Fairy land ma hatya - 7 books and stories free download online pdf in Gujarati

ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૭

મકવાણા નો ફોન આવતાની સાથે જ શ્રીવાસ્તવ સાહેબ પોતાના કપડા ને પહેરી અને રોઝીને એક તસતસતું ચુંબન આપી ને ત્યાંથી નીકળ્યા મકવાણા પાસે પહોંચીને જ્યારે સીસીટીવીમાં ને જોયું દ્રશ્ય જોઈ મકવાણા અને શ્રીવાસ્તવ સાહેબ બંને એકબીજાની સામે જોવા લાગ્યા જે દિવસે હરીતની હત્યા થઈ હતી એ રાત્રે સફેદ કલરનો બુકાની ધારી કોઈ વ્યક્તિ દરવાજો દરવાજો ખોલી અને ત્યાંથી રોડ પર જતો નજર આવી રહ્યો હતો. શ્રીવાસ્તવ સાહેબે કીધું કે આપણે આપણી આગળ અને પાછળ બંને ની ફૂટેજ ચેક કરવી જોઈએ કદાચ આપણને કોઈ કઈ મળી જાય મકવાણા કીધું કે સાહેબ બધી જ ફોટો છે કરી લીધી પણ આના સિવાય બીજું કંઈ નજર નથી આવી રહ્યું. એનો મતલબ એ છે કે આ માણસ પહેલાથીજ અંદર હતો. પણ એ પહેલાથીજ અંદર હતો તો એ અંદર નોજ કોઈ માણસ હોઈ શકે. પણ એ વાત સમજ માં નથી આવી રહી કે જો એ અંદર નો માણસ હતો તો આવી રીતે કેમ બહાર નીકળ્યો.

શ્રીવાસ્તવ સાહેબ એ કીધું કે મોટી સોસાયટી છે તો બની શકે કે બહારની બાજુ કોઈ કેમ સીસીટીવી કેમેરાના ફૂટેજ કેદ થઈ હોય તો આપણે એના પર પણ નજર રાખવી જોઈએ તમારી વાત સાચી છે. પણ મેં સાહેબ બધા જ કેમેરા તમારા આવ્યા પહેલા ચેક કરી જોયા એ માણસ મેઇન રોડ પર જાય છે ત્યાંથી મોટરમાં બેસીને નીકળી જાય છે. તે કાર નો નંબર કે કલર કઈ દેખાય રહ્યું છે. મકવાણા એ જણાવ્યું સાહેબ એ થોડું દૂર છે કઈ ખાસ નજર નથી આવી રહ્યું.


સીસીટીવી ફૂટેજના આધારે એ બુકાનીધારી નો ફોટો પાડી લેવામાં આવ્યો અને એની ક્લિપ મકવાણાએ પોતાના મોબાઈલમાં લઈ લીધી. એ ફોટાની સાથે મકવાણા અને શ્રીવાસ્તવ સાહેબ બંને ડી એમ સાહેબ પાસે ગયા અને એમને આ ફોટો બતાવી અને એને ઓળખવા માટે કહ્યું. ડી. મ .સર પોતે જ અચરજ પામી ગયા કારણ કે એમના ઘર મેઇન દરવાજો ઓટોમેટીક હતો અને ત્યાં બરાબર સિક્યુરિટી લાગેલી હતી તો એવું મને નહીં કે તે દર કોઈ વ્યક્તિ દરવાજો ખોલી અને ત્યાંથી જઈ શકે. મકવાણા અને શ્રીવાસ્તવ સિક્યુરિટી ગાર્ડને બોલાવી અને એની પણ તપાસ કરી સિક્યુરિટી ગાર્ડે કીધું કે નહીં થાય એ રાત્રે નથી તો કોઈ ગયું નથી હું આખી રાત ત્યાં જ બેઠેલો હતો શ્રીવાસ્તવ અને મકવાણાને સિક્યુરીટી ગાર્ડ પર શંકા ગઈ અને એને કડકાઈથી પૂછવામાં આવ્યો છતાં પણ એનો જવાબ તો કે નહીં સાહેબ એ રાત્રે તો મેં કોઈને ત્યાંથી જતા નથી પછી જ્યારે સિક્યુરિટી ગાર્ડને એકલી બતાવવામાં આવી ત્યારે એ પણ હેરાન થઈ ગયેલો પછી એને કબૂલાત કરી કે સાહેબ મને આ વિશે કંઈ જાણ નથી પણ હું એ રાત્રે દારૂ વધારે પી ગયેલો એટલે મને ખ્યાલ નથી. હું એ સમયે સૂઈ ગયો તો ત્યાં શું બનેલું એ મને એના વિશે મને કોઈ કંઈ યાદ નથી.

મકવાણા કીધુ કે સારા ઘરની અંદર કોઈ નું મર્ડર થઈ ગયું અને કાતિલ તારી સામે થી નીકળી ગયો અને તું દારૂ પીને સુઈ ગયેલો અને એને ગાલ પર ત્રણ-ચાર તમાચા લગાવી દીધા. ફોટાની આધારે અને જેટલા પણ એ લોકોનો શંકાસ્પદ લોકો હતા એ બધાની કદકાઠી સાથેનો મેચ કરવામાં આવી અને ચાલવાની પદ્ધતિ અને પણ મેચ કરવામાં આવી પણ કોઈની સાથે મેચ થઈ રહી નથી.

શ્રીવાસ્તવ સાહેબ એ કીધું કે આપણે શુભ ને બોલાવીને તપાસ કરવી જોઈએ કારણ કે આપણેને મળેલા નથી અને ઘણા ટાઈમથી એક ઘરે કેમ છે એના વિશે આપણને કોઈ માહિતી નથી મકવાણા અને ત્યાંથી બોલવાની વ્યવસ્થા કરી શુભ આવ્યો ત્યારે શ્રીવાસ્તવને લાગ્યું કે આ માણસની ચાલવાની રીત અને પેલા બુકાનીધારી માણસની ચાલવાની રીત બંને એક જ છે મેનેજર કડકાઈથી એની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એ દિવસે ક્યાં હતો એની તપાસ કરી. થર્ડ ડિગ્રી આપવાથી જાણવા મળી રહેશે વગેરે દિવસે શહેરમાં જ હતો અને એ બુકાનીવાળો વ્યક્તિ એ જ હતો. સુભે પોલીસ ને જવાનયું કે સાહેબ હા એ રાત્રે હું ત્યાં જ હતો. હું ઘણા સમય થી ત્યાં નોકરી કરતો હતો અને મેં ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવેલો મને ખ્યાલ હતો કે હરિત ભાઈ ના ડ્રોવર માં મુદ્દા માલ છે.

મેં સિકયુરિટી વાળા સાથે મળી અને ચોરી નો પ્લાન બનાવેલો. યોજના પ્રમાણે મેં ચાર દિવસ પહેલા ડી.એમ સાહેબ પાસેથી છૂટી લીધી એન્ડ ટ્રેઈન ની ટિકિટ પણ કરાવી. હું સ્ટેશન પાસે ની એક ધર્મશાળા માં મારા એક ઓળખીતા પાસે રોકાઈ ગયો અને અગાઉ બનાવેલી યોજના પ્રમાણે હું ઘરમાં ગયો હરિતભાઈ ના રૂમ માં ગયો એ બાથરૂમ માં હતા એનો લાભ લઈને ને મેં ચોરી કરી અને ઘર ના ગાર્ડન માં છુપાઈ ગયો.હરિનભાઈ ને બાથરૂમ માંથી નીકળી અને ગાર્ડન વળી વિન્ડો ખોલવાની આદત હતી એ મને ખ્યાલ હતો એટલે હું એવી રીતે છુપાઈ ગયો કે હુંએમને જોઈ શકું પણ એ મને ના જોઈ શકે.

સાહેબ! લગભગ બે કલાક થયા હશે મને ઊંઘ આવવા લાગી હતી મને મેં ફરી બારી માં નજર કરી તો મારી આંખો ફાટી ગઈ. કોઈ માણસે હરિતભાઈ નું મોં દબાવેલુ હતું અને એમને કોઈ સ્ત્રી ચાકુ મારી રહી હતી બંને મને એમાં પડછયા માં નજર આવી રહ્યા હતા એટલે એ હું સમજી ના શક્યો કે એ કોણ છે. પણ હા સાહેબ એ સ્ત્રી ના સહેજ કપડાં મેં જોઈ લીધા હતા એ પાક્કું રોઝીના જ હતા. સાહેબ હું ખુબ ડરી ગયો હતો. શ્રીવાસ્તવ સાહેબે શુભ ને ફરી પૂછ્યું તું ચોક્કસ થી કઈ શકે કે એ રોઝી જ હતી. સાહેબ મેં એનું મોં નથી જોયું નાતો એ પુરુસ ને પણ મને લાગે છેકે એ કધાચ રોઝી હતી. એમ કહી અને શુભ રડવા લાગ્યો સાહેબ મને ખ્યાલ નહતો કે એ રાત કાળ રાત્રી બની જશે સાહેબ મેં મારા ભવિષ્ય માટે ચોરી કરી હતી. મને એનો જરાય અંદાજ નહતો કે એ રાતે એવું બનશે તો હું ક્યારેય ના જાત. સાહેબ મને માફ કરી દો.

મકવાણા એ જણાવ્યું કે સાલા તારી સામે આ બધું બની રહ્યું હતું તો તે કેમ હરિત ને ના બચાવ્યો. સાહેબ મેં મારી જિંદગી માં પહેલી વાર ચોરી કરી હતી. હું એ દર્સ્યો મારી નજર ની સામે જોઈને સુન્ન થઇ ગયેલો. મને કૈજ સમાજ માં નહતું આવી રહ્યું કે હું સુ કરું અને થોડી વાર માં ત્યાંથી ભાગી ગયો.સાહેબ મને માફ કરી દો હરિતભાઈ મારો સારો ખ્યાલ રાખતા હતા. મેં મારી જિંદગી માં પહેલી વાર ચોરી કરી છે હવે ક્યારેય નહિ કરું એમ કહી ને જોર જોર થી રડવા લાગ્યો.

મકવાણા એ શ્રીવાસ્તવ સાહેબ સામે જોઈને બોલી રહ્યો હતો સાહેબ એ સમાજ માં નથી આવી રહ્યું કે આ સાલો શુભ સાચું બોલે છેકે ખોટું. જો એ ચોરી કરવાજ ગયો હતો તો એ હરિત ને બચાવી શકતો હતો. શ્રીવાસ્તવ સાહેબ તો કોઈ અલગજ દુનિયામાં ખોવાયેલા હતા. મકવાણા એ બે ત્રણ વાર સાહેબ સાહેબ ... એમ અવાજ લાગ્યો. શ્રીવાસ્તવ સાહેબ તંદ્રા માંથી જગ્યા અને ગાળા નીચે થુંક ઉતાર્યું.અને ખીચા માંથી ફોન કાઢી અને કોઈને ડાયલ કરતા કરતા ત્યાંથી નીકળી ગયા.

શ્રીવાસ્તવ સાહેબ રોઝી ને કોલ કરી રહ્યા હતા પણ રોઝી કોલ લઇ રહી નહતી. સાહેબ ના મન માં ઘણા બધા વિચારો અને શંકા કુશંકા ઓ ચાલી રહી હતી. શ્રીવાસ્તવ સાહેબે ઘણા બધા હત્યાઓ ના કેસ હેન્ડલ કરેલા હતા. દરેક હત્યા માં હત્યારાનો કોઈને કોઈ મોટીવ તો હોયજ એના વગર હત્યા એ હત્યા ના કરે. રોઝી નો સુ મોટીવ હશે એ વિચારતા વિચારતા એ કાર ચાલવા લાગ્યા અને રોઝી ને પણ સાથે સાથે કોલ કરી રહ્યા હતા. જીન્દી માં પહેલી વાર કદાચ અને ઈમાનદાર ગણાતા શ્રીવાસ્તવ સાહેબ કેમ જાણે આજે રોઝી ને બચવા માટે કઈ પણ કરવા તૈયાર હતા. શ્રીવાત્સવ સાહેબ ને રોઝી નો સામે થી કોલ આવ્યો અને એ એક ડેમ ફટાફટ રોઝી ને પૂછ્યું કે તું ક્યાં છે મારે તને મળવું છે. રોઝી એ સામે માદક અવાજ માં પૂછ્યું સુ થયું સાહેબ સુપ્રીમ હોટલ ને યાદો હાજી તો તાજા છે સાહેબ!

મેં કીધું હતું ને સાહેબ રોઝી એટલે આદત તમે મને ભૂલી નાઈ શકો. રોઝી તું જલ્દી થી મને મેડ મારે તને બહુજ અગત્યની વાત કરવાની છે. ઠીક છે હું સુપ્રીમ હોટલ પાર આવુંછું તમે પણ ત્યાં આવો અપડે ત્યાં માળિયે. કાર ચાલવતા ચલાવતા શ્રીવાસ્તવ સાહેબ મગજ માં રોઝી ને બચવાની યોજના બનાવી રહ્યા હતા. શુભ એ ઘર માં હતોજ અને ચોરી નું પણ કબૂલાત એને કરી લીધી હતી. એણે જ હત્યા કરી છે એ સાબિત કરવું વધારે સરળ બની જશે અને રોઝી આમાંથી છૂટી જશે. પણ એના પહેલા રોઝી સાથે મળી એન્ડ હકીકત જણાવી પડશે. આ બધામાં શ્રીવાસ્તવ સાહેબ ને અચાનક યાદ આવ્યું કે શુભ ના કહેવા અનુસાર આ કામ બે વ્યક્તિ હતી એક સ્ત્રી એ માનો કે રોઝી પણ જે પુરૂષ હતો એ કોણ હશે એની બધી માહિતી રોઝી પાસે લેવી પડશે. જો મને બધી માહતી પુરી રીતે ખબર પડે તોજ હું રોઝી ને બચાવી શકીશ. આખા રસ્તા માં શ્રીવાસ્તવ સાહેબ રોઝી ને બચવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને એમ કરતા એ ક્યારે સુપ્રીમ હોટલ પર આવી ગયા એનો એમને ખ્યાલજ ના રહ્યો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED