Pita - pappa books and stories free download online pdf in Gujarati

પિતા -પપ્પા

પિતા એટલે જમીનમાં ઊંડે સુધી મૂળથી જકડાયેલું ધેધુળ વડલો જેની છત્રછાયામાં બાળકો નિશ્ચિતતાથી રહેતા હોય. પિતા એટલે સવારથી રાત સુધી ઘરનું ભરણ પોષણ કરવા સતત મહેનત કરતુ ચરિત્ર. પિતા પરિવાર માટે સપનાઓ જુએ છે., વાવે છે અને ઉગાડે છે. આપણા સપનાને પાંખો અને ઉડવા માટે આકાશ આપે તે પિતા. પિતાં થી ઘરમાં ખુશીઓ આવે છે. ગમે તેટલા દુઃખ કે તકલીફો આવે તે પરિવાર પર તેની અસર થવા ન દે. ગુણવંત શાહના મતે "પિતા એટલે કબીરવડ, માતા એટલે લીલી નાળિયેરી, બંને વચ્ચે સરખામણી ન હોય, જીવનમાં બંનેની જરૂર. "
પિતાજ આપણને સૌ પ્રથમ આંગળી પકડીને ધરની ડેલીની બહાર લઈ જાય છે. પિતા દરેક પ્રકારે આપણી કાળજી રાખે છે અને આપણી દરેક માંગણીઓ પુરી કરે છે. આપણી માંગણી પુરી કરવાની તાકાત હોય કે ન હોય દરેક માંગણી પૂર્ણ કરવા તમામ પ્રયત્નો કરે તે પિતા. પિતા આપણા માટે ઘોડો પણ બને અને આપણને ખભ્ભા પર બેસાડી ફેરવે પણ ખરા. રાત્રે થાકીને આવ્યા પછી પણ આપણે જયારે પિતાનાં ખોળામાં બેસીએ એટલે એનો બધોજ થાક ઉતરી જાય છે. કોઈએ સાચુજ કહ્યું છે કે "જયારે દુઃખ પડે ત્યારે ખભે હાથ મૂકી લડવા માટે જોશ આપે એ બીજું કોઈ નહિ બાપ હોય ".
માતા જયારે ધરમાં પોતાના પુત્રને સંભાળતી હોય, ઉછેરતી હોય ત્યારે પિતા તેનાં ઉછેર માટે દિવસ રાત બહાર સંઘર્ષ કરતો હોય છે. પિતા જાતે ફાટેલા જુના કપડાં પહેરશે પણ સંતાનોનાં સ્વપ્ન પુરા કરશેજ.
આપણાં જીવનની દરેક કડીને જોડી આપણી ઢાલ બનીને આત્મવિશ્વાસ વધારી આગળ વધારનાર અને સંતાનોને સાચો માર્ગ બતાવનાર એક પિતા જ છે. પિતાની સંવેદના કે વેદનાને કાગળ પર ઉતારવું કે શબ્દોમાં વર્ણવું મુશ્કેલ છે એટલેજ પિતાએ માત્ર અનુભવજ છે. પિતા પોતાના સંતાનને આવનારા સમયમાં કેવા વાસ્તવિક વિશ્વ સાથે પનારો પડવાનો છે તેની તૈયારી કરાવતો હોય છે. પિતા એટલે જેની નોંધ ના લેવાઈ હોય કે જેની સખત મહેનત, બહાદુરી, મહાન સિદ્ધિને નજર અંદાઝ કરવામાં આવે તેવો રિયલ લાઈફ હીરો.
એક પિતા પણ પોતાના સંતાનના શ્રેઠ ઉછેરની સાધના પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દે છે. જાહેરમાં જે પ્રેમ વ્યક્ત કરે તે માતા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. પિતા બોલી શકતા નથી પણ ચુપચાપ બધુંજ કામ કરી લેતા હોય છે. દરેક એક -એક પથ્થરથી ઇમારત ચણાય તેમ દરેક પિતા સંતાનોમાં દુનિયા સામે લડવાનો જુસ્સો ચણતો રહે છે.
માતા કરતા પિતા વધારે ઠપકો આપે છે પરંતુ તે પોતાના સંતાનને દુરંદેશી વિચાર કરે છે જેનો મધુર સ્વાદ સ્વાદ તેનાં સંતાનને વર્ષો પછી ચાખવા મળે છે. પિતાના કારણેજ ધરમાં ખુશી હોય છે. ગરીબ કે તવંગર, ખેડૂત કે વેપારી, મજુર કે માલિક દરેક સ્વરૂપમાં પિતા અમૂલ્ય છે.
પરિવારનો મોભ એટલે પિતા તે દરેક શ્વાસ આપણાં માટેજ શ્વસતો હોય છે. સંતાનોને ભણાવવા કે તેમનાં લગ્ન માટે ગજા બહારનું જોર લગાડે છે. પિતા વેદના અનુભવે તો પણ કોઈને કહેતા નથી. માતા શ્વાસ છે તો પિતા જીવન છે. બાળપણ થીજ આપણાં પિતા આપણી નઝર સામે જ હોય છે એટલે એજ આપણાં સુપરમેન હોય છે.
પરિવાર માટે પોતાનું બધુંજ ઈચ્છા, શોખ, આકાંક્ષાઓનું ત્યાગ કરે તે પિતા. ગમે તેવો કઠોર દિલનો પિતા હોય પણ દીકરીની વિદાયમાં આંસુ રોકી ન જ શકે. ઊંચા અવાજમાં ધમકાવી ગાલ ઉપર લાફો મારી દુનિયાદારી સમજાવે તે પિતા. સ્કૂલ છૂટે ત્યારે ગેટ પર આપણી રાહ જોય તે પિતા અને જયારે સ્કૂલ માંથી ફરિયાદ આવે ત્યારે શરમથી આંખ ઝુકાવી અને પછી આપણને કડક શબ્દોમાં આપણી ભૂલ સમજાવે તે પિતા. મને અંકિત ત્રિવેદીની એક રચના યાદ આવે છે કે
કહ્યા વગર જે શીખવાડે,
એવો શિક્ષક જેનામાં
એ પિતા મારામાં જીવે,
હું જીવું એનામાં
સુખના દિવસો છલકાવવામાં,
દુઃખના આંસુ પીતા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED