Super Sapnu - 8 books and stories free download online pdf in Gujarati

સુપર સપનું - 8

સમય હવે કેટલો જલ્દી પસાર થઈ જાય છે ને...ખબર નહિ આપણી સ્પીડ ઘટી ગઈ છે કે સમયે પોતની સ્પીડ વધારી દીધી છે...કેડલીક વાર તો કોઈ ઘટના ને બન્યા એકાદ વર્ષ થઈ ગયું હોય ને આપણે લાગે કે તે હજુ હમણાં બે-ત્રણ દિવસ પહેલા જ તો બની હતી...May be આપણે હવે સમય મેં સાથી બનાવી તેની સાથે ચાલવું પડશે... જોવોને સપના ની દુનિયા માં ફરતી આ રુહી નો સ્કૂલ time કેટલો જલ્દી પસાર થઈ ગયો...તેને પોતના જીવન ના 12 વર્ષ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કરી ને શિક્ષણ માં પોતનો પાયો મજબૂત કર્યો છે..


કમાલ છે ને પ્રાથમિક માં હતા તો થતું ક્યારે આ સ્કૂલ પુરી થાય ને હું high સ્કૂલ માં જાવ... અને high સ્કૂલ માં કૉલેજ માં જવાના વિચાર આવે..પણ જયારે સ્કૂલ ના છેલ્લા દિવસો પસાર થઈ રહિયા હોય તો તેને છોડી ને જવાનું દુઃખ પણ થાય..ક્યાંક તો આંખ નો ખૂણો ભીનો થાય...સ્કૂલ ના ટીચર એન મિત્ર તો યાદ આવે...ભલે આપણે કૉલેજ life ને best કેહતા હોય કરણ કે ત્યાં રોક-ટોક નથી હોતી પણ સ્કૂલ જેવી કોઈ life જ નથી...tension વિનાની life... એ નિર્દોષ મસ્તી..કોઈ પણ ટેન્શન વિનાનું હાસ્ય...ટીચર નો મધુર ઠપકો કે ક્યારેય ટીચર પાસે થી મળેલી શાબાશી..સ્કૂલ માં ઉજવેલ ફેસ્ટિવલ..ગજબ ના દિવસો હોય છે ને બધા..ગોલ્ડન મેમરીસ..

રુહુ સપના જોતા જોતા 12 પાસ કરી લીધું..તેના માટે તો આ #imposible mission હતું..પણ ભગવાન ની કૃપા થી ચાલો પાસ તો થઈ ગઈ..તેનું અમદાવાદ ની સારી એવી કૉલેજ માં તેનું અડમિસન પણ થઈ ગયું હતું..રુહી મતલબ ખ્યાલી પુલાવ પકવામાં ઉસ્તાજ..તેને તો લિસ્ટ બનાવી દીધી હું કોલેજ માં આમ કરીશ તેમ કરીશ..નવા ફ્રેંડસ બનાવીશ...બહુ જ મસ્તી કરીશ..જેમ કૉલેજ નું નામ સાંભળું બધા જ સ્ટુડન્ટ ખુશ થાય છે..તેમ પોતની આ નવી કોલેજ સફર ની શરૂઆત કરવા રુહી પણ ખૂબ ખુશ અને ઉત્સાહી હતી...સારું ને સ્કૂલ ની બધી રોક-ટિક થી છુટ્ટી..મન થાય તો ભણવાનું.. નહિ તો ફ્રેંડસ સાથે ગપ્પા મરવાના...મજા ની life...

કૉલેજ નો ફર્સ્ટ દિવસ છે આજે..રુહી પણ તૈયાર છે..ન્યૂ કલર ફૂલ કલોથ સાથે..પેલા બોરિંગ યુનિફોર્મ નહિ..ખબર નહિ આ યુનિફોર્મ જ કેમ રાખતા હશે.. ચાલો હવે એ બોરિંગ યુનિફોર્મ થી તો છુટ્ટી... i am ready....hey you also ready for welcome me college life..
- રુહી મન ને મન માં વિચારે છે...

કૉલેજ નો પહેલો દિવસ જ રુહી માટે કઈ ખાસ એહસાસ લઈને આવનો હતો..એ ફીલિંગ જે એને ક્યારેય પણ નહીં અનુભવી...રુહી તૈયાર થઈ ને કૉલેજ માં પોહચે છે..કૉલેજ ના ગેટ પાસે ઉભી રહી રુહી કઈક વિચારી જ રહી હોય છે ત્યાં પાછળ થી કોઈ જો આવાજ સંભળાય છે..."hey રુહી..wait હું આવું છું..."

રુહી તે આવાજ સાંભળીને પાછળ ફરે છે ત્યાં એકદમ તે કોઈ સાથે અથડાય છે...રુહી કાઈ પણ જોવા વગર."અરે આખો નથી જોઈને ચાલવું જોઈએ... મારી બુક નીચે પડી ગઈ" આટલું કહી ને તેની તરફ જીવે છે..અને જોતા જ રુહી ની પુરી દુનિયા બદલાઇ જાય છે..ચારેય બાજુ ઠડો પવન ચાલુ થઈ જાય છે વાતાવરણ વસંત ના જેમ ખુલી ઉંઠે છે...જાણે એની આજુબાજુ મધુર સંગીત વાગતું હોય ને સમય બસ રોકાય ગયો હોય.રુહી એની આખો માં ક્યાંય ખોવાઈ જાય છે...થોડા સમય તો બસ રુહી એને જોયા કરે છે..ત્યાં પેલો boy કહે છે..
"મારે જોઈને ચાલવાની જરૂર નથી..તમે પાછળ ફરિયા હતા તો તમારે જોવું પડે...ok તો એમાં મારી કોઈ ભૂલ નથી..."
એ છોકરો નીચે પડલી book રુહી મેં આપે છે..ને ત્યાં થી જતો રહે છે..અને આ બાજુ રુહી તો કઈ કહી પણ સકતી નથી બસ"ઓક" એમ કહી ને એને જોયા કરે છે...

રુહુ માટે આ અનુભવ નવો હતો..એને આવું કયારેય અનુભવ્યું ના હતું love , પ્રેમ ની સ્ટોરી ફિલ્મ માં બહુ જોઈ હતી અને આ ઘટના હવે એની સાથે પણ થવા જઈ રહી હતી...

◆◆◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆◆

રુહુ ના આ સુંદર સફર સાથે જોડાયેલા રહો અને આગળ શુ થશે..એ તો આગળ ના ભાગ માં જ ખબર પડશે..તો ત્યાં સુધી વાંચતા રહી..ખુશ રહો..☺️☺️☺️☺️




Thank you...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED