સુપર સપનું - 9 Urmi Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુપર સપનું - 9

રુહી ત્યાં જ સ્થિત થઈ ને ઉભી છે ત્યાં જ ખુશી ( રુહી ની ફ્રેન્ડ જેને બૂમ પાડી હતી ને રુહી પાછળ ફરવા ગઈ ત્યાં આ ખુબસુરત ઘટના બની) આવે છે..

ખુશી : અરે શુ થયું..કેમ આમ ઉભી છે જાણે કોઈ પ્રિયતમા પોતના પ્રિય ની રાહ જોઈ રહી હોય...અને પેલો છોકરો કોણ હતો..?

રુહી : ખબર નહિ...તારે લીધે એની સાથે અથડાઈ ગઈ..

ખુશી : મારી લીધે..?

રુહી :તે મને પાછળ થી બૂમ પાડી તો પાછળ ફરવા ગઈ તેમાં અથડાઈ ગઈ..

ખુશી : હા... તો તારે જોઈને પાછળ ફરવું જોઈએ...ભૂલ તારી છે...

રુહી ( ગુસ્સા માં) : યાર..હું તારી માટે પાછળ ફરી ને તે મારી ભૂલ કાઢી..તમે બન્ને શુ એક બીજા ને પહેલે થી ઓળખો છો... એ પણ આમ જ કહી ને ગયો..

ખુશી( હસતા હસતા) : મેં તો એને જોયો પણ નથી... હું મજાક કરું છું...ચાલ વાંધો નહિ એને તારો ફર્સ્ટ ડે બગડ્યો ને આપણે પણ એની બેન્ડ વઘાડિયે...

રુહી : No એની કોઈ જરૂર નથી..બિચારો સારો છોકરો છે..ભૂલ મારી હતી તો ઇટ્સ ok...

ખુશી : ઓહો...તો બિચારો...સારો...છોકરો...એમ હવે એ સારો થઈ ગયો...કંઈક તો લોચા લાગે છે...આ અકસ્માત તે તારા દિલ પર ખૂબ અસર કરી છે ..

રુહી : શું યાર...ગમે તે બોલે છે એવું કંઈ નથી... ચાલ કલાસરૂમ માં જઈએ નહિ તો late થઈ જઈશું..


ખુશી : ઓક ચાલ..

રુહી ને ખુશી ક્લાસ તરફ જાય છે...ત્યાં સુધી રુહી ને ઘરે થી કોલ આવે છે...

રુહી : ખુશી તું જા ..હું વાત કરી ને આવું છું..

ખુશી : ઓક જલ્દી આવી જજે ..નહિ તો ફર્સ્ટ ડે જ late થઈ જઈશ..


રુહી ફોન પર વાત કરે છે...વાત લાંબી ચાલે છે...ત્યાં એને time ની ખબર પડે છે.." mummy હું ઠીક છું.. ને હવે ઘરે આવીને વાત કરીશ ફોન મુકુ છું..મળીયે પછી"

રુહી જલ્દી જલ્દી ગભરાહટ સાથે ક્લાસ તરફ જાય છે..." એક તો પહેલો જ દિવસ છે ને આજે લેકચરમાં late થઈ જઈશ...અને આ ક્લાસ આટલો બધો દૂર કેમ છે...હાશ ...આ રહીયો ક્લાસ...અરે નહીં અહીં તો લેકચર સ્ટાર્ટ થઈ ગયો છે..."


રુહી : May I come in...?

પ્રોફેસર : welcome new student... આજે પેહલા દિવસે જ late ..very good...

રુહી : sorry sir..

પ્રોફેસર : ઓક ..હવે થી ઘ્યાન રાખજો... આવી જાવ જગ્યાએ...

રુહી ક્લાસ માં એન્ટર થાય છે ત્યાં તો બધી સીટ ફૂલ હોય છે હવે હું ક્યાં બેસું... એમ ત્યાં ઉભી ઉભી રુહી વિચારે છે..

પ્રોફેસર : હવે શું થયું...?

રુહી: સર ક્યાં બેસું...બધી સીટ ફૂલ છે..

પ્રોફેસર : અરે..જો ત્યાં એક જગ્યા ખાલી છે..ત્યાં બેસી જા.. જલ્દી

રુહી :ok...

રુહી એ બેચ તરફ નજર કરે છે...ત્યાં કોણ બેઠું છે...પેલો છોકરો જેને જોઈ રુહી પોતને જ ભૂલી ગઈ હતી...અત્યાર સુધી તેને ક્લાસ ના પેહલા જ દિવસે મળેલા ઠપકા ની કોઈ અસર થઇ ના હતી...એને કાઈ ફરક ન હતો પડ્યો..પણ જ્યાં પેલા મેં જોયો ત્યાં જ વિચારે છે.." ભગવાન મારી જોડે જ આવું થવું તું...યાર નહિ..ખબર નહિ એ મારી વિશે શું વિચાર તો હશે.." રુહી સીટ પાર જઈને બેસે છે...


લેકચર જલ્દી જ પૂરો થાય છે...બધા ક્લાસ માંથી જાય છે ત્યાં રુહી પેહલા છોકરા ને કહે છે..

રુહી : sorry.. સવારે ભૂલ મારી હતી..હું જોયા વગર ગમે તે બોલી ગઈ..sorry...

પેલો છોકરો : ok.. વાંધો નહીં એવું થયા કરે...

રુહી : ઓક..તારૂ નામ..?

પેલો છોકરો : હું ઈશાન પટેલ...તમે

રુહી : હું રુહી પટેલ...

ઈશાન :ઓક..Nice ચાલ આવું છે કેન્ટીન માં...

રુહી : ના તું જા...

ઇશાન : ઓક..તો bye...

રુહી : એક વાત કહું ...તું bye ના કહિશ..

ઈશાન : ઓક તો બીજું શું કહું..

રુહી : ફરી મળીયે..કે પછી મળીશું..એમ બોલ...bye શબ્દ થી તો એવું લાગે કે જાણે કોઈ હંમેશા માટે જતું હોય...

ઈશાન : ઓક..મળીયે પછી...

રુહુ : Hmm.. That's good..

આમ , કૉલેજ નો પહેલો દિવસ તો પૂરો થાય છે...રુહી સાંજે સુતા સમયે કૉલેજ માં બનેલી ઘટનાઓ યાદ કરતા કરતા.." હે ભગવાન આજે તો તમે મારી ઈજ્જત ની બેન્ડ વઘાડી દીધી...પણ તમે એક વાત સારી કરી ઈશાન મારી ક્લાસ માં છે...હું એ જાણું ને ખૂબ ખુશ છું...Thank you ભગવાન..Good night...


◆◆◆◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆


સ્ટોરી સારી લાગે તો તમારો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ...અને અહીં સુધી કોઈ ભૂલ હોય તો માફ કરજો..આગળ રુહી ની life માં શુ થશે તે જાણવા માટે વાંચતા રહો...સ્વસ્થ રહો...

🙂 Thank you.....🙂