દિલ કા રિશ્તા - 18 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા - 18


( મિત્રો આપણે આગળ જોયું કે આશ્કા અપના ઘર બે દિવસ માટે રહેવા જાય છે. પરંતુ વિરાજને એની યાદ આવે છે. અને એનાં વગર ગમતું ના હોવાથી એ આશ્કાને એક જ દિવસમાં લઈ આવે છે. કાવેરીબેન પણ આશ્કાના આવવાથી ખૂબ ખુશ થાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

આશ્કા એના રુમમાં જાય છે અને આખાં રૂમને મન ભરીને જુએ છે. એ ફ્રેશ થઈને કપડાં બદલીને હોલમાં આવે છે. વિરાજ પણ પછી ફ્રેશ થવાં માટે જાય છે. આશ્કા કાવેરીબેનને એમની તબિયત વિશે પૂછે છે. થોડીવાર પછી વિરાજ પણ ચેન્જ કરીને આવી જાય છે. આશ્કા એ બંનેને આશ્રમ અને એની સહેલીઓની વાત કહે છે. એટલી વારમાં દમયંતિબેન પણ રસોઈ તૈયારથઈ ગઈ છે એ કહેવા આવે છે. અને એ ત્રણેય જમવા બેસે છે.

કાવેરીબેન : વિરાજ સમર્થના મેરેજની તૈયારી કેવી ચાલે છે.

વિરાજ : તૈયારી તો સરસ જ ચાલે છે. અમે બધાંએ પોતપોતાના કામ પણ વહેંચી લીધાં છે એટલે તકલીફ ના રહે. અને આજે સાંજે અમે મળવાનાં પણ છે બધાં. તો ત્યાં પણ એની ચર્ચા કરીશું. આશ્કા તુ પણ તૈયાર રેહજે જાનવીભાભી, સાચીભાભી અને કાવ્યા પણ આવવાની છે. એ લોકોએ તને પણ લઈ આવવાનું કહ્યું છે.

આશ્કા હકારમાં ડોકું હલાવે છે.

જમીને બધાં થોડો સમય આરામ કરે છે. સાંજે ઘરનું કામ આટોપીને આશ્કા જવાં માટે રેડી થવા જાય છે. વિરાજ એની પાછળ પાછળ આવે છે અને એને કબાટમાંથી એક થેલી કાઢીને આપે છે. આશ્કા આશ્ચર્યથી એની તરફ જુએ છે અને આંખોથી જ પ્રશ્ન પૂછે છે.

વિરાજ : આ હું તારા માટે લાવ્યો છું.

આશ્કા અંદરથી સામાન કાઢે છે તો એમાંથી જીન્સની પેન્ટ અને ટૉપ નિકળે છે. એ ઘડીક કપડાં ને તો ઘડીક વિરાજને જુએ છે.

વિરાજ : કેમ શું થયું ? કપડાં પસંદ ના આવ્યાં ?

આશ્કા : ના એવું નથી. ખૂબ જ સરસ છે. પણ સાચું કહું તો મે ક્યારેય આ પ્રકારનાં કપડાં પહેર્યા નથી. તો મને થોડી હીચકીચાહટ થાય છે.

વિરાજ : અરે એમા શું. પહેલાં નથી પહેર્યા તો આજે પહેરી લે. તારી પર આ કપડાં પણ ખૂબ સારા લાગશે.

આશ્કા : વિરાજ એક વાત પૂછું ? તમને ખોટું તો નહી લાગે ને ?

વિરાજ : હા તારે જે પૂછવું હોય તે પૂછ મને ખોટું નહી લાગે.

આશ્કા : તમને મારા પહેરવેશ કે મારી રહેણીકરણીથી શરમ તો નથી આવતી ને ?

વિરાજ : મતલબ ?

આશ્કા : મતલબ કે તમારાં મિત્રો કે સગાઓ સામે મને રજુ કરવામાં તમને શરમ તો નથી આવતી ને ?

વિરાજ : આશ્કા હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હુ તારી સાથે મેરેજ કરવાં માટે એટલે જ તૈયાર થયો હતો કે મને તારી નિખાલસતા ગમી હતી. તુ જેવી છે એવી જ રહે છે કોઈ પણ જાતનાં દેખાડા વગર. મે કોઈ પણ દિવસ પહેરવેશને મહત્વ આપ્યું જ નથી. વ્યક્તિ ગમે તેટલાં મોર્ડન કપડાં પહેરી લે પણ જો એની સોચ સારી ના હોય તો એનો કોઈ અર્થ નથી. તેવી જ રીતે કોઈ ભલે ગમે તે કપડાં પહેરે પણ એ કેવું વિચારે છે બીજા સાથે કેવું વર્તન કરે છે એ જ મહત્વનું છે. હું તારા માટે આ કપડાં એટલાં માટે લાવ્યો હતો કે આજકાલની છોકરીઓ બધી આવા જ કપડાં પહેરે છે. અને મને લાગ્યું મારે તને પણ એવી જ સ્વતંત્રતા આપવી જોઈએ. હું એવું નથી કેહતો કે ફેશનનું આંધળું અનુકરણ કરવું જોઈએ. પણ જમાના સાથે ચાલવામાં કે એની અમુક રીતભાત કે પહેરવેશ અપનાવવું ખોટું નથી. હું નથી ઈચ્છતો કે મારી વાઈફ કોઈ એક ધરેડમા બંધાઈને રહે એટલે જ મે તારા માટે આ કપડાં લાવ્યો હતો. પણ તને જો ના પસંદ હોય તો વાંધો નહીં. હું તને ફોર્સ નહી કરું. તુ તારી રીતે કંઈ પણ પહેરવામાં સ્વતંત્ર છે.

આશ્કા એક જ નજરે વિરાજને જોયા કરે છે. વિરાજ ચપટી વગાડીને એને તંદ્રામાંથી બહાર લાવે છે. આશ્કા ફટાફટ કપડાં લઈ એની છાતીએ વળગાડે છે અને કહે છે, અરે મને તો આ ખૂબ જ પસંદ આવ્યાં. તમે બસ થોડી રાહ જુઓ હું હમણા ચેન્જ કરીને આવી. અને એ બાથરૂમમાં જાય છે.

વિરાજ પણ એ સમયમાં એના કપડાં ચેન્જ કરીને તૈયાર થાય છે. થોડીવારમા આશ્કા બાથરૂમમાંથી બહાર આવે છે. વિરાજની નજર એની પર જાય છે. સ્કાયબ્લુ કલરની જીન્સ અને યલો કલરના ફ્લાવર પ્રીન્ટના ટૉપમા એ ખૂબ જ સુંદર લાગી રહી હોય છે. વિરાજ એને એક નજરે જોયાં કરે છે. આશ્કા થોડાં સંકોચ સાથે એની તરફ આવે છે અને ઊભી રહે છે.

વિરાજ : અરે વાહ તું ખૂબ જ સુંદર લાગી રહી છે.

આશ્કાના ગાલ શરમથી લાલ થઈ રહે છે. એ મીરર પાસે ઊભી રહે છે કાનમાં મોટાં ઈયરરીંગ પેહરે છે. આંખોમા કાજલ લગાવે છે અને એના વાળને પોનીમા બાંધે છે. આશ્કાના તૈયાર થતાં બંને બહાર જાય છે.

આશ્કાના આ નવા રૂપને જોઈ કાવેરીબેન પણ ખુશ થાય છે. બંને કાવેરીબેનની રજા લઈ નિકળે છે.

વિરાજ અને આશ્કા રેસ્ટોરન્ટ પહોંચે ત્યાં સુધીમા તો બધાં આવી જ ગયાં હોય છે. આશ્કાને જોઈને બધાંને આશ્ચર્ય થાય છે.

જાનવી : અરે આ કોને લઈને આવ્યાં વિરાજભાઈ ?

કાવ્યા : હા અને આશ્કાને ક્યાં મૂકી આવ્યાં ?

આશ્કા એ લોકોની મજાક સમજી જાય છે અને એ પણ હસવા લાગે છે.

સાચી : સાચે આશ્કા તું આજે ઓળખાતી જ નથી. તુ ખૂબ જ સુંદર લાગી રહી છે.

આશ્કા : thank you Sachi bhabhi..

વિરાજ : અરે કોઈ મને પણ ધન્યવાદ કહો.

સમર્થ : ઓહોઓઓ. તો આશ્કાની સુંદરતાનુ ક્રેડીટ પોતે લેવાં માંગે છે !!

વિરાજ : હાસ્તો..

રાહુલ : હવે તમારી ગપ્પાંબાજી ખતમ થઈ હોય તો આપણે ખાવાનું ઓર્ડર કરીએ ?

સમર્થ : હા તો અમે ક્યાં ના કહી છે. અને એ જમવાનું ઓર્ડર કરે છે.

વિરાજ : સમર્થ તારા મેરેજની બધી તૈયારી તો allmost પૂરી જ થઈ ગઈ છે. છતાં પણ કંઈ બાકી રહી ગયું હોય તો કહી દેજે. પછી કેહતો નહી કે આ બાકી રહી ગયું.

સમર્થ : ના ના કંઈ બાકી નથી. બધું જ બરાબર થઈ રહ્યું છે.

રાહુલ : પણ મેરેજ પછીની તૈયારીનું શું ?

રાહુલના આ સવાલથી બધાં એની તરફ જોવા લાગે છે આશ્કા અને કાવ્યા તો શરમાયને બીજી તરફ જ જોવાં લાગે છે. અને જાનવી તો એને આંખો કાઢીને ધમકાવે પણ છે.

રાહુલ : અરે તમે બધાં મને આમ ના જુઓ. હું હનીમુનની વાત કરું છું. મેરેજ પછી ક્યાંક તો ફરવા જઈશ ને.

વિક્રમ : હા સમર્થ રાહુલની વાત સાચી છે. એના માટે શું પ્રોગામ છે.


સમર્થ : હા એના વિશે વિચાર્યું તો છે. પણ એના માટે મારે વિરાજને પૂછવું પડશે.

વિક્રમ : લે આમાં વિરાજને શું પૂછવાનું. શું તને કંઈ નથી ખબર. અને એ સમર્થ તરફ આંખ મીચકારે છે.

સમર્થ : ઓ બબુચક તારા ચીપ જોક્સ તારી પાસે જ રાખ.

સાચી : શું વિક્રમ તમે પણ જ્યાં હોય ત્યાં મજાક જ કરતાં રહો છો.કોની સામે શું કહેવાનું હોય એનો તો ખ્યાલ રાખો.

વિક્રમ : હા હો મારાથી ભૂલ થઈ ગઈ. Sorry સમર્થ હું તને એકલાંમા સમજાવી દઈશ. એની આ વાત સાંભળી બધાં જ હસવા લાગે છે.

વિરાજ : સમર્થ તુ આ પાગલની વાત પર વધું ધ્યાન ના આપ. તુ મને શું કહેવા માંગે છે.

સમર્થ : હું એ જ તો કહેવાની કોશીશ કરું છું પણ આ મહાશયને એની મજાક મશ્કરીમાંથી ફૂરસદ મળે તો ને.

રાહુલ : હવે કોઈ કંઈ નહી કેહશે. તુ બોલ તારે શું કહેવું છે.

સમર્થ : હું વિચારતો હતો કે મેરેજ પછી આશ્કા અને કાવ્યા બંનેની એક્ઝામ શરૂ થશે. તો કેમ ના આપણે ચારેય એમની એક્ઝામ પૂરી થાય પછી સાથે જ હનીમૂન પર જઈએ.

વિક્રમ : અરે યે હુઈ ના બાત જીઓ મેરે શેર. ક્યાં આઈડીયા દીયા હે.

રાહુલ : હા વિચાર તો સરસ જ છે. તુ શું કહે છે વિરાજ ?

વિરાજ : મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આશ્કાને પૂછવું પડે.

આશ્કા : હા મને પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે બધાં જ સાથે જઈએ તો.

રાહુલ : ના હો અમે કબાબમા હડ્ડી નથી બનવા માંગતા. તમે ચાર પ્રેમીપંખીડાં જઈ આવો.

જાનવી : હા અત્યારે તમારો સમય છે અમે તો આ સમયમાંથી પસાર થઈ ગયા છે. તો તમે લોકો જઈ આવો.

સાચી : હા અને બીજીવાર આપણે બધાં સાથે ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવીશુ.

વિરાજ : ok done... આપણે આ લોકોની એક્ઝામ પૂરી થાય પછી જઈશું. પણ ક્યાં જઈશું એ તો નક્કી કરો.

સમર્થ : એ પછી વિચારીશું. અત્યારે જમવાનું પૂરું કરો. અને હવે સીધા મારા મેરેજના દિવસે જ મળવાનું થશે તો તમને અત્યારથી કહી દઉ છું. બધાં ટાઈમ પર આવી જજો. મહેમાનની જેમ નહી. પણ પરિવારની જેમ.

વિક્રમ : હા હો અમે બધાં ટાઈમ કરતાં વહેલાં આવી જઈશું.

આશ્કા ને કાવ્યા તો એ વિચારીને જ ખુશ થઈ જાય છે કે એ બંને સાથે ફરવા જશે. અને બંનેને એકબીજાની કંપની મળી રેહશે.

બધાં જમવાનું પૂરું કરે છે. અને સમર્થના મેરેજમા મળવાનુ કહી વિદાય થાય છે.

** ** **

વધુ આગળના ભાગમાં..

Tinu Rathod - Tamanna