dil ka rishta - 9 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 9


મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાના મેરેજની ડેટ ફીક્સ કરે છે. વિરાજ અને આશ્કા પણ એના માટે માની જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

આજે કાવેરીબેન બહું ખુશ હોય છે. આજે એમની વર્ષોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. અને એમની એ ખુશી એમનાં ચેહરા પર છલકાય છે. એ ફટાફટ વિરાજ સાથે કામનું લિસ્ટ બનાવે છે. વિરાજ પણ એની મમ્મીના ચેહરા પરની આ ખુશી જોઈને બહું ખુશ થાય છે.

કાવેરીબેન : વિરાજ આમ તો આપણે એકદમ સાદાઈથી મેરેજ કરવાનાં છે. છતાં પણ આપણે જે રીત અને રસમ થાય છે એ તો કરવી જ રહી. તો આપણે કપડાં અને ઘરેણાંની ખરીદી ચાલું કરી દઈએ.

વિરાજ : અરે મમ્મી એ બધું પણ થઈ જશે તમે શાંતિ રાખો. બધું કામ સરસ રીતે થઈ જશે. અમે લોકો છે ને અમે બધું સંભાળી લઈશું.

કાવેરીબેન : હા પણ મારી વહુના કપડાં અને ઘરેણાં તો હું જ પસંદ કરીશ ને.. !!

વિરાજ : સારું તો તમે ને આશ્કા એ ખરીદી કરી લેજો બસ.

કાવેરીબેન : ના તારે પણ સાથે આવવાનું છે. તારી પણ પસંદગી હોવી જોઈએ ને.

વિરાજ : મમ્મી મને આ બધું કંઈ સમજ ના પડે. તમે બંને જ જઈ આવો.

કાવેરીબેન : દિકરા એવું ના કરાય. તુ નહી આવે તો આશ્કાને કેવું લાગે ? એ તો એવું જ વિચારે કે તું આ સંબંધથી ખુશ નથી. ખાલી મારી ઈચ્છા પૂરી કરવાં જ આ મેરેજ કરે છે. અને બેટા જો સાચે તું આ મેરેજ ખાલી મારું દિલ રાખવાં માટે કરતો હોય તો ના કરતો.

વિરાજ : અરે મમ્મી એવું કંઈ નથી.

કાવેરીબેન : હા બેટા, હું જાણું છું કે તું હજી પણ રાહીને પ્રેમ કરે છે અને એને નથી ભૂલ્યો. પણ બેટા એ તારો ભૂતકાળ છે જેનું હવે કોઈ અસ્તિત્વ નથી. અને આશ્કા તારું વર્તમાન અને ભવિષ્ય છે. એ છોકરી પેહલેથી જ દુઃખી છે અને પોતે મનહૂસ હોવાનો ભાર લઈને ફરે છે. અને તુ પણ જો એને મનથી ના સ્વીકારે તો એ છોકરી કેવી રીતે ખુશ થશે.

વિરાજ : હા મમ્મી હું સમજું છું. હું એમ કહુ કે હું રાહીને ભૂલી ગયો છું તો એ ખોટું છે. પણ હું આશ્કાને પણ એના હક નો પ્રેમ અને અધિકાર આપવાની કોશિશ કરીશ. પણ આ બધું તાત્કાલિક થાય એ અપેક્ષા પણ વધું છે. આશ્કા બહું સમજદાર છે એ પણ સમજશે.

કાવેરીબેન : એ બધી વાત સાચી પણ તારે અમારી સાથે આવવાનું છે એ ફાઈનલ.

વિરાજ : ઓકે બાબા તમે તમારી વાત માનવા વગર રેહવાના નથી. હું આવીશ બસ.

જમીને વિરાજ એનાં રુમમાં જાય છે. અને ટેબલ પરથી રાહીનો ફોટો હાથમાં લે છે અને કહે છે, રાહી મને માફ કરજે કે હુ મારી જીંદગીમા બીજા કોઈને સ્થાન આપી રહ્યો છુ.આપણે એક સાથે જીવવાના આપણાં સપનાને તો પૂરું ના કરી શક્યાં અને હું મારું આગળનું જીવન બીજી કોઈ વ્યક્તિ સાથે વિતાવવા જઈ રહ્યો છું. પણ તારું સ્થાન મારા હ્રદયમાં હંમેશા રેહશે. અને તે એના ફોટાને છાતી પર રાખી સૂઈ જાય છે.

** ** **

ખુલ્લા આકાશમાં વાદળો પરથી રાહી ચાલતી આવે છે. એ વિરાજ પાસે આવે છે એના ચહેરાને એના બંને હાથોમાં લે છે. અને કપાળ પર હળવું ચુંબન કરે છે. વિરાજ ધીરેથી એની આંખો ખોલે છે તો રાહી એની સામે હલ્કી સ્માઈલ સાથે ઊભી હોય છે. વિરાજ અને અપલક જોયાં કરે છે. રાહી એનો હાથ પકડે છે અને કહે છે, "વીર તું એવું બિલકુલ ના વિચારતો કે તું મને દગો આપી રહ્યો છે. હું સાચે ખુબ ખુશ છું કે તું તારી જીંદગીમાં આગળ વધી રહ્યો છે. અને આશ્કાને આવવાથી તારી જીંદગીમાથી હું નિકળી નથી જવાની. હું હંમેશા તારી આસપાસ રહીશ. તો મન પર કોઈ પણ બોજ રાખ્યા વગર આશ્કાને તારા જીવનમાં સામેલ કર. તું ખુશ રેહશે તો મારી આત્માને પણ શાંતિ મળશે. માટે આશ્કાને પણ ખુશ રાખજે અને પોતે પણ ખુશ રેહજે." અને રાહી વિરાજનો હાથ છોડી વાદળોમા સમાઈ જાય છે.

રાહીઈઈઈઈ.... ચીખ સાથે વિરાજ ઊંઘમાંથી જાગી જાય છે અને આજુ બાજુ જુએ છે. રાહીનો ફોટો હજી એના ખોળામા હોય છે. એ પોતાના શ્વાસને નોર્મલ કરે છે અને રાહીના ફોટાને હાથમાં લઈને કહે છે., "રાહી તારો ખૂબ ખૂબ આભાર મને મારા જ અપરાધબોજથી મુક્ત કરવાં માટે. હા હું આશ્કાને ખુશ રાખવાની પૂરી કોશિશ કરીશ. અને પોતે પણ ખુશ રહીશ." અને એ રાહીના ફોટાને ટેબલ પર મૂકી રજાઈ ઓઢી સૂઈ જાય છે.

** ** **

કાવેરીબેન : વિરાજ બેટા આજે આપણે શોપિંગ માટે જવાનું છે તને યાદ છે ને.

વિરાજ : હા મમ્મી મને યાદ છે. અને તું મને ભૂલવા પણ થોડી દેવાની છે. હું બે ત્રણ ઈમ્પોર્ટન્ટ એપોઈમેન્ટ છે તે ચેક કરી લઉં પછી આપણે જઈશું. એક કામ કરીએ તમે ને આશ્કા હોસ્પિટલ જ આવી જાવ ત્યાંથી આપણે જ્વેલર્સને ત્યાં અને કપડાંની શોપિંગ પણ કરી લઈશું.

કાવેરીબેન : હા મે આશ્કાને ફોન કરીને કહી દીધું છે. તો અમે સાથે જ ત્યાં આવી જઈશું.

વિરાજ એનાં પેશન્ટને તપાસીને રેડી થઈને બેસે છે. એટલામાં જ કાવેરીબેન અને આશ્કા ત્યાં આવે છે. આશ્કાએ આસમાની રંગનું ટૉપ અને ગુલાબી રંગનો પતિયાલા અને દુપટ્ટો પહેર્યો હોય છે. વાળને એક ચોટલામાં બાંધેલા હોય છે જેમાંથી બે ત્રણ લટ બહાર આવી ગઈ હોય છે જેને એ વારંવાર એના કાન પાછળ નાંખવાનો મિથ્યા પ્રયાસ કરતી હોય છે. આજે એણે કાનમાં નાનકડી મોતીની બુટ્ટી પહેરી હોય છે. અને માથા પર નાનકડી બીંદી લગાવી હોય છે જેનાથી એની સુંદરતા ઓર નીખરી રહી હોય છે.

વિરાજ : અરે તમે લોકો આવી ગયા.. ? ચાલો તો નિકળીએ..

કાવેરીબેન : અરે બેટા આટલી શું ઉતાવળ છે કે તું આશ્કાને બોલાવતો પણ નથી.

વિરાજ આશ્કા તરફ એક નજર નાંખે છે અને hello કહે છે.આશ્કા પણ એક હળવી સ્માઈલ આપી કેમ છો ? એમ પૂછે છે.

વિરાજ : આશ્કા તું શું લઈશ. ચા કે કૉફી..?

આશ્કા : ના સર તમે તકલીફ ના લો.

કાવેરીબેન : અરે ના વિરાજ અમે ઘરેથી કૉફી ની ને જ આવ્યાં છીએ. તો હવે આપણે નીકળીએ પછી આવતી વખતે મોડું થશે.

વિરાજ : હા મમ્મી બસ સમર્થ અને કાવ્યા આવી જાય એટલે નીકળીએ.

કાવેરીબેન : અરે એ લોકો પણ આવવાના છે..!

વિરાજ : હા એ લોકો પણ આવવાના છે. જો આવી પણ ગયાં. એ દરવાજા તરફ જોતાં કહે છે.

કાવ્યા : કેમ છો આન્ટી ? હવે તો તમારી તબીયત તો સારી છે ને..?

કાવેરીબેન : હા હુ તો એકદમ સ્વસ્થ છું તુ કહે બહું દિવસે જોવા મળી.

કાવ્યા : બસ આન્ટી પરિક્ષાની તૈયારી કરું છું એટલે..

કાવેરીબેન : સરસ ખૂબ મહેનત કરો અને ખૂબ નામના કમાઓ.

સમર્થ : હવે તમારો મેળાપ થઈ ગયો હોય તો આપણે જઈએ.અને એ એનો એક હાથ અને ગરદન આગળ નમાવી અને એક હાથ પાછળ રાખી રજા લેવાની મુદ્રામાં ઊભો રહે છે. અને એ જોઈ બધાં ખડખડાટ હસવા લાગે છે.

અને બધાં શોપિંગ માટે જાય છે.

પહેલાં એ લોકો જ્વેલર્સને ત્યાં જાય છે અને આશ્કા માટે જ્વેલરી પસંદ કરે છે. આશ્કા તો આટલાં મોટો જ્વેલરીનો શૉ રૂમ અને એમાં ભાત ભાતની જ્વેલરીની ડીઝાઈન જોઈને દંગ થઈ જાય છે. એ તો કાવેરીબેન જે બતાવે છે એની હા મા હા કહે છે. અને કાવેરીબેન એના માટે એક નાનો હાર, એક મોટો હાર, કંગન, ચૂડી અને પાયલ બધું પસંદ કરે છે.

કાવેરીબેન : બેટા બીજું બધું તો મે પસંદ કરી લીધું છે. પણ હું ચાહું છુ કે મંગળસૂત્ર અને વીંટી તું તારી પસંદથી લે.

અને એ એમને ડીઝાઈન પસંદ કરવાનું કહે છે. કાવ્યા પણ એને પસંદ કરવામાં મદદ કરે છે. છેલ્લે આશ્કાને એક મંગળસૂત્ર ગમે છે અને એ તરફ ઈશારો કરે છે. બધાને પણ એ ખૂબ ગમે છે. પણ વીંટીમા એ ઘણી ગૂંચવાઈ છે કાવ્યા એક પછી એક વીંટી એને બતાવે છે પણ એને કંઈ સમજ નથી પડતી પછી છેલ્લે એને એક દિલ આકારના હીરાવાળી વીંટી પસંદ આવે છે અને એ લોકો બધી જ્વેલરી ખરીદી મેરેજ માટેના કપડાં માટે જાય છે.

ત્યાં પણ કાવ્યા એને ખૂબ મદદ કરે છે. અને એ લોકો આશ્કા અને વિરાજના મેચીંગ કપડાં પસંદ કરે છે. બધી વીધીના અલગ અલગ કપડાં પસંદ કરે છે. સાથે સાથે એ લોકો કાવેરીબેનન માટે પણ સાડી પસંદ કરી લે છે. બધી ખરીદી પૂરી થઈ ગઈ હોવાથી તેઓ બહાર જ જમીને આશ્કાને આશ્રમમાં ઉતારી ઘરે જાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED