાત્રેજ એ હરિત ને એના ઘરે મળી હતી. કેટલા વાગે રાત્રે લગભગ અગિયાર વાગે!

કેમ?

અરે સાહેબ હું ડી. એમ સાહેબ ની પર્સનલ આસિસ્ટન્ટ છું!

તો?

એમને કામ હોય તો બોલાવે.

આટલી રાતે?

હા....

આટલી મોટી કંપની ના મલિક છે એમની મિટિંગ થી માંડી અને એમની ઓફિસ ની દરેક દિનચર્યા હુંજ પ્લાન કરું છું.

અચ્છા તો તું ડી. એમ સાહેબ જોડે હરીશ ને હરિત ને કેમ મળી તી.

અરે સાહેબ. ડી. એમ સાહેબ હું અને હરિત અમે ત્રણેય જોડેજ હતા અને એમના બાંગ્લા માં આવેલા એક રૂમ જેનો ઉપયોગ એ ઓફિસ કામ માટે કરે છે અમે બધા એમાજ હતા. બસ પછી અમે બધી મિટિંગ અને બીજા દિવસ નું પ્લાનિંગ કરી અને હું નીકળી ગઈ અને સાહેબ માટે સવારે હરિત ની મૌત ના સમાચાર માંડ્યા હૂતો ડઘાઈ ગઈ.

તમે જલ્દી થી ખૂની ને પકડો સાહેબ. એવા માં પાણી અને મોકટેઈલ આવી ગયું અને બંને એ એના સીપ લેવાનું ચાલુ કરી દીધું થોડી વાર માં બસ અહીં તહીં ની વાતો થઇ. અને શ્રીવાસ્તવ સાહેબ ચોરી ચોરી રોઝી ની સુંદરતા નું રસપાન કરી લેતા અને આ હરકત રોઝી થી છુપાઈ નહતી. રોઝી પોતાની જગ્યા પરથી ઉભી થઇ અને સાહેબ ની એકદમ બાજુ માં બેસી ગઈ. સાહેબ નું તો હૃદય એકદમ બંધ થઇ ગયું અને શ્વાસ બે સેકન્ડ માટે બંધ થઇ ગયો અને બાદ એમને એક ઊંડો શ્વાસ લીધો અને રોઝી ની ખુશુ એ મહેસુસ કરી રહ્યા હતા. રોઝી ની ખુશ્બૂ એમને મદહોશ કરી રહી હતી. હલકો હલકો રોઝી ના શરીર નો સ્પર્સ એમને ઉતેજીત કરી રહ્યો હતો. એવામાં રોઝી એ શ્રીવાસ્તવ સાહેબ નો હાથ પકડ્યો થોડી વાર તો સાહેબ ને કઈ સમાજ ના પડી. રોઝી એ સાહેબ ને ગાલ પર એક ચુંબન કર્યું સાહેબ આનો વિરોધ પણ ના કરી શક્ય કારણ કે એમને પણ માજા આવી રહી હતી અને એમને રોઝી ને પોતાની મજબૂત બહુપાસ માં લઈને એક ગાઢ અલીગન કર્યું.

શ્રીવાસ્તવ સાહેબ એ પણ રોઝી ના હોઠ પર એક તસતસતું ચુંબન કર્યું. અને બોલ્યા તને જોઈ છે ત્યારથીજ હું તારા પ્રેમ માં ગાંડો થઇ ગયો છે. રોઝી એ પણ એના પ્રેમ નો ઈકરાર કર્યો અને બંને એ ડિનર લઇ અને રોઝી શ્રીવાસ્તવ સાહેબ ને એની સાથે એના ઘરે લઇ ગઈ અને એ રાત્રે બંને એ દરેક હદો પાર કરી નથી અને સાહેબ આખી રાત રોઝી સાથે એના બાહો પાસ માં ખોવાઈ ગયા.

સવાર માં શ્રીવાસ્તવ સાહેબ ના મોબાઈલ ની રિંગ વાગી એ ઝબકી ને જગ્યા ડિસ્પ્લે પાર જોયું તો મકવાણા.... મન માં ને મન માં સાહેબ મોટી મોટી ગાળો ભાંડવા લાગ્યા અને બગડ્યા સાલા ને ખબર નથી પડતી ક્યારે ફોન કરાય. એમને ફોન ઉપાડી અને એકદમ રુક્ષ અવાજ માં બોલ્યા હા બોલ શું હતું? સાહેબ તમે જલદી થી ચોકી પર આવી જાવ મેં " ફૈરીલેન્ડ" માં લાગવામાં આવેલા સી. સી ટીવી. કેમેરા ની ફૂટેંગ જોઈ એમાં મને થોડી હરકતો શંકાસ્પદ લાગે છે. સાહેબ તમે જલદી થી આવી જાવ. શ્રીવાસ્તવ સાહેબે રૂમ માં પોતાના કપડાં શોધવા લાગ્યા જે કાલે રાત્રે એમને ઉતેજના માં ક્યાં નાખ્યા હતા એનું પણ ભાન ના હતું. કપડાં પહેરી અને રોઝી ને જગાડી અને બોલ્યા હું તને કોલ કરીશ અત્યારે મારે થોડું અગત્ય નું કામ છે એટલે જવું પડશે અને એમને પોલીસ સ્ટેશન તરફ દોટ મૂકી