Aryariddhi - 55 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૫૫

Aryriddhi - 58

આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે આર્યવર્મન ક્રિસ્ટલના ગર્ભમાં રહેલા રિદ્ધિના બાળકનું ડીએનએ સેમ્પલ લઈ શકે. તે દિવસે સવારે આર્યવર્મને બધાને ફોનમાં ગ્રૂપ મેસેજ કરીને લેબમાં આવવા માટે કહ્યું એટલે બધા 10 મિનિટ માં લેબમાં આવી ગયા.

ત્યારબાદ આર્યવર્મને રાજવર્ધનને સિરમનો ફોર્મ્યુલા ફરીથી તૈયાર કરવા માટે કહ્યું અને તેણે પોતે ક્રિસ્ટલને બેડ પર સૂઈ જવા માટે કહ્યું. મેઘના અને રાજવર્ધન નિધિએ શોધેલી અલ્ગોરિધમ પ્રોગ્રામમાં સિરમનો ફોર્મ્યુલા ફરીથી બનાવવા લાગ્યા.

મેઘના અને રાજવર્ધન એ ઝડપથી સિરમને બનાવવાની બધી કામગીરી પૂરી કરી દીધી. અને સિરમના ચાર ડોઝ પણ તૈયાર કરી દીધા. હવે તેમાં ફક્ત ડીએનએ સેમ્પલ જ ઉમેરવાનું બાકી રહેતું હતું. ડીએનએ સેમ્પલ દાખલ કર્યા પછી તે સિરમના ડોઝને મિક્સ્ચરમાં નાખવાનો બાકી રહેતો હતો.
ક્રિસ્ટલના બેડ પર સૂઈ ગયા પછી આર્યવર્મને એક એક્સ-રે મશીન ક્રિસ્ટલના પેટના ભાગ પર ઊંચે ગોઠવ્યું. ત્યારબાદ તે એક્સ-રે મશીનનું મોનીટર ચાલુ કર્યું. તે મોનીટર વડે ક્રિસ્ટલના ગર્ભની બધી ગતિવિધિ જોઈ શકાતી હતી. ત્યારબાદ આર્યવર્મને ક્રિસ્ટલની પાસે આવીને કહ્યું, “હવે તને થોડી તકલીફ થશે, પણ મને વિશ્વાસ છે કે તું તેને સહન કરી લઇશ.” આટલું કહીને આર્યવર્મને ક્રિસ્ટલના પેટ પર એક ઈંજેકશનની સિરિંજ ખોસીને દબાવી. તેનાથી ક્રિસ્ટલને ખૂબ દુખાવો થતાં તેણે જોરથી ચીસ પાડી એટલે ભૂમિ તરત તેની પાસે આવી
.
ક્રિસ્ટલે તરત ભૂમિનો હાથ પકડી લીધો. આર્યવર્મને ક્રિસ્ટલને વધારે તકલીફ ન થાય એ માટે ઝડપથી કામ કરવાનું નક્કી કર્યું. તેણે સ્ક્રીન તરફ નજર કરીને સિરિંજને ગર્ભાશયની અંદર દાખલ કરી. ક્રિસ્ટલને દરેક ક્ષણે વધારે તકલીફ થઈ રહી હતી એટલે ભૂમિએ ઇશારામાં આર્યવર્મનને ઝડપથી તેનું કામ કરવા માટે કહ્યું.
પણ આર્યવર્મન માટે આ કામ એટલું સરળ નહોતું કે જેટલું બધાને લાગતું હતું. ડીએનએ માટે બ્લડ સેમ્પલ લેવું જરૂરી હતું. તે બ્લડ સેમ્પલ લેતી વખતે એ પણ ધ્યાન રાખવાનું હતું કે ગર્ભના ભાગને નુકસાન ન પહોચે. થોડીવાર સુધીની મહેનત પછી આર્યવર્મને તેનું કામ પૂરું કરીને બ્લડ સેમ્પલ લઈ લીધું.

પણ ત્યાંસુધી થયેલી અતિશય તકલીફના કારણે ક્રિસ્ટલ બેહોશ થઈ ગઈ. આર્યવર્મને તે બ્લડ સેમ્પલ રાજવર્ધનને આપ્યું. રાજવર્ધન તે બ્લડ સેમ્પલમાંથી એક ટીપાં જેટલું લોહી લઈને તેને મિક્સ્ચર વડે સિરમના ચારેય ડોઝમાં નાખી દીધો. પાંચ મિનિટ પછી મિક્સ્ચર મશીન બંધ થઈ ગયું એટલે રાજવર્ધને ચારેય ડોઝ બહાર કાઢ્યા પછી આર્યવર્મન સામે જોયું.

આર્યવર્મન તેની વાત સમજી ગયો એટલે તેણે તરત રાજવર્ધન અને મેઘનાને મૈત્રી પાસે જવા માટે કહ્યું. બાકી બધાને તેમના રૂમમાં જવા માટે કહ્યું અને તે પોતે લેબમાં જ રોકાયો. રાજવર્ધન અને મેઘના મૈત્રી પાસે ગયાં ત્યારે તેમણે જોયું તો મૈત્રી હજુ સૂઈ રહી હતી.

તેથી મેઘનાએ તરત મૈત્રીના શરીરમાં તે સિરમનો ડોઝ ઈંજેક્ટ કરી દીધો ત્યાં જ મેઘના પર આર્યવર્મનનો કોલ આવ્યો. એટલે મેઘના અને રાજવર્ધન મૈત્રીના રૂમમાંથી બહાર આવ્યાં. ત્યારબાદ મેઘનાએ કોલ રિસીવ કર્યો તો આર્યવર્મને તે બંનેને પાછા લેબમાં આવવા માટે કહ્યું. આ સાંભળીને મેઘનાને થોડું અજીબ લાગ્યું પણ તે કઈ બોલી નહીં.

તે બંને તરત લેબમાં પહોચી ગયા ત્યારે તેમણે જોયું કે આર્યવર્મન કમ્પ્યુટર પર રાજવર્ધનના પ્રોગ્રામને જોઈ રહ્યો હતો. આર્યવર્મન પાછો ફર્યો અને મેઘના સામે જોઈને બોલ્યો, “આપણે આ સિરમનો ડોઝ બધાને એકસાથે નહીં આપી શકીએ. આપણે પહેલા મૈત્રી આંટીને આપેલા ડોઝની તેમના પર થયેલી અસરને સ્ટડી કર્યા પછી બીજા બધાને આ સિરમ આપીશું.”

“પણ ભાઈ આ કામ જો વધારે સમય પસાર થશે તો બધાનો જીવ જોખમમાં મુકાઇ જશે.” રાજવર્ધને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. આર્યવર્મને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, “રાજ, ચિંતા ના કરીશ. આ કામ કાલે સવાર સુધીમાં પૂરું થઈ જશે. અત્યારે સવારનો સમય છે તો સિરમ સાંજ સુધીમાં તેનું કામ કરી દેશે. એટલે હું આખી જાગીને તેની અસર સ્ટડી કરી લઇશ. હવે તું અને મેઘના તમારા રૂમમાં જઈને આરામ કરો અને ક્રિસ્ટલને તમારી સાથે લઈને જાવ.”

આટલું કહીને આર્યવર્મન પાછો કમ્પ્યુટર કામ કરવા લાગ્યો. મેઘનાએ ક્રિસ્ટલની પાસે જઈને તેને જગાડી એટલે તે જાગી ગઈ. ક્રિસ્ટલે ઊભા થઈને ચાલવાનો પ્રયત્ન કર્યો પણ પેટ પર થતાં દુખાવાને કારણે તેનાથી ચાલી શકાતું નહોતું. તેથી રાજવર્ધને તેને ઊંચકી લીધી એટલે ક્રિસ્ટલે પોતાના હાથ રાજવર્ધનની ગરદન પર પરોવી દીધા.

આ જોઈને મેઘના કઈ બોલી નહીં. તેણે ચૂપચાપ લિફ્ટમાં જઈને સેકન્ડ ફ્લોરનું બટન દબાવ્યું. લિફ્ટ સેકન્ડ ફ્લોર પર આટકી ગઈ એટલે તેઓ બહાર નીકળીને ક્રિસ્ટલના રૂમમાં આવ્યાં. ક્રિસ્ટલને બેડ પર સુવડાવીને તેઓ બહાર જતાં હતાં ત્યારે ક્રિસ્ટલે રાજવર્ધનને પાછો બોલાવીને તેના ગાલ પર એક કિસ કરીને ‘thanks’ કહ્યું. ક્રિસ્ટલની આ હરકતથી મેઘનાને ગુસ્સો આવ્યો.

પછી તે કઈ પણ કહ્યા વગર બહાર નીકળીને પોતાના રૂમમાં ચાલી ગઈ એટલે રાજવર્ધન તેની પાછળ ગયો. રાજવર્ધન રૂમમાં પ્રવેશ કરવા ગયો પણ મેઘનાએ દરવાજો બંધ કરી દીધો હતો. રાજવર્ધને થોડીવાર સુધી દરવાજો નોક કર્યો પણ મેઘનાએ દરવાજો ખોલ્યો નહીં. પાંચ મિનિટ પછી દરવાજો જાતે જ ખૂલી ગયો એટલે રાજવર્ધન રૂમમાં ગયો.

પણ બધી બારીઓ અને લાઇટ બંધ હોવાથી રૂમમાં અંધારું હતું તેથી રાજવર્ધનને કઈ દેખાયું નહીં. અચાનક રૂમનો દરવાજો બંધ થઈ ગયો એટલે રાજવર્ધન પાછો ફર્યો ત્યાંજ મેઘનાએ તેની પાસે આવીને તેના અધરો પર પોતાના અધર મૂકો દીધા. ત્યારબાદ તે બંને વચ્ચે એકબીજાને પરિતૃપ્ત કરવાની હોડમાં લાગી ગયાં. અંતે બંને એકબીજાની બાહોમાં સમાઈને ઊંઘી ગયા.

સંધ્યા બગીચામાં જઈને જાતે જ ફુલછોડને પાણી આપવા લાગી. આ કામમાં ભૂમિ તેની મદદ કરવા લાગી. મયુરી પણ તેના રૂમમાં જઈને આરામ કરવા લાગી. સાંજનો સમય થયો ત્યારે આર્યવર્મન મૈત્રી પાસે ગયો. મૈત્રી તે સમયે જાગતી હતી એટલે આર્યવર્મનને જોઈને બોલી, “આવ આર્ય, ઘણાં દિવસ પછી તું આવ્યો છે?”

“આંટી, અત્યારે તમને કેવું લાગી રહ્યું છે?” આર્યવર્મન મૈત્રી પાસે બેસીને બોલ્યો. મૈત્રીએ વ્યવસ્થિત રીતે બેસીને હસીને કહ્યું, “આટલા દિવસથી તો કોઈ ફર્ક લાગતો નહોતો પણ આજે ઘણું જ સારું લાગી રહ્યું છે. જાણે કે મારી બીમારી દૂર થઈ ગઈ એવું લાગે છે.”

આ સાંભળીને આર્યવર્મન સમજી ગયો કે રાજવર્ધને આપેલા સિરમની મૈત્રી પર યોગ્ય અસર થઈ છે અને મૈત્રીના શરીરનું ડીએનએ ફરીથી દુરુસ્ત થઈ રહ્યું છે. થોડીવાર સુધી આર્યવર્મન કઈ બોલ્યો નહીં એટલે મૈત્રી ફરીથી બોલી, “મને લાગે છે કે તે અમારી બીમારી દવા શોધી લીધી છે. હું સાચું કહું છું ને?”

આર્યવર્મન માથું ઝૂકાવી ને બોલ્યો, “આંટી તમે સાચું કહો છો. અમે આ રોગની દવા શોધી લીધી છે. અને આજે સવારે જ તમને એ દવાનો ડોઝ આપ્યો છે તેના કારણે તમારી તબિયત સારી થઈ રહી છે. હવે જો તમને વાંધો ના હોય તો હું તમારું બ્લડ સેમ્પલ લેવા માગું છું. જેનાથી હું દવાની તમારા પર થયેલી અસરને સ્ટડી કરી શકું.”

મૈત્રીએ કહ્યું, “દીકરા, એ માટે તારે પૂછવાની જરૂર નથી. તું આ બધુ અમારા માટે જ કરી રહ્યો છે. તો હું કોણ હોવ છું તને રોકનારી.” આટલું કહ્યા પછી મૈત્રી હસી. આર્યવર્મને તેનું બ્લડ સેમ્પલ લઈને પાછો લેબમાં આવ્યો.

ત્યારબાદ કમ્પ્યુટર પર મૈત્રીનું પહેલાં અને સિરમ આપ્યા પછીના ડીએનએ સેમ્પલ સરખાવ્યા. પહેલાં કરતાં હવે મૈત્રીનું ડીએનએ સ્રકચર ઘણું સારું થઈ ગયું હતું પણ હજી પહેલાં જેવુ થયું નહોતું. એટલે આર્યવર્મને રાજવર્ધનને કોલ કર્યો.

રાજવર્ધન કોલ આવતાં તરત જાગી ગયો. તેણે કોલ રિસીવ કર્યો એટલે આર્યવર્મનનો લેબમાં જવા માટે મેસેજ મળ્યો. તેણે જોયું તો મેઘના તેને હાથ વિટી સૂતી હતી. એટલે તેણે હળવે મેઘના જાગી ન જાય તે રીતે પોતાને છોડાવીને ઝડપથી લેબમાં પહોચ્યો.

ત્યારે આર્યવર્મને તેને પોતાનો સ્ટડીરિપોર્ટ રાજવર્ધનને આપ્યો. રાજવર્ધને તે રિપોર્ટ જોવા લાગ્યો. આર્યવર્મન તે સમયે બોલ્યો, “મૈત્રી ઝડપથી રિકવર થઈ રહી છે પણ તેના માટે હજી બીજો એક સિરમનો ડોઝ બનાવવો પડશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED