Dil ka rishta - 19 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 19

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કા અને એમનું ગૃપ હોટલમાં ડીનર પર મળે છે. અને ત્યાં સમર્થ વિરાજને એના મેરેજ પછી સાથે હનીમૂન પર જવાનું કહે છે. વિરાજ અને આશ્કા પણ તૈયાર થઈ જાય છે. બધાં સમર્થના મેરેજમાં મળવાનું કહી છૂટાં પડે છે. )

આજે સમર્થના મેરેજ છે. કાવ્યાના દાદાની તબિયત સારી ન હોવાથી બધાં ફંક્શન એક જ દિવસે રાખવામાં આવે છે. એટલે આશ્કા અને વિરાજ સવાર સવારમાં ત્યાં જવા માટે તૈયાર થાય છે. અત્યારે તો તેઓ હલ્દીના ફંક્શન માટેના કપડાં પહેરીને જાય છે. પછી મેરેજ માટે ત્યાં જ તૈયાર થવાનાં હોય છે.

યલો કલરનો હેવી વર્કનો ફૂલ લેન્થ ડ્રેસ એની સાથે મેચીંગ ચૂડી અને ઈયરીંગ પહેરીને અને બીંદી લગાવીને ગળામાં મંગળસૂત્ર પહેરીને આશ્કા તૈયાર થાય છે. સાથે સાથે કાવેરીબેને મેરેજમા આપેલી જ્વેલરી પણ મેરેજમા પહેરવાં માટે લઈ લે છે. વિરાજ પણ ટી - શર્ટ અને જીન્સ પહેરી તૈયાર થાય છે.

મેરેજના વેન્યુએ પહોચતાં જ જાનવી અને સાચી આશ્કાને લઈ જાય છે. અને એ લોકો જ્યાં બધી લેડીઝ ભેગી થઈ હોય ત્યાં પહોંચે છે. બધી લેડીઝે ભેગાં થઈ ડાન્સનો પ્રોગ્રામ ગોઠવ્યો હોય છે. જેની પુરુષોને બિલકુલ પણ ખબર નથી. જાનવી સાચી કાવ્યા કાવ્યાની કૉલેજ ફ્રેન્ડ બધી ત્યાં ભેગી થાય છે. અને આશ્કાને પણ સાથે લઈ જાય છે. કાવ્યાની હલ્દીની રસમ પૂરી થતાં બધી લેડીઝ ડાન્સનો પ્રોગ્રામ શરૂ કરે છે. સાચી આશ્કાને પણ ડાન્સ માટે કહે છે પણ આશ્કા હસીને ના કહે છે. અને સાઈડ પર ઊભી રહી તાળીઓ પાડી એ લોકોને પ્રોત્સાહિત કરે છે.

પણ કોણ જાણે કેમ વિક્રમને આ વાતની ખબર પડી જાય છે એના એ રાહુલને લઈને ચૂપકેથી બધાંનો ડાન્સ જુએ છે. બધાં ખૂબ જ ઉત્સાહિત થઈને ડાન્સ કરતાં હોય છે. કાવ્યા આશ્કાનો હાથ પકડી એને ખેંચીને ડાન્સમાં જોડાવાનું કહે છે. અને આશ્કા પણ એને ના નથી કહી શકતી. અને એ કમર પર દુપટ્ટો બાંધી ડાન્સ ચાલું કરે છે. ધીરે ધીરે એ ડાન્સમાં એટલી ખોવાય જાય છે કે એને આજુબાજુનો કોઈ ખ્યાલ જ નથી રેહતો.

એ ડાન્સમાં મગ્ન હોય છે અને અચાનક એની નજર સામે ઉભેલાં વિરાજ પર પડે છે. આશ્કાને ડાન્સ કરતી જોઈને રાહુલ વિરાજને બોલાવી લાવે છે. એ બંને હાથને બાંધીને મંત્ર મુગ્ધ થઈને આશ્કાને જ જોઈ રહ્યો હોય છે. આશ્કા શરમાઈને દોડી ને જાનવી પાછળ સંતાઈ જાય છે. જેને જોઈ વિરાજ મંદ મંદ મુસ્કુરાય છે. આ બાજું વિક્રમ જ્યારે એ નાચતી હોય છે ત્યારે એના મોબાઈલમાં એનું શુટીંગ કરી લે છે.

ત્યાં સમર્થ પણ આવી ગયો હોય છે. છોકરીઓને ડાન્સ કરતાં જોઈ એ કહે છે.

સમર્થ : it's not fair.. તમે આમ એકલાં એકલાં પ્રોગ્રામ બનાવો તે ના ચાલે. અમને પણ કહેવુ જોઈએ ને તો અમે પણ એન્જોય કરીએ.

કાવ્યાની એક કૉલેજ ફ્રેન્ડ કહે છે, હા હા જીજાજી તમે પણ આવી જાવ. Infact તમારા લોકો વગર તો આ ડાન્સ પાર્ટી અધૂરી જ લાગે છે.

અને સમર્થ, વિક્રમ અને રાહુલ પણ એ લોકો સાથે જોડાઈ જાય છે. એ લોકો વિરાજને પણ ખેંચીને લઈ જાય છે. આ બાજું સાચી પણ આશ્કાને લઈને આવે છે. બધાં જ સંગીત સાથે તાલથી તાલ મિલાવી ડાન્સ કરવાં લાગે છે. લાગ જોઈને રાહુલ વિરાજને ઘક્કો મારે છે અને એ જઈને આશ્કા સાથે અથડાઈ છે જેનાથી આશ્કાનું બેલેન્સ જાય છે અને એ પડવા જ જતી હોય છે કે વિરાજ એનો હાથ પકડી લે છે અને એની તરફ ખેંચે છે. આમ એકાએક વિરાજનું એને ખેંચવાથી આશ્કા અને વિટળાઈ વળે છે. બંને જણાં એકબીજાની આંખોમાં ખોવાય જાય છે. ત્યાં જ બધાં તાળીઓ પાડીને એ બંનેને ચીયર કરે છે. પરિસ્થિતિનું ભાન થતાં બંને સ્વસ્થ થાય છે. આશ્કા શરમથી પાણી પાણી થાય છે. એના શ્વાસોશ્વાસની ગતિ તીવ્ર હોય છે જેને એ કાબૂમાં લેવાં મથે છે. વિરાજનો સ્પર્શ એના રોમેરોમમા કંઈ અલગ જ રોમાંચ પેદા કરે છે.

આ તરફ વિરાજને પણ કંઈ અલગ જ ફીલીંગ થાય છે. આશ્કાના મુલાયમ હાથનો સ્પર્શ એના આખા શરીરમાં વિજળી પેદા કરે છે. થોડો સમય પછી બંને નોર્મલ થાય છે.

બપોરના ભોજન પછી બધા થોડીવાર આરામ કરે છે અને પછી મેરેજ માટે તૈયાર થાય છે. બધાં જેન્સ તો ફટાફટ તૈયાર થઈને પોતપોતાના કામે લાગી જાય છે.

સાચી, જાનવી, આશ્કા પણ તૈયાર થતી હોય છે. કાવ્યાને પણ પાર્લરવાળી તૈયાર કરતી હોય છે. આશ્કા રોયલ બ્લુ કલરની સિલ્કની સાડી જેમાં ગોલ્ડન અને રાની કલરનું જરી વર્ક કરેલું હોય છે એ પેહરે છે. સાથે સાથે એની સાસુએ આપેલા કંગન અને હાથ પેહરે છે. માથાના વાળને અંબોડામા બાંધે છે જેને વેણી સજાવે છે.

બધાં જ્યારે તૈયાર થઈને બહાર આવે છે ત્યારે વિરાજ આશ્કાને જોતો જ રહી જાય છે. વિરાજ જ શું ત્યાં આવેલાં બધાની જ નજર આશ્કા પર જ હોય છે. અને હોય પણ કેમ નહી સાદગી અને સુંદરતાના સમન્વયનું એ ઉત્કૃષ્ટ ઉદાહરણ દેખાય રહી હોય છે. એ ધીરે રહીને વિરાજ પાસે આવીને ઊભી રહી જાય છે.

વિરાજ : તું ખૂબ જ સુંદર લાગી રહી છે.

વિરાજના આમ કહેવાથી જાણે આશ્કા ગુલાબ ખીલી રહ્યું હોય એમ ખીલી ઊઠે છે. વગર મેક અપે એના ગાલો પર લાલી આવી જાય છે.

મંગળફેરાની રસમ ચાલી રહી હોય છે. વર વધૂ પર ફૂલોનો વરસાદ કરતાં આશ્કાની સાડી એના કંગન ભેરવાઈ જાય છે જે ઘણાં પ્રયત્ન કરતાં પણ નીકળતી નથી. વિરાજનું ધ્યાન એ તરફ જાય છે અને એ એને મદદ કરતો હોય છે. એટલામાં રાહુલ ત્યાં આવે છે અને સીટી મારતા કહે છે.

રાહુલ : ઓહોઓઓ.. ખુલ્લેઆમ રોમાન્સ..

રાહુલના આમ કહેતાં આશ્કા જટથી પોતાનો હાથ ખેંચી લે છે જેનાથી એની સાડીની ઉલજન પણ સૂલજી જાય છે.

વિરાજ આશ્કાનો હાથ એના હાથમાં લે છે અને કહે છે, હા તો મારી વાઈફ સાથે જ રોમાન્સ કરું છું. એમાં તને શા માટે જલન થાય છે. આ સાંભળી આશ્કા તો જાણે કોઈ અજાયબી જોઈ રહી હોય એમ વિરાજને જોઈ રહે છે. એના આમ જોતાં વિરાજ એનો હાથ જરા જોરથી દબાવે છે અને આંખના ઈશારાથી કહે છે કે એ મજાક કરે છે.

વિરાજ ના આમ કહેતાં બધાંના મોઢાં આશ્ચર્યથી ખુલ્લાં રહી જાય છે.

વિક્રમ : વાહ ભાઈ હવે આવ્યો અસલી રંગમા. વાહ જીયો મેરે શેર. અને બધાં હસવા લાગે છે.

મેરેજની બધી વીધી ખૂબ સરસ રીતે પૂરી થાય છે. અને કાવ્યા વિદાય લઈને સમર્થના ઘરે જાય છે. સાથે સાથે બીજા બધાં પણ પોત પોતાનાં ઘરે જાય છે.

મેરેજ પૂરા થતાં બધાં પોત પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. આશ્કા અને કાવ્યા એક્ઝામની તૈયારી પૂરજોશમાં કરે છે. કાવેરીબેન આવ્યાને એક પણ કામ કરવાં દેતાં નથી. દમયંતિબેનને ફૂલ ટાઈમ માટે રસોઈની જવાબદારી આપવાંમા આવે છે. વિરાજ પણ આશ્કા જ્યાં કોઈ તકલીફ હોય ત્યાં સમજાવે છે. આશ્કાને વાંચતી વખતે એકલું ના લાગે એટલે એ પણ એનું કંઈને કંઈ કામ કરતો જ રહે છે.

આ દરમિયાન એ લોકો એક બે વાર બધાં સાથે બહાર ફરવા પણ જાય છે. જ્યાં તેઓ હનીમૂન માટે માલદીવ જવાનું નક્કી કયા છે.

જોત જોતામાં આશ્કા અને કાવ્યાની એક્ઝામ પણ પૂરી થઈ જાય છે. અને એ લોકો ફરવા જવાની તૈયારી કરે છે. કાવ્યા અને આશ્કા સાથે જઈ શોપિંગ પણ કરે છે. કાવ્યા આશ્કાને જીદ કરીને એક મીડી પણ લેવડાવે છે. અને એ લોકોનો જવાનો સમય પણ આવી જાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED