પ્રિયાંશી - 13 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રિયાંશી - 13

" પ્રિયાંશી " ભાગ-13
બધી જ વાત મિહિરભાઇ અને અંજુબેને શાંતિથી સાંભળી, આ બાજુ અંદર પ્રિયાંશીએ પણ આ વાત સાંભળી, તેને તો શું કરવું તેની કંઇ ખબર જ પડતી ન હતી. એકસાથે હજારો પ્રશ્નોની વણઝાર મનમાં ચાલી રહી હતી, મમ્મી-પપ્પાને કઇ રીતે પૂછવું એમ તે વિચારવા લાગી, તેના માન્યામાં આ કોઈ વાત આવતી જ ન હતી, તેનું નાજુક હ્રદય આ વાતને સ્વીકારવા તૈયાર જ ન હતું, હજી પણ તેને થતું કે મમ્મી એકવાર કહી દે કે આ બધી જ વાત ખોટી છે, હું તો મારા પપ્પા હસમુખભાઈ અને મમ્મી માયાબેનની જ લાડકી દીકરી છું. અને તે ખૂબજ હતાશ થઈ ગઇ હતી. મનમાં ને મનમાં રડી રહી હતી.

મિહિરભાઇ અને અંજુબેને કહ્યું કે, " અમને કંઇ જ વાંધો નથી અમને તમારી પ્રિયાંશી ગમે છે અને અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ. " અંજુબેને મીઠાઇ ખવડાવી બધાનું મોં મીઠું કરાવ્યું અને વાત પાકી થઇ ગઇ.

હસમુખભાઈ અને તેમનો પરિવાર ઘરે જવા નિકળ્યા બધા ખૂબજ ખુશ હતા પણ પ્રિયાંશી બિલકુલ ચૂપ હતી. એકદમ ગંભીર અને વિચારમાં પડેલી દેખાતી હતી. તેને જોઇને હસમુખભાઈ અને માયાબેન વિચારમાં પડી ગયા. માયાબેને ઘરે આવીને તેને પૂછી જ લીધું, " આમ, શું વિચારમાં ડૂબી ગઇ છે, તારી ઇચ્છા મિલાપ સાથે લગ્ન કરવાની નથી કે શું ?"

ત્યારે પ્રિયાંશીએ કહ્યું, " ના, એવું નથી મમ્મી. " તો શું થયું બેટા ? તું આટલી નારાજ કેમ દેખાય છે ?" પ્રિયાંશીએ ખૂબજ દુઃખ સાથે પૂછી લીધું કે, " હું તમારી દીકરી નથી ને ? " માયાબેન એક સેકન્ડ વિચારમાં પડી ગયા કે, " શું અમારી વાત પ્રિયાંશી સાંભળી ગઇ હશે ? "

તેમણે કંઇજ જાણતાં ન હોય તેમ પૂછ્યું, " કેમ બેટા આવું કેમ પૂછે છે ? " પ્રિયાંશી થોડા ગુસ્સામાં હતી અને બોલી, " તે અને પપ્પાએ મને આટલા વર્ષો સુધી આ વાતની જાણ કેમ ન કરી, મને અંધારામાં કેમ રાખી, મેં શું બગાડ્યું હતું તમારું ? હું તારા અને પપ્પા ઉપર કેટલો હક કરું છું. મેં તમને કેટલા હેરાન કર્યા હશે. મારે જે ખાવું હોય તે હું દાદાગીરી કરી બનાવડાવુ છું અને તું ન બનાવે તો હું રિસાઇ જવું છું પછી તું તરત જ તે બનાવી દે છે અને તું મારી મમ્મી જ નથી. નાની હતી ત્યારે પપ્પા મને ન તેડે તો હું રસ્તા વચ્ચે બેસી જતી અને પપ્પા પછી, " હા ચલને ભઇ તેડી લઉં છું કહી તેડી લેતા તેમના ખભા ઉપર પણ બેસાડી દેતા, તેમણે મને ભણાવવા માટે કેટલી મજૂરી કરી, તમે મારી બધી જ ઇચ્છાઓ પૂરી કરી. અને તમે મારા મમ્મી-પપ્પા જ નથી.

તે ખૂબજ જોર જોરથી રડવા લાગી, બંને હાથ બંને લમણાં ઉપર મૂકી જોરથી માથું દબાવી દીધું અને બોલી, " હે ભગવાન આ શું થઇ ગયું, મારાથી આ વાત સહન જ નથી થતી. "

તે રડતી જતી હતી અને બોલતી જતી હતી, " મને આ વાતની ન હતી ખબર તે જ સારું હતું. હવે, હું મારી જાતને કદી માફ નહિ કરી શકું. હું તમારું એહસાન ક્યારે ચૂકવી શકીશ ? " સખત દુઃખમાં ઘરકાવ થઇ ગઇ હતી, તેને શું કરવું તે જ સમજાતું ન હતું.

માયાબેને તેના માથે વ્હાલ ભર્યો હાથ ફેરવ્યો અને બોલ્યા, " બેટા, તું અમારી જ દીકરી છે, આટલું બધું દુઃખ નહિ કર અને ચલ પહેલા એકદમ ચૂપ થઈ જા."
અને પ્રિયાંશીને તેમણે હ્રદયસ્પર્શી ચાંપી લીધી. ( જાણે ઘણાં વર્ષો પછી બંને જણાં મળ્યા હોય તેમ.)

અને બોલવા લાગ્યા, " છાની રહીજા મારી દીકરી અને શાંતિથી મારી વાત સાંભળ," તું અમને એટલી જ પ્રિય છે જેટલો રાજન બલ્કી એના કરતાં પણ તું અમને વધારે પ્રિય છે. અને તું તો દીકરી નહિ અમારો દિકરો છે દિકરો. અને દિકરો તો બહાદુર હોય. તું કેમ આમ ઢીલી પડી જાય છે બેટા "

અને આગળ કહેવા લાગ્યા કે, " તારી સાથે કોઈ અન્યાય નથી થયો બેટા, તું અમારા ઘરે જન્મ લેવાને બદલે ભાઇ મુકેશના ત્યાં જન્મી હતી, મારી કુખે જન્મ લેવાને બદલે વિભાની કૂખે જન્મ લીધો તો શું થઇ ગયું ? તું તો અમારી લાડકી દીકરી છે આ ઘરની રાજકુંવરી છે. ચાલ હવે મોં ધોઈને એકદમ ફ્રેશ થઈ જા બેટા. "