coffeeno kadvo ghunt books and stories free download online pdf in Gujarati

કોફીનો કડવો ઘૂંટ

' કોફીનો કડવો ઘૂંટ '

લગ્નના ચાલીસ વર્ષે એક અપ્રત્યાશીત ઘટનાએ મને હલાવી નાખ્યો . જીવનનૈયાના પાટા પર એકસરખી ગતિથી ચાલી રહેલી જીવનની ગાડીના સાથે ચાલનાર પૈડાં પાટા ઉપરથી ઉતરી જ પડ્યા .

આજ સવારની કોફીનો સ્વાદ મને થોડો વધારે કડવો લાગ્યો . એક ઘૂંટ ભરતા જ ગઈકાલ રાતના સંવાદો ફરીથી તાજા થયા . કપમાં રહેલી કોફીનો સટ્ટાક દઈને ફળિયાના ઘાસ પર ઘા કરી દીધો .

ગઈકાલ રાતે મારા દીકરાના દીકરાનો જન્મદિવસ હતો . કંપની તરફથી મળેલ ક્વાટર્સમાં મારો દીકરો સાહિલ એના પરિવાર સાથે રહેતો હતો .
હું અને મારી પત્ની સુધા અમારા જુના ઘરમાં જ સ્થાયી હતા .
કાલે પૌત્રનો જન્મદિવસ હોવાથી અમે સવારથી ત્યાં જ હતા . કેક કપાય ગયા બાદ આવેલા મહેમાનોનું ડિનર ચાલી રહ્યું હતું .
મારો ખાસ , જીગરજાન મિત્ર શૈલેષ પણ એની ફેમિલી સાથે હાજર હતો . બધાજ મોજમસ્તીમાં ડૂબેલા હતા .
અને બરોબર એ જ સમયે લાઈટ ગઈ . એ પાંચ-સાત મિનિટતો કોલાહલ મચી ગયો .

હા , એ પાંચ મિનિટના અંધકારે મારી જિંદગીમાં પણ કોલાહલ મચાવી દીધો હતો . રાતના અંધકારમાં કાનમાં પડેલા શબ્દો હજુ ગુંજતા હતા .
એટલે જ આજ સવારની કોફીનો ઘૂંટ ભરતા જ સ્વાદ કડવો લાગ્યો હતો .
🌺🌺🌺🌺

એમ તો મારી પહેલી પસંદ ચા હતી .સવાર સવારમાં ચા વગર એક ડગલું ના ભરી શકુ .
પરંતુ સુધાના પ્રેમમાં પડ્યા પછી મારી જીભનો સ્વાદ બદલાય ગયો . સુધાને કોફી ખૂબ પ્રિય હતી . મેં પણ એની પસંદને બખૂબી સ્વીકારી ચા નો ત્યાગ કર્યો .

લગ્નના બંધનમાં બંધાય ગયા બાદ સવારે વેલો ઉઠીને હું જ કોફી બનાવતો અને બનાવીને પ્રેમથી સુધાના હાથમાં મુકતો . સવારે ઉઠતા જ સુધાના ચહેરાનું સૌંદર્ય ઔર ખીલી ઉઠતું . કોફી પીતી સુધાના ચહેરાના હું અપલક નયને જોતો રહેતો .
એકબીજાને સમજીને ચાલવાની અમારી સમજદારીની અમારા જ લોકો ઈર્ષ્યા કરતા .

ગઈકાલ રાતના જન્મદિવસની પાર્ટીમાં મારે કોઈનો ફોન આવતા હું અંદર રૂમમાં વાત કરવા ગયો . વાત પૂરી થઈ એ દરમ્યાન જ લાઈટ ગઈ .

બહારના વરંડામાંથી ઉપર અગાસી તરફ જતા પગથિયાં પર ધીમી અવાજમાં કોઈ સંવાદ કાને અથડાયો . મેં મારા કાન સરવા કર્યા .

સંવાદ કૈક આવો હતો .
' શુ હવે શૈલેષ આ ઉંમરે પણ
તને પણ શરમ નથી આવતી ??? '

' અરે પ્રેમ કરવામાં ઉંમર શુ જોવાની ?
અને એમાં શરમ શેની...? ' ,
અત્યારે જે અંધારું છે ને એવું જ અંધારું મારા ખાસ મિત્ર પંકજના જીવનમાં છે .આટલા વર્ષો નીકળી ગયા પરંતુ એને ખબર જ નથી પડી કે સાહિલ આપણો દીકરો છે . આપણે ચૂપચાપ ડી.એન.એ . ટેસ્ટ કરાવી લીધો હતો ને ...
સંવાદ અધુરો રહી ગયો ને લાઈટ આવી ગઈ .

આ સંવાદ મારી પત્ની સુધા અને મારા લંગોટિયા યાર શૈલેશનો હતો .
🌺🌺🌺
ફોનની રિંગ વાગતા જ વિચારોમાંથી જાગૃત થયો . સાહિલનો ફોન હતો .
એકવાર તો ઈચ્છા થઈ કે ફોન ઉપાડુ જ નહીં . પણ ગુસ્સાને ગળી જઈને ફોન ઉપાડ્યો.... અને બોલ્યો ' હેલો...
આટલી વ્હેલી સવારે શુ થયું ?

' પપ્પા શુ પછી આજે સવારે કોફી પીધી કે ચા ? '

' આવો સવાલ કેમ પૂછે છે ? હું તો શરૂઆતથી કોફી જ પીવ છુ . '

મને ખબર છે પપ્પા ... ગઈકાલના એ પાંચ મિનિટના અંધકારમાં તમે જે સંવાદ સાંભળ્યા ... એ સંવાદ મેં પણ સાંભળ્યા હતા .
પપ્પા મારા જીવનમાં મારુ નામ , મારુ સ્ટેટ્સ એ બધુ તમારે લીધે છે .
તમારા આકારને તો હું અંધકારમાં પણ ઓળખી લવ પપ્પા ...
મારો જન્મ થતા જ તમે મને ગોદમાં લઈને પાડેલી સેલ્ફી વાળો ફોટો હજુ પણ મેં સાચવીને રાખ્યો છે . ,
એ સમયે તમારી આંખમાંથી ટપકતા હર્ષના આસું પણ ફોટામાં સ્પષ્ટ નજર આવે છે . , મારા ગાલ પર ચુમ્મીઓનો વરસાદ કર્યો હતો . ,
મારુ અડધી રાતનું જરા સરખુ રુદન પણ તમારાથી જીરવાતું નહિ .
અને અડધી રાતે મને ગોદમાં લઈને બાલ્કનીની ઠંડી હવામાં આંટા મારતા .
પા પા પગલીના ડગ ભરતા પણ તમે જ શીખવ્યું છે . ,
મારી ઈચ્છાઓ અને આશાઓને તમે જ પુરી કરી છે પપ્પા ,
મારા જીવનમાં અનેક જગ્યાએ મારુ પીઠબળ બનીને તમે જ ઉભા હતા . ,
તમારા જ આપેલા સારા સંસ્કારોને લીધે સમાજમાં નામ કમાયો છું . ,
જીવનમાં દરેક રસ્તે તમે મારા સાચા પથદર્શક રહ્યા છો . ,
આજે હું પણ મારા દીકરાને આવા સંસ્કાર આપી રહ્યો છું .
મારા જીવનમાં તમારું શુ સ્થાન છે એ બીજું કોણ જાણે ? '
મારા માટે તો તમને દુનિયાનો સર્વશ્રેષ્ઠ પિતા કહું તો પણ ઓછું છે . ,

હા , મને આ વાતનો અંદાજ તો બહુ પેલા આવી ગયો હતો . પરંતુ મમ્મી પ્રત્યેના તમારા અતૂટ વિશ્વાસને તોડવાનું જોખમ હું ખેડી ના શક્યો .

ફોન મુકાય ગયો...
પોતાના દીકરાનો પિતા પ્રત્યેના પ્રેમના આટલા અમૂલ્ય ઉદાહરણો...... આનાથી વધારે બીજું શુ હોય શકે ...!!! '

ફોન મુક્તા જ બીજી સેકન્ડે સુધાના ફોનમાં રિંગ વાગી ..સુધા એકદમ સફાળી બેઠી થઈ ગઈ ..અને બોલી
' શુ થયું દીકરા ...? વ્હેલી સવારે ? '

ખાસ કંઈ નહીં બસ પણ આજથી પપ્પાનું રુટીન બદલાય ગયું છે . અને હા હવે આજથી તારી કોફી તારે જાતે જ કરવી પડશે . પપ્પાનો કોફી પરથી સ્વાદ ઉઠી ગયો છે .
બીજું ખાસ ગઈકાલ રાતે જે લાઈટ ગઈ હતી એ પાંચ મિનિટના અંધકારમાં કોઈ એક ખૂણામાં ધીમી અવાજમાં બોલાય રહેલા સંવાદ મારા અને પપ્પાના કાનમાં હજુ પણ ગુંજે છે ......

સુધા માટે ગઇકાલના એ પાંચ મિનિટના અંધકારે એની પુરી જિંદગી અંધકારમય કરી નાખી .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED