ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૨ Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૨

Chapter-2 (ચોરી)

પોલીસ સ્ટેશન માં બહાર મીડિયા વાળા ની ભીડ હતી અને એ લોકો ઘાંટા પાળી પાળી ને બરાડી રહ્યા હતા પોલીસ વાળાઓ ને હાજી કાતિલ મડ્યો નથી. એવામાં શ્રીવાસ્તવ સાહેબે ચા અને જોડે સમોસા મંગાવેલા બસ મીડિયા વાળા ની સમોસા પર નજર ગઈ અને સમાચાર ની હેડ લાઈન માં આવી ગયું. શહેર ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ના છોકરા ના હત્યારા ને પકડવાના બદલે સમોસા ની જયાફત ઉડાવતા પોલીસ વાળા. પોલીસ સ્ટેશન માં આવેલા નાના ટીવી માં આ સમાચાર પણ દેખાઈ રહ્યા હતા. મકવાણા ના હાથ માં સમોસું હતું એ મોઢા માં મુકવા જઈ રહ્યો હતો ત્યાં આ સમાચાર આવ્યા હવે એને એ સમજાતું નહતું કે એ સમોસું ખાય કે સમોસા નું સુ કરે એવા માં. ઘાયલ સિન્હ ની માફક શ્રીવાસ્તવ સાહેબ બહાર આવ્યા અને મોઢા માંથી મણ મણ ની ગાળો ભાંડવા લાગ્યા અને મકવાણા ની સામે જોઈને બોલ્યા બંધ કરો ટીવી અને આ બહાર ઉભેલા મીડિયા વાળા ને ભગાડો. મકવાણા એ શ્રીવાસ્તવ સાહેબ ને પૂછ્યું સાહેબ આ સમોસું ખાઈ લવું. શ્રીવાસ્તવ સાહેબ નો મગજ નો પારો એકદમ ઉપર ચડી ગયો અને આંખો ચહેરો લાલ થઇ ગયો અને નાક ના ફેણાં ચડી ગયા અને આંખ ઉપર ના ભંવર ઉપર ચડી ગયા. બસ આ રૂપ જોઈને મકવાણા સીધો બહાર ગયો અને મીડિયા વાળા ને કાલે આવા માટે વિનંતી કરી અને ભગાડી દીધા.

મકવાણા એ પાછા આવીને જોયું તો શ્રીવાસ્તવ સાહેબ કંઈક બબડી રહ્યા હતા એ સાથે સાથે ગાળો પણ ભાંડી રહ્યા હતા. એવાં માં શ્રીવાસ્તવ સાહેબ ના મોબાઈલ ની રિંગ વાગી અને મોબાઈલ ના ડિસ્પ્લેય પર જે નંબર આવી રહ્યો હતો એને જોઈને એમની ગાળો બોલવાની સ્પીડ બુલેટ ટ્રેન ની માફક વધી ગઈ. મકવાણા અને એમના સાથીઓ ને તરત ખ્યાલ આવી ગયો કે આ ફોન કાંતિલાલ નોજ હશે. શ્રીવાસ્તવ સાહેબે જેવો ફોન ઉપાડ્યો અને હેલો સર કીધું ત્યાં સામે છેડે થી પેલો કંઈક બોલ્યો અને શ્રીવાસ્તવ સાહેબ ખાલી પણ.... સાહેબ... મારી વાત તો સાંભળો બસ આટલું બોલી શક્ય અને આગળ કંઈક બોલવાનો મોકો મળે ત્યાં સામે છેડે થી ફોન કપાઈ ગયો. મકવાણા ને દાઝ્યા પર ડામ આપ્યો સાહેબ કોનો ફોન હતો?. શ્રીવાસ્તવ સાહેબ આ સવાલ થી ગુસ્સે થયા એમને મન તો થયું ફોન મકવાણા ના મોઢા પર મારુ પણ શું ફાયદો? શ્રીવાસ્તવ સાહેબે કીધું આપડા બાપા નો ફોન હતો કાંતિલાલ નો. બે દિવસ માં કાતિલ ને પકડો નહી તો બદલી માટે તૈયાર રહો. અને હા એમ પણ કેતા હતા કે આવા સમય માં સમોસાની જયાફત.. મકવાણા બોલ્યો સાહેબ માણસ છીએ કાલ નું કઈ ખાધું નથી. શ્રીવાસ્તવ સાહેબે કીધું હા મકવાણા તારી વાત સાચી છે હું સમજુ છું પણ આ નેતાઓ અને મીડિયા વાળા ને કોણ સમજાવે.

આ હરિતમેહતા કેવો માણસ હતો? શ્રીવાસ્તવ સાહેબે મકવાણા ને પૂછ્યું. સાહેબ એ ખુબ સીધો અને આજ્ઞાંકિત હતો એ એના પિતા ના નકશા કદમ પર ચાલવા વાળો માણસ હતો. સાહેબ ડી. એમ. એટલે કે દસરથલાલ મહેતા વિશે તો તમે જાણો જ છો. જેટલા પૈસા એ કમાતા એના અડધા થી ઉપર એ દાન કરે છે. અને કોઈ પણ ખોટું કામ કાર્ય વગર એકદમ પ્રામાણિક માણસ. અને એ જરૂરિયાતો ને મદદ કરતા એ ક્યારેય જાત પાત માં નહતા માનતા બસ એતો માણસ તરીકે માણસ ની મદદ કરતા. સાહેબ આટલી કમાણી પર એક નખ ભાર અભિમાન નહિ અને એમનો દીકરો એટલે એમની નકલ. અરે! સાહેબ અમુક સમુદાય માં તો લોકો એમની પૂજા કરે છે. દેવતા મને છે દેવતા. એટલેજ રાજનેતાઓ એમની આગળ પાછળ ફરે છે. સાહેબ આપડા આ કાંતિલાલ ને પણ એજ ચિંતા છે એક અઠવાડિયા પછી મતદાન છે એને આ ઘટના બની. સાહેબ આપડે ખૂની ને વેલી તકે પકડવો પડશે નહિ તો લોકો માં રોષ ઉત્પ્પન થઇ જશે અને એ આપડા માટે શરુ નહિ થાય.

શ્રીવાસ્તવ સાહેબે કીધું કે ટી. વી ચાલુ કરો અને રમેશ ને ફોન કરો કે શું ચાલી રહ્યું છે? ટી. વી ચાલુ કરી તો સમાચાર ની દરેક ચેનલ માં હરિત ના અંતિમસંસ્કાર ના સમાચાર ચાલી રહ્યા હતા. મકવાણા એ રમેશ ને ફોન કર્યો રમેશે કીધું એકાદ કલાક માં એ લોકો પાંચ ફૈરીલેન્ડ તરફ જશે. રમેશ એટલે કોન્સ્ટેબલ જેને ત્યાં રાખવામાં આવેલો. મકવાણા એ કીધું કે તમે જયારે બંગલા પર પહોંચો મને જાણ કરજે એટલે અમે લોકો આવી જઈસુ.

શ્રીવાસ્તવ સાહેબે મકવાણા ને કીધું કોઈ જોડે દુસ્મની હતી હરિત કે દશરથલાલ ને મકવાણા એ કીધું ના સાહેબ એતો બઉજ ભલા માણસ છે એમની કોઈ સાથે દુસ્મની હોય એવું મને નથી લાગતું. સારું રમેશ નો કોલ આવે એટલે આપડે તરત નીકળી જઈસુ અને હવે એ લોકો જે કે એના પર આપડે પગલાં લઈશુ અને પેલા ડોક્ટરો નો કોઈ રિપોર્ટ આવ્યો પોસ્ટ મોર્ટમ નો અને ફોરેન્સિક માંથી કઈ માહિતી મળી કે નહિ તપાસ કરો. એમાં ડૉક્ટર નો કોલ આવ્યો અને શ્રીવાસ્તવ સાહેબ ને જાણ કરી કે હત્યા રાત્રી ના બે વાગ્યા થી ત્રણ વાગ્યા ની વચ્ચે થઇ છે અને શરીર પર તીક્ષણ ચાકુ ના વાર કરવામાં આવેલા છે. અને એક નહિ પણ અનેક ઘા કરવામાં આવેલા છે અને એના લીધે વધારે લોહી વહી જવાના લીધે હરિત નું મૃત્યુ થયું છે.

રમેશ નો કોલ આવ્યો સાહેબ આવી જાવ ડી. એમ સાહેબે તમને બોલાવ્યા છે. શ્રીવાસ્તવ અને મકવાણા અને એમના સાથિયો તરત ત્યાં પહોંચી ગયા પેલો રૂમ જ્યાં હત્યા થઇ થઇ હતી એ રમેશે બંધ કરી દીધો હતો. મકવાણા તમે રૂમ ની ફરી તાપસ કરો અને અનામિકા ને જોડે રાખો અને કઈ કઈ વસ્તુ ગાયબ છે એની તાપસ કરો. હું ડી. એમ સાહેબ જોડે થોડી વાત કરી લઉં. અનામિકા મોહિત ને એના પ્લેરૂમ માં એમની એક નોકરની જોડે મૂકી આવી અને એ મકવાણા સાથે ઉપર આવેલા બેડરૂમ માં ગઈ. રૂમ ની હાલત એકદમ અસ્તવ્યસ્ત હતી. તિજોરી ની અંદર ની વસ્તુ પણ બધી નીચે જમીન પર પડી હતી.

અનામિકા એ તિજોરી ની તાપસ કરી તો અંદર થી એના થોડા કિંમતી સોનાના ઘરેણાં અને દસ લાખ રૂપિયા ગાયબ હતા. અનામિકા એ મકવાણા ને એના વિશે માહિતી આપી. મકવાણા એ વસ્તુઓ અને પૈસા વિશે નોંધ લખી અને અનામિકા ને સવાલ કર્યો કે તમે ક્યાં હતા જયારે આ ઘટના બની ત્યારે. તો અનામિકા એ કીધું કે રૂમ માં પીવાનું પાણી પતિ ગયું હતી અને મને રાત્રે તરસ લાગી એટલે હું નીચે પાણી લેવા માટે ગઈ. હું પાણી લેતી હતી ત્યાં કોઈ બુકાનીધારી માણસે મને પાછળ થી પકડી અને મારુ મોઢું દબાવી દીધું અને મને નીચે ના રૂમ માં પુરી દીધી.

અને પછી આ ઘટના બની મેં જેમ તેમ કરીને મારુ મોઢા પરનું કપડું નીકળ્યું અને બૂમ બમ કરી તો ડી. એમ. એટલે મારા સસરા નો રૂમ નીચેજ હતો એટલે એ મારો અવાજ સાંભળી અને રૂમ ખોલી મને બહાર કાઢી અને અમે ઉપર ગયા તો અમને હરિત ની આવી હાલત જોવા મળી અમે ખુબ ડરી ગયા હતા. મારા સસરા તો કઈ બોલવાની હાલત માં નહતા મેં હિમ્મત કરી અને તમને લોકો ને બોલાવ્યા. મકવાણા એ પૂછ્યું મેડમ આ ઘર માં આવા માટે કેટલા રસ્તા છે તો અનામિકા એ કીધું એકજ છે તો ચોર ત્યાંથી ગયો હશે. હા બનીશ શકે. મકવાણા એ કીધું ધન્યવાદ આપનો બીજી કોઈ માહિતી જોઈશે તો તમને પરેશાન કરીશુ. અનામિકા એ કીધું એમાં પરેશાની સેની મારા પતિના કાતિલ ને ફાંસી પર ચડવા માટે તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. બસ એ કાતિલ ને પકડો અને સાલા ને ફાંસી આપવો.