Operation Delhi - 26 books and stories free download online pdf in Gujarati

ઓપેરેશન દિલ્હી - ૨૬

બન્યું હતું એવું કે કાસીમે ઉપરની બાજુએ આવી તેના એક ગાર્ડ ને સલીમ ની લાશને અંદર લઇ આવવા માટે મોકલ્યો હજી પેલો ગાર્ડ બાહર નીકળ્યો ત્યાજ એ ઢળી પડ્યો. કારણ કે રાજદીપ હજુ પણ ઓરડી માંજ હતો. તેણે જેવો ગાર્ડ ને રૂમ ની બહાર નીકળતો જોયો એટલે તેની તરફ ગોળી છોડી જે પેલા ગાર્ડ ના પેટમાં વાગી. હજી એ પડ્યો ત્યાં તરત બીજો ગાર્ડ ઓરડી બાજુએ ફાયર કરતો આગળ વધ્યો રાજદીપે પોતાની તરફ ગોળીઓ છોડાતી જોઈ એ ત્યાં છુપાઈ ગયો.એ ગાર્ડ સલીમ ની લાશ ને હાથ પકડી એ તેને લઇ જવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં તેને આજુબાજુ હલન ચલન થવાનો અહેસાસ થયો.પરંતુ એ હજી કઈ પણ સમજે એ પહેલાજ સુનીલે તેના પગમાં ગોળી છોડી. અને ત્યારબાદ તુરંતજ બીજી ગોળી તેના બંદુક વાળા હાથ પર છોડી કેયુર તેમજ અંકિત તેને પકડી ગેરેજ બાજુ લઇ ગયા.

ત્યારબાદ સુનીલે રાજ અને પાર્થને રાજદીપ વાળી ઓરડી બાજુ જવાનું કહ્યું. પાર્થ અને રાજ ઓરડી પર પહોચ્યાં ત્યાર બાદ રાજ્દીપે તેને કહ્યું “કોઈ પણ પેલા દરવાજામાંથી બહાર આવતું દેખાય તો તેને ગોળી મારી દેજો” પછી એ પણ ગેરેજ બાજુ ગયો જ્યાં સુનીલ,કેયુર અને અંકિત પેલા માણસ સામે ઉભા હતા.

“શું થયું સુનીલ?” રાજદીપ

“આ એક પકડાયો છે. તેની પાસેથી જાણવાનો પ્રયત્ન કરું છું.” સુનીલ

“કઈ જણાવ્યું?” રાજદીપ

“ના હજુ સુધી તો નહિ.” સુનીલ

પછી રાજદીપ પેલા પાસે આવ્યો અને પૂછ્યું “અંદર કેટલા માણસો છે?” મારે બધા જવાબો સાચા જોઈએ જો તારે જીવતા રહેવું હોય તો નહિતર હું તને મારતા જરા પણ નહિ અચકાઉં, બાકી તારી હાલત આ બધા જેવી જ થશે .પેલા ને લાગ્યું કે આ જે બોલે છે તે જરૂર કરશે એટલે તેણે જવાબ આપવાના ચાલુ કર્યા.

“લગભગ બાર જેટલા”

“શું પ્લાન છે તમારો?” રાજદીપ
“એ બાબતની મને કશી ખબર નથી?

“અંદર કેટલા લોકો પાસે હથીયારો છે?” રાજદીપ

“અંદર બે જ માણસ પાસે હથીયાર છે બાકી બધા અંદર ભોયરામાં પડ્યા છે અને તેની ચાવી પેલા પાસે છે.” તેને સલીમ ની બોડી બાજુ ઈશારો કરી કહ્યું.

રાજ્દીપે તેના માથા પર પિસ્તોલની બટ થી વાર કરી તેને બેભાન કરી તેને વ્યવસ્થિત બાંધ્યો. એ લોકો ત્યાંથી નીકળી ફરીથી દરવાજા પાસે આવ્યા. દરવાજાથી થોડે દૂર સલીમની બોડી પડી હતી. રાજ્દીપે સુનીલને કવર ફાયર કરવાનું કહ્યું જેવો રાજદીપ એ બાજુ આગળ ખસ્યો ત્યારે સુનીલે અંદરની બાજુ એ ગોળીઓ છોડી. ત્યાં સુધીમાં રાજદીપ સલીમની બોડી માંથી પેલા રૂમો ની ચાવી લઇ આવ્યો.

પછી આગળ નું વિચારતા બધા ગેરેજમાં બેસી રહ્યા “ આપણે અંદર જવું પડશે કેમકે હજી અંદર પણ ઘણા ગાર્ડ હાજર છે.” કેયુર

“ના આપણે અંદર જવાની જરૂર નથી. કેમ કે એ લોકો પાસે હવે બહુ હથિયાર ઉપલબ્ધ નથી. આપણું બેકઅપ પણ પહોચતું હશે.” રાજદીપ

“છતાં પણ આપણે બેકઅપ ની રાહ જોઈ શકીએ તેમ નથી આપણે રાહ જોઈ શકીએ તેમ નથી.” સુનીલ

ત્યારબાદ ખોટી ચર્ચા કર્યા બાદ આગળની રણનીતિ નક્કી કરી.રાજ,પાર્થ,કેયુર અને અંકિત એ લોકો બહાર રહે અને સુનીલ તેમજ રાજદીપ અંદર જઈ એ લોકોને રોકવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં મદદ આવે અને એ લોકોને નાસવાની તક ન મળે. બધાએ આ પ્રમાણે આગળ વધવામાં હામી ભરી. સુનીલ તેમજ રાજદીપ ત્યાના ગાર્ડ પાસે રહેલી બંદુકો ઉપાડી અંદર જવા તૈયાર થયા. અને અંદર જવા આગળ વધ્યા.

@@@@@@@@


અંદર ની બાજુ એ કોઈને કશી સમજણ પડતી ન હતી. કે આ બધું ખરેખર શું બની રહ્યું છે. એજાજ,નાસીર અને હુસેનઅલી ને પણ અત્યારે પોતાના નિર્ણય પર પસ્તાવો થતો હતો. જયારે એ લોકો એ રાજ અને અંકિતને જીવતા રાખી અને અહિયાં કેદ કર્યા.જો એ લોકોને હોટેલ માં જ મોતને ઘાટ ઉતારી તેની લાશ ઠેકાણે પાડી દીધી હોત તો અત્યારની પરીથીસ્તી ઉપસ્થિત જ ન થાત. તેમજ એ લોકોની યોજના વ્યસ્થિત પર પડી જાત.

“હવે વધારે રાહ જોવાય તેમ નથી નાસીર તું અને મહમદ માણસોને લઇ અત્યારે જ અહીંથી નીકળી આપણી યોજના મુજબ આગળ વધો.”હુસેન અલી

“પણ તમે લોકો શું કરશો? અને બહાર પેલા કેટલા માણસો છે એ પણ આપણને ખબર નથી.” નાસીરે શંકા વ્યક્ત કરતા કહ્યું.

“એ લોકો છ વ્યક્તિ છે. જે માંથી બે ઘાયલ છે એક વ્યક્તિ કે જે દાદર ઉતરી અગાશી માંથી નીચે આવતો હતો તેણે કહ્યું.

“માત્ર છ જ વ્યક્તિ છે. છતાં પણ આપણને તેઓ સામે લડવામાં તકલીફ પડે છે.” હુસેનઅલી

“એ લોકો એ અચાનક હુમલો કર્યો જેના માટે આપણે તૈયાર ન હતા. તેમજ આપણું ધ્યાન એ બાબતમાં હતું કે આપણે આગળની યોજના કેવી રીતે પર કરીશું એટલે એ લોકો સફળ થયા છે.” એજાજ

“છ માંથી બે વ્યક્તિ ઘાયલ છે. તો હવે એ લોકો માત્ર ચાર વ્યક્તિ જ વધ્યા છે. હવે બહાર રહેલા આપણા લગભગ બધા વ્યક્તિ ઓ મૃત્યુ પામ્યા છે. માટે એ લોકો અંદર આવવા જોઈએ.” હુસેનઅલી

“એ તો ખબર પડશે પણ તમે ટૂંકમાં જેટલો સમાન છે. એટલો લઇ અને નીકળવાની તૈયારી કરો. જો એ લોકો અંદર આવે તો તક જોઈ ને તમે લોકો નીકળી જજો બાકી આગળ જે થશે એ જોયું જશે આપણું જે થાય એ પણ આપણે લડી ને જ શહીદ થવાનું છે.” હુસેનઅલી

“ત્યારબાદ નાસીર,મહમદ અને બીજા ત્રણ ગાર્ડ ટ્રક માં ગોઠવાયા. નાસીર,મહમદ અને બે ગાર્ડ ટ્રકમાં પાછળ બેઠા તેમજ એક ગાર્ડ ડ્રાઈવીંગ સીટ પર ગોઠવાયો. અને બીજા બધા અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ એ પહેલાજ સુનીલ અને રાજદીપ અંદર દાખલ થયા.

@@@@@@@@

સુનીલ અને રાજદીપ અંદર દાખલ થયા. ત્યારે બહારની બાજુએ આ ચાર મિત્રો વચ્ચે ચર્ચા ચાલતી હતી.

“આપણે પણ એ લોકોની જોડે જવું જોઈએ.” પાર્થ એ કહ્યું

“પણ એ બંને એ આપણ ને અહિયાં રહી ધ્યાન રાખવાનું કહ્યું છે.” કેયુરે કહ્યું

“આપણે ચાર છીએ અત્યારે ચારમાંથી બે તો તેની મદદ માટે જવું જોઈએ.” રાજે કહ્યું

“હું અને કેયુર જઈએ તમે બંને અહિયાં ધ્યાન રાખો કેમ કે તમને પણ અત્યારે સારી એવી ઈજા થઇ છે. જેથી વધારે ઈજા ન પહોચે.”અંકિત

“અંકિત બરોબર કહે છે અમે બંને જઈશું.” કેયુર

“ના હું પણ આવું છું મને તો હવે સારું છે.” રાજ

થોડી દલીલો બાદ નક્કી થયું કે અંકિત તેમજ કેયુર અંદર જશે અને રાજ તેમજ પાર્થ જે ઓરડી માં રાજદીપ બેઠો હતો એ ઓરડીમાં રહી ધ્યાન રાખશે.

@@@@@@@@@

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED