Fairy land ma hatya - 4 books and stories free download online pdf in Gujarati

ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૪

બધા પુરાવાઓ અને ફિંગરપ્રિન્ટ બધા ની તાપસ કરી અમુક તો જાણીતાંજ હતા અમુક ફિંગરપ્રિન્ટ નવા હતા એટલે શ્રીવાસ્તવ સાહેબે કીધું આ લિસ્ટ મુજબ ઘરમાં કોના કોના ફિંગરપ્રિન્ટ બાકી છે તો મકવાણા એ કીધું કે રઘુ અને સોબિત કરીને બે નોકર સિવાય બધાના ફિંગરપ્રિન્ટ છે રઘુ આવે એટલે લઇ લૈયે અને સોબિત તો એના ગામ ગયો છે? ક્યારે મકવાણા એ કીધું એતો બે વીક થી અહીંયા છેજ નહિ. અચ્છા એનું ગામ ક્યાં છે? સાહેબ એતો ખબર નથી પણ તમે કેતા હોવ તો તાપસ કરું? હા મકવાણા એમાં કેવાનું શું? તમારે પહેલાજ માહિતી મેળવી લેવી જોઈતી હતી પણ સાહેબ એ શહેર માં હતોજ નહિ તો ઠીક છે ચાલો હું માહિતી ભેગી કરી લઉં. એમાં ફોરેન્સિક માં જે સોનેરી વાળ મોકલેલો એનો રિપોર્ટ શ્રીવાસ્તવ સાહેબ વાંચતા હતા એમાં જે કલર લાગવા માં આવેલો એ ખુબ મોંઘો હતો અને હાઈ પ્રોફાઈલ માણસોજ આવો કલર કરાવી શકે સામાન્ય માણસ નું કામ નહિ. એટલે શ્રીવાસ્તવ સાહેબે રમેશ ને આવા કલર કરવા વાળા ના શહેર માં કેટલા અને ક્યાં ક્યાં સેન્ટર છે એની માહિતી એકઠી કરવા માટે કીધું.

હરિત ના નખ માંથી મળેલી ચામડી નો રિપોર્ટ માં માહિતી હતી કે એ કોઈ ત્રીસેક વર્ષ ના શ્યામ માણસ ની ચામડી હતી. બધા રિપોર્ટ ની બારીકાઇ થી શ્રીવાસ્તવ સાહેબે તાપસ કરી અને એમને એ વાત તો ખ્યાલ આવી ગયો કે આ ખૂન થતા પહેલા હરિત ને કોઈની સાથે હાથ પાઇ થઇ થઇ અને એમાં એક સ્ત્રી પણ હતી પણ આ સ્ત્રી કોણ છે એની તાપસ આપડે કરવી જોઈએ. એમને મકવાણા ને બોલાવી ને કીધું મકવાણા તમે " ફૈરીલેન્ડ" ની બહાર વોચ ગોઠવો અને ધ્યાન રાખજો કોઈને સક ના જાય આપડા માણસો ને વેસ બદલી અને ત્યાં ગોઠવી દેજો. અને રાત્રે પણ માણસો ને ત્યાં રોકવા કેજો અને કઈ પણ માહિતી મળે તરત જાણ કરવા માટે કહેજો.

એવામાં કોઈ પોલીસ સ્ટેશન માં આવ્યું અને શ્રીવાસ્તવ સાહેબ વિશે પૂછવા લાગ્યું એટલે મકવાણા એ એને પૂછ્યું શું કામ છે? તો એને કીધું મારુ નામ રઘુ છે અને સાહેબે મને મળવા માટે બોલાવ્યો છે. મકવાણા એને શ્રીવાસ્તવ સાહેબ ના કેબીન તરફ લઇ ગયો અને એને અંદર ડોકિયું કરીને કીધું સાહેબ રઘુ આવ્યો છે તમને મળવા. મોકલ મોકલ એને અંદર મોકલ જલ્દી. રઘુ શ્રીવાસ્તવ સાહેબ સામે આવી ને ઉભો રહી ગયો શ્રીવાસ્તવ સાહેબે એને બેસવા માટે કીધું અને પૂછ્યું રઘુ આ હરિત ની હત્યા થઇ ત્યારે તું ક્યાં હતો? તો રઘુ એ કીધું સાહેબ હું તો મારા રૂમ માં હતો. આમતો ડી. એમ એ નોકરો ને રહેવા માટે એક અલગ થી વ્યવસ્થા કરી હતી. એ શ્રીવાસ્તવ સાહેબે ગાર્ડન માં ફરતા ફરતા જોઈ લીધું હતું. તો તને કેવી રીતે ખબર પડી હત્યા ની? સાહેબ એ રાત્રે મને બંગલા માંથી ડી. એમ. સાહેબ અને અનામિકા મેડમે જોર થી પડેલી ચીખ ના લીધે હું ઉઠી ગયો અને દોડી અને સીધો ત્યાં પહોંચી ગયો તો મેડમ ફોન પર હતા અને રૂમ ની અંદર હરિત સાહેબ ની લોહી માં લથપથ લાસ પડી હતી અને ડી. એમ સાહેબ જમીન પર ખુટણિયે બેઠા હતા એટલે મેં સાહેબ ને સંભાળ્યા.

શ્રીવાસ્તવ સાહેબે એમના ખીચા માંથી સિગરેટ નું પેકેટ કાઢ્યું અને એમાંથી એક સિગરેટ સળગાવી અને પાકીટ રઘુ ની સામે કરી ને સિગરેટ ઓફર કરી પણ રઘુ એ ના પડી એટલે શ્રીવાસ્તવ સાહેબે એને કીધું કે કેમ તું તો સિગરેટ પીવે છે. હા સાહેબ હું પીવું છું. તો શુ તું આ બ્રાન્ડ ની નથી પીતો બીજી પીવે છે? બોલ તું જે કે એ મંગાવી આપું. ના સાહેબ એમ કહીને રઘુ એ સિગરેટ લીધી અને સળગાવી અને એક ઊંડો કસ લીધો અને શ્રીવાસ્તવ સામે જોયું. શ્રીવાસ્તવ સાહેબે એને પૂછ્યું તે કોઈને છેલ્લા થોડા દિવસ માં આવતા જોયું હતું? કોઈ શંકાસ્પદ માણસ અથવા કોઈ નવું માણસ જેને તે પહેલા જોયું ના હોય એવી કોઈ વ્યક્તિ? રઘુ એ કીધું ના સાહેબ એવું કઈ મેં નથી જોયું. હરિત ને કે ડી. એમ સાહેબ ને કોઈ સાથે દુસ્મની હતી ના સાહેબ એવું તો કઈ નહતું. ઘર માં કોઈ અણબનાવ ના.... સાહેબ એવું કઈ નહતું. શ્રીવાસ્તવ સાહેબ બોલ્યા આમતો જ્યાં વધારે રૂપિયા હોય ત્યાં મિલકત માટે ઘર માંજ ઝગડાઓ થતા હોય છે તો ડી. એમ ના ઘરમાં પણ એવું કઈ? ના સાહેબ હરિત ભાઈ એમના પિતા ની દરેક વાત માનતા અને ડી. એમ સાહેબ નો એક નો એક દીકરો હરિત એટલે ખુબ લાડ કોડ થી એને મોટો કરેલો. હત્યા ની રાત્રે તે ઘરમાં કોઈ ઝગડા કે કોઈ ના બોલવાનું કઈ પણ સાંભળેલું જે તને કઈ અચરજ લાગે એવું હોય? કઈ અજુગતું? સાહેબ એ રાતે તો કઈ એવું થયું હોય એવું મને યાદ નથી.

શ્રીવાસ્તવ સાહેબે રઘુ ને પૂછ્યું અચ્છા ગાર્ડન માં કેમ પેલી સીડી રાખેલી છે.

કઈ સીધી સાહેબ!

અરે એજ જે તો વાયર ઠીક કરવા માટે લગાવી હતી એ?

અરે સાહેબ એતો મેં એજ દિવસ અંદર મૂકી દીધી હતી!

ગાર્ડન માં પાણી છોડીયે છીએ સાહેબ એટલે મેં કામ પતી ગયા બાદ તરત અંદર મૂકી દીધી હતી.

અચ્છા પણ એતો બહાર જ પડી છે.

સાહેબ એ મને નથી ખબર કદાચ સોબિત લાવ્યો હશે.

સ્ટોર રૂમ ની ચાવી સોબિત પાસે પણ છે કદાચ એ કોઈ કામ થી લાવ્યો હશે.

સારું સારું... કઈ કામ હશે તો તને બોલાવીસું આવી જજે.. હા સાહેબ તમે જલદી થી એ પાપી ને પકડો જેને અમારા ભગવાન જેવા સાહેબ ની હત્યા કરી.

રઘુના ગયા પછી શ્રીવાસ્તવ સાહેબે મકવાણા ને બોલવી અને કીધું આ સોબિત વિશે દરેક માહિતી ભેગી કરી અને મને આપો અને એના પાર નજર રાખો.

ચૂંટણી નજીક આવી રહી હતી અને જાણ આક્રોશ પણ વધી રહ્યો હતો. રાજકારણીઓ પર પણ પ્રેસર હતું. એમના લોક લાડીલા અને માનનીય એવા ડી. એમ સાહેબ ના ઘરે જે એમનાજ પુત્ર ની હત્યા થઇ હતી એને આખા રાજ્ય અને દેશ ને હલાવી નાખ્યો હતો. હાઈ પ્રોફાઈલ કેસ હતો. દરેક કે દરેક જગ્યા પર હત્યનીજ વાત થતી હતી અને ચાર - ચાર દિવસ આમજ વીતી ગયા હતા પોલીસ ને હજુ સુધી કોઈ પુખ્ત માહિતી મળી નહતી અને નાસ્તો એ એમની તાપસ આગળ વધારી રહ્યા હતા. લોકો પણ ખુબ ગુસ્સા માં હતા.

એવામાં ડી. એમ નો ફોન આવ્યો શ્રીવાસ્તવ પર અને બોલ્યા કે અમારા ઓફિસ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે આવી જાવ આમપણ તમારે અમારા ઓફિસ સ્ટાફ સાથે જે પણ જાણવું હોય એ માહિતી તમે મેળવી શકો. શ્રીવાસ્તવ સાહેબ ને અંદર થી એવું તો ફીલ થતું હતું કે આ હત્યા માં ઓફિસ નું કોઈ તો સામેલ હશે.

ઘર કે ઘર નું કોઈ તો સામેલ હશેજ. કારણ કે એમને બંગલા ની તપાસ કરી ત્યારે એમની બાજ જેવી નજર એમને દરેક જગ્યા પર ફેરવી હતી. બંગલો કિલ્લા જેવો હતો કોઈ જાણભેદુ કે અંદર ના કોઈ માણસ ની સહાયતા વગર અંદર આવવું અશક્ય હતું. ઘરમાં એમને નોકરો ની તાપસ તો ચાલુજ હતી સાથે સાથે શ્રીવાસ્વત સાહેબ એ એમના અંગદ માણસો જેરામ અને માધવ ને ડી. એમ અને અનામિકા પર નજર રાખવા માટે કીધું હતું. અને એ કામ સફાઈ થી કરવાનું હતું જો એ લોકો ને થોડો પણ અણસાર આવે કે એમના પર કોઈ એ વોચ ગોઠવી છે તો બબાલ થઇ જાય. એટલેજ શ્રીવાસ્તવ સાહેબે એમના અંગદ અંગદ અને વિશ્વાસુ અને એકદમ સફાઈ થી કામ કરી શકે એવા માણસો ને આ કામ પર લગાવેલા અને સાથે સાથે એમને રઘુ પર પણ વોચ ગોઠવેલી હતી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED