ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૩ Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફૈરી લેન્ડ માં હત્યા ભાગ ૩

Chapter-3

( પ્રથમ પુરાવો )

શ્રીવાસ્તવ સાહેબ નીચે ડી. એમ સાથે વાત કરી રહ્યા હતા. એમને પૂછ્યું ડી. એમ ને કે તમારે કોઈ જોડે દુસ્મની હતી? ડી. એમ. દીકરીના મૌત ના સદમાં માં જણાતા હતા. થોડી વાર સુધી એ ગમ સુમ બેસી રહ્યા. પછી ઊંડો શ્વાસ લઈને શ્રીવાસ્તવ સાહેબ સામે જોઈને બોલ્યા ના સાહેબ અમારે કોઈ જોડે દુસ્મની નહતી અને અમે દરેક વ્યક્તિ સાથે પ્રેમ થીજ વર્તન કરતા. એટલે શ્રીવાસ્તવ સાહેબ બોલ્યા કે હા ડી. એમ તમારી વાત સાચી પણ એટલા રૂપિયા હોય એટલે શત્રુ તો હોય જ. અમારે એવું તો કોઈ સાથે નહતું. હરિત ને કોઈ સાથે હતી? ના.... કોઈ અણબનાવ? ના.... જોવો ડી. એમ સાહેબ દેખીતી રીતે તો ચોરી નો કેસ લાગે છે. ચોર ચોરી કરવા માટે આવ્યો હરિત જોડે હાથાપાઈ થઇ અને ચોર થી હરિત નું ખૂન થઇ ગયું હવે એ જે પણ હોય આપડે એ ચોર ને પકડી લઈશુ એટલે કબર પડી જશે. જો તમને કોઈ તકલીફ ના હોય તો તમારા ગાર્ડન ની મુલાકાત લઇ શકું? હા... હા... કેમ નાઈ ચાલો હું તમને જાતે બતાઉં.

એ લોકો ગાર્ડન માં પ્રેવશ્યા એકદમ સુંદર અને માવજત થી બનાવ માં આવેલ એ ગાર્ડન હતું. લોન ને પણ સુંદર રીતે કાપેલી હતી. ગાર્ડન માં દરેકે દરેક ઝાડ અને ફૂલો ના છોડ હતા. ગાર્ડન માં તાપસ કરતા કરતા શ્રીવાસ્તવ સાહેબ ની નજર ત્યાં પડેલા એક સિગરેટ ના ઠૂંઠા પર ગઈ એમને એને હાથ માં લીધું અને ડી. એમ ને પૂછ્યું તમારા ઘર માં કોણ સિગરેટ પીવે છે તો ડી. એમ એ કીધું કે મારા ઘર માં કોઈને સિગરેટ ની લત નથી પણ કદાચ રઘુ એ પીધી હોય. રઘુ? હા રઘુ અમારો નોકર છે પણ અમે એને અમારા છોકરાની જેમ રાખીયે છે. ક્યાં છે એ રઘુ? હમણાં એને મેં કામ થી બહાર મોકલેલો છે. એને આવતા સાંજ પડી જશે. શ્રીવાસ્તવ સાહેબ એ એ ઠૂંઠા ને ખીચા માં મૂક્યું અને ત્યાં થી થોડા આગળ ગયા તો એમની નજર બીજા માળ ની ખુલ્લી બારી પર ગઈ. એ એજ રૂમ ની બારી હતી જ્યાં હરિત નું ખૂન થયું હતું. બારી માંથી મકવાણા અને અનામિકા એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. થોડી વાર શ્રીવાસ્તવ સાહેબ ત્યાંજ રોકાઈ ગયા અને વિચારતા હતા કે હરીતે નક્કી આ જગ્યા પર કંઈક તો જોયું હશે. નહીતો બારી ચાલુ એ. સી માં ખુલ્લી કેમ રાખે?

