dil ka rishta - 8 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 8


( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કાના મેરેજથી સૌ કોઈ ખુશ થાય છે. વિરાજના મિત્રો એને ચિડવે છે. પણ એ જીંદગીમાં આગળ વધે છે એ જોઈને એ લોકો ખુબ ખુશ થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )

રાતે બધી છોકરીઓ આશ્કાની આજુબાજુ ફરતે વિટળાઈ વળે છે. અને એની પર સવાલોનો મારો ચલાવે છે. એક છોકરી પૂછે છે. હે દીદી વિરાજ સરે તમને સીધું જ મેરેજ માટે પૂછી લીધું.. ?

આશ્કા : ના એવું કંઈ નથી. નથી એમણે મને પસંદ કરી કે નથી મે એમને પસંદ કર્યા છે. કાવેરીમાસીએ મને એમને માટે પસંદ કર્યા છે. અને અમે બંનેએ એમની ખુશી માટે હા કહી છે.

બીજી છોકરી પૂછે છે, હે દીદી સરે તમારી સાથે શું વાત કરી..?

આશ્કા : અરે અમે બસ થોડી ચોખવટ કરી એકબીજા સાથે વધું કંઈ વાત નથી થઈ.

ત્યાં જ એક બહેન આવે છે અને એમને સૂઈ જવાનું કહે છે. બધાં એકબીજાને ગુડનાઈટ કહી સૂઈ જાય છે.

આજે સવારે આશ્કા ઉઠે છે અને નાહી ધોઈ પરવાળીને રસોડામાં બહેનોને મદદ કરવાં જાય છે.
આજે એના ચેહરા પર એક સંતોષ અને શાંતિ હોય છે. જે ત્યાંની બહેનોની નજરમાં પણ આવે છે. એક બહેન એને ચિડાવતા કહે છે, અરે વાહ આશ્કા તારા ચહેરા પર તો આજે અજબની લાલી છવાયેલી છે ને..!!

ત્યાં બીજી બહેન કહે છે, કેમ ના હોય, આટલો સરસ પતિ અને સાસુ જો મળ્યા છે. હવે તો એ સાસરે જઈને રાજ કરશે.

આશ્કા : હા અને ના પણ. હું ખુશ છું કે મને કાવેરીમાસી જેવાં માયાળુ સાસુ મળશે અને વિરાજ સર જેવા સમજું પતિ મળશે. પણ તમારાં લોકોનો સાથ છૂટી જશે એ વાતથી દુઃખી પણ છું.

આશ્કા તું ચાલી જશે પછી તારી ખૂબ યાદ આવશે. થોડાં સમયમાં તે એવી માયા લગાવી દીધી છે કે તારા વગર તો અમે બધાં પાંગળા થઈ જશું. તુ અમને ભૂલી ના જતી કોઈક વાર મળવા આવજે. એક બહેન આંખમા આવેલ પાણી સાફ કરતાં કરતાં કહે છે,

આશ્કા એમની નજીક જાય છે અને એમનાં આંસુ સાફ કરતાં કરતાં કહે છે, અરે માસી તમારી વગર તો હું પાંગળી થઈ જઈશ. તમે સૌ મારો પરિવાર છે તમને તો કાંઈ ભૂલી જવાય. જે હેત અને પ્રેમ મને તમારા લોકો તરફથી મળ્યો છે એ તો મારાં સગાં પરિવાર પાસેથી પણ નથી મળ્યો. તમે જ મારા સગા અને તમે જ મારાં વ્હાલા છો.

અરે આ શું આટલાં ખુશીના અવસર પર આમ આંસુ વહાવો છો. હવેથી આશ્કાના લગ્ન સુધી કોઈની આંખોમાં આંસુ ના દેખાવો જોઈએ. બસ હવે એની વિદાય વેળાએ જ બધાંની આંખોમા આંસુ આવવા જોઈએ. અત્યારે દરેકના ચેહરા પર આનંદ અને ખુશી દેખાવી જોઈએ. આપણાં આશ્રમમાં આ પહેલો પ્રસંગ હશે. આશ્રમમાંથી પહેલીવાર કોઈ છોકરી પોતાનો ઘરસંસાર વસાવશે. તો બધાંએ એ અવસરને મનભરીને માણવાનો છે અને આશ્કા માટે યાદગાર બનાવવાનો છે. એક વૃદ્ધ દાદી બધાને સમજાવતાં કહે છે.

આશ્રમનાં લોકોનો પોતાની તરફનો પ્રેમ જોઈને આશ્કા ખુબ ખુશ થાય છે અને એની એ ખુશી આંસુ દ્વારા પ્રગટ થાય છે.

** ** **

કાવેરીબેન : વિરાજ આજે બપોર પછી કોઈ એપોઈમેન્ટ ના લેતો.

વિરાજ : કેમ મમ્મી..? તબીયત તો સારી છે ને ? કંઈ પ્રોબ્લેમ તો નથી થતી ને. એવું કંઈ હોય તો તમે અત્યારે જ મારી સાથે હોસ્પિટલ ચાલો આપણે ત્યાં જ ચેક કરી લઈએ.

કાવેરીબેન : અરે બેટા એવું કંઈ નથી. આ તો મેનેજર સાથે તારા અને આશ્કાના મેરેજ વિશે વાત કરવી છે એટલે મે વિચાર્યુ આજે બપોરે બધાં ટ્રસ્ટી પણ આવવાના છે તો સાથે મળીને મેરેજની ડેટ ફિક્સ કરી લઈએ.

વિરાજ : અરે શું મમ્મી તમે પણ મેરેજ પાછળ જ લાગી રહેલાં છો. પહેલાં તમારી હેલ્થ સ્ટેબલ થવા દો પછી મેરેજનું વિચારીશું.

કાવેરીબેન : અરે દિકરા મારી તબિયત સારી જ છે. અને હવે મને કંઈ થવાનું પણ નથી. તુ મને આશ્કા જેવી વહુ જો ભેટ આપવાનો છે. હવે તો હું વધારે જીવીશ.

કાવેરીબેનના ચહેરા પરની ખુશી જોઈને વિરાજ વધુ કંઈ બોલતો નથી અને વિચારે છે કે, હમણાં નહીં ને પછી આશ્કા સાથે મેરેજ તો કરવાનાં જ છે. તો જો મારા હમણાં મેરેજ કરી લેવાથી એમને ખુશી મળતી હોય તો હું શા માટે ના કહું. અને એ બપોરે અપનાઘર જવા માટે રાજી થાય છે.

સાંજે એ લોકો આપનાઘર પહુચે છે. બાળકો તો બધાં શાળાએ ગયેલાં હોવાથી અત્યારે ત્યાં શાંતિ હોય છે. એ લોકો ટ્રસ્ટીની ઓફિસમાં બેસે છે. ત્યાં બધાં પેહલેથી હાજર હોય છે.

કાવેરીબેન : રાકેશભાઈ હું ઈચ્છું છું કે વિરાજ અને આશ્કાના લગ્ન જલ્દી થઈ જાય.

રાકેશભાઈ : જી મેડમ તમારી વાત સાચી છે. પણ ચાર મહિના પછી આશ્કાની એક્ઝામ શરું થશે. તો મારો વિચાર હતો કે એની એક્ઝામ પૂરી થાય પછી મેરેજનું ગોઠવીએ તો સારું રહે.

કાવેરીબેન : અરે ચાર મહિના તો ઘણું મોડું થઈ જશે. અને તમે એની એક્ઝામની ફિકર ના કરો. ત્યાં પણ એને વાંચવા માટે પૂરતો સમય મળી રેહશે. અને ત્યાં વિરાજ રેહશે તો એને અભ્યાસમા કંઈ સમજના પડે તો પણ એ એને સમજાવશે.અને એમ પણ આપણે ક્યાં ધામધૂમથી લગ્ન કરવાનાં છે. વિરાજને પણ આવો દેખાડો પસંદ નથી તો આપણે એકદમ સાદગીથી જ મેરેજ કરીશું.

દિપકભાઈ ( ટ્રસ્ટી ) હા કાવેરીબેન તમારી વાત બરાબર છે. મને પણ એ જ યોગ્ય લાગે છે.

વિરાજ : માફ કરશો આમ તમારાં વડીલોની વાતમાં વચ્ચે બોલું છું. પણ મારા ખ્યાલથી આપણે એકવાર આશ્કાને પણ પૂછવું જોઈએ કે એ અત્યારે મેરેજ માટે રેડી છે કે નહી.

રાકેશભાઈ : તારી વાત બરાબર છે વિરાજ. આપણે એકવાર આશ્કાને પણ પૂછવું જોઈએ. અને મેનેજર કોઈને આશ્કાને બોલાવવા મોકલે છે.

આશ્કાને ખબર નોહતી કે કાવેરીબેન કે વિરાજ ઓફિસમાં આવેલાં છે. એને એમ વિચાર્યું હતું કે કાકા કોઈ કામ માટે એને બોલાવે છે. એટલે એ જેવી હાલતમાં હોય છે એવી જ હાલતમાં ત્યાં પહોંચી જાય છે. એના રૂમમાં પ્રવેશતાં જ વિરાજની નજર એની પર જાય છે. એકદમ સાદા કુર્તા લેગીંસ અને એની ઉપર કમરે દુપટ્ટો બાંધેલો હોય છે. વાળ ધોયેલા પણ ગૂંચ કાઢવા વગરનાં એમ જ અંબોડામા બાંધેલા હોય છે. જેમાંથી એક બે લટ એના ગાલો પર આવેલી હોય છે. આટલી સાદગીમા પણ એ ખરેખર ખૂબ સુંદર લાગી રહી હોય છે.

કાવેરીબેન અને વિરાજને ત્યાં જોઈને એ ઓજપાઈ જાય છે. અને દુપટ્ટો છોડીને વ્યવસ્થિત કરે છે. અને પછી કાવેરીબેનને પગે લાગે છે. કાવેરીબેનએના માથા પર હાથ ફેરવી એને આશિર્વાદ આપે છે. અને કહે છે,

કાવેરીબેન : શું કરતી હતી બેટા ?

આશ્કા :કાંઈ નઈ મમ્મી એ તો આજે કૉલેજની છુટ્ટી હોવાથી થયું રસોડું જરા સાફ કરી લઉં. એટલે અમે ચાર પાંચ છોકરીઓ રસોડું સાફ કરવામાં લાગી હતી.

રાકેશભાઈ : આશ્કા બેટા કાવેરીબેન તારા અને વિરાજના લગ્ન જેમ બને તેમ જલ્દી કરવાં માંગે છે લગભગ આવતાં મહિને તો તને એમાં વાંધો નથી ને.

આશ્કા : કાકા એમ તો કોઈ વાંધો નથી પણ મારી એક્ઝામ નજીક આવી રહી છે તો..

કાવેરીબેન : દિકરા તું એની ફીકર બિલકુલ ના કર. તને ત્યાં પણ વાંચવા માટે પૂરતો સમય મળશે. અને તને કંઈ સમજ ના પડે તો વિરાજ તના સમજાવી પણ શકશે.

આશ્કા : હું આમા હું શું કહી શકું તમે વડીલો જે પણ કરશે એ મારા સારા માટે જ હશે.

કાવેરીબેન : કાવેરીબેન ઊભા થઈને આશ્કાનું માથું ચૂમે છે અને કહે છે, તે મને આજે ફરીથી મોટી ખુશી આપી. રાકેશભાઈ મે તો પંડિત પાસે મૂહુર્ત પણ જોવડાવી દીધું છે. એમણે આવતા એટલે જાન્યુઆરી મહિનાની 18 તારીખ શુભ કહી છે.

વિરાજ : ઓહ ઓઓઓ મમ્મી તું ઘણી ઉતાવળ કરે છે.

કાવેરીબેન વિરાજનો કાન પકડે છે અને કહે છે, તું તો ચૂપ જ રેહજે. તારે હવે ચૂપચાપમા આવીને મંડપમાં બેસી જવાનું છે. બીજું બધું અમે સંભાળી લેશુ.

વિરાજ : એનો કાન છોડાવતાં okk.. મારી માં.. તમે જેમ કેહશો એમ કરીશ હવે કાન છોડો. અને બધાં હસવા લાગે છે.

મેરેજની ડેટ ફીક્સ કરી બધાં કામકાજની ચર્ચા કરી એ લોકો છૂટા પડે છે. અને કાવેરીબેન વિરાજ સાથે એમના ઘર તરફ જાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED