મારી કવિતાઓ ભાગ 6 Kanzariya Hardik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કવિતાઓ ભાગ 6

(1) મને મંજૂર છે
તારી દરેક વાત માં વાત મંજુર છે..
તારી ફરિયાદ માં મને સજા મને મંજુર છે.. .
જો તું મને અખંડ પ્રયત્નો બાદ મળીશ...
તો એ પ્રયત્નો કરવા મને મંજૂર છે..
પ્રેમ ભાષા હું આમ સમજી નથી શકતો..
તું સમજાવીશ એ સમજવું મને મંજુર છે..
કોઈ મિત્ર નથી મળીયો સાચો રસ્તો બતાવવાવાળા..
જો તું સાથ આપીશ તો
તારું સાથીદાર થવું મને મંજુર છે.. .
મળી જાય જો મારા પાત્ર રૂપી તું...
મને તારું મને મંજુર છે...
તારી દરેક વાતો મને મંજુર છે..
તારી દરેક ફરિયાદ મને મંજુર છે...


(2) દીકરી
નથી રૂપ એક તારું
કયારેક તુ માં રૂપ આવે
કયારેક તું પિતા ની દીકરી બનીને આવે ...
ચોખટ ને આગણે જયારે તું કંકુ પગલાં પાડે
ત્યારે લક્ષ્મી રૂપ લઈ ને આવે .
પ્રેમ તો બે વ્યક્તિ સંબંધ છે
જન્મો જન્મ સાથીદાર રૂપી પત્ની રૂપે આવે ...
સરળ સ્વભાવ ની પ્રતિમા છે
તું કયારેક તું દેવી રૂપી આવે
તું મા સ્વરૂપ આવે


(3)તું આવજે
હું જો આથમતો સૂર્ય હોય તું મીઠી સવાર બની ને આવજે ..
તારી સાથે વીતેલી દરેક પળો ની યાદો બનીને આવજે...
આપણા પ્રેમ પ્રકરણ માં એક સાચો સાથી આવજે ... હું ભૂલે હોય વાક્ય પૂર્ણવિરામ
તું જીવન ની શરૂઆત અલ્પવિરામ
હું ખોવાઈલો છું મન ની ભટકતી દુનિયા
તું સાચો રસ્તો બતાવવા વાળી સાથીદાર બનીને આવજે ...
તું એક જ દિવસ જરૂર આવજે
(4) કવિતા
શબ્દો નો શણગાર છે કવિતા ...
યાદો નું સ્મરણ છે કવિતા ...
નયન માં જિજ્ઞાસા ની આશા છે કવિતા ...
સમસ્યા નું નિવારણ છે કવિતા ...
ઈશ્વર પ્રત્યે ની આશથા છે કવિતા ..
પુસ્તક નું જ્ઞાન રૂપી આભૂષણ છે કવિતા ...
રોજ મળતા અનુભવ છે કવિતા ...
કાગળ અને કલમ નો સંગમ છે કવિતા ...
પ્રેમ ની પરિભાષા છે કવિતા ...
એક ગુજરાતી કવિ ની ઓળખાણ છે કવિતા ...

(5)
શબ્દો ને અંકી ને મારે લેખક થવું....
પુસ્તક ના જ્ઞાન વ્યક્તિ સુધી પહોચાડવા મારે લેખક થવું છે...
કોરા કાગળ ને કંડારા મારે લેખક થવું છે...
કલમ તાકાત દેખાડવા મારે લેખક થવું છે..
દદૅ થી ભરેલા શબ્દો કહેવા મારે લેખક થવું છે..
ઈતિહાસ ફરી દોરાવા મારે લેખક થવું છે..
લાગણી એકબીજા ને જોડવા મારે લેખક થવું છે ...
કુદરત ની કળા ને કવિતા રૂપી વણૅન કરવા માટે મારે લેખક થવું છે ...
મારી પાસે જિંદગી રહી છે થોડીક તેને આનંદ માળવા મારે લેખક થવું છે..



પોતાની જાત થી જીવવાનું શીખ તું ...
ખુદ પર ભરોસો રાખ તું ...
થોડોક પોતાના પર વિશ્વાસ રાખ તું ...
સમય સાથે જીવતા શીખ તું ...
થોડું ખુદ ને ચાહતા શીખ તું ..
હજારો હશે છે સવાલો
તેમાં કારણ શોધતા શીખ તું....
ખબર છે સમય ચાલે ખરાબ તારો તું ધીરજ રાખતા શીખ તું ...
દુનિયા બદલે કે ન બદલે તું પોતે બદલતા શીખ તું ... મંજિલ પર મળશે નિષ્ફળતા ધણી
તું મહેનત કરતાં શીખ તું ...
પોતાની જાત થી જીવવાનું શીખ તું ..
તું પોતે લડતા શીખ તું...

(6) શીખ તું

પોતાની જાત થી જીવવાનું શીખ તું ...
ખુદ પર ભરોસો રાખ તું ...
થોડોક પોતાના પર વિશ્વાસ રાખ તું ...
સમય સાથે જીવતા શીખ તું ...
થોડું ખુદ ને ચાહતા શીખ તું ..
હજારો હશે છે સવાલો
તેમાં કારણ શોધતા શીખ તું....
ખબર છે સમય ચાલે ખરાબ તારો તું ધીરજ રાખતા શીખ તું ...
દુનિયા બદલે કે ન બદલે તું પોતે બદલતા શીખ તું ... મંજિલ પર મળશે નિષ્ફળતા ધણી
તું મહેનત કરતાં શીખ તું ...
પોતાની જાત થી જીવવાનું શીખ તું ..
તું પોતે લડતા શીખ તું...

-કણઝજરીયા હાદિક (વઢવાણ)