(૬) સંકલ્પ છે બહુ અધરો
લીધો છે મે નવા વષૅ નો એક સંકલ્પ
બનાવેલ છે તેનું ટાઈમ ટેબલ......
ચાલે છે માત્ર બે દિવસ
પછી થાય છે છોડવા નું મન. .......
સંકલ્પ ભલે હોય લાબો પણ
તૂટતાં લાગે છે માત્ર એક મિનિટ .......
સંકલ્પ ની આ દુનિયા માં નથી થયું કોઈ પાસ
નાનકડો છે આ સવાલ.....
પણ જવાબ આપવો છે બહુ અધરો
માત્ર છે ચાર અક્ષર નું નામ.......
પણ પાળવો છે બહુ અધરો
કહેવા માગું છું આ દુનિયા ને.....
સંકલ્પ છે બહુ અધરો....સંકલ્પ છે બહુ અધરો....
(7) ગઝલ રૂપી રહેલા આ શબ્દ ને તપાસી એ
આકાશ માં જગમગતા તારલા ને તપાસી એ.....
સાગર રૂપી રહેલા પાણી ના તટ ને તપાસી એ.....
આખ માં આસું રૂપી વહાલ ને તપાસી એ.....
સ્ત્રી ની પ્રેમ ની લાગણી ને તપાસી એ.....
લોકો ની આ જીવન ની રીતે ને તપાસી એ.....
પવૅત માં થી નીકતા વહેતા ઝરણાં ને તપાસી એ....
શબ્દ થી જોડતા આ વાક્ય ને તપાસી એ.....
ગઝલ રૂપી રહેલા આ શબ્દ ને તપાસી એ.....
જીવન રૂપી રહેલી આ ગઝલ ને તપાસી એ....
(8) મારા જીવન ની વ્યથા
લેખક ના વિચારો અંકાય છે મારા માં
માનવી ની સભ્યતા ઓળખાય છે મારા થી......
મારું નથી રૂપ કે રંગ
છતાં મને અક્ષરો થી અપાય છે સૌંદર્ય......
યુગો યુગો થી જીવીત છું હું
લેખો અને કાવ્ય થી આપું છું જીવન ની નવી રીતે....
પોતે ધસી ને આપું છું બીજા ને જ્ઞાન
મૂલ્ય નથી મારું આ દુનિયા માં.....
કલમ છે મારો સાચો સાથી
સફળતા નું રહસ્ય છે મારા માં....
હું છું કાગળ આ છે મારી જીવન વ્યથા
(9) મારી પહેલી કવિતા
બે શબ્દો માં જ્ઞાન છે ધણું બધું
લેખક નો સંગાથ છે તેની સાથે જીવન ભર નો....
પુસ્તક છે તેનો ભગવાન
અજ્ઞાની ને જ્ઞાની બનાવાની શક્તિ છે તેના માં......
વિચારો ને શોધીયા કરે છે તે હંમેશા
પ્રેમ ની ભાષા સમજાય છે તેને ઝલદી......
કાગળ પર અંકાય ને આપે છે સૌંદર્ય
ઈતિહાસ ને ઉજાગર કરાય છે તેના દ્વારા.......
કલમ સાથે છે તેનો અખૂટ સબંધ
આમ શબ્દ ને જોડતા જોડતા બની ગઈ કવિતા
(10) તારો અખૂટ સંગાથ.
તારી સાથે નો સંગાથ છે જીવનભર નો
તારી દરેક પળો માં યાદ છે મારી....
તારી વાતો માં છે મીઠી મધુરતા
તારી પ્રેમ ની લાગણી ઓ લાગે છે મને વહાલી......
તું છે દુઃખ તું છે સુખ
તું છે જીવનભર નો સાથ.....
મારી સફળતા પાછળ નો સાથ છે તારો
તારી આખો માં દેખાય છે પ્રેમ ની લાગણી.....
તારો સંગાથ હોય તો ભૂલું છું આ દુનિયા ને
તારી સાથે છે અખૂટ સંગાથ.....
તારી સાથે છે જીવન ભર નો સંગાથ
(11) તું યાદ છે મને
તારી મીઠી કહેલી વાતો યાદ છે મને
તારી પ્રેમ ની લાગણી ઓ યાદ છે મને
તારો જીવનભર નો સાથ છે મારી સાથે નો
આપણી પહેલી મુલાકાત યાદ છે મને
ઝરણાં રૂપી આસું ઓ યાદ છે મને
પ્રકુતિ રૂપી રહેલું તારું સૌંદર્ય યાદ છે મને
જિંદગી યાદો માં તું યાદ રહી ગઈ
તેને યાદ કરવાથી આ જિંદગી યાદગાર બની ગઈ
કોઈ મને પૂછે કે પ્રેમ એટલે શું ?
તેનો અથૅ નથી ખબર પણ તું યાદ છે મને
વષો ના વષો વીતી ગયા છતાં
તું યાદ છે મને ....તું યાદ છે મને.....
લેખક
કણઝજરીયા હાદિક