મળ્યું છે તેને સહેજ માની લે તે છે તારા હાથમાં જીવનમાં શું સાર છે નથી તારા હાથમાં
(5)મને પરવાનગી આપ
હું શાહી કલમ અને કોરું કાગળ લઈ બેઠું છું
તું મને કવિતા લખવાની પરવાનગી આપ....
રૂબરૂ નથી મળીયો હું કયારે
એવી મુલાકાત ની મને પરવાનગી આપ....
તારી લાગણી ઓની મને
પ્રેમ વણૅવાની મને પરવાનગી આપ.....
નસીબ માં આપણે મળવાની નક્કી જ છે
એવી જ પળે મળવાની મને પરવાનગી આપ....
શબ્દો વિનાના મને સમજાય છે બધું
બસ તું મને એવા સંવાદ કહેવાની મને
પરવાનગી આપ....
હું વધુ નથી માગતો તું વસે છે મારા વિચારો માં
બસ તારા હદય માં સ્થાન મને પરવાનગી આપ...
સંધષૅ ચાલે છે જીવન માં
મારા બસ તારા સાથ પરવાનગી આપ...
લખું છું તમારા માટે કવિતા સારી લાગે તો મને કેજો ભૂલ મારા થી થાય તો મને માફ કરી દેજો ---
કલમ અને કાગળ સંબંધ તમે શું જાણો
જાણવા માટે એક પુસ્તક વસાવી લેજો
જીવન માં પ્રેમ તો થશે એક વાર જરૂર
જો તમે પ્રેમ બાદ તમે બદલાવ નહીં તો મને કેજો શબ્દો વિના મને સમજાય છે બધું જ
કયારેક મળો તો થોડાક સંવાદ તો કરી લેજો
તમારી પાસે હું કઈ બીજું નથી માગતો
બસ તમારા હદયમાં સ્થાન આપી દેજો
મારા પ્રેમ ને માત્ર હવે તમારા સ્વીકાર ની જરૂર છે કયારેક મને સાથ તો આપી દેજો
લખી છે તમારા માટે કવિતા સારી લાગે તો મને કેજો જો ભૂલ મારા થી થાય તો મને માફ કરી દેજો
-કણઝજરીયા હાદિક (વઢવાણ)