રે જિંદગી !!!! - 9 Patel Mansi મેહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રે જિંદગી !!!! - 9



મિશાલીની અને મીલી અમર અને મોહિત વચ્ચેનું રહસ્ય જાણવાં માંગતા હતાં ત્યાં જ મિહિર આવે છે અને અમરના રૂમમાં જવાનો રસ્તો બતાવે છે. જે છુપો હોય છે. હવે આગળ...

મિહિર તો જગ્યા બતાવીને ભાગી જાય છે. મિશાલીની અને મીલી અમર ક્યારે રૂમમાં નહિં હોય એના તુક્કા લગાવતા હતાં.
અને એન રૂમ સુધી જવાનો પ્લાન બનાવતાં હતાં...

○□□●●●□□○

તળાવ પાસે આવેલાં વૃક્ષોની ઝાડીયોમાં થોડી હલચલ નજર આવતી હતી. એક જુવાન છોકરો જેને હમણાં થી મૂછનો દોરો ફૂટ્યો છે, વાકડિયા વાળ , અને શારીરિક બાંધો જબ્બરજસ્ત હતો... એનાં શરીરમાં ઉત્પન્ન થવા લાગેલાં હોર્મોન્સની અસર હતી કદાચ..! એને એક છોકરી ગમવા લાગી હતી. એનાં દિવસ રાત ના જેણે ચેન છીનવ્યાં હતાં એ ખૂબસૂરત ચેહરો અત્યારે એ છોકરાંની સામે હતો. લાંબા કાળા વાળમાથી એને ઓળેલાં એનાં બે ચોટલાં કોઈ જૂની અભિનેત્રીની યાદ અપાવતા હતાં. રંગે સાવલી હતી પણ સામેવાળાના મન પર કાબૂ કરીલે એવી બાવળી હતી. કમનીય વળાંકોવાળી કાયાં , અધરો એનાં રચતાં હતાં અલગ જ માયાં..!!!

છોકરાંએ એનો હાથ પોતાનાં હાથમાં લીધો , “ શબ્દો નથી મળતા આ કેહવાં પણ એટલું કહીશ, આજકાલ સપનાઓમાં બસ તારો ચહેરો દેખાય છે. તને યાદ કરીને વારવાર એકલો હોવ તોય હસી પડાય છે. હા કદાચ પાગલ થઈ ગયો છો તારાં પ્રેમમાં...” એમ કહી છોકરાએ છોકરીના કપાળે પોતાનાં બે હાથથી એનો ચહેરો પકડી ચુબન કર્યું. જવાબમાં છોકરી બસ શરમાઇ ગઈ. અને એ પ્રેમનો સ્વીકાર હતો...

આ દ્રશ્ય નિહાળી બીજા છોકરાંને એક આંખમાં આંસુ અને બીજી આંખમાં અજાણતો જ ખુશીનો ભાવ આવી
ગયો.

છોકરો એ બંનેને એકલાં મૂકીને ભારે હદયે અને હસતાં ચહેરે નીકળી ગયો. એનાં સિલ્કી વાળ હવામાં લહેરતાં હતાં, એનું ગોરું મુખ વિલાય ગયું હતું. અચાનક ધોધમાર વરસાદ વરસવાં લાગ્યો.. એ એક જ ઝાપટામાં આખોય પલળી ગયો એટલો બધો વરસાદ હતો. ત્યાં જ એની પાછળથી પેલો વાકડિયા વાળ વાળો છોકરો દોડતો આવ્યો અને એનાં ખભે હાથ મૂકી બોલ્યો, માહી આજ તો તારાં ભાઈએ તારી ભાભી જોડે સેટિંગ પાક્કું કરી જ લીધું યાર.. તારા સાથને લીધે યાર..”

વરસાદએ માહિને મદદ બરાબર કરી હતી આંસુ છુપાવવાની... થોડીવાર પછી એક ઊંડો શ્વાસ લઈને એ બોલ્યો,” લે આમ તો કહેતો તો ને કે હું તારાં જિગરનો ટુકડો છું..? હવે આવું બધું કહીને આમ મને ઊંચોના દેખાડ. હું રહીશ તો તારી સાથે જ. હમેશાં..” થોડું અટકીને એણે કીધું,” તારાં માટે જાન આપતાં, બરબાદ થઈ જવામાં જરાય હિચકિચાવ એમ નથી મારી અમી..” અને બેવ હસી પડ્યાં. એક બદતર કિસ્સાનો ભોગ બનવાની શરૂઆતથી બિલકુલ અજાણ થઈને...

“ઓય તું તારી ભાભીનાં નામથી મને ઘરે ના બોલાવ. તારી બિલાડી સાંભળી ગઈ હતી અને એનાં પેટમાં જે વાત જાય એ મોટીને મળ્યાં વગરના રહે. બેવ સવારમાં સ્કૂલ આવતા આવતા પૂછતી હતી.. જોકે તારી બૂમ પડી એટલે બચી ગયો.”

“ હા હા હા... બિલાડી ચાલક જ એટલી છેને. શું ફેર પડે યાર. તું મને માહી કહે છે તને હું અમી કહું છું.” માહિ બોલ્યો.

“ બે ખાસ લોકો વચ્ચેનાં ખાસ નામ... ચાલો જઈએ હવે.”

○□□●●●□□○

મિશાલીની અને મિલી વિચારતાં હતાં કે અમર એના રૂમમાં કયારે ના હોય શકે.

“ મીશું નીચે આવજે દીકરા.” વિરીમાંએ બંનેને બૂમ મારી. બંને નીચે આવ્યાં.

“ અમે લોકો બહાર જઈએ છે કઈ મંગાવાનું હોય તો કહી દો.” નિશિત બોલ્યો.

“ બહાર એટલે ક્યાં જાવ છો..?” મિશાલીનીએ પૂછ્યું.

“છોકરાઓ ને જ્યાં જવું હોય ત્યાં જાય. આટલી રાત સુધી જાગીને તારે શું કરવું છે. જાવ ઉપર જઈને સૂઈ જાવ. બૈરાંઓ મોડી રાત સુધી જાગવાનુ ના હોય.” હસમુખદાદા કડક ચહેરે બોલ્યાં.

નિશિતને બોલવું હતું પણ અમરએ એનો હાથ પકડી લીધો. “ આજનો દિવસ મારા માટે ખાસ છે. નિશિત બને એટલું હું આજે કોઈ જોડે ઝગડતો નથી. અને કોઈને ઝગડવાં દેતો નથી.” અમરે કહ્યુ.

મિશાલીની ગુસ્સામાં ઉપર ગઈ અને મિલી એની પાછળ દોરવાઈ. અમર અને નિશિત બહાર નીકળતા હતાં કે સામે મોહિત ભટકાયો. મોહિતે બાઇકની ચાવી નિશિતના હાથમાં આપી અને પોતાનાં સિલ્કી લાંબા વધેલાં વાળને એક હાથથી સવારતા અમરને હલકો ધક્કો લગાવી નીકળી ગયો.

રૂમમાં આવતાંની સાથે મિશાલીનીએ મીલીને ધીમા અવાજે કહ્યુ,” નસીબ શું સાથ આપે છે મીલીબેન. બસ હવે બધાં સૂઈ જાય એટલે નીચે જઈશું.”

“ હા, પણ સાથે કઈ લાકડી જેવુ લઈ લેજો. શું ખબર રાતે જીવડાં હોય તો.” મીલી થોડું ડરતા બોલી.

“ ટેનશન નોટ નંણદજી હું છું ને યાર. તમે બસ તૈયાર થઈ જાવ. મને તો આદત છે. હજી તો અડધાં જ કાંડ સાંભળ્યા છે તમે મારાં. ચાલો જરા સુવાનું નાટક કરી લો હવે. કેમ કે બૈશાખી કાકી ગમે ત્યારે જોવા આવશે. અને એ ચાંપલૂસી કરવાંમાં નંબર વન છે.”

“ એક વાત પૂછું ભાભી?”

“ અરે સૌ પુછોને તમ તમારે.”

“ તમે બધાં ભાઈ-બહેન એકબીજાની આટલી નજીક હતાં તોય તમને અમરભાઈ અને મોહિતભાઈ વચ્ચેનું રહસ્ય નથી ખબર?!” મીલીએ થોડું અચકાઈને પૂછ્યું.

“તમારો શક બરાબર છે. પણ સાચું કહું અમરભાઈને મોહિતે કોઈક વાતે બ્લેકમેઇલ કર્યા છે. એટલે અમરભાઈએ કોઈને કહ્યુ નથી. અને મોહિતે તો જાણે બધાં સંબધો એક ઝાટકે તોડી જ નાખ્યાં હતાં. અને એ રહસ્ય પછી જ મોહિત આડા રસ્તે ચડી ગયો. બાકી મોહિત અને અમર એકબીજા વગર રહી શકે એમ નોહતાં...એમ નથી કે મે જાણવાની કોશિશ નથી કરી, બહુ કરી છે. પણ કોઈ કારણોસર મોહિત એ બહાર લાવવાં માંગતો જ નોહતો. જેટલીવાર પ્રયત્ન કરું એટલીવાર મોહિત મને દાદાજી સામે નીચી દેખાડતો.” મિશાની આંખો ભરાઈ આવી.

આઈ એમ સો સોરી ભાભી.” મિલી પાણી આપતાં બોલી.

“ ના , કોઈ વાંધો નહીં. કોઈને પણ આવો પ્રશ્ન થઈ જ.”

“ પણ એ લોકોના રહસ્યનો મીરાના મૃત્યુથી શું કોનટેક્ટ???”

“ એજ કે જો મોહિતનો એમાં કોઈ વાંક હશે તો એ ખરાબ સાબિત થશે. અને રેવાભાભી જુઠું નહીં બોલતાં હોય.પરિણામ એ કે મીરા દીના મૌતમાં એનો હાથ છે..."

“ઠીક છે.”

રાત થઈ ગઈ હોય છે. મિશા અને મીલી રૂમની બહાર નીકળે છે.


મિશાલીની અને મીલી ધીમા પગલે રૂમની બહાર આવે છે. રાતના 12 વાગી ગયાં હોય છે. બૈશાખીકાકી કોઇ જોડે ફોન પર વાત કરતાં હોય છે. બાકી બધાં સુઈ ગયાં હતાં.એટલે બંને નીચે ભોયરાં તરફ ચાલવા લાગ્યાં.મિહિરે કહ્યું હતું એમ પીપ શોધવા લાગ્યાં જેની નીચે રસ્તો હતો અમરના રૂમમાંજવાનો.મહામહેનતે એ લોકોને એ રસ્તો મળ્યો.જે કબાટની પાછળ હતો. પીપ કબાટની પાછળ મૂકેલું હતું. કબાટની પાછળ નાનકડો લોખંડનો દાદરો હતો.

એની ફરતે કરોળીયાના જાળા હતા , અને દાદરો બિલકુલ સાંકડો હતો. બેવને ચડવાં તકલીફ પડી. છેવટે દાદરાની સૌથી ઉપર પહોચ્યાં ત્યાં દરવાજો હતો. બેવે ઘણું જોર લગાવ્યું ત્યારે એ દરવાજો ખુલ્યો અને બેવ રૂમમાં આવ્યાં. મિશાલીનીના આશ્ચર્ય વચ્ચે આ છુપો રસ્તો અમરની બાલ્કનીની ઉપર નાના ચોરસ જેવું ખાનું હતું એ હતો.બેવ જાળવીને બહાર નિકળ્યા અને બારીમાંથી અંદર આવ્યાં.

" મિશું ભાભી તમારા ઘરે તો જબરાં છુપા રસ્તા છે યાર."

" મીલીબેન, તમારાં ઘરની જેમ બીજાનાં બાથરૂમમાં તો નથી જ ખુલતાં. યાર...." મિશાલીની હસી પડી.

" હા , એતો છે " કહી મીલી પણ હસી પડી.

" ચલો તો હવે જે કામ કરવાનું છે એ કરીએ."

બેવ આખોય રૂમ ફેંદી વળે છે. પણ કંઈ જ મળતું નથી. જુના ફોટોસ , અમુક જુની વસ્તુઓ અને એક ડાયરી જેમાં અમરએ નંબર લખેલાં હતાં. જે બધાં એ પોલીસ બનવાનો હતો એના કામના હતાં. બાકી ખાસ કંઈ નોહ્તું.

મીલી હતાશ થઈ જાય છે અને એનાથી જોરથી દિવાલમાં મુક્કો મરાઈ જાય છે. અને ભૂલથી લાઈટ ચાલુ થઈ જાય છે. એજ સમયે બૈશાખી જોરથી બૂમ મારે છે એટલે બેવ ફટાફટ નીકળવા લાગે છે. મિશાલીની મીલીની પાછળ નિકળતી હોય છે કે એને બાલ્કનીની દિવાલ પર નીચે કંઈક કોતર્યું હોય એવું લાગ્યું. જે ધ્યાનથી જોવાનો સમય નોહ્તો. એટલે ફોનમાં ફોટો પાડી બેવ ભાગી ગયાં.

ભોયરાંમાં પહોંચી ફટાફટ કબાટ જેવું હતું એવું કરીને બેવ રૂમમાં આવી ગયાં. બહાર થોડો શોર લાગ્યો. બૈશાખી મિશાલીનીનાં રૂમમાં આવીને જોઇને ગઈ પછી મિશાલીનીએ ફોન ખોલ્યો અને ફોટો જોવા લાગી. એ કોતરેલા શબ્દો આ પ્રમાણે હતાં.

" માહી અને અમી...એકબીજાનાં જીગરનાં ટૂકડા..."

મિશાને કંઈ જ સમજ ના આવી...

.........


કોણ હતાં એ બે છોકરાં?
અમી અને માહી..??
શું અમર અને મોહિત જ હતાં એ??

જલદીથી મળીએ....