AFFECTION - 34 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 34









સનમને રસ્તામાં જ ખબર પડી ગઈ કે આ કાર સોનગઢ તરફ જઈ રહી છે...તેને તરત જ મારા સામે જોયું અને કાર રોકવા કહ્યું..

me : સનમ કાર તો હવે સોનગઢ જઈને જ રહેશે...

સનમ : ત્યાં ધનજી પણ હશે...તારા માટે જોખમ છે...

me : ધનજી તો ક્યારનો ભગવાનને પ્યારો થઈ ગયો...હવે સોનગઢમાં મારુ કોઈ વેરી નથી ...

સનમ : તો પણ મારે એ ગામમાં પગ જ નથી મુકવો...જે ગામમાં તને મારવાની ઈચ્છા વાળા લોકો રહેતા હતા...કાર્તિક પ્લીઝ...નથી જવું...મને ખબર છે કે તું મને મારા બાપને મળવા લઈ જઈ રહ્યો છે...પણ મારે એ માણસ જોડે પણ નથી મળવુ...

me : એમના વિશે કેમ એવું બોલે છે તું??તે તારા પપ્પા છે...મેં એમને ભલે ઘણું બધું કહી દીધું હતું...પણ હું પણ માફી માંગી લઈશ...એમને તારી ચિંતા તો હતી એના લીધે જ કર્યું છે.... જો એમને સૂર્યનો સાથ દીધો તો તને બચાવવા માટે જ દીધો હતો...

સનમ : જો મારે નથી મળવુ એ નકામા માણસને તો શું કામ જબરદસ્તી કરે છે તું??

me : કારમાંથી ઉતરી જા...
એમ બોલીને મેં કાર ઉભી રાખી દીધી...

તે મારા સામે જોવા લાગી...
me : મેં કીધું સનમ કે કારમાંથી નીચે ઉતરી જા...

તે નીચે નહોતી ઉતરતી...અને રડવા જેવી થઈ ગઈ હતી...

me : તું આમ નહિ સમજે એ મને ખબર જ હતી...

પછી હું જ ઉતર્યો કારમાંથી અને બહાર નીકળી એના તરફ જઈને એને એક ઝટકા સાથે બહાર ખેંચી...તે બહુ ડરી ગઈ...મારા હાથની પકડ બહુ મજબૂત હતી...છતાં પણ તે હાથ છોડાવવાના પ્રયત્ન નહોતી કરતી...

હું એને કારની બહાર લાવીને...એને કીધું..

me : શુ બોલી તું??તારે એ નકામા માણસ ને નથી મળવુ એમ??બોલ ને...હા કે ના...

સનમ પહેલી વાર મારો આવો ગુસ્સો જોઈ રહી હતી...
તે જવાબ આપવાની હાલતમાં નહોતી...તે ચૂપ થઈને તાકી રહી હતી.

me : એ નકામા માણસે તને સરખી રીતે સાચવવા માટે બીજા લગ્ન પણ ના કર્યા જીવનમાં...તારી માં જતી રહી પછી...તને એકલહાથે ઉછેરી...તને જે જોઈતું હતું તે બધું તને એક જ વાર માંગવાથી આપી દીધું...અરે કઈ છોકરીનો બાપ એક જ વખતમાં માની જાય...સમાજથી ઉપરવટ થઈને એના પ્રેમી જોડે લગ્ન કરાવવા??તારા એ નકામા બાપે તો એની સગી બેન ના છોકરાને પણ પડતો મૂકીને તે જ્યારે કીધું કે મને કાર્તિક ગમે છે તો એક જ વાર માં ગામ સામે એલાન કરી દીધું....અરે એની ઈજ્જત ને એમને ધનજી પાસે મૂકી દીધી ગીરવે તને બચાવવા માટે...અને એ બાપે પોતાના સ્વાર્થ ખાતર તને બચાવવા માટે તારા લગ્ન સૂર્યા સાથે નક્કી કર્યા તો તને એ નકામો લાગવા લાગ્યો....આટલા ઉપકાર સામે તને એક નાનકડી ભૂલના કારણે તે તારા બાપને નકામો ગણાવી દીધો...સનમ...

