Super sapnu - 4 books and stories free download online pdf in Gujarati

સુપર સપનું - 4હું રુહી તમને જણાવી રહી છું મારા રોમાંચક સફર વિશે. અત્યાર સુધી હું મારા ભાઈ ને બચવા અને રાજ્ય ઉપર થી મોટું સંકટ દૂર કરવા માટે એક પોપટ સાથે નીકળી ગઈ છું.. તો ચાલો આગળ વધીએ...
............................★...........................


હું અને પોપટ જગલો માંથી પસાર થઈ રહિયા છે..હજુ અમે રાજ્ય ની સીમા જ છીએ. પરંતુ મને આ બધું જોઈ ને ખૂબ આશ્ચર્ય થાય છે. હું એક ઊંડા વિચાર માં પડી જાવ છું. ત્યાં પેલો પોપટ મને જોઈ ને પૂછે છે.."રાજકુમારી શુ વાત છે..? કયા વિચાર માં છો..?

" કેટલી આશ્ચર્યજનક વાત છે ને..! આપણું રાજ્ય તો કેટલું સુંદર છે. લોકો પણ કેટલા સારા ને દયાળુ છે તો આપણું પડોસ નું રાજ્ય જ આટલુ ક્રૂર કેમ છે..? તે મફત પોતાનું રાજ ચાલવા પ્રજા ને કાઈ રીતે હેરાન કરી શકે..?"- મેં કહીયું.


પોપટ : આ રાજ્યની વાત નથી ..ત્યાં ના લોકો ખુદ પોતના રાજા થી ખૂબ દુઃખી છે. તે ખરેખર માં રાજા તો છે જ નહીં..તે એક ક્રૂર રાક્ષસ છે જેને રાજ્ય ને પોતાના શાસન માં લઇ લીધું છે..?

"રાક્ષસ એટલે ..? એટલે પહેલા આ રાજ્ય ના રાજા કોણ હતા" મેં પુછીયું

પોપટ : આ રાજ્ય પેહલા તમારા પિતાજી ના સાગા ભાઈ નું જ હતું . તમારા દાદાજી બંને ભાઈ મેં રાજ્ય ની સોંપણી કરી હતી.


આજ થી 10 પહેલા આ રાજ્ય પણ આપણા રાજ્ય જેવું ખુશહાલ અને સદા હરિત હતું. ત્યાં પણ રોજ સચ્ચાઈ નો સુરજ ઉગતો હતો . ત્યાં પણ રોજ લોકો સ્વતત્ર રીતે હરતા- ફરતા હતા. પ્રાણી ઓ પણ ભય રહિત થઈને ફરતા હતા. લોકો ખુશ હતા. ચારેબાજુ હરિયાળી હતી રંગબેરંગી ફૂલો થી રાજ્ય ના બગીચા ખીલી ઉડતા હતા. કોઈ ના મુખ પર ચિંતા ,શોક કે દુઃખી ની લાગણીઓ ના હતી. રાજ્ય માં તમારા કાકાજી ખૂબ સારી રીતે શાસન ચલાવતા હતા.

પણ એક દિવસ ક્યાંક થી કોઈ વિચિત્ર જીવ આવ્યુ એને આખા રાજ્ય મેં બરબાદ કરી દીધું. તેને રાજા મેં મારી નાખીયા અને રાજ્ય લઇ લીધું. અને આ વિશે કોઈ ને ખબર પણ ના પડી. તેની પાસે માયાવી શક્તિ છે જેનાથી તેને બધું જ બરબાદ કરી દીધું.. જ્યાં સુધી તમારા કાકાજી એટલે આ રાજ્ય ના મહારાજ ના મુત્યુ ની ખબર આપના રાજ્ય ને મળે ત્યાં સુધી તો એને આખા રાજ્ય પર પોતની હુકુમત કરી દીધી હતી.
છતાં પણ આપણે ઘણી વખત એ રાજ્ય ને છોડવા પ્રયત્ન કર્યો પણ તે ખૂબ શક્તિ શાળી હોવાથી આપણે હંમેશા તેના થી પરાજય થઈ ગયા. હવે તો આપણી સૈનિક બળ પણ ખૂબ ઓછું હોવાથી આપણે કઇ કરી શકીએ તેમ નથી..

" તો તે રાક્ષસએ ક્યારે આપના રાજ્ય ઉપર હુકુમત ના કરી..?"- મેં પુછીયું

પોપટ : ના કરણકે આપણા રાજ્ય ની ચારેબાજુ એક ખૂબ જ શક્તિશાળી કવચ છે. જેથી કોઈ પણ દુષ્ટ રાજ્ય માં પ્રવેશી શકતું નથી તેમજ કોઈ તેને તોડી પણ નથી શકતું..

"તો પછી મારો ભાઈ આ રાજ્ય માંથી કેવી રીતે આ કવચ માંથી બહાર નીકળી ગયો..?"- મેં પુછીયું

પોપટ: આ કવચ ને કોઈ દુષ્ટ નથી તોડી શકતો પણ જે લોકો સારા ને જેમની આત્મા પવિત્ર છે તે લોકો આ કવચ માથી અંદર બહાર આવી શકે છે.

"તો પછી પેલા રાજ્ય માંથી લોકો આપના રાજ્ય માં કેમ ના આવ્યા..?"- મેં પુછીયું

પોપટ : વાત એ છે કે રાજ્ય માં રાજ કરનાર એક રાક્ષસ છે એ હમેશા પ્રજા ને હેરાન કરવા માંગે છે અને આ કાર્ય માં તે આનંદ અનુભવ કરે છે. તેને રાજ્ય ની આજુબાજુ એક ભયંકર જ્વાળામુખી ના લાવા નું સર્જન કરીયું છે..જે રાજ્ય ની ચારેબાજુ છે ..રાજ્ય ની ચારેબાજુ ઊડી ખાડી છે ને તેમાં લાવા રહેલો છે. એ ખાડીમાં કોઈ પડે તો પળવાર માં તો નષ્ટ થઈ જાય..આ રાજ્યના કેટલાય લોકો એ તો આ રાક્ષસ થી દુઃખી થઈ ને આ ખાડી માં પડી ને મુત્યુ પામીયા છે.


આ સાંભળી ને મળે ખૂબ દુઃખ થયું..હવે મારે મફત મારા ભાઈ ની નહિ પણ પેલા રાજ્ય ની પ્રજા ની પણ રક્ષા કરવાની છે. મારા માં નવા સાહસ નો સંચય થયો છે..

પોપટ : આપના રાજ્ય ની સીમા હવે પુરી થાય છે ને પેલા રાજ્ય માં હવે પ્રવેશ કરીશું..

સારું - મેં કહીયું.

...........................★.............................

હવે આગળ શું થશે..એ તો રુહી જાણે છે..આગળ વધુ છું આગળ ના ભાગ માં ત્યાં સુધી વાંચતા રહો..😊

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED