super sapnu - 1 books and stories free download online pdf in Gujarati

સુપર સપનું - 1



હું ઊર્મિ ચૌહાણ.. આ કહાની માં હું તમને એક રહું નામની છોકરી ની વાત કરી રહી છું..જે હંમેશા પોતના સપના ની દુનિયા જ જીવતી હોય છે..તો ચાલો શરૂ કરીએ..
....................★.......................

Hy..! કેમ છો મિત્રો...? હું રુહી છું. એકદમ બિન્દાસ છોકરી.. કોઈ ટેન્શન નહિ. જીવન મળિયું છે તો એને જીવી જ લેવું જોઈએ. એની એક એક ક્ષણ ખૂબ કિંમતી છે. મારી દુનિયા બહુ સુંદર છે. હા.. સ્ટડી માં થોડી બસ થોડું કમ હોશિયાર છું. પણ હોશિયાર જરૂર છું. હું મારી સપના ની દુનિયા માં જીવું છું. રોજ નવું સપનું ને રોજ મારી મંજિલ બદલાય. કોઈ દિવસ ડૉક્ટર બની તો કોઇ દિવસ ડંડો લઈને ચોર પાછળ ભાગતી ખાખી વરદી ધારી આ દેશ ની બહાદુર પોલીસ. જે લોકો ને બધા થી બચાવે. કોઈ વસ્તુ ની ધૂન લગે પછી જોવું શુ રહીયું. જ્યાં સુધી જે વસ્તુ ના મળે ત્યાં સુધી માંથીયા કરું છું. કામ શરૂ કરું એની પેહલા તો મારા મન ન જાત જાત ના વિચાર કલ્પના થઇ ને મનમાં ફરવા લાગે.
હું પોલીસે બનીશ તો આ કરીશ.. બધા ગુનાગારો ને પકડી લઈશ.. મને મારી બહાદુરી માટે લોકો જાણશે મને મન કોઈ એવોર્ડ મળે..વગેરે વગેરે..વિચારો નો પુલાવ પકાયાં જ કરે.. પણ જયારે કામ શરૂ કરું ત્યાં થોડી વાર માં તો યે મુશ્કેલ લાગે ને..ક્ષણભર માં એ સપનું છોડી મન બીજે જાય.. નવી સવાર સાથે નવું સપનું..મારા સપના તો ઘણા જ ભગવાન જાણે કયું સાચું પડશે.. છતાં પણ ઓલરોઉન્ડ બનાવની ઈચ્છા ધારવું છું.. એક જ જીવન માં બધા કામ કરવા માગું છું..હકીકત માં નહિ તો સપના માં તો કરીજ દઇશ..



ચાલો આ તો થઈ મારી વાત..રાતો ના 10 વાગી ગયા છે. કાલે મારો જન્મદિવસ છે. ગઈ સાલ તો બધાયે મને આગલે દિવસ જ જન્મદિવસ વિષે જાણવી દીઘું હતું. પણ આજે તો મમ્મી , પાપા કે ભાઈ કોઈ મને જન્મદિવસ વિશે કોઈ વાત જ નથી કરી. એમને યાદ તો હશે ને કે કાલે મારો જન્મદિવસ છે. એમને યાદ નહિ હોય તો..વાંધો નહિ હું કહી દઈશ..ના કેમ કહું એમને આ પણ યાદ નહિ.. આ તો ખોટી વાત છે..ચાલો વાંધો નહિ કાલે ખબર પડશે શુ થાય છે..કદાચ હું એમના માટે સ્પેશિયલ હું..તો મને સ્પેશિયલ રીતે વિશ કરવા માંગતા હશે.. ચાલો હવે જલ્દી થઈ સુઈ જવ.. કાલે મારી માટે ખૂબ મહત્વ નો દિવસ છે..મજા આવશે કાલે..good night..
સવાર થઈ ગઈ છે..કોઈ દેખાતું નથી..આ તો મારું ઘર નથી..આ જગ્યા કાઈ છે. આ રૂમ પણ મારો નથી.. આ રૂમ તો બહુ જ સુંદર છે..હું હંમેશા આવો જ રૂમ માં રહેવા ઇચ્છતી હતી..પણ મમ્મી કે પપ્પા કોઈ દેખતા નથી..મમ્મી ક્યાં છે તું...આ કાઈ જગ્યા છે..? કોઈ જવાબ આવતો નથી. હવે ટેન્શન વધી રહી છે..અચાનક કોઈ ના ચાલવાની આવજ આવે છે..લાગે છે કોઈ મારી રૂમ તરફ આવી રહીયું છે..અચાનક દરવાજો ખુલે છે..Good morning પ્રિન્સસ.. હું આશા કરું છું આપણે રાત્રી શુભ ગઇ હશે..હું તમારી લઈને બેડ ટી છે..કોઈ સ્ત્રી જે દાસી ને વેશમાં જ એ આવી ને બોલે છે ને ટી ની ટ્રે ત્યાં મૂકી ને ચાલી જાય છે.

મને કાઈ ખબર નથી પડતી..મારી સાથે શુ થઈ રહીયું છે..હું મારા રૂમ માંથી બહાર જઈને જોવું છું ત્યાં બધા થોડા થોડા અંતરે ઉપર સિપાઈ ઉભા હોય છે..બધા મને સલામ કરે છે..ત્યાં મારી પાસે એક દાસી આવે છે એને હું એને બોલવું છું..
દાસી: શુ હુકમ છે..રાજ કુમારી..

હું: રાજ કુમારી..! અને હું ..આ કાઈ જગ્યા છે..

દાસી: આપ આ સદાખુશ રાજ્ય ના રાજકુમારી છો..

હું: સારું..અહીંના રાજા એટલે મારા પિતા ક્યાં છે..?

દાસી:એ એમના કક્ષ માં છે..?

હું: ક્યાં છે ને લઈ જા ત્યાં..

દાસી: જેવી આજ્ઞા..ચાલો

દાસી મને કક્ષ સુધી લઈ જાય છે..હું કક્ષ ની અંદર પ્રવેશ કરું છું..ત્યાં તો મારા જ મમ્મી અને પાપા ત્યાં રાજા અને રાની ના રૂપ માં હોય છે..હું એમને મળી ને ખૂબ ખુશ થઈ જાવ છું..

હું: પપ્પા.. આ કાઈ જગ્યા છે...આપણે અહીં સુ કરીયે છીએ..

રાજા: આ તમારી ભાષા ને શું થયું છે..પપ્પા નહિ પિતા કહો.. તમે રાજ કુમારી છો..

રાની: કાઈ વાંધો નહિ ..સવારે શુ કામ મારી પુત્રી ને બોલો છો..?

રાજા: સારું પુત્રી તું તારા કક્ષ માં જ અને તૈયાર થા...હ અને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા..

રાની:હા ..બેટા.. જન્મદિવસ ની શુભેચ્છા.. તું આમ જ હસ્તી રહે..


હું હવે મારા કક્ષમાં ચિતા મુક્ત થઈ ને જાવ છું... આ જ તો મજા પડી ગયું..એક જ દિવસ માં હું રાજકુમારી બની ગઈ..આ સપનું તો નથી ને ..? મેં પોતની જાત મેં મારી જોઈયું ..but આ તો અસલી છે..

......................★...................


આગળ શું હશે...હવે આગળ ના અક મા આપણે જોઈ છું...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED