Fragrance of Your Love books and stories free download online pdf in Gujarati

મહેંક તારા પ્રેમની

જૈનમનું ધ્યાન આજે કામમાં ન્હોતું. એ વારેઘડીયે મોબાઇલને જોઈ રહ્યો હતો.અગિયાર વાગી ચૂક્યા હતા અને whatsapp પર હજી સુધી મહેંકનો મેસેજ આવ્યો નહોતો. મહેંક રોજ સવારે 11:00 વાગે અલગ અલગ નખરા સાથેના એના પીકસ જૈનમને વોટ્સ એપ પર મોકલતી. મહેંકની આંખો ખૂબ સુંદર હતી. જ્યારે આંખોથી ભાવ છલકાવતી ત્યારે શબ્દોની જરૂરત ના રહેતી અને જૈનમ એ પીકસને જોઈ દરેક ફોટાને અલગ અલગ વાક્યો આપતો કે આજે તારી આંખો કહે છે " હું કેવી લાગુ છું?" આજે તારા આ ફોટામાં આંખો કહે છે " બસ હવે ધરાઈ ગ્યો મારા ફોટા જોઈને કે નહીં? " આજે તારી આંખો અને નખરાં કહે છે " જા તારી કિટ્ટા તેં કાલે કોલ કેમ ન્હોતો કર્યો?" જૈનમ ફોટા સાથે ટેગ લાઇન મુકતો એ મહેંક ને ખૂબ ગમતું.

રોજ નો ક્રમ હતો 12 વાગે જૈનમ મહેંકને પહેલાં વોટ્સ એપ કોલ કરતો અને મહેંક જો ફ્રી હોય તો પછી વિડીયો કોલ થતો. બન્ને એકબીજા સાથે વાત કરી, જૈનમ આખો દીવસ માર્કેટિંગમા ટાર્ગેટ પૂરો કરવા માટે નશીલી આંખોનો અને મહેંક નાઈટ ડ્યુટીમાં ઉંઘ ઉડાડવા રસીલા શબ્દોનો ડોઝ લઇ લેતા.

દરેક લવબર્ડ દૂધ પીતી બિલાડી જેવા હોય છે.

જેને એમ લાગે છે કે એને કોઈ જોતું નથી કે એની ફીલિંગ્સ કોઈ જાણતું નથી. મહેંકને પણ એવું જ હતું, પણ મહેંકની આખી ઓફીસ જાણતી હતી કે 10:45 થશે એટ્લે મહેંક વોશરૂમમાં જશે ફોટા પાડવા અને 12 વાગશે એટ્લે કોરીડોરમાં. ક્યારેક તો કામમાં મહેંક વોશરૂમ નાં જાય તો એની કલિગ્સ એને યાદ અપાવતી કે 11 થવા આવ્યાં છે, વોશરૂમ નથી જવું ? અને પછી તો 12 વાગે મહેંક કોરિડોરમાં ના જાય તો ઓફીસવાળા પણ એને પૂછતાં કેમ આજે કોરિડોરમાં નથી જવાનું? મહેંકને પણ એ ગમતું .

મહેંક અને જૈનમ બંને જણા એમના એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા અને જ્યારથી મળ્યા ત્યારથી બંનેના વિચારો અને બંનેના શોખ એક જ હોવાથી ઝડપથી મિત્રતા થઈ ગઈ. બન્ને એકબીજાને નંબર શેર કર્યા. એમના મોબાઇલને, તેમની આંગળીઓને પણ ખબર ના પડી બંને વાતો કરતાં કરતાં એટલા ખુલી ગયા હતા કે એમના માટે કોઈ પણ સબ્જેક્ટ બાધ્ય ન્હોતો, પછી એ ચાહે રાજકારણ હોય, કોલેજ હોય, ધર્મ હોય કે પછી સેકસ. હા એ લોકો બધી જ વાતો એકબીજા સાથે ખુલીને કરી શકતા અને પછી whatsapp પર શેર - શાયરી,જોક્સ - વેજ જોક્સ અને નોનવેજ જોક્સથી ચટપટી શબ્દોની ચાટ દિલો દિમાગને પ્રેમનો કરંટ આપતી ગઇ.

બન્નેનાં દિલમાં 440 વોલ્ટનો પ્રેમનો બલ્બ જગી ગ્યો.

એક દિવસ જૈનમે મહેંકને કહ્યું તારા ફોટા મોકલ ને બસ એ દિવસ અને આજનો દિવસ, એ દિવસથી મહેંક રોજ એને ચાર-પાંચ ફોટા મોકલતી. જૈનમને જાણે મહેંકના ફોટા જોવાનું વ્યસન થઈ ગયું હતું. 11:00 વાગે અને જો whatsapp માં મહેંક માટે મુકેલી સ્પેશિયલ મેસેજ ટ્યુંન ના વાગે તો જૈનમ આકુળ-વ્યાકુળ થઇ જતો કે આજે કેમ મેસેજ નહિ આવ્યો હોય અને ક્યારેક મહેંક પણ એની વ્યાકુળતાનો લાભ ઉઠાવતી, એને હેરાન કરતી, ક્યારેક હાથે કરીને 11:00 વાગ્યે મેસેજ નાં મોકલતી. ક્યારેક ક્યારેક તો જૈનમ ગુસ્સે પણ થઈ જતો " તેને કહ્યું છે ને કે 11:00 વાગે ફોટા મોકલવાનાં કેમ નથી મોકલતી? " મહેંક એને ચીડવતી કે મને મજા આવે છે તને મોડા ફોટા મોકલવાની. જો સમયસર મોકલું તો તારો ગુસ્સો ના જોવા મળત ને...ગાતી "તેરા ગુસ્સા ઇતના હસીન હૈ તો પ્યાર કૈસા હોગા...." પછી તો આ ક્રમ રોજનો થઈ ગયો રોજ 11:00 વાગે ને જૈનમના whatsapp પર મહેંકની મેસેજ ટ્યુંન મહેંકે.

બંનેને જાણે વ્યસન થઈ ગયું હતું. એકને ફોટા પાડવાનું અને બીજાને ફોટા જોવાનું.

એક જ મહિનામાં ફોટાની આપ-લે થી શરૂ થયેલી વાતો ક્યારે પ્રેમની વાતોમાં પલટાઈ ગઈ હતી એની જાણ બેમાંથી એકેય ને નાં રહી.

એટલે જ કદાચ બંને જણાએ આજે મળવાનું નક્કી કર્યું હશે બન્ને આમ મળતા હતા પણ મોબાઇલ ફોનથી. બંને જ્યારે મળ્યા હતા ત્યારે કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. એ મુલાકાત એમની પહેલી અને કદાચ છેલ્લી મુલાકાત હતી- હોત, પરંતુ મોબાઇલે એમનાં રિલેશનને Hang થવા દીધા નહોતા અને આજે છ મહિનાના અંતે બંને જણા ફરી એકવાર સાથે હતા, હોટલના એક રૂમમાં. છ મહિના સુધી કરેલી વાતોને, એ લાગણીઓને, વેદના સંવેદના સંબંધો એમણે બધું જ અકબંધ રાખ્યું હતું, દિલના ફ્રિજમાં સિલ્ક કેડબરી ચોકલેટની જેમ. બંને એકબીજાની સામે આવ્યા અને લાગણીઓ સિલ્કી થઈ પીગળવા લાગી. જૈનમે સૌથી પહેલાં એના કપાળ ઉપર કિસ કરી પછી એની બોલકી બે સુંદર આંખો પર પછી ગાલ પર અને પછી હોઠ પર. જ્યારે હોઠ ને હોઠ મળ્યા, ત્યારે બે સુકાઈ ગયેલા લાકડા વનમાં એકબીજા સાથે અથડાય અને જંગલમાં જેમ આગ લાગે એમ બઁન્નેનાં શરીરમાં આગ પ્રસરી ગઈ. હોટલનો ખાલી રૂમ સિસકારા,ઉંહકારા અને આનંદની ટીસથી ભરાઈ ગયો. બે શરીર આખી રાત વલોણાની જેમ વલોવાયા ને સેક્સના માખણથી તૃપ્ત થયાં.

એકબીજાને ગમતા - પસંદ કરતાં સ્ત્રી અને પુરુષ ત્યાં સુધી જ સભ્ય હોય છે જયાં સુધી કપડાં શરીર પર હોય, જેવા કપડાં શરીર પરથી ઊતરે કે એ લોહી ચાખી ગયેલાં રાની પશુ જેવા થઈ જાય છે. " માણસ ખાવું માણસ ગઁધાય.."

પરસેવા ને ફેરોમેનની સ્મેલ તમને એકબીજા તરફ આકર્ષે છે. એ જ આકર્ષણનાં કારણે 6 મહિને મળેલા મહેંક ને જૈનમ પહેલા 2 મહિને પછી એક મહિને અને હવે મહિનામાં 2 વાર મળવા લાગ્યા. બીજા 6 મહિના ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી.

મહેંક એનાં એક પ્રોજેક્ટ માટે આઉટ ઓફ ઈન્ડિયા ગઇ હતી, વીસ દીવસે પાછી આવી. છેલ્લે મળ્યા એને વીસ દીવસ થયાં હતાં. આજે પણ જૈનમ અને મહેંક એમની હરહંમેશની હોટલ પર મળ્યા. એકમેકમાં ખોવાઇ ગયા. પરસેવાથી, આંનદથી, તરબતર થઈ સુઈ ગયા.

સવાર પડી અને જૈનમ ઉઠ્યો એવી જ બુમ પાડી કોણ છો તમે? અને અહિં મારા રૂમમાં, મારા બેડ પર શું કરો છો?

મહેંક આ સાંભળી સુન્ન થઈ ગઇ.એણે જૈનમને કહ્યુ, "જૈનમ આવી મજાકનાં હોય.ચાલ હવે દર વખત ની જેમ મને થોડીવાર તારા ખોળામા માથું મુકી સુવા દે." જેવી મહેંક જૈનમના ખોળામાં માથું મુકવા ગઇ, જૈનમ ઉભો થઈ ગ્યો અને બોલ્યો, " જુઓ બેન આવી રીતે ગળે પડવાની વાત નહીં કરો હુ તમને નથી ઓળખતો. એણે જૈનમને સમજાવવાની ઘણી કોશિશ કરી કે એ મહેંક છે એની. જે એને ફોટા મોકલે છે, જેને જૈનમ દિલ ફાડીને પ્રેમ કરે છે અને એ લોકો કાલે સવારે સાથે જ અહિ આવ્યાં હતાં, પણ જૈનમ આ વાત સ્વીકારવા જ તૈયાર ન્હોતો, ત્યાં જ સંકેત આવ્યો. જૈનમ અને મહેંકનો કોમન ફ્રેન્ડ, જેનાં ત્યાં જૈનમ અને મહેંક મળ્યા હતાં.આ હોટલ એની જ હતી. જેમાં એણે મહેંક ને જૈનમને મળવા માટે એક રૂમ આપ્યો હતો. એણે જૈનમને શાંત પાડ્યો અને જૈનમને કહ્યું ભૂલથી આ બેન તમારા રૂમમાં આવી ગયા હતાં સોરી સર...એણે એનાં રૂમ બોયને બોલાવી ધમકાવી નાખ્યો..મહેંકને કઇ જ સમજણ ન્હોતી પડતી...સંકેતે મહેંકને બીજા રૂમમાં જવાનું કહ્યુ અને જૈનમને ઓફીસ જવા તૈયાર થવા કહ્યું.

સંકેત રૂમની બહાર આવ્યો ને પેલા બોયને બોલાવ્યો અને કહ્યું, "સોરી મે તને ધમકાવ્યો." બોયે કહ્યું, "સાહેબ તમે સોરી ના કહેશો તમારી જગ્યાએ હું હોવું તો હું પણ આવું જ કરું.. હું સમજી શકુ છું.....મહેંક હજી પણ સુન્ન હતી એને કાઈ ખબર ન્હોતી પડી રહી કે આ શું ચાલી રહ્યું છે? જૈનમને અચાનક શું થયું?

સંકેત મહેંકને બીજા રૂમમાં લઇ ગયો. એણે મહેંકને જે કહ્યું એ સાંભળીને મહેંકનાં હોશકોશ ઊડી ગ્યા.

જૈનમ ને Functional Amnesia થયો હતો.

મહેંકને કાંઇ ખબર ના પડી કે આ Functional Amnesia એટ્લે શુ? સંકેતે કહ્યું એ હું તને સમજાવું છું.

જૈનમ ને મહેંક છેલ્લે જ્યારે મળ્યા હતાં, એ દીવસ હતો મહેંકને આઉટ ઓફ ઈન્ડિયા એનાં પ્રોજેક્ટ માટે જવાનો,એ દિવસે મહેંકને એરપોર્ટ મુકીને આવતાં જૈનમ ને એકસિડ઼ેન્ટ થયો હતો અને એના કારણે એને Functional Amnesia થયો હતો.

સંકેતે મહેંકને કહ્યુ, આ Functional Amnesia માં વ્યક્તિની યાદદાસ્ત પર અસર થતી હોય છે. જેમાં વ્યક્તિને અમુક ઘટનાઓ, અમુક વ્યક્તિ કે અમુક દિવસની જ વાતો - ઘટનાઓ યાદ રહેતી હોય છે. વ્યક્તિ જ્યારે ઊંઘી ને ઉઠે એટ્લે એનાં માટે એ જ દીવસ ફરી શરુ થાય છે જે એને યાદ હોય છે, જે એની કાલ હોય છે, જે કાલે એ જીવ્યો હોય છે.

એનો ભૂતકાળ ને વર્તમાન એકથઈ જાય છે.

જૈનમને એક જ દીવસની ઘટના યાદ હતી. મહેંક અને જૈનમ છેલ્લે મળ્યા હતાં એ દીવસ અને મહેંકનો મળવા માટેનો મેસેજ માત્ર.... મહેંકનો ચહેરો પણ નહીં.

સંકેતે કહ્યું, એ આજે પણ એ જ દીવસ જીવશે જે તમે બન્ને જણા એ દિવસે જીવ્યા હતાં.એનું જીવન એ એક જ દીવસ પર અટકી ગયું છે. મહેંકે સંકેત ને લાફો મારી દીધો અને કહ્યું તેં મને કહ્યું કેમ નહીં. સંકેતે કહ્યું, મને જૈનમે ના પાડી હતી. એનો એકસિડ઼ેન્ટ થયો અને અમે એને હોસ્પિટલ લઇ ગયા ત્યારે એ થોડો હોશમાં હતો, એણે મને કહ્યુ કે મારા એકસિડ઼ેન્ટની વાત મહેંકને નાં કરતો, નહીં તો એ એનો સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ મુકીને પાછી આવી જશે અને આ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ એનો ડ્રીમ પ્રોજેક્ટ છે. હું ઇચ્છું છું કે એ એનું સપનું ઍચીવ કરે. તું પ્રોમિસ આપ કે તુ મહેંકને કઇ નહીં કે અને પ્રોમિસ લઇને એ બેભાન થઈ ગયો... અને હંમેશ માટે એ દીવસ મા કેદ થઈ ગ્યો.

મહેંકે કહયું એનો કોઈ તો ઉપાય હશે ને? સંકેતે કહ્યું સમય અને ધીરજ. રોજ એને તમારે યાદ કરાવતા રહેવાનું બને કે એક દીવસ એની યાદદાસ્ત પાછી આવી જાય અને બને કે એ એક દીવસ જ એની જીદગીભર ની યાદ બની જાય.

સંકેતે એને " First 50 Dates " આપી ને કહ્યું, આ ફિલ્મ જોજે તને આ રોગ વિશે બધી ખબર પડી જશે.

એ રોજ સવારે મોબાઇલમાં તારા ફોટા આવે એની રાહ જોતો એને માત્ર એટલું યાદ હતુ કે એક છોકરી મહેંક એને રોજ ફોટા મોકલે છે. જો ફોટા ના આવે તો એ બેચૈન બની જતો ગાંડો થઈ જતો એને સંભાળવો મુશ્કેલ થઈ જતું . ડોક્ટરે કહ્યુ કે જો એ દીવસે જે જે બન્યુ હતું એવું નહીં થાય તો એનાં જીવને જોખમ છે. મને માફ કરજે , હું તારો ગુનેગાર છું પણ તું આવે ત્યાં સુધી મારે એને જીવાડવાનો હતો એટ્લે તારા મોકલેલા ફોટા હું રોજ ડીલીટ કરી દેતો. મારો નઁબર મે એનાં મોબાઇલમાં મહેંક નામે સેવ કર્યો હતો ને હું જ મહેંક બની એની સાથે ચેટ કરતો. મહેંકના રુપમાં રોજ કોઈ ને કોઈ કોલગર્લનાં ફોટા મોકલતો અને રોજ મહેંકના રૂપમાં એ જ કોલગર્લને એની પાસે મોકલતો જેથી એ એને પોતાની મહેંક સમજી એ દીવસ એની સાથે જીવે અને તુ આવે ત્યાં સુધી જીવી જાય..

કાલે જૈનમ થોડો વહેલો ઉઠી ગ્યો. હું એને મારી મહેંકનો ફોટો મોકલું એ પહેલાં એની મહેંકનો ફોટો એની પાસે આવી ગયો અને એની મહેંક પણ. મને માફ કરી દેજે સંકેતે કહ્યું.

મહેંકે કહ્યું તુ ચિંતા ના કર. આજથી એનો ભુતકાળ મારો પણ વર્તમાન છે. હું રોજ જૈનમ જોડે એ જ દીવસ જીવીશ અને મારા જૈનમને જીવતો રાખીશ.

અગિયાર વાગી ચૂક્યા હતા અને whatsapp પર હજી સુધી મહેંકનો મેસેજ આવ્યો નહોતો.

જૈનમ નું મન આજે કામમાં લાગતું ન્હોતું એ થોડો બેચૈન લાગતો હતો. ત્યાં જ મહેંક માટે મુકેલી ખાસ ટ્યુંન રણકી. જૈનમે મોબાઇલ જોયો અને એરપોર્ટ તરફ બાઇક મારી મુકી. આજે મહેંક મળવાની હતી.......
રોજ ની જેમ........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED