(1) લઉ છું
બોલવું છે મારે ધણું બધું
છતાં વિચાર ને મન માં દબાવી લઉ છું
લાગીયો છે સદમો એવો મને
છતાં ખુદ થી વિચારો ને દુર કરી લઉ છું
સહેવાતા નથી આ કડવાં અનુભવો
છતાં પોતાની ડાયરી માં લખી લઉ છું
જિંદગી જેમ ચાલે તેમ
હું માણી લઉ છું
કહેવા માં માત્ર તો સંબધો છે
છતાં પૂરી નિષ્ઠા થી નિભાવી લઉ છું
છે મનુષ્ય હદય દંભી જેમ ચાલે
તેમ ચલાવી લઉ છું
કહેવું છે ધણું બધું મારે
છતાં હવે ટુંક માં પતાવી લઉ છું
(2) કયાં ?
હજી તો માત્ર શરૂઆત કરી છે
એમાં થંભી જવાની વાત થઈ છે કયાં ?
સમસ્યાઓ છે ધણી બધી
એમાં ઉકેલ છોડી ગયા છી કયાં ?
ખબર છે હારી ગયા છીએ અમે
એમાં અમારી મહેનત ઓછી થઈ છે કયાં?
છે જીવનમાં અંધારું
એમાં કાલ ની સવાર દુર છે કયાં ?
ખરાબ ચાલે છે સમય અમારો
લક્ષયો અમે ભૂલીયા છીએ કયાં ?
જેમ છીએ અમે તેમ જ રહીશું
એમાં તમારે પ્રશ્નો પૂછવાની જરૂર છે કયાં ?
હજી તો માત્ર શરૂઆત કરી છે
એમાં થંભી જવાની વાત થઈ છે કયાં ?
(3) સાજ
મારે એક એવી સાજ જોઈએ
જયાં તું અને હું ને આ ઝરમરતો વરસાદ હોય
મારે એક એવી સાજ જોઈએ
જયાં દરિયા પેલી સુરજ ને સમાઈ જવું
ચંદ્ર બહાર આવું તેવા અદભૂત દશ્ય હોય
મારે એક એવી સાજ જોઈએ
જયાં કરકરતી ઠંડી માં લહેરતી તારી લટો
પક્ષીઓ નું ધર આગમન હોય
મારે એક એવી સાજ જોઈએ
જયાં શબ્દો ને વિરામ હોય
પ્રેમ ની લાગણીઓને નિગામ હોય
મારે એક એવી સાજ જોઈએ
જયાં આપણી પહેલી મુલાકાત હોય
થોડીક પ્રેમ ની ફરિયાદ હોય
મારે એક એવી સાજ જોઈએ
તું મારી પાસે બેસી હોય
તારી ઉપમા ચંદ્ર સાથે થતી હોય
મારે એક એવી સાજ જોઈએ
જયા માત્ર તું અને હું હોય
(4) વાચીએ
વતૅમાન ભૂલી ને ભૂતકાળ ના ઈતિહાસ ને વાચીએ...
વષો ની વિતેલી પળો ને વાચીએ...
ઝાખા થઈ ગયા છે અક્ષરો
છતાં તેમાં રહેલા અખૂટ જ્ઞાન ને વાચીએ...
લેખક ના પ્રિય મિત્ર ના જીવન ના રહસ્યો ને વાચીએ...
તેમાં રહેલા મન ના વિચારો ને વાચીએ...
હે પ્રિયતમા
ચાલ આપણી પ્રેમ ની કવિતાઓ ને વાચીએ...
(5) શું ભૂલ
તને મળવા માગું છું હું તેમાં સરનામા ની શું ભૂલ...
જયાં જોવું ત્યાં તું જ નજર આવે તેમાં આખ ની શું ભૂલ...
યાદો માત્ર તારી જ આવે તેમાં લાગણી ની શું ભૂલ...
સવાર ની શરૂઆત તારા થી જ થાય તેમાં દિવસ ની શું ભૂલ...
કવિતા ઓ તો તારી પર જ લખાય તેમાં શબ્દો ની શું ભૂલ...
વિચારો માત્ર તારા જ આવે તેમાં મન ની શું ભૂલ...
અચાનક મળીયા આપણે તેમાં બિચારા દિલ ની શું ભૂલ...
(6) માં છે તું
હર પળ છે સંગ માં છે તું .....
હર કોઈ રંગ માં છે તું....
મારા હર અંગ માં છે તું....
એ જાણી રાત ચંદ્ર માં છે તું....
ઊગતી સવાર માં છે તું....
વષૉતા વરસાદ માં છે તું....
હર કોઈ વાત માં છે તું...
ફૂલો ની જાત માં છે તું...
એવી યાદો ની યાદ છે તું...
મારા સંગીત માં છે તું...
લાગે છે મને બધે જ તું છે
(7) મન થાય છે
વિતેલી પળ ને યાદ કરતાં તારી સાથે ફરી માળવાનુ મન થાય છે...
તારા પ્રેમ ના દરિયા માં મને ડુબવાનુ મન થાય છે...
તારી આખો પાપણ કાજળ પુરવાનુ મન થાય છે...
તેમાં જ મને ખોવાઈ જવાનું મન થાય છે...
વષો થી રાહ જોતા હૈયા ને તારી સાથે ફરવાનુ મન થાય છે....
તારી પ્રેમ લાગણી થી મને ભીજવાનુ મન થાય છે...
તારી મીઠી વાતો વારંવાર તારા ચહેરા તરફ જોવા નુ મન થાય છે...
અધૂરા લાગતા દિવસો ને તારી સાથે જ જીવાનુ મન થાય છે...
-કણજઝરીયા હાદિક (વઢવાણ)