ડી.એમ ઇન્ટરનૅશનલ માં આજે શોક નું મોજું ફરેલું હતું. દરેકે દરેક વ્યક્તિ શોકાતુર હતી.મોટા હોલ માં બધા સફેદ કપડાં પહેરી અને એજ બીજા સાથે વાત કરી રહ્યા હતા.એવામાં ડી.એમ, અનામિકા અને મોહિત આવ્યા બધા એકદમ ચૂપ થઇ ગયા. ડી.એમ સાહેબે એમના દીકરા ના મૃત્યુ નો શોક વ્યક્ત કર્યો અને દરેક વ્યક્તિ ને આ પહાડ જેવી મુસીબત માં સાથે રહેવા માટે કીધું અને થોડી વાર માં એક પછી એક કંપની ના માણસો હરિત અને એના કામ,સ્વભાવ... વગેરે..... ના વખાણ કરવા લાગ્યા. શ્રીવાસ્તવ સાહેબ હોલ માં દરેક વ્યક્તિ પર નજર ફેરવી રહ્યા હતા. એમની બાજ નજર હોલ માં ફરી રહી હતી ત્યાં અચાનક એ ચમક્યા.. એમની નજર એક સ્ત્રી પર હતી. એના વાળ નો કલર અલગ હતો એમને હરિત ના બોડી પર થી જે વાળ મળ્યો એ આ વાળ ના જેવાજ કલર નો હતો. શ્રીવાસ્તવ સાહેબ પણ સફેદ કપડાં માં આવેલા એવા માં માઈક માં બે મિનિટ ના મૌન રાખવા માટે ની જાહેરાત થઇ બધા મૌન થઇ ગયા.
બે મિનિટ ના મૌન બાદ બધા ધીમે ધીમે અલગ પડવા લાગ્યા. શ્રીવાસ્તવ સાહેબ ની નજર પેલી સ્ત્રી પર હતી એ ધીમે ધીમે ડી.એમ તરફ જઈ રહી હતી. એ ડી.એમ અને અનામિકા સાથે વાત કરવા લાગી એના વાત કરવાના અંદાઝ પર થી દેખાઈ રહ્યું હતું એ સ્ત્રી આ પરિવાર ને સારી રીતે ઓળખે છે. શ્રીવાસ્તવ સાહેબ પણ ધીમે ધીમે એમની તરફ આગળ ગયા અને ત્યાં એમની નજીક જઈને ઉભા રહ્યા એવામાં અનામિકા એ પેલી સ્ત્રી તરફ હાથ કરી ને કીધું કે આ રોઝી છે. ડી.એમ સાહેબ ની આસિસ્ટન્ટ. અને અનામિકા એ શ્રીવાસ્તવ સાહેબ નો પણ પરિચય આપ્યો. બંને એ એક બીજા ને હાથ મિલાવ્યો. અનામિકા એ સફેદ ડ્રેસ પહેરેલો હતો છતાં એ એકદમ પરી જેવી દેખાઈ રહી હતી. એની ભૂરી અને નશીલી આંખો કોઈ ને પણ ઘાયલ કરવા માટે પૂરતી હતી. ઉમર માં તો એ વીસેક વર્ષ ની દેખાઈ રહી હતી. સફેદ ડ્રેસ માં એના શરીર ના ઉભાર બરાબર દેખાઈ રહ્યા હતા. એકદમ સુ વ્યસ્થિત અને સુડોળ એવી રોઝી ની સામે શ્રીવાસ્તવ સાહેબ ની નજર હતી. એવા માં રોઝી એ એમને ટોક્યા સાહેબ ક્યાં ખોવાઈ ગયા. શ્રીવાસ્વત સાહેબ ના મગજ માં રોઝી ને જોઈને ઉઠેલા વંટોળ જાણે એક ક્ષણ માં થંભી ગયો અને એ તંદ્રા માંથી બહાર આવ્યા. અને બોલ્યા કઈ નઈ બસ એમજ... તમને જો કોઈ સમસ્યા ના હોય તો થોડા સવાલ કરી શકું. હા.... હા... કેમ નઈ... સવાલો સેનાએ વિશે છે. તો એને કીધું કે સવાલો હરિત ને લગતા છે તો રોઝી એ કીધું સાહેબ અત્યારે આ સમય યોગ્ય નથી જો તમને કોઈ સમસ્યા ના હોયતો આપડે શાંતિ થી મળી શકીયે? તો શ્રીવાસ્વત સાહેબે કીધું સારું આ મારો મોબાઈલ નંબર રાખો મને ફોન કરીને જાણ કરજો આપડે ક્યારે અને ક્યાં માળિયે છીએ? અને એ લોકો હવે છુટા પાડવાના હતા જતા જતા શ્રીવાસ્તવ સાહેબે રોઝી ને કીધું કે હું તમારા ફોન ની રાહ જોઇશ.
રોઝી એ જતા જતા જે સ્મિત શ્રીવાસ્તવ સાહેબ સામે કરેલું એ એમના હૃદય ની આરપાર નીકળી ગયું હતું. એ તો ઘાયલ થઇ ગયા હતા. આજ પહેલી વાર એમનું હૃદય એટલું ધડકી રહ્યું હતું જે એમને હૃદય ના ધબકારા કાન માં સંભળાઈ રહ્યા હતા.
શ્રીવાસ્તવ સાહેબ ત્યાંથી સીધા ઘરે ચાલ્યા ગયા અને એમના પલંગ પર સુતા હતા. ઉપર ફરી રહેલા પંખા પર એમની નજર ગઈ અને એમને ફરતા પંખા માં રોઝી દેખાઈ એ ઉભા થઇ ગયા એમને જ્યાં જોતા હતા ત્યાં દરેક જગ્યા પર રોઝીજ દેખાઈ રહી હતી. એમને વાંચેલું હતું કે જયારે તમે કોઈ સ્ત્રી પ્રત્યે જયારે આકર્ષણ થાય ત્યારે આઉં થાય પણ આજે એ પોતે આ વસ્તુ અનુભવી રહ્યા હતા.એ રોઝી ના વિચારો માં ખોવાયેલા હતા. એવામાં એમના ફોન ની રિંગ વાગી.એક વાર તો આખી રિંગ પુરી થઇ ગઈ પણ એમને એ પણ ખ્યાલ ના આવ્યો કે એમનો મોબાઈલ ની રિંગ વાગી રહી છે.એ તો રોઝી ના વિચારો માં ખોવાયેલ હતા. ફરી થી રિંગ વાગી રિંગ પુરી થવાની તૈયારી માંજ હતી ત્યાં એમની નજર મોબાઈલ પર ગઈ અને એમને તરત ફોન ઉપાડવા હાથ માં લીધો. ડિસ્પ્લે પર કોઈ અજાણ્યો નંબર હતો.એમને જેવો ફોન ઉપડી ને હેલો બોલ્યા ત્યાં સામે છેડાથી અવાજ આવો સાહેબ કોઈ કામ માં હતા. એ અવાજ એકદમ મધુર અને મદમસ્ત કરી દે એવો હતો એ બીજા કોઈ નો નહિ પણ રોઝી નોજ હતો એમને એ ઓળખતા એક સેકન્ડ પણ ના લાગી.
શ્રીવાસ્તવ સાહેબે જવાબ આપ્યો ના... ના.. બસ આતો એમજ.... બોલો ને શુ હતું.
તમે સાંજે છ વાગે સુપ્રીમ રેસ્ટોરન્ટ માં મળી શકો?
હા.. હા .. કેમ નહિ આપડે ત્યાં ચોક્કસ મળીશુ.
એમ કહી અને શ્રીવાસ્તવ સાહેબે ફોન મુક્યો અને એમની દીવાલ પર લાગેલી ઘડિયાળ માં નજર કરી તો ચાર વાગેલા હતા. અને મનો મન વિચારવા લાગ્યા ચાલો હજુ બે કલાક નો સમય છે અને સુપ્રીમ રેસ્ટોરન્ટ અહીંયા થી નજીક જ છે. અને એ સાવર માટે ચાલ્યા ગયા. સાવર લઈને એ બહાર આવ્યા અને તિજોરી માં રહેલા મોટા અરીસા સામે રૂમાલ વીંટી ને ઉભા હતા. અને એ અરીસા માં પોતાની જાત ને જોઈ રહ્યા હતા. શ્યામ કલર પણ સુંદર દેખાવ. ઘાટીલું શરીર, જિમ માં જઈને બનાવેલા સિક્સ પેગ અને બાવાળાઓ. કાળા વાળ અને પાંચ દિવસ થી સમય નહતો માંડ્યો એટલે વધેલી દાઢી.એ ધ્યાન થી જોઈ રહ્યા હતા. દાઢી માં એમને બે ચાર સફેદ વાળ નજર આવી રહ્યા હતા. અને એ વાળ ખેંચી અને બહાર કાઢવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા પણ વાળ નીકળી રહ્યા નહતા.
દાઢીના સફેદ વાળ ને કાઠવાના વ્યર્થ પ્રયત્ન બાદ એ તિજોરી માંથી નવા કપડાં શોધવા લાગ્યા.એવામાં એમની નજર એમના ફેવરિટ એવા આછા વાદળી શર્ટ પર ગઈ એમને એને બહાર કાઠી અને પહેર્યો અને એની નીચે કાળા કલર નું પેન્ટ પહેર્યું.અને વિદેશ થી મંગાવેલ બ્રાન્ડેડ પરફ્યુમ લાગવું એકદમ સુંદર અને મનમોહક સુંગંધ વાળું એ પરફ્યુમ જેની ખુશ્બૂ આખા વાતાવરણ માં ફેલાઈ ગઈ. અને કાંસકા થી એમને વાળ ઓળ્યા આમતો એ માતામાં રોજ તેલ નાખતા હતા પણ આજે એ વાળ ને કોળાંજ રાખવા માંગતા હતા.
તૈયાર થયા પછી પણ એ ઘણા સમય સુધી પોતાની જાત ને અરીસામાં જોઈ રહ્યા. મનમાં ને મન આ એ પોતાની સુંદરતા ના વખાણ કરતા હતા.શ્રીવાસ્તવ સાહેબ કુંવારા હતા આમતો લગ્ન ની ઉમર થઇ ગઈ હતી પણ એમને જોયેલી કોઈ પણ છોકરી માં એમને ઘેડ નહતી પડતી એટલે હજુએ એકલા હતા. રોઝી ને જોઈને એમના બંધ પડેલા જ્ઞાનતંતુ એ વેગ પકડી લીધો હતો. જેને પ્રથમ નજર નો પ્રેમ કહેવાય બસ એજ થઇ ગયું હતું શ્રીવાસ્તવ સાહેબ ને.એમને ફરી પોતાની ઘડિયાળ તરફ નજર કરી છ વાગવા માં હવે વિસ મિનિટ બાકી હતી. એ ફટાફટ પોતાની ગાડી ની ચાવી લઈને ઘર લોક કરી અને "સુપ્રીમ" રેસ્ટોરેન્ટ તરફ પોતાની કાર લઈને નીકળી પડ્યા.