ડી. એમ એ શ્રીવાસ્તવ સાહેબ ને કીધું સાહેબ ચાલો આગળ શ્રીવાસ્તવ સાહેબ જાણે ઊંઘ માંથી જગ્યા હોય એમ ઝબ્ક્યા અને ચાલવા લાગ્યા. એમની નજર ગાર્ડન ની દીવાલ પર ગઈ અને એ દીવાલ પર નજર ફેરવા લાગ્યા. દીવાલ દસેક ફૂટ ઊંચી હશે અને દીવાલ ની ઉપર સુરક્ષા માટે વીજળી નો કરન્ટ વાળા વાયર પણ લગાવેલા હતા. એટલે એ દીવાલ પરથી કોઈ આવી શકે એવી સંભાવના ના બરાબર હતી. શ્રીવાસ્તવ સાહેબે દીવાલની નજીક જઈને આખી દીવાલ જોઈ એમને ખૂણા માં એક સીડી આડી પડેલી જોઈ એટલે ડી. એમ ને પૂછ્યું આ સીડી કેમ અહીંયા રાખેલી છે તો ડી. એમ એ કીધું કે આ દીવાલ પરના વાયર માં કોઈ પ્રોબ્લેમ થઇ તો આ સીડી થી ઉપર ચડી અને ઠીક કરી શકાય એટલે એ અહીંયા પડેલી છે પણ આમતો એ સ્ટોર રૂમ માં હોય છે પણ રઘુ એને થોડા દિવસ પહેલાજ લાવેલો કદાચ અંદર મુકવાનું ભૂલી ગયો હશે. સાહેબ એક રાત્રે બિલાડી વાયર ના કરન્ટ ના કારણે વાયર માં ચોંટી ગઈ હતી મેં તો આ વાયરો માં ઇલેક્ટ્રિક પાવર બંધ કરવા જ કીધું હતું પણ હરિત નહતો માનતો. બિચારી બિલાડી ભોગ લેવાઈ ગઈ બસ એને નીકાળવાજ આ સીડી કાઢેલી હતી.

શ્રીવાસ્તવ સાહેબે થોડી વાર ચારે તરફ નજર ફેરવી અને પછી ડી. એમ સામે જોઈને બોલ્યા ઠીક છે જો તમને તકલીફ ના હોય તો કાલે તમારા ઓફિસ ની મુકાલાત લઇ શકું તો ડી. એમ બોલ્યા કાલે તો નહિ પણ હા તમે હરિત ના બારમા પછી આવી શકો છો કારણકે ત્યાં સુધી ઓફિસ બંધ રહેશે. શ્રીવાસ્તવ સાહેબ બોલ્યા ઠીક છે. એમ કહી અને એ ઘર ના પાર્કિંગ એરિયા તરફ ચાલવા લાગ્યા થોડી વાર માં મકવાણા પણ દેખાયો એટલે શ્રીવાસ્તવ સાહેબે રાજા લીધી અને ડી. એમ સાહેબ ને કીધું તમે ચિંતા ના કરો અમે ખૂનીને પકડી અને સખત માં સખત સજા અપાવીશુ. અને એમ કહી અને એ લોકો ત્યાં થી નીકળી ગયા.

મકવાણા એ ગાડી ચાલુ કરી શ્રીવાસ્તવ સાહેબે એમની પાસે રહેલ સિગરેટ ના પાકીટ માંથી એક સિગરેટ નીકળી અને લાઇટર થી એને સળગાવી અને એક ઊંડો કસ લઇ અને મકવાણા સામે જોઈને બોલ્યા મકવાણા કઈ કામ માં લાગે એવી માહિતી મળી કે નહિ. મકવાણા એ કીધું સાહેબ દિવા જેવો કેસ લાગે છે ચોર ચોરી કરવાના ઇરાદે આવ્યો ચોરી કરી અને હરિત એને જોઈ ગયો એટલે હરિત ને મારી અને નીકળી ગયો. શ્રીવાસ્તવ સાહેબે મકવાણા સામે જોઈને બોલ્યા વાહ..... મકવાણા.... વાહ... શુ દિમાગ છે તમે તો આપડી મેહનત ઓછી કરી નાખી ચાલો ચોર ને પકડી લૈયે. મકવાણા સમજી ગયો કે સાહેબ એની મજાક ઉડાવી રહ્યા છે. મકવાણા પાંચ વર્ષ થી શ્રીવાસ્તવ સાહેબ સાથે કામ કરે છે એટલે એને ખબર છે કે સાહેબ ચૂપ છે એટલે એમના હાથ માં કંઈક તો લાગ્યું છે.

