ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાને સ્મરણાંજલિ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાને સ્મરણાંજલિ

પ્રથમ અવકાશયાત્રી :કલ્પના ચાવલાને સ્મરણાંજલિ

‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ ઉક્તિને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી જનારા,અંતરીક્ષમાં યાત્રા કરનારા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ ૧ જુલાઈ ૧૯૬૧ના હરિયાણા રાજ્યના કારનાલ ગામમાં થયો હતો.બનારસીલાલ અને સંજોગતાના ચાર સંતાનોમાં ચોથું સંતાન કલ્પના નામ મુજબ જ બચપણથી જ કલ્પનાશીલ સ્વભાવની પાંખે ઉડતા વાસ્તવિક જગતમાં અવકાશમાં નાસાના કોલમ્બિયા અવકાશી શટલમાં સફર કરતા કરતા જ ૧ ફેબ્રુઆરી ,૨૦૦૩ના અવકાશમાં જ વિલીન થયા. કમનસીબી એ વાતની હતી કે આ શટલ માત્ર ૧૬ મિનીટમાં પૃથ્વીને સ્પર્શવાનું હતું અને ત્યાં જ માત્ર ૨૦,૩૦,૦૦૦ ફૂટની ઉચાઈએ ઉતર મધ્ય ટેક્સાસમાં તૂટી પડ્યું.એમાં બેઠેલા કલ્પના સહિત કુલ ૮ અવકાશયાત્રીઓ અવકાશમાં જ વિલીન થઇ ગયા.ત્યારે આખું વિશ્વ ડૂસકે ચડ્યું હતું.એવા ભારતીય મહિલા ગૌરવના જીવન વિષે જાણીએ ..

નાનપણથી જ અરોનેટીક એન્જીનીયરીંગમાં રસ ધરાવતા કલ્પના એ જમાનામાં આ ક્ષેત્રમાં બહુ ઓછો સ્ત્રીવર્ગ જતો હોવા છતાં માતાપિતાના પ્રોત્સાહનથી ચંદીગઢ યુનિવર્સીટીમાં આ ક્ષેત્રમાં પ્રવેશ્યા.આકર્ષક વ્યક્તિત્વ,નિષ્ઠાવાન અને હસમુખા સ્વભાવથી શિક્ષકો સહીત વિદ્યાર્થીઓમાં પ્રિય બની ગયા.ઈ.સ.૧૯૮૨આ અરોનેટીકલ એન્જી.ની પદવી મેળવી,૧૯૮૬માં અમેરિકામાં ટેક્સાસ વિદ્યાલયમાં વિજ્ઞાન નિષ્ણાંત તરીકે માસ્ટર્સ ડીગ્રી મેળવી ,૧૯૮૮આ કોલોરાડો વિશ્વ વિદ્યાલયમાં ‘એરોસોસ’વિષયમાં પી.એચ.ડી.થયા.શરીર અને મન બેય મજબુત હોવાને કારણે સામાન્ય મહિલા પાઈલોટ કરતા ઘણા વધુ આગળ નીકળી વધુ એન્જિનવાળા વિમાનો ચલાવવાના લાઇસન્સ તેમણે આસાનીથી મેળવી લીધા હતા.એ.સ. ૧૯૮૮ન અંત ભાગમાં અમેરિકાના પ્રખ્યાત અવકાશ સંશોધન સંસ્થા-નાસા માં એઈમ્સ સંશોધન કેન્દ્રમાં ઉપાધ્યક્ષ પદે નોકરી મળી.જેનાથી તેમના સંશોધાનકાર્યને વેગ મળ્યો અને અવકાશમાં સફળ થવાનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું.સ્પેસ સેન્ટરમાં ૨ વર્ષ સુધી ઘનિષ્ઠ તાલીમ લઇ અંતરીક્ષમાં ટેકનીકલ બાબતોના નિષ્ણાત તરીકે નિમણુક પામ્યા.જેમાં મુખ્ય જવાબદારી રોબોટીક્સ ઉપકરણોનો વિકાસ અને સ્પેસ શટલને નિયંત્રણમાં રાખનારા સોફ્ટવેરની શટલ એવીયોનીક્સનું પ્રયોગશાળામાં ટેસ્ટીંગ કરવાનું હતું. શટલે11 નવેમ્બરથી ૫ ડીસેમ્બર ૧૯૯૭ સુધી ૨૫ દિવસ અંતરિક્ષનો ખુબ પ્રવાસ કર્યો.એસ.ટી.એસ.-૭ કોલમ્બિયા શટલમાં બેસી અંતરીક્ષ મિશન માટે ખુબ જરૂરી એવા સંશોધનો કર્યા.કલ્પનાએ તો આ સ્પેશમાં ૩૭૬ કલાક ૩૪ મિનીટમાં ૨૫૨ ચક્કર માર્યા હતા. જીં પીઅરી હેરીસન સાથે પ્રેમ બાદ લગ્નજીવનમાં બંધાઇને પશ્ચિમી રીતરીવાજો અપનાવ્યા છતાં શુદ્ધ શાકાહારી રહ્યા.એટલે સુધી કે સ્પેશમાં અવકાશમાં પણ ભારતીય ભોજન જ પેક કરી લઇ જતા.આલુપરોઠા અને થેપલા એમની મુખ્ય પસંદગી.ઉપરાંત ભારતીય સંગીત અને આબાદ પરવાના,પંડિત રવિશંકર જેવા ભારતીય ગાયકોના ગીતો પસંદ કરતા.

૧૬ જુલાઈ ૨૦૦૩ન નાસાના અવકાશ મિશનમાં કોલામ્બીઆના સ્પેશ શટલની ૨૮મી અવકાશયાત્રામાં માત્ર ૪૨ વર્ષના કલ્પના ચાવલા સાથે ૪૨ થી ૪૭ વર્ષના અન્ય સાત યુવાન અવકાશયાત્રીઓ અવકાશમાં લગભગ એક કરોડ કિમી.નો અંતરીક્ષ પ્રવાસ કરી ખુબ અગત્યના સંશોધનો કરવાના હતા.જે થઇ પણ ગયા.પણ અગાઉ જણાવ્યું તેમ પૃથ્વી પર પહોચવાના માત્ર ૧૬ મિનીટ પહેલા જ તે યાન ૭૦,૦૦૦ કટકાઓ થઇ તૂટી પડ્યું.જેમાં આઠેય આશાસ્પદ યુવા અવકાશયાત્રીઓ ભસ્મ થઇ ગયા.

ભારતીય મહિલાઓને હિંમતનો અનોખો સંદેશો આપી જનાર અભૂતપૂર્વ એવા આ સન્નારીને મરણોતર પુરસ્કાર અને સન્માનમાં નાસા અંતરીક્ષ યાત્રા પુરસ્કાર,નાસા વિશિષ્ટ સેવા પદક,પ્રતિરક્ષા વિશિષ્ટ સેવા ચંદ્રકો આપવામાં આવ્યા. હિંમતવાન જાંબાજ મહિલાની યાદમાં ને તેમના જીવનમાથી પ્રેરણા તે હેતુથી વિવિધ દેશોમાં અલગ અલગ પુરસ્કારો ને શિષ્યવૃતિઓ જાહેર કરવામાં આવ્યા છે. ટેક્સાસ વિશ્વ વિધ્યાલય દ્વારા એલ પાસો (યુટીઆઈપી)માં ભારતીય વિધ્યાર્થી સંઘએ 2005માં તેજસ્વી વિધ્યાર્થીઓને કલ્પના ચાવલા સ્મૃતિ શિષ્યવૃતિ આપવાની શરૂઆત કરી॰ તો ભારત સરકાર દ્વારા 2003માં ‘મેટસેટ’ ઉપગ્રહને કલ્પના ચાવલા નામ આપવાની જાહેરાત કરી. ન્યુયોર્ક શહેરમાં જેક્સન હાઇટ્સ ક્વિસના 74માં માર્ગનું નામ 74 સ્ટ્રીટ કલ્પના ચાવલા નામ રાખવામાં આવ્યું.

સાચા અર્થમાં અવકાશપ્રેમી બની અવકાશમાં જ વિલીન થનારા કલ્પનાના અધૂરા સ્વપ્નને પુરા કરવા ભારતીય મહિલાઓ આગળ આવે અને ફરી એક મહાન,વંદનીય કલ્પના ચાવલા દેશને મળે એવું મિશન આંખમાં આંજે ,એ જ સાચી શ્રદ્ધા સહ અંજલિ...