(
1) નાનકડી આ કડી નાનકડી આ કડી સમજવી બહુ અધરી
બે શબ્દો થી જોડાય છે સમજવી બહુ અધરી.
વેદ અને પુરાણોમાં લખાયેલી છે
જીવન નો મમૅ સમજાવે છે
કડી કડી થી બને છે કાવ્ય
મનુષ્ય નું જીવન ધડે છે
બે શબ્દો વાત મનુષ્ય ના દ્વારા ખોલે છે
લેખકો દ્વારા રચાય છે જીવન ની અદભુત કળા
બસ નાનકડી આ કડી સમજવી બહુ અધરી.
(2) સફળતા ની દોડ કડી કડી ની વાત છે આ એક નવી શરૂઆત છે
શિખર ને આબી જવાની ઈચ્છા ભૂૂૂતકાળ બની છે
આભ બનીને દુનિયા માં પ્રકાશિત થવાનું છે
સામે આવે છે મુસીબત નો પહાડ બસ તેને પાર કરી ને આગળ વધવાનું છે
હાર નો સામનો કરીને જીત મેળવાની છે
રસ્તો દેખાતો નથી છતાંં જીત ની ધોષણા કરી છે
સ્વાભિમાન શોધવા. નીકળ્યા હતો ત્યાં દંભી ઓની સંગત મળી છે
જાતને બદલી દુનિયા થી અલગ બનવાની ફરજ બની છે
માથા પર ભાર ઓછો કરીને સરવાળો અને બદબાકી કરી છે
સફળતા ની સીડી ચડવા ની કોશિશ તો ચાલુ જ રહી છે
કહેવા માગું છું આ દુનિયા ને બસ આગળ વધતા રહો
બસ કડી કડી નવી વાત આ એક નવી શરૂઆત છે.....
(3) તું છે મહાન તું છે મહાન તું છે રચના કરનાર
તું છે કાગળ ને ઉપસાવનાર
તારી શક્તિ દુનિયા માં છે પ્રચલિત
યુગો યુગો થી કરાય છે તારી પૂજા
લેખક ની છે તું પ્રિય
તારા દ્વારા લખાય છે શ્ર્લોકો અને ગ્રંથો
માનવી ને બદલાવાની છે તારા માં શક્તિ
તારા દ્વારા લખાયેેલા શબ્દો ધણું બધું કહી જાય છે
લેખકો ના વિચારો ભગવાન સુધી પહોચાડે છે
નામ છે તેનું માત્ર ત્રણ અક્ષર નું
તે ઓળખાય છે કલમ તરીકે
બસ હું એટલું કહેવા માગું છું
તું છે મહાન તું છે મહાન
(3) અદભૂત છે મારી કળા
દુનિયા ને ઓળખવાાની છે મારા માં કળા
લોકો ના સપના ઓ મારા માં અંકાય છે
વિચારો વ્યક્ત કરવાનું કામ છે મારું
મારી પાસે છે જ્ઞાન નો દરિયો
વષૅ ની શરૂઆત માં કરાય છે મારી. પૂજા
સમય કરતાં પણ મારી કિંમત છે વધારે
મૂશકેલી ના સમય સાથ આપું છું હું
જીવન નો મમૅ સમજાવું છું
હંમેશાં સત્ય ને સાથે છું હું
મારું નામ છે પુુુસ્તક
(4) વ્હાલો દરિયો
મારો સંગાથ છે સૂરજ સાથે નો
મારા માં સમાયેલી છે અનેક નદિયો
સવારે હું ખડખડતા પાણી સાથે વહુ છું હું
રાત્રે શાંત બની ને રહું છું
સૌંદર્ય છે મારું પ્રેમ નુું પ્રતીક
મારા સૂર માં છે સંગીત રૂપી સાર
મારું પાણી છે ખારું આપું છું મીઠાશ
મારા માં વસીયા છે અનેક જીવો
લોકો ને રસ્તો દેખાડવા નું કામ છે મારું
બધા દેશો માં થી નીકળું છું હું
અંત નથી મારો આ દુનિયા માં
હું છું પ્રેમ નો દરિયો
હું છું વ્હાલો દરિયો
(5) સપનું થઈ ગયું સાકાર
મુશ્કેલી નો સામનો કરીને આવીયો છું બહાર
દરિયો રૂપી આ દુુનિયા માં શીખી છું હું તરતા
અસત્ય નો સાથ છોડી ને સત્ય તરફ વળીયુ છું
જીવન ના અંધારા માં થી અંજવાળા આવીયુ છે
પ્રશ્નો હતા અનેક જવાબ છે માત્ર એક જ
અનેક નિષ્ફળતા માથી મેળવી છે સફળતા
મને મળી ગયો એવો સાથે
રસ્તા માં કાટા હતા અનેક છતાં હાર ન માની
લાગી હતી તેની ધૂૂૂનકી મળી ગઈ સફળતા
નાનકડું હતું આ સપનું થઈ ગયું સાકાર
લેખક
Kanzriya hardik