Dil ka rishta - 4 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 4

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને એનાં દોસ્ત અપના ઘર આશ્રમમાં રહેતા સર્વ સદસ્યોને આબુ અંબાજીના પ્રવાસે લઈ જાય છે. અને ત્યાં એ લોકો ખૂબ એન્જોય કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

બીજા દિવસે સવારે બધાં નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. વિરાજે જે ગેસ્ટ હાઉસ એ લોકો માટે નોંધાવ્યું હોય છે એમાં જ એ લોકો પણ રહે છે. અને ત્યાંના જ રસોઈઘરના મહારાજને નાસ્તો બનાવવાનું પણ કહી દે છે. બધાં જ નાસ્તો કરી બસમાં બેસી જાય છે. આજે એ લોકો ગુરુ શિખર અને નખી લેક ફરવાના હોય છે. સૌથી પહેલાં એ લોકો ગુરુ શિખર જાય છે.

ગુરુ શિખર એ આબુનુ સૌથી ઊંચુ શિખર છે. ભગવાન દત્તાત્રેયનુ ત્યાં મંદિર છે. બાળકો ખૂબ ઉત્સાહથી દાદરો ચઢતાં હોય છે. આશ્કા પણ એમની સાથે હસી મજાક કરતી આગળ વધે છે. વિરાજ, વિક્રમ, રાહુલ અને સમર્થ પણ નેચરને માણતાં માણતાં જાય છે. અને જે સીન ગમે એ મોબાઈલમાં કેપ્ચર કરી લે છે.

આશ્કા ત્યાં એક પત્થર પર બેસે છે. અને બીજી છોકરીને આગળ વધવાનું કહે છે. આશ્કા અનિમેષ નયને નીચેનો નયનરમ્ય નજારો જોતી હોય છે. ત્યાં વિરાજ અને એનું ગૃપ આવે છે. આશ્કાને સામે બેસેલી જોઈ બધાં તેની પાસે જાય છે. રાહુલ એને પૂછે છે, કેમ આશ્કા અહીંયા બેસી ગઈ ? કંઈ તકલીફ તો નથી ને ?

આશ્કા : ના ના સર કોઈ તકલીફ નથી. આ તો આ નીચેનું દ્રશ્ય જોવાનું મન થયું એટલે બેસી ગઈ.. અને પછી થયું કે મેડમ અને માસી લોકો પાછળ રહી ગયા છે તો એમને કોઈ મદદ જોઈએ તો, એટલે એમની રાહ જોઉં છું.

આશ્કાની વાત સાંભળી વિરાજ પણ નીચે જુએ છે. તળેટીનો નજારો ખરેખર ખૂબ જ સુંદર હોય છે. શિયાળાનો સમય હોવાથી વાતાવરણ એકદમ ખુશ્નુમા હોય છે. નાની નાની વાદળીઓ જાણે પકડદાવ રમતી હોય એમ એકબીજાની પાછળ દોડતી હોય છે. ચારે તરફ હરિયાળી જોવા મળે છે. કુદરતની લીલાં પણ અકળ હોય છે. રાજસ્થાન જેવા સૂકા રણપ્રદેશના રાજ્યમાં આમ કુદરતી ખજાનાથી ભરપૂર હરિયાળીવાળો ગીરિમથક એવો માઉન્ટ આબુ પણ રચ્યો છે.

વિરાજ પણ અપલક એ દ્રશ્યને જોતો હોય છે, એને રાહી સાથે વિતાવેલા પળોની યાદ આવે છે અને એનાં મનમાં એક પંક્તિ સ્ફૂરે છે.

" મરૂભૂમિની જેમ તપતા આ વિરાન હ્રદયમાં મીઠી વિરડીની જેમ ટાઢક આપે છે યાદો તારી."

વિરાજ રાહીની યાદોમા ખોવાયેલો હોય છે ત્યારે જ રાહુલ અને બૂમ પાડે છે અને કહે છે, વિરાજ ચાલ ફોટા પાડીએ અહી સરસ ફોટા આવશે. અને એ લોકો ફોટા પાડવામાં વ્યસ્ત થઈ જાય છે. થોડીવારમાં કાવેરીબેન અને બીજી મહિલાઓ પણ ત્યાં આવી પહોંચે છે.

કાવેરીબેન : અરે આ ટોળકી અહીં છે ? કેમ અહીં અટકી ગયા !!

વિક્રમ : આન્ટી આ આશ્કા તમારી રાહ જોતી હતી તો અમે એને કંપની આપતા હતા. અને અહીં ખૂબ સરસ સીન હતા તો થયું થોડાં ફોટા લઈ લઈએ.

કાવેરીબેન : વાહ... સરસ ચાલો તો તમે તમારું ફોટોસેશન કરો.

સમર્થ : આન્ટી ચાલો તમારો પણ ફોટો લઈએ.

કાવેરીબેન : અરે ના રે તમે તમારા ફોટો લો. હું આશ્કા પાસે બેસું છું. અને એ આશ્કા પાસે જાય છે. કેમ બેટા આમ એકલી એકલી બેઠી છે ?

આશ્કા : અરે મેડમ આવો બેસો, એ બાજુમાં જગ્યા કાવેરીબેનને બેસવાનું કહે છે.બસ આમ જ આ કુદરતની સુંદરતાને નિહાળુ છું.

કાવેરીબેન : બેટા તું મને આમ મેડમ કહેવાનું બંધ કર. હું કોઈ મેડમ નથી બસ તમારા જેવી જ એક સામાન્ય માનવી છું. તુ મને આન્ટી કહી શકે છે.

આશ્કા : આ તો તમારું બડકપન છે. બાકી તમારી અને બીજા ટ્રસ્ટીઓની મદદ વગર અમારું આમ જીવવું મુશ્કેલ થઈ રેહતે. અમારા જેવાં નિરાધાર વ્યક્તિઓ માટે તો આપ જ એક આધાર છે. અને એની આંખમા આંસુ આવી જાય છે.

કાવેરીબેન એનો હાથ પકડે છે અને પંપાળે છે. અને કહે છે, ના બેટા એમાં અમે કોઈ મોટું કામ નથી કર્યું. ઉલટાનું હું તો ભગવાનનો આભાર માનું છું કે એમણે અમને એવો મોકો આપ્યો. બેટા, રાકેશભાઈએ મારા વિશે કહ્યું છે. હું જાણું છું ખાલી બોલવું સહેલુ છે. એ તો જેણે અનુભવ્યુ હોય એ જાણે પણ બેટા આગળનું જીવન કેવી રીતે જીવવું એ આપણી પર આધાર છે, દુનિયાને આપણાં સુખ દુઃખ સાથે કોઈ મતલબ નથી. એ તો આપણે દુઃખી થશે તો પણ વાત કરશે અને ખુશ હોઈએ તો પણ કેહશે. એટલે દુનિયાની પરવાહ કરવા કરતાં આપણાં માટે જીવવું જોઈએ. મારું તો એટલું જ કહેવુ છે કે, તું ખુશ રહે તારા ચેહરા પર આમ ઉદાસી સારી નથી લાગતી.

આશ્કા : હું જાણું છું મેડમ...

કાવેરીબેન : જો પાછી મેડમ બોલી,, મે કહ્યું ને મને આન્ટી કહે.

આશ્કા : બંને કાન પકડીને કહે છે, sorry હવેથી આન્ટી જ કહીશ.

કાવેરીબેન : હમ્મ્મ આ થઈને વાત. જો તને વાંધો ના હોય તો તારા વિશે મને જણાવશે.

આશ્કા : હા જરૂર. તમારી સાથે હું એકદમ સહજતા અનુભવું છું. હું નાની હતી ત્યારે દુનિયાની સૌથી ખુશનસીબ છોકરી હોઉં એવું મેહસુસ કરતી. મારા મમ્મી પપ્પા મને ખૂબ પ્રેમ કરતાં. અમારો ચાર જણનો પરિવાર હતો. હું, મમ્મી પપ્પા, અને દાદી. દાદી ખૂબ બિમાર થયા ત્યારે એમના આગ્રહથી મારા નાનપણમાં જ લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં. ત્યારે હું પાચ છ વર્ષની હતી. ત્યારે તો લગ્ન એટલે શુ એની તો બિલકુલ ખબર ના હોય. બસ નવા નવા કપડાં પહેરવાં મળે, સારું સારું ખાવા મળે એટલે બહું ગમતું. મારો પતિ પણ મારા કરતાં બે જ વર્ષ મોટાં હતાં. લગ્ન પતી ગયાં પછી બધાં વડલોએ નકકી કર્યું કે હું અઢાર વર્ષની થઈ જાઉં પછી મારું આણુ કરવું. અને આમ જ સમય વિતતો ગયો. વચ્ચે વચ્ચે અમારું એમના ઘરે અને એમનું અમારા ઘરે આવવા જવાનું થતું.

પતિ શું હોય એ તો ત્યારે શું ખબર.. પણ બધાં લોકો કેહતા કે એ મારા પતિ છે એટલું સમજાતુ કે થોડાં સમય પછી મારે એમની સાથે જ રહેવાનુ છે. અને એ ઉંમરમા તો સરળતાથી દોસ્તી પણ થઈ જાય.. અમે પણ ખૂબ દોસ્ત બની ગયા હતાં.બસ આમજ સમય ચાલ્યો જતો હતો. પછી તો ધીરે ધીરે અમારું મળવાનું પણ ઓછું થઈ ગયું અને પછી એકદમ બંધ. મને યાદ છે ત્યારે મારો સોળમો જન્મદિવસ હતો. અને મારા સસુરાલવાળા ઘણાં વર્ષો પછી મને મળવા આવવાના હતા. સહેલીઓ પણ મને એમનું નામ લઈને ચિડાવતા હતાં. ઘણાં વર્ષોથી એમને તો જોયાં જ નોહતા. એમની તસવીર આંખોમા સમાવું કે લગ્ન અને પતિ વિશે હું કંઈ જાણું કે સમજું તે પહેલાં તો ભગવાને મારા નસીબમાંથી એ બંનેનું સુખ જ છીનવી લીધું.

જે દિવસે એ લોકો મારા ઘરે આવવાના હતા એ દિવસે મારા પતિ વાડીએ ગયા હતાં અને ત્યા એમને સાપે ડંખ માર્યો. અને એમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. મારી મમ્મી તો આ સાંભળીને પાગલ જેવા જ થઈ ગયા હતાં. મારા સાસરાવાળાઓએ મને મનહુસ કહીને મને રાખવાનો ઈન્કાર કર્યો. મારા પિતા એ દુઃખ સહન ના કરી શક્યા અને એમને હાર્ટ એટેક આવ્યો. અને એ પણ અમને છોડીને ચાલ્યા ગયાં એમની પાછળ મમ્મી પણ ચાલ્યા ગયાં. અને સગા વહાલાઓએ મને પનોતીનુ લેબલ આપી દીધું.

મારા કાકા કાકી મને એમની સાથે લઈ ગયાં. પહેલાં તો તેઓ મને સારી રીતે રાખતાં. પણ પછી ધીરે ધીરે આખા ઘરનું કામ મારી પર છોડી દીધું. એમની છોકરીને સ્કુલમાં મોકલે પણ મને ના મોકલે. હું મારી ભણવાની ઈચ્છા કહું તો કહે તારે ભણીને શું કામ છે. પછી કાકાએ મારી પાસેથી સહી કરાવીને અમારી જમીન અને મકાન પોતાને નામ કરાવી દીધાં. એમની છોકરી છોકરાના લગ્ન પણ કરાવી દીધાં.

ઘરમાં વહુ આવી ગઈ હોવાથી હવે હુ એમની કોઈ કામની નહી રહી એટલે મને અહીં આશ્રમમાં મૂકી ગયાં. હવે તો મને પણ લાગે છે કે હું સાચે મનહૂસ છું. એટલે જ ભગવાને મને અનાથ કરી નાખી..

આશ્કાની વાત સાંભળી કાવેરીબેનની આંખોમાં આંસુ આવી ગયાં. એ આશ્કાના માથા પર હાથ ફેરવે છે અને કહે છે, ના બેટા, મનહૂસ કે પનોતી જેવું કંઈ હોતું નથી. આ તો કેટલાક નાની સોચ ધરાવતા માણસો દ્વારા રચવામાં આવેલાં શબ્દો છે. અને હવેથી પોતાને કોઈ દિવસ અનાથ નહી કેહતી. હું તારી મા સમાન જ છું. તું મને તારી મા માની શકે છે, અને કહી પણ શકે છે.

આ સાંભળીને આશ્કા જોરથી રડે છે અને કાવેરીબેનને વળગી જાય છે. વિરાજ અને બીજા દોસ્તોનું ધ્યાન એ તરફ જાય છે અને એ લોકો એમની પાસે જાય છે. અને પૂછે છે. અરે મમ્મી શું થયું આશ્કા કેમ રડે છે.

આ સાંભળી આશ્કા ફટાફટ એના આંસુ સાફ કરી દે છે.

કાવેરીબેન : અરે કંઈ નહી બસ એ તો એને એની મમ્મી પપ્પાની યાદ આવી ગઈ એટલે. ચાલ આશ્કા આપણે બંને પણ ફોટો પડાવીએ. અને એ આશ્કાનો હાથ પકડી એને ઊભી કરે છે. અને વિરાજને એમના ફોટા પાડવાનું કહે છે. વિરાજ અલગ અલગ રીતે એમના ફોટા લે છે. આ બધાંથી આશ્કા એકદમ ખુશ થઈ જાય છે. અને એ ખુશી એના ચેહરા પર ઝલકી રહી હોય છે. થોડીવાર પછી એ લોકો આગળ વધે છે.

** ** **

વધું આવતાં ભાગમાં...

મિત્રો સ્ટોરી પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો..

TINU RATHOD - તમન્ના

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED