Dil ka rishta - 2 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 2

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે, વિરાજ એક ડૉક્ટર છે. જે એની મમ્મી સાથે રહે છે. એની પ્રેમિકા રાહીનુ ડેથ થઈ ગયું હોય છે અને એ એની યાદ માં જ જીવન વિતાવવાનુ નક્કી કરે છે. છેલ્લા થોડાં દિવસથી એ જ્યારે બગીચામાં એની મમ્મી સાથે ચા પીવા બેસે છે ત્યારે એ રોજ ગેટ પાસેથી એક યુવતીને પસાર થતાં જુએ છે. દેખાવે ખૂબ સુંદર એવી એ યુવતીના ચેહરા પર હંમેશા એક ઉદાસી છવાયેલ હોય છે. જેના કારણે વિરાજના મનમાં ઘણાં સવાલો ઊભા થાય છે. એ એક NGOમાં જ્યાં એની મમ્મી ટ્રસ્ટી હોય છે. ત્યાં પોતાની મેડીકલ સેવા આપતો હોય છે. બે દિવસ પછી એ NGO માં એનો મેડીકલ કેમ્પ હોય છે. જેની તૈયારી એ કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે..)

રોજની જેમ વિરાજ આજે પણ એની મમ્મી સાથે બગીચામાં બેસેલો હોય છે. ચા પીતાં પીતાં એનું ધ્યાન વારંવાર ગેટની બહાર જાય છે. થોડીવાર તો એ એની મમ્મી સાથે આમતેમની વાતો કરે છે. પણ એનું ધ્યાન બહાર જ જાય છે. જે એની મમ્મી પણ સમજી જાય છે અને એને પૂછે છે,

કાવેરીબેન : વિરાજ શું વિચારે છે ? આજે તારું ધ્યાન ક્યાં છે !! હુ જોઉં છુ તુ વારે વારે બહારની તરફ જોયા કરે છે.

વિરાજ : એમ તો ખાસ કંઈ નથી પણ એક સવાલ મારા મનમાં ક્યારનો આવ્યાં કરે છે. અને પછી એ યુવતી વિશે એની મમ્મીને કહે છે.

કાવેરીબેન : અરે તો આ વાત છે !! વિરાજ તુ આમ બીજા લોકો વિશે વિચારવાનું ક્યારે છોડશે. આપણને શું ખબર એ યુવતીના જીવનમાં શું ઘટનાં બની હશે. અને એ એનું જીવન છે. કોઈના જીવન વિશે આપણે કંઈ પણ ધારણાં નહીં બાંધવી જોઈએ. તુ છોડ એ બધાં વિચાર અને હોસ્પિટલ માટે તૈયાર થઈ જા.

વિરાજ : હા મોમ તમે સાચુ જ કહો છો. બીજાના જીવન વિશે આપણે કંઈ પણ વિચારવું ના જોઈએ. જોઈએ. અને એ પણ એ યુવતી વિશે વિચારવાનું બંધ કરીને હોસ્પિટલ જવાં તૈયાર થાય છે.

* * * * *

આજે હોસ્પિટલનું કામ ફટાફટ પૂરું કરી એ એના બીજા દોસ્તોને કેફેમા મળવાનું કહે છે.

સાંજે એ બધાં ફ્રેન્ડ સાથે કેફેમાં મળે છે. અને કૉફી પીતા પીતા મેડીકલ કેમ્પની તૈયારીનું ડીસ્કસન કરે છે.

ફ્રેન્ડ thanks a lot કે તમે મારી સાથે આ કાર્યમાં જોડાયાં છો. તમારી હેલ્પના કારણે જ હું આ કેમ્પ ઓર્ગેનાઈઝ કરી શકું છું..

રાહુલ : અરે યાર આમ ગેર જેવી વાત ના કર. આપણે સાથે ભણ્યા છીએ, એક સાથે કેટલી મસ્તી કરી છે, તો આ સેવાનાં કામમાં કેમ સાથે ના રહીએ..

વિક્રમ : અરે આ બધી સેન્ટી વાતો છોડો અને એ કહો કે કોણે શું કરવાનું છે.

વિરાજ : અરે યાર આ સમર્થ ક્યાં રહી ગયો. હજી આવ્યો નથી ?

રાહુલ : અરે હું તમને કહેવાનું જ ભૂલી ગયો. એને થોડું કામ આવી ગયું છે એટલે એ આવી નહી શકે. પણ એણે કહ્યું છે કે જે પણ નક્કી કરો તે એને જણાવી દઈએ. અને એનું કામ પણ.

વિરાજ : વિક્રમ કરવાનું શું છે બસ દર વખતની જેમ પોતપોતાની ડ્યુટી સંભાળવાની. અને પોતાનાથી બનતી મેડીસીનનો બંદોબસ્ત કરવાનો.

વિક્રમ : હમ્મ્મ.. મે તો એનો બંદોબસ્ત કરી પણ લીધો છે.

વિરાજ : યારો આ વખતે મને કંઈક બીજો વિચાર પણ આવે છે.

રાહુલ : કેવો વિચાર..!!

વિરાજ : યાર આ વખતે મેડીકલ કેમ્પની સાથે વન ડે પિકનીક ગોઠવીએ તો કેવું રહે..

વિક્રમ : હા યાર good idea..

રાહુલ : હા idea તો સારો છે પણ ગોઠવશુ ક્યારે ?

વિરાજ : આ વિકેન્ડ પર કેવું રેહશે.. ? જુઓ કાલે બુધવાર છે. કાલે કેમ્પમાં એનાઉન્સમેન્ટ કરી દઈશુ અને નામ નોંધાવી દઈશુ. પછી શનિવારે સવારે નિકળશુ અને રવિવારે રાતે પરત..

રાહુલ : યાર મારે જોવું પડશે કે કોઈ સર્જરી તો નથી ને.

વિક્રમ : હા તો જોઈ લે ને. મારે તો ત્યારે કોઈ સર્જરી નથી તો મને કોઈ વાંધો નથી.

રાહુલ એના મોબાઈલમાં જોઈને કહે છે કે આ વિકેન્ડ પર કોઈ સર્જરી નથી તો મને પણ વાંધો નથી.

વિરાજ : great પણ જઈશું ક્યાં.. ?

વિક્રમ : પણ એ તો કહે કેટલાં વ્યક્તિને લઈ જવાના છે. ?

વિરાજ : NGOમાં ઓલ્ડેજ હોમ, વિધવા આશ્રમ, અને ચાઈલ્ડ હોમ પણ છે. બધાં મળીને લગભગ 200 જેટલાં હશે.. અને 50 જેટલો સ્ટાફ.

વિક્રમ : અરે 250 ના 300 હોય તો પણ વાંધો નહી.. હવે એ કહો જવું છે ક્યાં.. ?

વિરાજ : એ હજી કંઈ વિચાર્યું નથી તમે કોઈ સ્થળ suggest કરો.

રાહુલ : મારા ખ્યાલથી આબુ અંબાજી કેવું રેહશે ?

વિરાજ : very good.. nice place..

વિક્રમ : હા તો આ વિકેન્ડ ફાઈનલ..

વિરાજ : યાર સમર્થને પણ જણાવી દેજો.

વિક્રમ : હા હું એને કહી દઈશ..

અને બધાં થોડી ઘણી વાત કરીને છૂટાં પડે છે.

* * *

બીજે દિવસે વિરાજ બધી તૈયારી કરી "અપના ઘર" NGO પર એની મમ્મી સાથે જાય છે. ત્યાં લગભગ બધી તૈયારી થઈ ગઈ હોય છે. એ સંસ્થામાં એક એમના મમ્મી પણ ટ્રસ્ટી હોય છે અને બીજા પણ ટ્રસ્ટીઓ આવી ગયા હોય છે અને સંસ્થાના મેનેજર પણ એમને જોઈતું બધું ઉપલબ્ધ કરાવે છે. વિરાજના બીજા ફ્રેન્ડ પણ આવી ગયા હોય છે. વિરાજ મેડીકલ કેમ્પ પછી અપના ઘર ઑઆ બધાં જ સદસ્યોને એક જગ્યાએ ભેગાં કરવાનું મેનેજરને કહે છે.

વિરાજ અને એનાં ફ્રેન્ડ પૂરી ખંતથી પોતાનું કાર્ય પૂરુ પાડે છે. મેડીકલ કેમ્પ સફળતા પૂર્વક પૂરો થાય છે. મેનેજર બધાને પ્રાર્થનાગૃહમાં ભેગાં કરે છે. વિરાજ અને એનાં ફ્રેન્ડ આબુ અંબાજીના પ્રવાસ વિશે એમને જાણકારી આપે છે. બધા બાળકો તો ખૂશ થઈને તાળી પાડે છે. વિરાજ બધાં જ સદસ્યોને આવવાનો આગ્રહ કરે છે અને મેનેજરને નામ નોધાવાનુ કહે છે.

બધી કામગીરી પૂરી કરી વિરાજ અને એના ફ્રેન્ડ સંસ્થાની ઓફિસમાં ટ્રસ્ટીઓ અને મેનેજર સાથે બેસીને પ્રવાસની વાતો કરતાં હોય છે ત્યાં જ 12 - 15 વર્ષની ત્રણ ચાર છોકરીઓ અંદર આવવાની મંજુરી માંગે છે. ટ્રસ્ટીઓની પરવાનગીથી મેનેજર એમને અંદર આવવાનું કહે છે. એ લોકો અંદર આવે છે અને બધાંને નમસ્તે કરે છે. અને એમાંથી સૌથી મોટી છોકરી મેનેજરને કહે છે,

કાકા અમે લોકો પ્રવાસમા નથી આવવાના..

મેનેજર : કેમ ?

કાકા આશ્કા દીદી આવવાનું ના કહે છે, અને એમનાં વગર અમારે પણ નથી આવવું. એટલે અમારી છકરીઓના નામ ના લખતાં.

મેનેજર : અરે એવું થોડું બને. તમને છોકરીઓને મૂકીને તો ના જવાય.. જાઓ તો આશ્કાને બોલાવી લાવો. હું એને સમજાવીશ.

કાવેરીબેન : રાકેશભાઈ (મેનેજર) આ આશ્કા કોણ છે ?

મેનેજર : મેડમ આશ્કા થોડાં મહિનાથી જ આશ્રમમાં આવી છે. પણ એને જોઈને એવું બિલકુલ એવું ના લાગે કે એ અહીં નવી છે. દરેકને માનથી બોલાવે. નાના બાળકો સાથે તો એટલાં પ્રેમથી વર્તે કે દરેક બાળકો એને ચાહવા લાગ્યા છે. અને બધાં જ એનું કહેલું માને. એ જ બાળકોમાં ડીસીપ્લીન લાવી છે. પણ એ ખૂબ ઓછું બોલે છે. કોઈ સવાલ પૂછે તો જવાબ આપે નહીં તો કોઈ વધારે વાત નહી. હા પણ બાળકો સાથે થોડું હસી બોલી લે છે.

કાવેરીબેન : હા આ વખતે આશ્રમમાં ઘણો સારો બદલાવ જોવા મળ્યો છે. અને બાળકોમાં પણ ઘણો શિષ્ટાચાર જોવાં મળ્યો છે.

એટલામા એક બાળકીનો હાથ પકડીને બાવીસ તેવીસ વર્ષની એક યુવતી ઑફિસમાં આવવાની પરવાનગી માંગે છે. એની સાથે આગળ આવેલી છોકરીઓ પણ હોય છે. મેનેજર એને અંદર આવવાનું કહે છે અને પૂછે છે,

એ યુવતીને જોતાં જ વિરાજની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. કારણકે એ યુવતી બીજી કોઈ નહી પણ એજ હોય છે જેને વિરાજ છેલ્લા થોડાં દિવસથી એના ઘર બહાર જોતો હતો. એ એકીટશે એની તરફ જોતો હોય છે ત્યાં જ મેનેજરના અવાજથી એની તંદ્રા તૂટે છે.

મેનેજર : કેમ બેટા, તુ કેમ પ્રવાસમાં આવવાની ના કહે છે ?

આશ્કા : કાકા મારું મન બિલકુલ નથી ક્યાંય પણ જવાનું. તમે આ છોકરીઓને સમજાવો ને જીદ ના કરે અને પ્રવાસમાં જવા માટે તૈયાર થાય.

ના કાકા આશ્કા દીદી ના આવે તો અમે પણ નહીં આવીશું. તમે દીદીને સમજાવો કે એ પણ આવવાં માટે હા કહે.

કાવેરીબેન : હા બેટા તમે પણ પ્રવાસમાં આવશો અને તમારી દીદી પણ. તમે તમારા રૂમમાં જાવ અમે દીદીને થોડીવારમાં મોકલીએ છીએ. બધી છોકરીઓ બધાંને નમસ્તે કહીને બહાર જાય છે.

કાવેરીબેન આશ્કા પાસે જાય છે અને કહે છે, બેટા તુ કેમ આવવાની ના પાડે છે. તને શું પ્રોબ્લેમ છે.

આશ્કા : કોઈ પ્રોબ્લેમ નથી મેડમ. બસ મને આ બધું નથી ગમતું.

કાવેરીબેન : હુ જાણું છુ કે દરેકને પોતાની પસંદ હોય છે. કદાચ તને એકલું રહેવું ગમતું હશે. પણ આ બાળકોનું વિચાર છે તને કેટલો પ્રેમ કરે છે. તુ ના કહે છે તો એ લોકો પણ એમની ખુશી ભૂલીને તારા કારણે આવવાનું ના કહે છે.

આશ્કા : મેડમ હું ક્યારની એ લોકોને સમજાવું છુ કે એ લોકો પ્રવાસ માટે તૈયાર થાય.

કાવેરીબેન : બેટા ક્યારેક આપણે આપણી ખુશીનુ નહી પણ બીજાની ખુશી વિશે વિચારવું જોઈએ. જો તુ હા કહે તો બાળકો કેટલાં ખુશ થઈ જાય છે. દુનિયામા સૌથી મોટુ કામ કોઈના ચેહરા પર ખુશી લાવવાનું છે. જે તું કરી શકે છે. હુંતને વિશ્વાસ અપાવું છું કે તારો નિર્ણય તારા માટે સારો જ રેહશે. બેટા હુ તારી મા જેવી છું મારું કહેલું માનીને આવવા માટે હા કહી દે.

કાવેરીબેનની વાતો સાંભળીને અને મા શબ્દ સાંભળીને આશ્કાની આંખોમાં આંસુ આવી જાય છે. અને એ પ્રવાસમાં આવવાં માટે હા કહે છે.

કાવેરીબેન : રાકેશભાઈ આ છોકરીના ચેહરા પર કેમ આટલી ઉદાસી છે. મારે એના વિશે જાણવું છે.

મેનેજર : મેડમ એ બિચારી છોકરીના જીવનમાં ખબર નહી કેમ ભગવાને આટલું દુઃખ લખ્યું હશે. એ છોકરી એક બાળવિધવા છે. નાનપણમાં જ એના મેરેજ કરી દેવામાં આવ્યાં હતાં. પણ સર્પદંશના કારણે એના પતિનું નાનપણમાં જ મૃત્યુ થઈ ગયું હતું. પણ હજી પણ ભગવાને જાણે એના નસીબમાં વધારે પરીક્ષા લખી હોય તેમ એના માતા - પિતાનું પણ તૂક સમયમાં મોત થઈ ગયું. જીવનમાં કોઈ સહારો ના રહ્યો. એના કાકા કાકી એને પોતાને ઘરે લઈ ગયાં. થોડાં દિવસ સારી રીતે રાખ્યાં પછી એ લોકોએ પોતાનો અસલી ચેહરો દેખાડ્યો. આંખો દિવસ ઘરનું કામ કરાવતાં. ભણવાનું પણ છોડાવી દીધું. એના પિતાની જમીન અને ખેતર વેચી દીધા પછી એ એમના કોઈ ના રહી એટલે એને અહીં આશ્રમમાં છોડી ગયા. ત્યારથી એ અહીં જ રહે છે.

કાવેરીબેન : ભગવાન પણ લોકોની કેવી પરિક્ષા લે છે. રાકેશભાઈ એ છોકરીને જે મરજી હોય એ કરાવજો. અને એને આગળ ભણવા માંગતી હોય તો ભણાવજો. એનો બધો ખર્ચો મારા તરફથી.

મેનેજર : હા મેડમ એનું ભણવાનું તો અમે ચાલું કરાવી જ દીધું છે. બારમામાં સારા ટકા આવ્યા હોવાથી. કૉલેજમાં ડાયરેક્ટર એડમીશન પણ સરળતાથી મળી ગયું છે.

વિરાજ : મમ્મી ચાલો હવે આપણે રજા લઈએ. પૂરની બીજી તૈયારી પણ કરવાની છે.

અને બધાં મેનેજરને જરૂરી સલાહ આપી પોત પોતાના ઘરે જવાં નીકળે છે.

ગાડીમાં બેસતાં જ વિરાજ એની મમ્મીને કહે છે કે આશ્કા એ જ છોકરી છે જેના વિશે એ કેહતો હતો. કાવેરીબેનને પણ સુખદ આશ્ચર્ય થાય છે.

બીજે દિવસે વિરાજ અને એનાં ફ્રેન્ડ બસ અને ગેસ્ટહાઉસનું બુકીંગ કરી દે છે. બસ હવે એક જ દિવસ આડો છે પ્રવાસ ઉપડવા માટે. આ પ્રવાસ વિરાજ અને આશ્કાકાના જીવનમાં શું મોડ લાવે છે એ આગળ જોઈશું.

** ** **

વધું આવતાં ભાગમાં..

TINU RATHOD -તમન્ના

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED