Aryariddhi - 51 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૫૧


આર્યવર્મન જેમ જેમ બોલી રહ્યો હતો તેમ બધા ચહેરા પરના ભાવ બદલાઈ રહ્યા હતા. રિદ્ધિની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ હતી. મૃત્યુની કગારે પહોંચેલા માતપિતા, પિતા સમાન એવા અંકલનું મૃત્યુ, ગંભીર રીતે ઘાયલ થયેલો ભાઈ અને જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો તેવા આંટી જ તેના ગુનેગાર નીકળ્યાં.

આટઆટલું થયું હોવાં છતાં રિદ્ધિ કોઈ પણ ઘટનાને પોતાનાં પર હાવી થવા દે તેમ નહોતું કેમકે તેનાથી તેના ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર થાય તેમ હતું.
એટલે રિદ્ધિ ખૂબ હિમતથી ખુદને સાંભળી રહી હતી.

આર્યવર્મનની વાત પૂરી થઈ એટલે રિદ્ધિએ તેને ફરીથી સવાલ પૂછ્યો, “જો આર્યવર્ધને આ બધું નાટક કર્યું હતું તો શું મારા આંટીને વિશ્વાસ થયો નહોતો કે બધાનું મૃત્યુ થઈ ગયું છે અને આ બધું થયું ત્યારે અમે મારા અંકલના ફ્રેન્ડ સ્મિથ સાથે FBI ઓફિસે જઈ રહ્યાં હતાં ત્યારે સ્મિથનો એક્સિડંટ કોણે કરાવ્યો હતો?”

આ સાંભળીને આર્યવર્મને મૌન ધારણ કરી લીધું. તે એકવાર ઊંડો શ્વાસ લઈને બોલ્યો, “તારા આંટીને એટલો વિશ્વાસ થઈ ગયો હતો કે વર્ધમાન, આર્યા, વિપુલ અને મૈત્રીનું મૃત્યુ થઈ ચૂક્યું છે પણ જ્યારે આ બધું બન્યું ત્યારે તારા આંટી ખૂબ જ ગુસ્સામાં હતાં. તારા અંકલનો મિત્ર સ્મિથ તારા આંટીનો સાથી હતો. તેમણે સ્મિથને ખાનગીમાં મળીને તમને બધાને એકસાથે મારી નાખવા માટે પ્લાન બનાવ્યો.”

“તે પ્લાન પ્રમાણે સ્મિથ તમને બધાને FBI હેડક્વાર્ટર લઈ જવા માટે નીકળ્યો અને રસ્તામાં જ એક ટ્રક તમારી કાર સાથે અથડાવીને એક્સિડંટમાં તમને બધાને મારી નાખવાનો હતો. પણ તમે નક્કી કરેલા ટાઈમિંગ કરતાં મોડા નીકળ્યા એટલે સ્મિથે જે ટ્રક ડ્રાઈવરને નક્કી કર્યો હતો તેણે સ્મિથની કારને તમારી કાર સમજી લીધી અને સ્મિથની કારને ટક્કર મારી દીધી. એ પછી શું થયું તે બધી વાત તું જાણે છે.”

રિદ્ધિએ માથું ઝૂકાવીને હકારમાં ઈશારો કર્યો પણ ક્રિસ્ટલ વચ્ચે બોલી ઉઠી, “પણ આર્યવર્મન આ બધામાં તું ક્યાથી આવ્યો? અને તે કહ્યું હતું કે તું અને આર્યવર્ધન ટ્વિનસ હતાં. પણ જ્યારે આર્યવર્ધનનો જન્મ થયો ત્યારે તે એકલો જ હતો આ વાત મને ખુદ આર્યવર્ધને કહી હતી તો આ કઈ રીતે શક્ય છે?”

આર્યવર્મને સંધ્યા સામે જોયું એટલે સંધ્યાએ આંખથી ઈશારો કરીને આગળની વાત કહેવા માટે ઈશારો કર્યો. આર્યવર્મને ક્રિસ્ટલ સામે જોયું અને બોલ્યો, “જ્યારે અમારો જન્મ થયો ત્યારે મારા પિતાએ મને અલગ કરી દીધો હતો. તેનું કારણ એક જ હતું તેમના જીવને ખતરો. કદાચ ક્યારેક તેમને કઈક થઈ જાય તો હું તેમના કામને આગળ વધારી શકું.”

“અને હું અત્યારે આ જ કામ કરી રહ્યો છું, તેમની બીમારીનો ઈલાજ શોધીને. મારી આર્યવર્ધન સાથે બે જ વખત મુલાકાત થઈ હતી. પણ અમે એકબીજાને વર્ષોથી ઓળખતાં હોય તેવું લાગ્યું.” રિદ્ધિએ અચાનક ઊભી થઈને આર્યવર્મને બોલતાં અટકાવી દીધો.
“હું તને જ્યારે પણ જોવું છું ત્યારે મને તારામાં આર્યવર્ધન દેખાય છે. તું મને કારણ આપ કે શા માટે મને અહી લાવ્યો છે અને મારા મમ્મીપપ્પાની બીમારીનો ઈલાજ કોઈ શોધી શક્યું નથી તેનો ઈલાજ મારા અને આર્યવર્ધનના ડીએનએ વડે કઈ રીતે થઈ શકે તેમ હતો?” રિદ્ધિ ગુસ્સાથી ટેબલ હાથ પછાડીને બોલી. ક્રિસ્ટલ અને મેઘના આ જોઈને ચોકી ગયા.

રિદ્ધિના ચહેરા પર ગુસ્સો હતો અને તેની આંખોમાં દુઃખ હતું. મયુરીએ રિદ્ધિને પાણીનો ગ્લાસ આપીને શાંત થવા માટે કહ્યું. આર્યવર્મન પોતાની જગ્યા પરથી ઊભો થઈને રિદ્ધિની ખુરશી પાછળ ઊભો રહ્યો અને બોલ્યો, “રિદ્ધિ, તને ખબર છે ને મારા પિતાએ જ્યારે તારા પેરેન્ટ્સને બચાવ્યા ત્યારે તે બધા પર રેડીએશનની અસર થઈ. તે સમયે તું અને મારા ભાઈ નાના હતાં અને તમારા પેરેન્ટ્સ સાથે રહેતાં હતાં. સતત તેમના સંપર્કમાં રહેવાથી આ બીમારી તમને પણ લાગુ પડી હતી. પરંતુ તમારા બંનેનું ડીએનએ સ્ટ્રકચર આ બીમારીનો સામનો કરીને બેઅસર થઈ ગયું.”

“તેથી તમારા ડીએનએમાંથી આ બીમારીને ખતમ કરનારી સિરમ બની શકે તેમ છે. એ માટે તો રાજવર્ધન અને મેઘના તને અહી લઈ આવ્યા. પણ અફસોસ કે ભાઈ અહી આવવાને બદલે ભગવાન પાસે જતાં રહ્યાં અને રહી વાત કે આ બધામાં હું ક્યાથી આવ્યો તો એક વર્ષ પહેલાં હું મિયામી ગયો હતો એક ડોક્ટરની કોન્ફરન્સમાં ત્યારે મને આર્યવર્ધન બીજી વખત મળ્યો હતો. તે સમયે તેમણે મને આ બધી વાત કરી હતી અને કોઈ શાંત સ્થળ શોધવા માટે કહ્યું હતું ત્યારે મે તેમને આ મહેલની વાત કરી હતી.”

“ભાઈ , મારી વાત તરત માની ગયા અને બીજા અઠવાડિયે અમે બધાને અહી લાવીને તેમનો ઈલાજ શરૂ કર્યો પણ અમને નિષ્ફળતા જ મળી. પરંતુ આજે એક આશાનું કિરણ દેખાયું છે અને એવું લાગે છે કે હવે બધાને બચાવી લઈશું.” પોતાની વાત પૂરી કરીને આર્યવર્મન એક ખૂણામાં જતો રહ્યો.

એટલે રાજવર્ધન પોતાની જગ્યા પરથી ઊભો થયો અને આર્યવર્મન પાસે જઈને તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો, “આર્યવર્મન, જ્યારે મે મોટા ભાઇના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે મને લાગ્યું કે મે મારું સર્વસ્વ ગુમાવી દીધું છે પણ જ્યારે તમને જોયા પછી એવું લાગે છે કે મને મારા મોટા ભાઈ પાછા મળી ગયા છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે આપણાં માતાપિતા ને બચાવી લઈશું.”

આ સાંભળીને આર્યવર્મન પાછળ ફર્યો અને રાજવર્ધનને ગળે મળ્યો. રિદ્ધિ પોતાની આંખોમાંથી આસું સારી રહી હતી અને ક્રિસ્ટલ તેને શાંત કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી. રિદ્ધિ થોડીવાર પછી જાતે જ શાંત થઈ ગઈ અને ઊભી થઈને બોલી, “મારે તમને બધાને કઇંક કહેવું છે.” રિદ્ધિની આ વાત સાંભળીને બધાએ તેની સામે જોયું.

એટલે રિદ્ધિએ બોલવાનું શરૂ કર્યું, “આર્યવર્મને કહ્યું તે પ્રમાણે મારા અને આર્યવર્ધનના ડીએનએ વડે સિરમ બની શકે તેમ છે પણ હવે આર્યવર્ધન આપણી વચ્ચે નથી રહ્યો એટલે તેના ડીએનએ વગર સિરમ બનાવવાનું શક્ય નથી. પરંતુ મારા ગર્ભમાં આર્યવર્ધનનો એક અંશ છે. તેની અંદર મારૂ અને આર્યવર્ધનનું ડીએનએ રહેલું છે. એટલે તેના ડીએનએમાંથી સિરમ બની શકે તેમ છે અને હું તેના ડીએનએનું સેમ્પલ આપવા માટે તૈયાર છું.”

રિદ્ધિ આટલું બોલી ત્યાંજ તેની છાતીમાં દુખાવો થવા લાગ્યો અને જમીન પર પડી ગઈ. એટલે ક્રિસ્ટલે તરત રિદ્ધિને ઊંચકી લીધી અને લેબના એક બેડ પર સુવડાવી દીધી. ત્યારબાદ આર્યવર્મન રિદ્ધિને ચેક કરવા લાગ્યો અને સંધ્યાએ જરૂરી સાધનો રિદ્ધિના શરીર સાથે જોડી દીધા.

અડધો કલાક પછી આર્યવર્મને નિદાન કર્યું કે રિદ્ધિને માઇનોર હાર્ટ એટેક આવ્યો હતો. આ સાંભળી બધાને આંચકો લાગ્યો. ક્રિસ્ટલે ડરતાં ડરતાં આર્યવર્મન ને કહ્યું, “તમે સ્પષ્ટ કહેશો કે રિદ્ધિને શું થયું છે?” આર્યવર્મન આ સાંભળીને બોલ્યો, “રિદ્ધિના હદયના વાલની તકલીફ છે.”

વાંચકમિત્રો આ નોવેલ અંગેના આપના કિંમતી પ્રતિભાવ 8238332583 નંબર પર whatsapp મેસેજ કરીને આપી શકો છો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED