(13) મારી સાથે
હું શું લખું તારા વિશે....
શબ્દ નથી મારી પાસે...
ચંદ્ર જેવું શીતળ રૂપ છે તારું....
ચિત્ર નથી મારી પાસે....
તારી વાતો એટલી મીઠી....
વિચાર નથી મારી પાસે....
તારી આખ માં તેજ એટલું....
પ્રકાશ નથી મારી પાસે....
પ્રેમ છે તારો અખૂટ....
વિશ્ર્વાસ નથી મારી પાસે....
તું છે એટલી દુર...
બસ તું નથી મારી સાથે....
(14) સાથીદાર
તું નીર નહીં તરસ શોધ...શબ્દો માં તું સ્વર શોધ
તું પ્રેમ નહીં વિશ્ર્વાસ શોધ... બે મનનો મેળાપ શોધ
તું હાર નહીં જીત શોધ..જીવન ની નવી રીત શોધ
તું અંધારું નહીં પ્રકાશ શોધ...નવી સવાર ના વિચાર શોધ
તું દુઃખ નહીં સુખ શોધ ...ખુશી નું એક બહાનું શોધ
... સાથ મળે તેવો સાથીદાર શોધ
તું શબ્દો નહીં ઊડાણ શોધ
(15) તારી યાદ માં
હું ભીજાવુ છું વરસાદ માં અને તારી યાદો માં....
હું તૂટવા છું ઠંડી માં અને તારી યાદો માં....
હું તપુ છું સૂરજ માં અને તારી યાદો માં....
હું અંકાવ છું કોળા કાગળ માં અને તારી યાદો માં....
હવે તુજ કહે મને કે હું તને કેવી રીતે ભૂલી શકું....
શબ્દો ને વિરામ આપતી આ સાજ.....
ઓઠણી બનીને સુષ્ટિ ને છુપાવતી આ સાજ....
પખીઓ ના કલરવ ના અવાજે આ ઢળતી સાજ....
લાગણી ઓ ને નિગામ આપતી આ ઢળતી સાજ....
તૂફાની ઝરણાં ને શાંત કરતી આ ઢળતી સાજ....
મંદિર ના ઝાલર અને દીપક થી ઝગમતી આ ઢળતી સાજ.....
સૂરજ ક્ષિતિજ થઈ ને ધરતી ને મળતી આ ઢળતી સાજ.....
આખ માંથી નિકળતા આસું ને હદય સાથે નથી કોઈ કારણ.....
દરિયા ના વહેતા ઝરણાં ને રસ્તા સાથે નથી કોઈ કારણ.....
આકાશ માં ચમકતા તારલા ઓ ને પ્રકાશ સાથે નથી કોઈ કારણ.....
મજબૂત ઉદ્દેશય ને જ્ઞાન સાથે નથી કોઈ કારણ....
પ્રાયશ્ચિત પામેલા મન ને વિચારો શોધવાનું નથી કોઈ કારણ...
અખંડ મહેનત ને નિષ્ફળતા સાથે નથી કોઈ કારણ....
વિતેલા સમય ને યાદ કરી ને હવે મળવાનું નથી કોઈ કારણ....
પત્ર હું લખું છું તને થોડીક લાગણી ઓ અને થોડોક પ્રેમ ની સાથે.....
તારો ચહેરો જોવા ની આતુરતા ની સાથે....
મે કયારે વિચાયૅ નથી કે તારી સાથે રહીને મને આટલી બધી હિમંત મળશે...
તારી મીઠી વાતો મારા હૈયા ને સ્પર્શ જશે...
તારો ફોટો નથી મારી પાસે પણ મારા વિચારો અને શબ્દો માં તારું નામ છે....
તું મારી દરેક ક્ષણ નો એક ભાગ છે જેના વગર હું અધુરો છું...
બસ તારા બધા શબ્દો મારી ડાયરી માં અંકાયેલા છે....
બસ તું મારી સાથે રહજે હંમેશાં....
(20) મારી વાતો
એ જે ત્યારે હતી...જે અત્યારે નથી...
હદય માં છે પણ મારી સાથે નથી....
મારી વાણી માં તો તેનું નામ છે...
તે મારી સાથે વાતો કરતી નથી...
ચિત્ર છે મારી પાસે તેનું...
પણ સ્પર્શ શકતો નથી....
પ્રેમ કરતો હતો તેટલો પહેલાં અને કરતો રહીશ....
આજે સમજાયું કે ખાલી હદય તેની સિવાય કોઈ સાથે નથી...
(21) થોડુંક વધુ લાગે છે
તું છે તો થોડુંક પુરૂ લાગે છે
તું છે તો થોડુંક વધુ લાગે છે
એકલી આ જિંદગી માં કોઈક અલગ લાગે છે
તું છે થોડુંક વધુ લાગે છે
ઉજવતો હતો હું વાર તહેવાર એકલો પણ
આજે તું છે તો થોડુંક વધુ લાગે છે
લડતો હતો હું પહેલાં એકલો પણ
તું છે તો થોડીક હિમંત આવે છે
નથી ખબર તારા સૌદર્ય ની પણ
તું છે તો થોડોક સાથ મળે છે
તું છે તો થોડુંક પરૂ લાગે છે
તું છે તો થોડુંક વધુ લાગે છે.
લેખક
કણઝજરીયા હાદિક