કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૫ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૫

પ્રકરણ ૩૫
આટલી બધી રોકકળ વચ્ચે બેબીને દાખલ કરી હતી તે હોસ્પિટલ પરથી વિશ્વાસ પર ફોન આવે છે અને વિશ્વાસ કોલ થોડો સ્વસ્થ થઇ કોલ રીસીવ કરે છે.
પીડીયાટ્રીક ડોકટર હળવેકથી બોલે છે, "તમારી બાળકી હવે ખતરાથી બહાર છે, તે સેફ છે અને ધીમે ધીમે તેની કન્ડિશન સ્ટેબલ બનતી જાય છે અને કાલે અમે તેને આઇસીયુમાથી રૂમમાં સિફ્ટ કરી દઇશું...”
વિશ્વાસ ડોક્ટરની વાત સાંભળી રહ્યો હતો પણ કોઈ રિસ્પોન્સ ના આપતા ડોક્ટર બોલ્યા,”વિશ્વાસ, આપ મારી વાત સાંભળો તો છો ને. આપ ...”
ડોક્ટર હું બધુ સાંભળું છું પણ સમજી શકતો નથી. તમે મને એક સારા સમાચાર આપ્યા અને બીજા અહી અમને બેડ સમાચાર મળ્યા.... કે બેબીની મમ્મી ..મારી રીયા હવે અમારી નથી રહી.....” વિશ્વાસ રડમસ અવાજે બોલ્યો.
“ઓહ.. સોરી...બહુ ખરાબ થયું પણ ..આપણે હવે, બેબીની કેર કરવી પડશે. પણ તમે ચિંતા ના કરતાં બેબીની કન્ડિશન સારી છે અને અમે તેની બેસ્ટ કેર થાય તેવું કરીશું. આપ કાલે શાંતિથી હોસ્પિટલ આવજો. અમે તમને ફોન પર બેબીની તબિયત વિશે કઇં હશે તો જ્ણાવીશું.”
વિશ્વાસ ડોક્ટર સાથે વાત પુરી કરી તેના ફેમિલીને બેબીની તબિયત વિશે વાત કરે છે. વિશ્વાસના મિત્રો અને પરિવાર રીયાની અંતિમ વિધિ પુરી કરવા લાગી જાય છે. રિયાને વિદાય કરી વિશ્વાસ અંદરથી તુટી ગયો હતો. તેનું મન રીયા નથી તે માનતું જ ન હતું. રીયાની વિધિ પુરી કરી વિશ્વાસ અને તેની મમ્મી હોસ્પિટલ બેબીને મળવા જાય છે. હોસ્પીટલમાં બેબીને રૂમમાં શિફ્ટ કરી જોઈને તેમનું ટેન્શન થોડું ઓછું થાય છે. બેબીને જોઈને વિશ્વાસની આંખોમાં પાણી આવી જાય છે અને બોલી ઉઠે છે,”જો મમ્મી, આની આંખો તો રીયા જેવી જ છે.”
“હ બેટા, આ રિયાની જ ડુપ્લિકેટ છે. આપણે હવે બેબીમાં જ રીયાને જોવાની છે. હવેથી આજ આપની રીયા છે.”
વિશ્વાસે પોતાની જાતને સ્વસ્થ કરી ડોક્ટરને મળી બેબી વિશે વાત કરી અને આગળ હવે શું કરવું તેની પણ ચર્ચા કરી. ડોક્ટરે બેબી માટે એક એક્સપર્ટ નર્સ વિશે વાત કરી. આ નર્સ બેબીની કેર કરશે અને ચિંતા કરવા જેવુ નથી તેમ સમજાવ્યું.
હોસ્પિટલ સ્ટાફ અને ખાસ એક્સપર્ટ નર્સ તેની કેર કરતી હોવાથી બેબીને સારી રિકવરી આવવાથી બેબી એકદમ સ્વસ્થ થઈ જાય છે. હોસ્પિટલ સ્ટાફે બેબીનું નામ કિરણ રાખ્યું હતું અને આ નામ વિશ્વાસ અને તેના પરિવારને પણ ગમ્યું હોવાથી બધા તેને કિરણ નામથી જ બોલાવતા હતા. કિરણ ધીમે ધીમે હસતી રમતી થઈ ગયી હતી. કિરણ સૌથી વધુ એક્સપર્ટ નર્સ પાસે જ ખુશ રહેતી હતી. એક્સપર્ટ નર્સ બધા બાળકોની સારી કેર કરતી હોવાથી તેનું નામ સ્ટાફે મિસ એન્જલ રાખ્યું હતું. વિશ્વાસના પરિવારને પણ મિસ એન્જલ અને કિરણનું બોંડિંગ ગમતું હતું પણ તેઓ ક્યારેય મિસ એન્જલને મળી શક્ય ન હતાં.
એક દિવસ કિરણને વિશ્વાસ રમાડી રહ્યો હતો અને કિરણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તે કોઈનાથી છાની રહેતી ન હતી અને મિસ એન્જલ પણ આસપાસ ન હતી. થોડીવારમા જ મિસ એન્જલ આવી જતાં વિશ્વાસના હાથમાથી કિરણને લઈને તેને પળવારમાં શાંત કરી દીધી. કિરણ ફરી પાછી મિસ એન્જલના હાથમાં હસતી રમતી થઈ ગઈ.
વિશ્વાસ રડતી કિરણ એકદમ શાંત થઈ તે જોઈ રહ્યો હતો અને એની નજર જ્યાં મિસ એન્જલ પર પડે છે ત્યાં તે ચોંકી જાય છે, આંખો ખુલીને ખુલી રહી જાય છે, હ્રદયની ગતિ તેજ થઈ જાય છે અને ઉત્સુકતાથી બોલી ઉઠે છે,”અરે ...
પ્રકરણ ૩૫ પુર્ણ ..... વધુ આવતા પ્રકરણમાં
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
આપ સૌ વાચક મિત્રૌ એ મારી આ નવલકથાના દરેક એપિસોડ વાંચી રેટીંગ, રીવ્યુ આપ્યો તે બદલ દિલથી આભાર. આ નવલકથાના કેટલાંક એપિસોડ અમુક કારણોસર વિલંબ કરવા બદલ માફ કરશોજી.

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Etiksha Khyali

Etiksha Khyali 2 વર્ષ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Sodha Mirali

Sodha Mirali 2 વર્ષ પહેલા

Gadhvi Aaspar

Gadhvi Aaspar 2 વર્ષ પહેલા