Priyanshi - 20- last part books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 20 - છેલ્લો ભાગ

"પ્રિયાંશી" ભાગ-20
પ્રિયાંશીએ મિલાપનો ક્યારેય આવો ગુસ્સો જોયો ન હતો. તેને થયું કે મિલાપ સાવ બદલાઈ જ ગયો છે. આ મારો મિલાપ છે જ નહિ. મારે આને પાછો લાવવા ખૂબ મહેનત કરવી પડશે. તેણે જરા પણ ખોટું લગાડ્યું નહિ અને જગ્યા છોડીને ચાલી ગઇ.

સોફીઆની મમ્મી બાથરૂમમાં સ્લીપ થઇ ગયા હતા. તેથી સોફીઆ થોડા દિવસ હોસ્પિટલ આવી શકી નહિ.

પ્રિયાંશી માટે આ ગોલ્ડન ચાન્સ હતો. તેણે હોસ્પિટલના હેડને કહીને પોતાની ડ્યુટી મિલાપની સાથે જ રખાવી લીધી.

મિલાપ ઘણો ડિસ્ટર્બ થઇ ગયો હતો. તેનું માઇન્ડ કામ કરતું ન હતું. તેનું મન વિચારે ચડ્યુ હતુ. રસ્તામાં હોસ્પિટલ આવતા આવતા તેની કારનો એક્સીડન્ટ થઇ ગયો. તેનું આઇકાર્ડ જોઈ તેને તેને પોતે કામ કરતો હતો તેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.

પ્રિયાંશીએ મિલાપને તરત એડમિટ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. મિલાપને ખૂબજ વાગ્યુ હતુ, તે ઉભો પણ થઇ શકે તેમ ન હતો. એકદમ ઉભો થવા ગયો તો ચક્કર આવવા લાગ્યા, પ્રિયાંશીએ તેને પકડી લીધો. અત્યારે તે પ્રિયાંશીને કંઇ જ બોલી શકે તેમ ન હતો. પ્રિયાંશી તેની બાજુમાં ને બાજુમાં જ બેસી રહી હતી. મિલાપને ખવડાવવું, પીવડાવવું તેને ઉભો કરવો તેનું સતત ધ્યાન પ્રિયાંશી રાખી રહી હતી.

આમ કરતાં કરતાં એક આખું વીક પસાર થઈ ગયું. હોસ્પિટલમાં જે નર્સ હતી તે ઇન્ડિયન હતી, આજે તેની ડ્યુટી હતી તેને પ્રિયાંશીનો નેચર ખૂબ ગમતો. પ્રિયાંશી તેને કહીને આજે વન વીક પછી પોતાની હોસ્ટેલમાં નાહી ધોઈને ફ્રેશ થવા માટે ગઇ હતી. તો નર્સ મિલાપને ટેબ્લેટ આપવા માટે આવી અને મિલાપને પૂછવા લાગી, " પ્રિયાંશી મેમ તમારા કંઇ સગા થાય છે ? તેમણે રાત-દિવસ જોયા વગર તમારી ખૂબજ સેવા કરી છે. તે બિલકુલ તમારી બાજુમાંથી ખસ્યા નથી. તમે તેના હિસાબે જ આટલા જલ્દી સાજા થઈ રહ્યા છો."

મિલાપ કંઇ જવાબ ન આપી શક્યો, એકદમ તેનાથી બોલાઈ ગયું, " હા " .નર્સ તરત જ બોલી, " એટલે જ તેમણે તમારી આટલી બધી કેર લીધી. આટલા દિવસથી તે ઘરે પણ નથી ગયા, અહીં જ આરામ કરી લેતા હતા. મારી નાઇટ ડ્યુટી હતી ત્યારે હું " ના" પાડતી તો પણ રાત્રે તમને બે-ત્રણ વાર આવીને તમને જોઇ જતા હતા. ખૂબ પ્રેમાળ છે પ્રિયાંશી મેમ નહિ ?"

મિલાપ કંઇ જ જવાબ ન આપી શક્યો. હજી પણ તે પ્રિયાંશી સાથે બરાબર વાત કરતો ન હતો. છતાં પ્રિયાંશી તેની આટલી બધી કેર કરશે તેવું તેણે વિચાર્યું ન હતું. નર્સના રૂમમાંથી ગયા પછી તેને સાચી વાતનો અને પ્રિયાંશીના સાચા પ્રેમનો અહેસાસ થયો. તે જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ તેને પોતાના મમ્મી-પપ્પા, ફ્રેન્ડસ, પોતાનો દેશ, પ્રિયાંશી સાથે વિતાવેલો સમય બધું જ એક પછી એક નજર સામે આવવા લાગ્યું. અહીંના ભૌતિક સુખમાં તે ખોવાઇ ગયો હતો. બધું જ ભૂલી ગયો હતો.

પ્રિયાંશીના સાચા પ્રેમે તેને જગાડ્યો હતો. તેણે બેલ વગાડી નર્સને બોલાવી અને પ્રિયાંશી માટે પૂછ્યું, પ્રિયાંશી હોસ્ટેલ ઉપર ગઇ છે તે જાણીને તેણે પ્રિયાંશીનો મોબાઇલ નંબર લીધો અને પ્રિયાંશીને ફોન કર્યો. પ્રિયાંશી ફોન ઉઠાવી રહી ન હતી. તેને વધુ ને વધુ ટેન્શન થવા લાગ્યું પ્રિયાંશી ક્યાં જતી રહી, કેમ ફોન નથી ઉઠાવતી, તેને શું થયું હશે તેવા અનેક પ્રશ્નો તેને થવા લાગ્યા. જાણે તે પાગલ થઇ ગયો. બેડમાંથી ઉભો થઇ બહાર નીકળવા ગયો પણ નર્સે તેને નિકળવા ન દીધો. અને આરામ કરવા કહ્યું કે, " પ્રિયાંશી મેમે તમને બેડમાંથી ઉભા નહિ થવા દેવા કહ્યું છે, હજી તમારે આરામ જ કરવાનો છે. " અને તેને બેડમાં સુવડાવી દીધો.

પ્રિયાંશી નાહિ-ધોઇને તૈયાર થઇ રહી હતી. હોસ્પિટલમાં તે મોબાઇલ સાયલન્ટ મોડ પર રાખતી, હોસ્ટેલ પર આવીને તે ફોનની રીંગ વાગી ચાલુ કરવા ભૂલી ગઇ હતી, તેથી તેને ખબર જ નહિ કે મિલાપ તેને ફોન કરી રહ્યો છે. એક વીક પછી તે હોસ્પિટલ છોડી રૂમ ઉપર આવી હતી. જે નર્સ ઓનડ્યુટી હતી તેને મિલાપને ધ્યાન રાખવા અને ઉભી નહિ થવા દેવા કહીને આવી હતી.

પ્રિયાંશી ફટાફટ તૈયાર થઇને હોસ્પિટલ જવા નીકળી, જઇને સીધી મિલાપના રૂમમાં મિલાપને જોવા માટે ગઇ.તો મિલાપ તેની રાહ જોતો હતો. પ્રિયાંશીને જોઇને મિલાપ બેડ ઉપર બેઠો થઇ ગયો. અને પ્રિયાંશીને પોતાની નજીક બોલાવી તેના બંને હાથ પોતાના હાથમાં લઇ લીધા અને જોર જોરથી રડવા લાગ્યો. પ્રિયાંશી વિચારમાં પડી ગઇ કે મિલાપને એકદમ શું થઇ ગયું. તે બસ રડતો જતો હતો અને બોલતો જતો હતો, " આઈ એમ સોરી, પિયુ મેં તારી સાથે અન્યાય કર્યો છે, મને માફ કરી દે. હું અહીંની હવામાં ક્યાંક ખોવાઈ ગયો હતો અને બધું જ ભૂલી ગયો હતો, તે અહીં આવીને મારા પ્રેમને જગાડ્યો છે. તે મને સાચો પ્રેમ કર્યો છે માટે જ તું મને મળવા એકલી હિંમત કરીને છેક અહીં આવી. હું તારો ગુનેગાર છું મને માફ કરી દે પિયુ. "

અને પ્રિયાંશીને આખી વાત સમજાઇ ગઇ. તે પણ મિલાપને ભેટીને રડવા લાગી, હોસ્પિટલમાં આજુબાજુ જે હાજર હતા તે મિલાપનો રડવાનો અવાજ સાંભળી તેના રૂમમાં આવી ગયા. આ દ્રશ્ય જોઇને બધા ઉભા રહી ગયા. દરેકની આંખમાં બંનેનો પ્રેમ જોઇને આંસુ આવી ગયા. જે ઇન્ડિયન નર્સ હતી તે તાળીઓ પાડવા લાગી પછી બધા જ તાળીઓ પાડવા લાગ્યા આખું વાતાવરણ જાણે બંનેના પ્રેમથી હરખી ગયું અને હરખના આંસુથી રડવા લાગ્યું....

મિલાપે સોફીઆને ફોન કરીને મળવા બોલાવી અને તેની ખૂબ માફી માંગી, પ્રિયાંશી સાથે તેને ઓળખાણ કરાવી અને પોતે ઇન્ડિયા પાછો જઇ રહ્યો છે તે વાત જણાવી. સોફીઆ રડવા લાગી પણ તેને લાગ્યું કે મિલાપ ખરેખર પ્રિયાંશીનો જ હતો, હું ખોટી વચ્ચે આવી ગઇ હતી અને તે બંનેને એકસાથે ભેટી રડી પડી અને હંમેશા બંને ખુશ રહે તેવી આશા સાથે તેમને વિદાય આપી.

પ્રિયાંશીનું અને મિલાપનું ઇન્ડિયામાં શાનદાર સ્વાગત થયું અને ધામધૂમથી બંનેના લગ્ન થયા, તેમણે ' હાઇટેક ' નામની હોસ્પિટલ બનાવી છે અને બંને તેમાં ખૂબ મહેનત કરે છે, પણ પ્રિયાંશી અત્યારે મેટરનિટી લીવ ઉપર છે અને આજે તેણે તેના જેવી જ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે અને મિલાપ અને પ્રિયાંશી બંને તેનું નામ શું રાખવું તે વાત ઉપર ઝઘડો કરી રહ્યા છે.....

-જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED