તું મને ગમતો થયો - 5 Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું મને ગમતો થયો - 5

માણસ જ્યારે સુખી હોય છે તો એ કુદરતને પણ મંજૂર નથી હોતું અને દુઃખી હોય તો પણ કુદરતને મંજુર નથી હોતું... શ્રેયાની સ્કૂલ અને કોલેજની પરીક્ષાઓમાં ખૂબ સરસ રીતે ઉત્તીર્ણ થઈ હતી પણ જીવનની પરીક્ષા તો હજી બાકી હતી... કોલેજ લાઈફની બધી મજાઓ માણતા માણતા જીવનને સફળતા માટે એક લય પ્રાપ્ત થઈ રહી હતી ત્યારે અચાનક એક એવો પળ આવીને ઉભો રહી ગયો જેની કલ્પના શ્રેયા અને એના પરિવારે કરી જ ન હતી... આ વખતે વહેલી પરીક્ષાઓ લેવાઈ હતી એટલે 28 માર્ચએ જ vacation શરૂ થઈ ગયું અને સ્કૂલમાં પણ vacation.... શ્રેયાના પપ્પાને પણ રજા જ હતી.. શ્રેયા પણ આ વખતે પોતાના જન્મદિવસ (2 april) પર રજા હોવાના કારણે ઘણી ખુશ હતી... 31માર્ચ એ રોજ ની જેમ રાત્રે જમી ને શ્રેયા અને એના પપ્પા વચ્ચે ચર્ચા અને ચિંતન ચાલે શિક્ષણ અને ભવિષ્યની તક પર પણ આજે કોઈ ચર્ચા ન કરી પણ આજે ચેસ રમી.. એટલે રાત્રે 9 વાગે ચેસ રમવા બેસી ગયા... પછી કેરમ રમી... આમ કરતા કરતા 12 વાગ્યા ,પછી સુઈ ગયા.... શ્રેયા અને એનાં મમ્મી પપ્પા સવારે વહેલા ઉઠવાની ટેવ એટલે 6 વાગ્યે ઉઠે.. પણ આજે એના પપ્પા ના ઉઠ્યા.. શ્રેયા ઉઠી ગઈ એટલે એના પપ્પાનો રૂમ ખખડાવ્યો, મમ્મી ઉઠ્યા અને મજાકમાં બોલ્યા આજે તારા પપ્પા ઉઠવાના નથી રાત્રે મોડા સૂતા છેને એટલે શ્રેયા પણ હસી પડી... પણ એ મજાક ક્યારેક સાચી પડી જશે એ કોઈને ખબર ન હતી... 8 વાગ્યા શ્રેયા મનમાં બોલી પપ્પા હજી નથી ઉઠ્યા શ્રેયાને લાગ્યું પપ્પા મને નાટક કરી ને એપ્રિલ ફૂલ બનાવે છે પણ શ્રેયાનો અંદાજો ખોટો પડ્યો જ્યારે એના પપ્પાના મોઢામાં ફીણ જોયા... શ્રેયા હેબતાઈ ગઈ, મમ્મીને બૂમ પાડી, જલ્દી આવ પપ્પાને કંઈક થયું છે.. . ફટાફટ હીનલબેન (શ્રેયાના મમ્મી) રૂમમાં આવ્યા શ્રેયાના પપ્પા મુકેશભાઈના હાથમાં ધબકારા ચેક કર્યા એ ચાલતા હતા પણ મુકેશભાઈને પરસેવો વળી ગયો હતો ઝડપથી 108ને ફોન કર્યો..... થોડી વારમાં 108 આવી એમાં ડૉક્ટરે ચેક કરી મુકેશભાઈને તરત પ્રાથમિક સારવાર કરી નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા સાથે શ્રેયા પણ હતી અને એના મમ્મી કાર લઈને આવ્યા... રિપોર્ટ કરાવ્યા પછી એડમિટ કર્યા.... ડૉક્ટરે શ્રેયા અને હીનલબેનને બોલાવીને કહ્યું મુકેશભાઈની તબિયત થોડીક serious છે, એમને પેરાલીસીસ થઈ ગયું છે પણ એમને treatment આગળ વધશે એમ સુધારો થતો જશે પણ અત્યારે 24 કલાક બોવજ ભારે છે એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી સુધારો આવે.. ... પેરાલીસીસ સાંભળી શ્રેયાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.... પણ જેમ તેમ કરી શ્રેયાએ પોતાની જાતને સંભાળી.. હીનલબેને પણ મન મજબૂત રાખ્યું... એપ્રિલ ફૂલના દિવસે કુદરત કેવી એપ્રિલ ફૂલ કરી ગઈ... શ્રેયા પણ જાણતી હતી કે એની સાચી પરીક્ષા તો હવે છે... એટલે હિંમત રાખી અને હીનલબેનને હિંમત આપી.. હજી આ વાતની જાણ કોઈને થઈ ન હતી અને ત્યાં હોસ્પિટલમાં મુકેશભાઈના મિત્ર dr. શાહને જે એમની treatment કરી રહ્યા હતા એને પણ કીધું કે મુકેશભાઈના કોઈ મિત્રો જાણ ન કરે નહીં તો ફોન ઉપર ફોન ચાલુ થઈ જશે, અમે અમારી રીતે જાણ કરી દઈશું... મુકેશભાઈને icu વોર્ડમાં શિફ્ટ કર્યા... બીજે દિવસે શ્રેયાનો જન્મદિવસ હતો ઘણા friends તો આજ ફોન કરી રહ્યા હતા પણ શ્રેયા કોઈનો ફોન રીસિવ નહોતી કરતી... એ તો બસ એક જ પ્રાર્થના કરી રહી હતી પપ્પાને જલ્દી સારું થઈ જાય.... સાંજ પડી dr. શાહ icu વોર્ડના ચેકીંગ રાઉન્ડ માટે ગયા બધા દર્દીની તપાસ કરી મુકેશભાઈની તાપસ કરી પછી dr. શાહે એના ઓફીસમાં શ્રેયા અને હીનલબેનને બોલાવ્યા... રિપોર્ટ તપાસીને કીધું કે મુકેશભાઈની હાલતમાં સુધારો જણાઈ રહ્યો છે... હવે બસ તમારે સકારાત્મકતાથી એમને આ મુશ્કેલ સમયમાંથી બહાર લાવવાના છે... પણ હજી મુકેશભાઈ serious તો છે જ...

એટલે તમે પ્રાર્થના કરતા રહેજો.... શ્રેયાએ એની બેસ્ટ friend હેમાલીને ફોન કરીને હોસ્પિટલે બોલાવી.. હેમાલી પણ થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગઈ પણ કોઈ પ્રશ્ન કર્યા વગર હોસ્પિટલે પહોંચી ગઈ અને શ્રેયાએ હીનલબેનને ઘરે જવા કીધું.... હીનલબેન ગયા પછી હોસ્પિટલના પાર્કિંગમાં જઈને શ્રેયા હેમાલીને hug કરી ખૂબ રડી... હેમાલીએ હિંમત આપી... શ્રેયા શાંત થઈ... પપ્પાની ચિંતા એને સતાવી રહી હતી.... શ્રેયાના જીવનનો બીજો ટર્નિંગ પોઇન્ટ હતો.. પહેલો ટર્નિંગ એ હતો જ્યારે શ્રેયાને 11માં ધોરણમાં ડેન્ગ્યુ થયો હતો... શ્રેયાએ જેમ યુથ ફેસ્ટિવલના નાટકમાં દીકરીનો રોલ કર્યો'તો એમ આજે જીવનનાં નાટકમાં એ રોલ નિભાવનો હતો... હોસ્પિટલમાં રાત્રે એક દર્દીના એક સગાને રોકવાનો નિયમ હતો પણ dr. શાહે શ્રેયા અને હેમાલીને રોકાવાની permission આપી હતી... dr. શાહની ડ્યૂટી સવારથી સાંજ હોય પણ મુકેશભાઈના ખાસ મિત્ર હોવાથી અને ડોક્ટર હોવાથી એને પણ રાત્રે ડ્યૂટી પર રહેવાનું નક્કી કર્યું...
એટલે કહેવું પડે છે,


કુદરત પણ ગજબનો ખેલ રમી જાય છે,
નક્કી એ જિંદગી સાથે કંઈક મેલ કરી જાય છે,

કોઈ રાજી હોય તો એને મંજુર નથી,
કોઈ દુઃખી હોય તો એને ગમતું નથી,
એને પણ કોઈક બીજું ગમી જાય છે,
કુદરત પણ ગજબનો ખેલ રમી જાય છે,

થોડુક હસું તો એ રડાવી જાય છે,
અને થાવ ગુસ્સે તો હસાવી જાય છે,
ખબર નહી એ ક્યારે નમી જાય છે,
કુદરત પણ ગજબનો ખેલ રમી જાય છે,

કુદરત પણ ગજબનો ખેલ રમી જાય છે,
નક્કી એ જિંદગી સાથે કંઈક મેલ કરી જાય છે,

......................................................................


..વધુ આવતા અંકમાં...