ઓપેરેશન દિલ્હી - ૨૫ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપેરેશન દિલ્હી - ૨૫

બીજી તરફ સુનીલ તેમજ રાજ જે ગાર્ડ તરફ આગળ વધી રહ્યા હતા એ ગાર્ડ પણ આ અવાજની દિશા બાજુ આગળ વધ્યો અને સુનીલ તેમજ રજની બાજુ એ આવ્યો તેને દુરથી જ સુનીલ અને રાજ ને જોઈ લીધા હતા આથી તેને ઝડપથી બંદુક ઉંચી કરી ગોળીઓ છોડી. સુનીલ નું ધ્યાન એ તરફ હોવાથી તેને રાજ ને ધક્કો માર્યો અને પોતે પણ બાજુએ ખસી ગયો જેથી પેલી ગોળી દીવાલ માં ઘુસી ગઈ હજી બંને ફરીથી થોડા સંતુલિત થાય એ પહેલા પેલા ગાર્ડે રાજ તરફ ગોળી છોડી. રાજ ખસ્યો પણ ત્યાં સુધીમાં થોડું મોડું થઇ ગયું હતું. એ ગોળી રાજના ખભા ને ચીરતી નીકળી ગઈ. રાજને લાગ્યું કે કોઈકે ગરમા ગરમ કોલસો તેના ખભા પર મુક્યો હોય એવી બળતરા થઇ. તેની આંખમાંથી આસું ઓ બહાર આવી ગયા. એટલી વારમાં સુનીલે પોતાની બંદુકમાંથી પેલા તરફ ગોળી છોડી જે પેલાની ખોપરી માં ઘુસી ગઈ જેથી તે ત્યાજ પડી ગયો.ત્યારબાદ સુનીલ રાજ પાસે આવ્યો તેને રાજ ને હાથ જરા પણ ન હલાવવા કહ્યું. તેને રાજ ના ખભા ફરતે મજબુતી થી કપડું બંધુ ગોળી ખાલી ઘસરકો કરીને નીકળી હોવાથી કઈ ચિંતા જેવું નહતું. રાજ ને પણ હવે થોડો આરામ લાગતો હતો ત્યાંથી એ બંને ગેરેજ બાજુ જવા નીકળ્યા.

અને ત્રીજી તરફ એજાજે જે ગાર્ડને બહાર જોવા મોકલ્યો હતો એ ગાર્ડ હજી દરવાજાની બહાર નીકળી કશું સમજે એ પહેલા જ તે ઢળી પડ્યો.રાજદીપ ઓરડીમાં એટલા માટેજ બેઠો હતો. કારણ કે ત્યાંથી દરવાજો સીધો દેખાતો હતો, દરવાજા માંથી નીકળતા વ્યક્તિ ને એ જોવામાં થોડી તકલીફ પડે. પેલા વ્યક્તિને ગોળી વાગી અને ઢળી પડ્યો તેથી અંદર બધા પોત પોતાના હથિયારો શોધવામાં લાગી ગયા. બીજો એક ગાર્ડ પોતાની બંદુક સાથે ધીમે ધીમે દરવાજાની બાજુએ ખસ્યો તેને સાવચેતી પૂર્વક બહાર જોવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી તેને ગેરેજ સ્પષ્ટ દેખાતું હતું. તેમાં તેને બે વ્યક્તિ ઉભેલા દેખાયા એટલે તેણે એમ માન્યું કે ગોળીઓ ત્યાંથી છોડાઈ છે.એટલે તેણે બહાર આવી સીધો ત્યાજ ગોળીઓ છોડી પણ તેનું નિશાન ચુકી ગયું અને એ પણ રાજ્દીપની ગોળી નો શિકાર થયો.

પાર્થે પેલા ગાર્ડને માર્યો ત્યારે તે દીવાલ ની તરફ ચોકી કરતો ગાર્ડ પણ એ તરફ આવ્યો તેણે પાર્થને જોઈ તેની તરફ ગોળીઓ છોડી. પાર્થનું ધ્યાન ત્યાં ન હોવાથી એક ગોળી તેના પગ માં ખુચી ગઈ જેના કારણે પાર્થનું સંતુલન બગડ્યું અને પડ્યો. તેને પગ માં અસહ્ય દુખાવો થતો હોવાથી તેનાથી ચીસ પડાઈ ગઈ. પેલો ગાર્ડ એ દિશા માં આગળ વધી રહ્યો હતો. એ હજી પાર્થ પાસે પહોચે એ પહેલા જ સામે ની બાજુએથી આવેલી ગોળી તેને વીંધતી ચાલી ગઈ અને એ ત્યાજ ઢળી પડ્યો. સુનીલ અને રાજ ઓરડીની પાછળ ની બાજુ એ થી ગેરેજ તરફ જતા હતા. ત્યારે તેઓએ પાર્થને પડતો જોયો જેથી એ ગેરેજ પર જવાને બદલે એ પાર્થની બાજુએ જવા લાગ્યા હજી એ ત્યાં પહોચે એ પહેલા તેને એક વ્યક્તિ દેખાયો એ પણ પાર્થ તરફ આગળ વધી રહ્યો હતો સુનીલને ખતરા જેવું લાગતા તેણે તે વ્યક્તિ તરફ ગોળી છોડી અને પેલો વ્યક્તિ ત્યાં ઢળી પડ્યો.ત્યાર બાદ સુનીલ અને રાજ ઝડપથી પાર્થ પાસે આવ્યા. સુનીલ અને રાજ પાર્થ ને ઊંચકી ગેરેજ માં લઇ આવ્યા ત્યાં જઈ એને જોયું કે પાર્થ ના પગ માંથી લોહી વહી રહ્યું છે.પાર્થ ના પગ માં ગોળી વાગી હતી તેમાંથી ખુબ લોહી વહી રહ્યું હતું સુનીલે તેને પણ રાજની જેમ ત્યાં મજબૂતી સાથે કપડું બંધી આપ્યું ત્યાર બાદ સુનીલે રાજ્દીપને ઈશારો કરી પૂછ્યું કે હવે આગળનો શું પ્લાન છે રાજ્દીપે તેને ધીમે ધીમે ગોડાઉનના દરવાજા બાજુ આવવા જણાવ્યું.

સુનીલ કેયુર તેમજ અંકિત ધીમે ધીમે દરવાજા બાજુ આવ્યા પાર્થ અને રાજને એ લોકો એ ગેરેજ માં જ રહેવા માટે જણાવ્યું કારણકે એ બંને ને ઈજાઓ થઇ હતી.

@@@@@@@

અંદરની તરફ એજાજે બધાને સાવચેત રહેવા જણાવી. પોતાને માટે બંદુક લેવા માટે ગયો,પરંતુ ત્યાં રૂમ પર તાળા લાગેલ હતા. આથી તેણે કાસીમને બોલાવી કહ્યું “ ઝડપથી આ દરવાજાની ચાવી લાવ.”

કાસીમ ઝડપથી ઉપર ચાવી લેવા માટે ગયો. એ થોડી વાર પછી આવ્યો ત્યારે તેના ચહેરા પર નિરાશા છવાયેલી હતી. તેણે આવીને કહ્યું કે “એ ચાવી સલીમ જોડે હતી, અને એ તો મૃત્યુ પામ્યો છે તે ચાવી હજી પણ તેની પાસે જ છે.”

“ગમે તેમ કરી એ ચાવી જોઈશે જ કેમ કે આપણો બધો સમાન પણ આ રૂમો માંજ પડ્યો છે. મારા અનુમાન પ્રમાણે આ લોકો અહી આવ્યા છે તો કોઇપણ સમયે તેઓની મદદ આવતી જ હશે.” એજાજ

“ હું કંઇક કરું છું” એમ કહી કાસીમ ફરીથી ઉપર ગયો એ ગયો એની થોડી વાર પછી એજાજે થોડી વારે ગોળીઓનો અવાજ સાંભળી એ ઉપર જવા માટે આગળ વધ્યો ત્યાં તેને ફરી ગોળીઓના અવાજ વાતાવરણમાં ગુંજ્યો.

@@@@@@@