મકવાણા ને શ્રીવાસ્તવ સાહેબ સાથે કામ કરવાની પધ્ધતિ ખબર છે એટલે એને એના ખીચા માંથી એક લિસ્ટ કાઢ્યું અને શ્રીવાસ્તવ સાહેબ ને આપ્યું સાહેબ આ લિસ્ટ જોવો મેં ઘરના દરેક કે દરેક વ્યક્તિ ની માહિતી આમ નોંધી છે. ઘરમાં કેટલા માણસો છે, કેટલા નોકર છે, અને કોની વધારે અવાર જવર છે દરેક વ્યક્તિ ની માહિતી એમાં નોંધી છે. સરસ મકવાણા.. શ્રીવાસ્તવ સાહેબ લિસ્ટ પર નજર નાખતા બોલ્યા આપડે આ રઘુ ને મળવું જોઈએ. રઘુ ને મારે થોડા સવાલ કરવા છે અને બાકી ના વ્યક્તિ ને આપડે કાલે મળીશુ તું જરા ડી. એમ સાહેબ જોડે થી રઘુ નો નંબર લઇ અને એને પોલીસ સ્ટેશન બોલાવી લે. ઠીક છે સાહેબ હું હલજ એને બોલાવી લઉં. મકવાણા એ કાર ને રોડ ની સાઈડ માં લગાવી અને ડી. એમ ને કોલ કરી અને રઘુ ને પોલીસ સ્ટેશન મોકવા માટે કીધું. ખીચા માંથી શ્રીવાસ્તવ સાહેબે પેલું ગાર્ડન માંથી લીધેલું સિગરેટ નું ઠૂંઠું નીકળી અને જોયું. માલબોરો નું નિશાન એમને ઓળખાતા વાર ના લાગી. અને એમને એમની પાસે ખીચા માં રહેલું સિગરેટ નું પાકિડ નીકળ્યું ગોલ્ડ ફ્લેક. અને મકવાણા સામે જોઈને બોલ્યા સાલું આપડા નસીબ માટે આજ છે. સાહેબ આ કોની સિગરેટ નું ઠૂંઠું લઈને ફરો છો? મકવાણા આ મને ડી. એમ ના મકાન ના ગાર્ડન માંથી મડ્યું છે. મને લાગે છે આ સિગરેટ અને ખૂન ને કંઈક તો લેવા દેવા જરૂર છે.

મકવાણા ફોરેન્સિક ના રિપોર્ટ આવી ગયા બધા? હા સાહેબ રમેશે મને ફોન કરીને કીધું કે એ રિપોર્ટ લઈને આવી ગયો છે. ઠીક છે ચાલો જઈને જોઈએ શુ છે? એ લોકો પોલીસ સ્ટેશન પર પહોંચવા આવ્યા ત્યાં મીડિયા વાળા પાછા આવી ગયેલા. અલ્યા મકવાણા આ લોકો આપડાને નાઈ છોડે જ્યાં સુધી ખૂની નહિ મળે આ આપણું લોહી પિતા રહશે. ત્યાં શ્રીવાસ્તવ સાહેબ ના ફોન ની રિંગ વાગી અમને કોલ ઉઠાવ્યો તો સામે છેડે રાજ્યના ગૃહ મંત્રી હતા અને ફોન ઉપડતા ની સાથેજ ખૂની ની કઈ માહિતી મળી? શ્રીવાસ્તવ સાહેબે ના પડી તો સામ છેડે શુ વાત થઇ એતો ખબર ના પડી પણ સાહેબ નું મોઢું ખાટી છાસ પીધા પછી થઇ જાય એવું થઇ ગયું ઉપર થી મકવાણા એ પૂછ્યું સાહેબ કોનો ફોન હતો. આપડા બાપા નો..... સા...... અને એ રોકાઈ ગયા ચાલો હવે અંદર અને આમને ભગવો અહિયાંથી.