તું મને ગમતો થયો - 4 Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મને ગમતો થયો - 4

કોલેજ લાઇફ-2


શ્રેયાની કોલજ લાઈફની એન્ટ્રી ધમાકેદાર થઈ અને એમાં fresher's partyએ તો શ્રેયાને ફેમસ કરી દીધી... બધા એના પર્ફોમન્સ અને સાથે એન્કરિંગની વાહ વાહ કરી.. શ્રેયા રેગ્યુલર કોલેજ જતી સવારે 11વાગે થી સાંજે 5:30 સુધી જેમાં 11 થી 2 સુધી lecture અને બોપોરે 2:30 થી 5:30 સુધી practical.... હવે તો એના પપ્પાએ એને એકટીવા લઈ દીધી જેથી કરીને એને કોલેજ જવામાં સરળતા થાય... આમ દિવસો પસાર થયા 15august , જન્માષ્ટમી જેવા તહેવાર પણ ઉજાવ્યા હવે નવો પડાવ શ્રેયાની રાહ જોઈ રહ્યો હતો એ હતો youth festival.. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજ વચ્ચે યોજવામાં આવે છે youth festival... એ youth festivalમાં ઘણી સ્પર્ધા હોય છે... જેમકે debate, rangoli, quiz ,drama, વગેરે... શ્રેયા પણ ઉત્સુકતાથી રાહ જોઈ રહી હતી.. એને drama માટે audition આપ્યું પણ એનું ગળું ખરાબ હોવાના કારણે એનું મુખ્ય selection ના થયું... એને અવેજીમાં રાખવામાં આવી.. કોઈ નીકળે તો એની જગ્યાએ અવેજીમાં હોય એ આવે.. પણ એવું બન્યું નહીં શ્રેયાનું youth festivalમાં ભાગ લેવાનું સપનું આ વખતે તૂટી ગયું... પણ શ્રેયા જાણતી હતી કે હજી આવતા વર્ષે પણ એને ચાન્સ છે... કોલેજ લાઈફ ઘણું શીખવી રહ્યું હતું નવા નવા મિત્ર બનતા હતા... શ્રેયા હમેશા બુધવારની રાહ જોતી કેમ કે બુધવારે 2 lecture free હોય એટલે એમાં કોઈ પણ વિષયના પ્રોફેસર આવીને ભણાવે પણ એ lecture મોટા ભાગે કોઈ ન આવતું એ સમયનો ઉપયોગ શ્રેયા એના મિત્રો લાયબ્રેરીમાં કરતા... વિવિધ પુસ્તકોનું વાંચન, ક્લાસમાં જે ભણાવ્યું એનું ચિંત કરે અને જે doubts હોય એ solve કરે.... Novemberની 15 તારીખે પેહલા સેમેસ્ટરની exam એટલે octoberની 15 તારીખે reading vacation પડી ગયું... થોડા દિવસોમાં દિવાળી હતી એટલે ઘરની સાફ સફાઈ ચાલું થઈ ગઇ... ઘરમાં રોનક આવી ગઇ... દિવાળી આવી સૌ કોઈનો મનગમતો તહેવાર... શ્રેયા ફટાકડા ન ફોડતી એ પૈસાની કોઈ એક પુસ્તક વસાવતી.... આવું એ છેલ્લા 5 વર્ષ થી કરી રહી હતી... આમ દિવસો વિત્યા exam આવી... શ્રેયાના બધા પેપર સારા ગયા.... practical exam પણ સારી ગઈ.. november પણ પૂરો થઈ ગયો... પહેલું સેમેસ્ટર એટલું જલ્દી પૂરું થઈ ગયું શ્રેયાને પણ ખબર જ પડી... બીજું સેમેસ્ટર ચાલુ થવામાં 15દિવસ બાકી હતા શ્રેયાએ વિચાર કર્યો.. આ 15 દિવસની રજામાં કંઇક નવું કરી એટલે કલાસના દસ મિત્રોનું ગ્રુપ બનાવ્યું નામ રાખ્યું "સારથી" એ ગ્રૂપમાં નક્કી થયું કે આપણે slums વિસ્તારમાં જઈ ત્યાંના બાળકોને શિક્ષણ આપીશું... જે બાળક શિક્ષણથી વંચિત રહી જાય છે એમને શિક્ષણ આપવાનું કામ કરશુ.. સમયનો સદુપયોગ પણ થાય સાથે એક અનુભવ પણ... આમ 15 દિવસ સવાર થી સાંજ અલગ અલગ વિસ્તારમાં જઈ પોતાના પૈસે ફાળો કરી એ બાળકોને સારથી ગ્રુપ દ્વારા પુસ્તકો આપવામાં આવ્યા અને શિક્ષણ પણ આપ્યું... એટલું જ નહીં એ બાળકોને શાળામાં પ્રવેશ આપવાનું પણ પ્રણ લીધું... કોલેજ લાઈફનું પહેલું કાર્ય શ્રેયા અને એની ટીમ દ્વારા કર્યું જેની કોલેજમાં નોંધ પણ લેવાઈ.. અને એના ગ્રુપમાં બીજા પણ જોડાયા.. ફરી કોલજ ચાલુ થઈ બીજું સેમેસ્ટર ચાલુ થયું... હવે શ્રેયા ધીમે ધીમે કોલેજની એક નાની સેલિબ્રિટી બની ગઈ... પ્રોફેસર થી લઈને આચાર્ય સુધી એને ઓળખવા મંડ્યા.. સાથે શ્રેયાનું પેહલા સેમેસ્ટરનું પરિણામ પણ આવ્યું 76.6% સાથે પાસ થઈ... કોલેજ લાઈફનું બીજું સેમેસ્ટર festival અને daysમાં જ પૂરું થઈ જાય.. એની શરૂઆત christmasથી થાય પછી આવે new year celebration, પછી જાન્યુઆરીમાં days celebration જેમાં 7 દિવસ અલગ અલગ dayની ઉજવણી કરે જેમાં goggles day, signature day, group day જેવા વિવિધ day ઉજવવામાં આવે પછી આવે માર્ચમાં હોળી અને પછી એપ્રિલમાં સેમેસ્ટરની exams.. બીજું સેમેસ્ટર ક્યારે ચાલુ થાય ને ક્યારે પૂરું થાય ખબર જ ના પડે... પછી આવ્યું અઢી મહિનાનું વેકેશન એમાં શ્રેયાના પપ્પાને પ્રમોશન મળ્યું મહાત્મા ગાંધી શાળાના આચાર્ય તરીકે નિમણુંક થઈ... શ્રેયાએ પણ પપ્પા સામે શરત મૂકી કે તમારે શાળાના પ્રવેશોત્સવમાં મજૂરી કરતા મજૂરોના અને slumsમાં રહેતા લોકોના બાળકોને પ્રવેશ આપવાનો.... શ્રેયાની શરત મંજુર થઈ.. એ બાળકોને શાળા પ્રવેશોત્સવ માટે નામાંકન થયું... સમય વીત્યો વેકેશન પૂરું થયું... કોલેજનું બીજું વર્ષ શરૂ થયું... પેહલા વર્ષની જેમ routine ચાલુ થયું... આ વખતે શ્રેયા યુથ ફેસ્ટિવલ માટે પૂર્ણ તૈયારી કરી હતી સપ્ટેમ્બર આવ્યો અને કોલેજમાં યુથ ફેસ્ટિવલના audition શ્રેયા dramaનું audition આપ્યું અને selection થયું... નાટકનું નામ હતું "પપ્પા તમને વ્હાલું કોણ?" એ નાટકમાં એવું હતું કે એક દિકરી એના પિતાને વ્યસન છોડાવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે પણ અંતે વ્યસન છૂટતું નથી અને એના પિતાને વ્યસન ભરખી જાય છે ત્યારે એ દીકરી પ્રતિજ્ઞા લે છે કે હું સમાજને વ્યસનમુક્ત કરીશ અને એ દીકરીને મોટી સફળતા મળે છે... એ નાટકમાં દીકરીનો રોલ શ્રેયાએ ભજવ્યો હતો અને એ નાટક યુથ ફેસ્ટિવલમાં પ્રથમ આવ્યું.... આમ શ્રેયા અને ઝેવિયર્સ કોલેજની સફળતામાં એક નવું પાંદડું ઉમેરાયું.... અને પછી ફરી પરીક્ષાઓ આવી અને જે routine ચાલતું હતું ગયા વર્ષે એ જ routine હતું... એમ કરતાં કરતાં ત્રીજું અને ચોથું સેમેસ્ટર પણ પૂરું થયું.... કોલેજના બે વર્ષ ક્યારે પૂરા થઇ ગયા શ્રેયાને પણ ખબર ના પડી.. કોલેજમાં ઘણાં મિત્રો બની ગયા હતા... અને એક બીજાને મદદ કરતા.. એના સંદર્ભે શ્રેયા લખે છે,


નિર્ણય જયાં સચોટ હોય,
તપ જ્યાં કઠોર હોય,
સજા જ્યાં મોજ મજાની હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય,

ન એટલા બંધન ન ત્યાં એટલા નિયમ,
છતાં જ્યાં મન થાય જવાનું કાયમ,
દોસ્તો સાથે share કરી એ પળ કેવી મજાની હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય,

fashionની જ્યાં ભરમાર હોય,
passion પણ જ્યાં જોરદાર હોય,
અને ટશનની વાત તો જાણી અજાણી હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય,

જુવાની જ્યાં ખભે ખભો મિલાવતું હોય,
હૈયું જ્યાં સૌનું મલકાતું હોય,
એ મજા જ્યાં કંઈક અલગ મજાની હોય,
એવી કોલેજ લાઈફ મજાની હોય....


પેહલા વર્ષમાં એક સારથી નામનું ગ્રુપ બનાવી શિક્ષણ કાર્ય નાનામાં નાના વ્યકિત સુધી પહોંચવું કરવું બીજા વર્ષમાં યુથ ફેસ્ટિવલમાં કોલેજને drama team દ્વારા પ્રથમ ક્રમાંક મેળવવો આ બધું શ્રેયા માટે સફળતા શિખર પર લઈ જઇ રહ્યું હતું...
પણ......
પણ.....
પણ.....