સુપર સપનું - 5 Urmi Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

સુપર સપનું - 5




હું રુહી ... હું એક ખતરનાક મુશ્કેલી નો સામનો કરવા જઈ રહી છું ખબર નહિ હવે આગળ શુ થશે..? પણ હજુ પણ મારી હિમ્મત ઓછી થઈ નથી ...હું કોઈ પણ મુશ્કેલી થી લડવા તૈયાર છું..મારા રાજ્ય ને ભાઈ માટે...
ચાલો આગળ વધીએ...

.............................★..................................




હું અને પોપટ ચાલતા ચાલતા રાજ્યની સીમા સુધી આવી ગયા છીએ.
પોપટે મને રાજ્ય ની સીમા બતાવી.. શત્રુ નું રાજ્ય મારી આખો સામે છે..હું મારા રાજ્ય અને એના રાજ્ય ની સ્થિતિ જોઈ શકું છે..જોઈને અનુભવ થાય છે જે રાજ્ય ની પ્રજા કેટલી પીડાતી હશે..અહીં તો એક સીમા ની રેખા માં એક બાજુ સ્વસ્છ આકાશ છે તો બીજી બાજુ કાળા ગંગોર વાદળ થી ભરેલું આકાશ છે..

પોપટ : રાજકુમારી હવે આપને રાજ્ય ની સીમા માં પ્રવેશ કરવા જઈ રહયા છીએ તો સાવધાન રહેજો..અહીં ગમે ત્યારે ..ગમે તે થઈ શકે છે..કોઈ પણ આપણી ઉપર હુમલો કરી શકે છે..સાવધાન રહો..

હું : ચિંતા ના કરશો....હું તૈયાર છું...અને સાવધાન પણ રહીશ..ચાલો આગળ વધીએ..

હું અને પોપટ રાજ્ય ની સીમા માં દાખલ થઈ ગયા છીએ..હું રાજ્ય માં પ્રથમ પગલું મુકતા જ નકારાત્મક ઉર્જા નો અનુભવ કરી શકું છું..જે આપણે હંમેશા નિરાશા જનક વિચારો આપે છે..એવું લાગે છે જાણે અહીં દુઃખની વેદના ખૂબ રહેલી છે..

અમે બન્ને સાવધાની પૂર્વક આગળ ચાલી રહિયા છે..થોડે દુર જતા અમને
ખૂબ જ ગરમી નો એહસાસ થાય છે..ધ્યાન થી જોતા અમને એક ખાંડી જેવો વિસ્તાર દેખાય છે..અને તેમાં લાવા તો ઉથલા મારી રહીયું છે..

"દૂર થી જ લાવા ની ગરમી આટલી બધી છે તો પાસે જતા તો શું હાલ હશે..."
-મેં વિચાર્યું.

એટલામાં કોઈ અમારી ઉપર નજર રાખી રહીયું હોય અને અમારો પીછો કરે છે એવો એહસાસ થાય છે..જાણે કોઈ પાછળ છે ને પાછળ જોતા કોઈ દેખાતું નથી..આ સિલસિલો થોડીવાર સુધી ચાલીઓ બાદ માં અમે બંન્ને ત્યાં ઉભા રહી ગયા..પોપટ કહીયું-:સાવધાન રહો મને લાગે છે કોઈ આપની પાછળ...

ત્યાં એક એક વિશાળ પક્ષી આકાશ માં જોવા મળે છે..જે મને જ પકડવા આવે છે ને હું અચાનક નીચે નમી જાવ ચુ ને પેલો પક્ષી ઉપર થી નિકળી જાય છે..એ ફરી વાર મળે પકડવા કોશિશ કરે છે..મેં તલવાર કાઢી ને પેલો પક્ષી ઉપર હુમલો કરવા તૈયાર થઈ ગઇ.ને ત્યાં પેલો પક્ષી પાછો હુમલો કરવા આવે છે ને ત્યાં હું તેના પાંખ ઉપર તલવાર વાગી ને પાંખ કપાઈ ગઈ ને તે પક્ષી જમીન ઉપર પડી ગયો. જમીન પર પડતાં જ તે એકદમ ગાયબ ગયો.

હવે આ મુશ્કેલી થી તો બચી ગયા હવે શું કરી છું. આગળ કેવી રીતે વાગી છું..?- મેં પોપટ ને પુછીયું.


પોપટ : વાંધો નહિ હું તમને મારા ઉપર બેસાડીને લઇ જઈશ...! ચાલો બેસી જાવ


પોપટે એક દમ પોતાનો આકાર માં વધારો કરે છે..અને નીચે બેસે છે..હું પોપટ ની પીઠ પર બેસી જવ છું.. પોપટ ઉડવાનું ચાલુ કરે છે....હું આકાશ માં ઊંડું છું.. ચારે બાજુ બસ નીરસતા ને ક્યાં પણ હરિયાળું ઝાડ પણ જોવા મળતું નથી..ઝાડ છે પણ એ પણ કોઈ પાન વગર નું મફત સૂકી લાકડી છે...અમે લાવા ઉપર થી પસાર થઈ રહિયા છે..લાવા ખૂબ લાલચોળ છે..કોઈ ભૂલ થી પણ આની અંદર પડે તો હાડકા પણ ના મળે..

અમે લાવા થી ભરેલી ખાડી પાર કરી દીધી છે હવે એમ જમીન પર આવી ગયા ..અને અમને ત્યાં એક દરવાજો દેખાય છે ..પોપટે મને જણાવ્યું કે આ દરવાજો નગર માં પ્રવેશ કરવાનો છે....

..............................................★...................................................

રુહુ હવે નગર માં પ્રવેશ કરી રહી છે...આગળ એનો સફર કેવો હશે તે જાણવા માટે આ વાર્તા વાંચતા રહો....