આટલાં દિવસની જુદાઈ થી પ્રેમનો વરસાદ એકસાથે આજે ધોધમાર વરસવાની તૈયારી હતી એની જાણ થઈ હોય એમ આકાશમાં વાદળોના ગડગડાટ સાથે વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.... એ વરસાદમાં રવિ અને પૂજા ભીંજાઈ ગયાં....
સોનેરી દિવસો સાથે પ્રિયતમનો સાથ આનંદ મંગલ માં દિવસો વિતતા ગયા.....એક વર્ષ ક્યાં પસાર થઈ ગયું..... ખબર પણ ના પડી.... આ દિવસોમાં ક્યારેય પૂજાને એનાં મમ્મી-પપ્પા તરફથી કોઈ શોધવા માટે આવ્યું જ નહોતું.... એ વાતને ધ્યાનમાં રાખીને એનાં સાસુ અને નણંદ પૂજાને કોઈ વાતે ઓછું આવવા દેતા નહીં.... એટલે પૂજા પણ સારી રીતે ઘરમાં મિક્સ થઈ ગઈ હતી.... એક દિવસ રવિ નો એક મિત્ર હરિપ્રસાદ ઘરે આવ્યો..... એ મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી હોવાથી હિન્દી ભાષી બોલી બોલતાં હતાં...રવિનોમિત્ર હોવાથી ઘરના સર્વે એને ઓળખતા હતા... પૂજા પણ પહેલી વખત આવી ત્યારે એમને મળી હતી... એટલે ઓળખતી હતી... ત્યારે એમણે ઘણી મદદ કરી હતી.... પૂજાને ખબર હતી.... રવિ ત્યારે ઘરે ન હોવાથી એ એનાં પપ્પા સાથે ગપ્પાં લગાવતા હતા... પૂજા ચા નાસ્તો તૈયાર કરીને એમને આપવા ગઈ.... ખૂબ હસમુખ સ્વભાવ હોવાથી એ રવિના પપ્પાને હસાવતાં હતાં...... પૂજાને જોઈને ... : ' કૈસી હો પૂજા ??? બૈઠો.... તુમ ભી સાથ મેં નાસ્તા લો.... કભી ઘર પે આયા કરો.... વો બુદ્ધુ કો બોલો લેકે આનેકો.... કહીં ઘૂમને જાયેંગે.... ઠીક હૈ.... ???? ' એકસાથે એટલું બધું બોલતાં સાંભળીને પૂજાને હસવું આવી ગયું.... એ પણ એમની સાથે હિન્દી માં વાતો કરવા લાગી.... એ બંનેને વાતો કરતાં જોઈને રવિના પપ્પા કોઈ કામથી ત્યાંથી ગયા... રવિ કરતાં થોડાં મોટાં દેખાતાં હરિપ્રસાદને પૂજા ભૈયાજી કહીને વાત કરતી હતી...
હરિપ્રસાદે પૂછ્યું : ' પૂજા, ઘર મેં સબ ઠીક હૈ ?? તુમ્હારે મમ્મી પપ્પા સબ ?? '
પૂજા : ' પતા નહીં ભૈયાજી !!!! અભી તો મીલી નહીં...'
હરિપ્રસાદ : ' કયો ???
પૂજા : ' પાપા.. નારાજ થે.. પતા નહીં કહેતે થે... કોઈ ગુંડે લોગ ધમકી દીએ થે.... તો અચ્છે લોગ નહીં હૈ !!!! મુજે સબ અચ્છે સે રખ રહે હૈ.... કોઈ પરેશાની નહીં હૈ.... પર પાપા કો વિશ્વાસ નહીં હૈ.... '
સાંભળી પહેલાં હરિપ્રસાદ જોસ જોસથી હસવા લાગ્યો.... બોલ્યો : ' દેખો પૂજા બાત ઐસી હૈ.... અબ તુમસે છુપાનેકી કોઈ જરૂરત નહીં હૈ....વો તુમ્હારે પાપા તુમ્હે વાપસ લેને કો આયે થૈ.... કોઈ બાત નહીં માન રહે થૈ તબ મેં મેરે એક દોસ્ત કો સાથ મેં લેકે બ્લેન્કેટ ઐસે મુંહ પે લપેટકર તુમ્હારે પાપા કો ડરાયા થા !!!!! ઓર વો ડર ગયે... મેં નેં ઘમકાયા ભી થા... મેરા થોડાં યે ડરાવના ચહેરા ઉનકો અસલી ગુંડે લગે... વૈસે મેં થોડાં પૈસા હી હૂં !!! દેખો યે એક આંખ કાચ કી હૈ !!! કીસી સે મારફાડ હુઆ થા... તબ યે આંખ ચલી ગયી થી.... લેકિન તુમ કિસી પ્રકાર કી ચિંતા મત કરો... તુમને મુજે ભૈયાજી બોલા હૈ..... કભી ભી કહીં ભી જરૂરત પે મુજે બતા દેના.... ઠીક હૈ !!!! ' કહે કે હરિપ્રસાદને પૂજા કે સિર પર હાથ રખા..... ત્યારે જ રવિ અંદર આવતા હરિપ્રસાદ બોલ્યો : ' રવિ ભી પરેશાન કરે તો ઉસકો ભી કાન પકડકર ઠીક કર દુંગા..... ઠીક હૈ !!! ' પૂજા રવિ માટે પાણી લેવા ગઈ...
રવિ : ' યે સબ કયા પટ્ટી પઢા રહા હૈ...... '
હરિપ્રસાદ : ' અરે નહીં... વો પૂજા કો વો ગુંડે બનકર ઉનકે પાપા કો ડરાયા થા.... વો બતા રહા થા.... '
રવિ : ' વો સબ બતાને કી જરૂરત નહીં થી....'
હરિપ્રસાદ રવિને કંઈ બોલવા ગયો ત્યાં જ પૂજા પાણી લઈને આવી..... એટલે બંને ચૂપ રહ્યાં....
થોડીવાર પછી હરિપ્રસાદ જતાં પૂજા રવિ સાથે વાત કરવા આવી.....
પૂજા : ' કેમ છે હીરો... નાસ્તો કરવો છે ???
રવિ : ' તે કર્યો ને નાસ્તો....'
પૂજા ભોળાભાવે : ' હા, ભૈયાજી ને એકલાં એકલાં લાગતું હતું... એમને .. પૂજા બોલવા જતી હતી... ત્યાં જ રવિ બોલ્યો
' આ ગુજરાત નથી લખનૌ છે... અહીં દરેક વ્યક્તિ સાધારણ નથી હોતા... કોણ ગુંડા છે ઓળખી ના શકાય.... દરેકની સાથે આમ એકલાં બેસી ના જવાય... '
પૂજા : ' આ તો તમારા ફ્રેન્ડ હતાં ને..... '
રવિએ પૂજા સામે જોયું..... પૂજાને આજે એ આંખોમાં ગુસ્સો દેખાયો....જે શબ્દોથી નહીં કહી શકાયું એ આંખો એ કહી દીધું.... પૂજાને થોડું અજુગતું લાગ્યું... પણ રવિ કોઈ ટેન્શનમાં હશે... એવું સમજી માટે એ બીજા રૂમમાં જઈને બીજા કામમાં વ્યસ્ત થઈ ગઈ...
જમીને પરવારી પછી પણ રવિ કોઈ મૂડમાં નથી... એવું જ લાગતાં પૂજા રવિ નો મૂડ સારો કરવા ... ' ચાલો, આંટો મારવા જઈએ... પણ રવિ કોઈ પ્રત્યુત્તર આપ્યા વગર ઉલટો ફરીને સૂઈ ગયો....
પૂજા આ નાની નહિ દેખાતી તિરાડ પડી એ પૂરવા કાલે સવારે રવિ સાથે વાત કરવાનું નક્કી કરી એ પણ સૂઈ ગઈ..... આજે પહેલી વખત બંને એકબીજા સાથે વાત કર્યા વગર રાત્રિ પસાર કરી....
સવારે ઉઠીને પૂજાએ જોયું તો રવિ ઘરમાં નહોતો.... ઘરમાં પણ કોઈને એ ક્યાં ગયો છે.... ખબર નહોતી... પૂજા આજે સાંસારિક જીવનનો ચઢાવ ઉતાર નો પ્રથમ અનુભવને કારણે વ્યથિત થઈ ગઈ....