સનમ હવે રડી રહી હતી...અને મારી હાથની પકડ હજુ પણ એટલી જ જકડાયેલી હતી...

me : તને હક જ નથી મારા જોડે સોનગઢ આવવાનો...

એમ કહીને હું એનો હાથ છોડીને ત્યાંથી જવા લાગ્યો...કારની બીજી તરફ...તો તરત એને મને પાછળથી રડતા રડતા પકડી લીધો..

સનમ : સોરી...હું એમના પર એટલે ગુસ્સો કરતી હતી કે એમના લીધે હું તને ગુમાવી દેવાની હતી...એટલે મને એમને મળવું જ નહોતું...પણ તારા લીધે મેં મારી ભૂલનું ભાન થઇ ગયું છે...કે પપ્પાએ મારા માટે થઈને ઘણું કર્યું છે...અને એમની ભૂલ નહોતી કે એમને ધનજીનો સાથ આપ્યો...પણ મજબૂરી હતી...

me : હું છું તો એનો મતલબ એમ તો નથી જ કે તું તારા બાપને ભૂલી જાય...મેં એમને બહુ ખરાબ સંભળાવ્યું હતું જ્યારે એ હું સૂર્યાને મારવા ગયો હતો હોસ્પિટલમાં ત્યારે...મારે પણ એ વાતની માફી માંગવાની છે...

તે હજુ પાછળથી મને પકડીને રડતી જ હતી..

me : હવે જઈએ...સોનગઢ...અને હવે તો મારા શર્ટને ધોવાનું બંધ કર...કેટલું રડે છે તું...

સનમ : તું પણ કેટલો ગુસ્સો કરે છે...તું પહેલે નહોતો આવો...

મેં એને જવાબ આપ્યા વગરજ કારમાં પાછી બેસાડી...અને કાર સ્ટાર્ટ કરી..

સનમને વિરજીભાઈ પ્રત્યે જે ગુસ્સો હતો તે ખરેખર ખોટો હતો...તે નિર્દોષ માણસ હતા...નકામા જ ફસાઈ ગયા હતા...મેં તો તેમને આત્મહત્યા કરવાનું પણ કહી દીધેલું...જેલમાં રહીને મેં બધી બાબતનો બહુ ઊંડાણમાં વિચાર કરેલો...મને મારી ભૂલો વિશે ખબર પડી...પશ્ચાતાપ કર્યો...

me : સનમ ભૂખ લાગી છે...પાછળની સીટમાં જોને કઈ પડ્યું હોય તો...

સનમ : કઈ નથી પડ્યું...ભૂખ જ લાગી જાયને...આટલો ગુસ્સો કરીશ તો...ભૂખ જ લાગશે...અને હવે તો એકેય હોટેલ પણ નહીં આવે રસ્તામાં...ભૂખ્યો જ બેસ...

મેં એની તરફ જોઈને હસતા હસતા એક મોટી બધી ડેરી મિલ્ક કાઢી...

me : મેડમ...અમે હમેશા એક પગલું આગળ રહીએ છીએ...

સનમ મારા સામે ગુસ્સાથી આંખો મોટી કરીને જોવા લાગી...

મેં ચાલુ કારે ડેરીમિલ્ક ખોલી...સનમ સામે જોતા જોતા ખાવા લાગ્યો...

સનમ : કાર્તિક...આ કઈ રીત નથી ખાવવાની...તું જે રીતે ખાઈ રહ્યો છે...તે મને નથી ગમતી...લાવ..હું તને ખવડાવું...

મેં ડેરીમિલ્ક તેનાથી દૂર કરતા કરતા કહ્યું...
me : મને ખબર છે...તું કેવી રીતે ખવડાવીશ...હજુ હું પેલું પનીરનું શાક ભુલ્યો નથી...પોતે બનાવીને પોતે જ ખાઈ ગઈ...એ પણ મારા હાથે...બચકા ભરતા ભરતા...

તે હસવા લાગી...અને આંખો પટપટાવીને જોવા લાગી..
me : ગમે તે કરી લે...તને નહિ મળે...

એટલે મોઢું ફુલાવીને કારની બહારની તરફ જોવા લાગી.
મેં તેના હોઠ તરફ ડેરીમિલ્ક આગળ કરી...તેને હાથેથી લઈ લીધી...મેં તેના હાથ તરફ જોયું અને તરત જ કાર રોકી...

me : સનમ આ શું છે??
એના હાથ માં આંગળાઓની છાપ પડી ગઈ હતી...

સનમ નજર નીચી કરીને જોવા લાગી...અને ધીરે રહીને બોલી કે

સનમ : મને ડેરીમિલ્કથી એલર્જી છે...

મને ખબર પડી ગઈ કે એ નિશાન મારા હાથના જ છે...
મેં એનો હાથ ધ્યાનથી પકડીને જોયો...ખરેખર એના નાજુક ગુલાબી હાથ પર મારા હાથોના નિશાન ચાંદ પર પડેલા ડાઘા જેવા લાગતા હતા..મેં તેના પર મારા આંગળા ફેરવ્યા...

અને મને મારી ભૂલનો પછતાવો થયો...તેને એનો હાથ મારાથી અળગો કર્યો...અને મારા ચહેરા પર મુકતા બોલી..

સનમ : થયા રાખે આવું...એમા તારો વાંક જ નથી...મારી ભૂલ હતી એટલે તને ગુસ્સો આવ્યો...અને તે મને પકડી...

મેં કારમાંથી મેડીકીટ કાઢીને...સનમના હાથ પર મલમ લગાડ્યો...

સનમ : મલમ તો તું હાથ પર લગાડે છે...પણ ટાઢક દિલમાં વળે છે...

જવાબમાં હું ફક્ત કાર ફરી સ્ટાર્ટ કરતા કરતા બોલી શક્યો કે
me : સોરી...

અને મેં કાર દોડાવી મૂકી ફૂલ સ્પીડે...
પછી હું કઈ બોલ્યો જ નહીં...આખા રસ્તે...

સનમ : અરે તું આટલી વાતને કેમ આટલી ગંભીર બનાવે છે...લોકો તો એની પત્નીને મારતા પણ હોય છે...તે તો ફક્ત મારો હાથ દબાવ્યો..એ પણ ભુલ હતી મારી...

me : તું મારી પ્રોપર્ટી નથી તો તારી ભૂલ હોય તો તને મનફાવે એવી સજા કરું..

ત્યાં જ હવેલી આવી ગઈ...અને હું કારની નીચે સનમનો જવાબ સાંભળ્યા વગર ઉતર્યો...

સનમ હવેલીને બહારથી જોઈ રહી...એને ભૂતકાળ તાજો થવા લાગ્યો...

અંદર આવ્યા તો જતા તરત...અમારા આવતા જ...સીડીઓ માંથી એક જાજરમાન વ્યક્તિત્વ વાળી સ્ત્રી પગથિયાં ઉતરતી અમારા તરફ જોતી હતી...

હું એના તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો..

me : તમે કોણ છો??

અને એ બોલી કે,"મારી હવેલીમાં આવીને મને જ પૂછે છે કે હું કોણ છુ..."એમ કહીને એને કાનાને બોલાવ્યો...

કાનો સનમને જોતા જ ચોંકી ગયો...તે પાસે આવ્યો ખુશ થતા થતા...અને સનમની બાજુમાં મને આશ્ચર્યથી જોવા લાગ્યો...એટલે સનમે એને કીધું કે આ કાર્તિક જ છે...

પેલી સ્ત્રી બધું જોઈ રહી હતી...
me : એ બધું તો ઠીક...હજુ હું મરી નથી ગયો..પણ આ કોણ છે...

કાનો : આ સનમબેનના માં છે...

સનમ એ સ્ત્રીને સરખી રીતે જોવા લાગી...

me : વિરજીભાઈ ક્યાં ગયા???

કાનો કઈ બોલ્યો નહિ...

me : આખું ફેમિલી ક્યાં ગયું??

કાનો ઉપરની તરફ ગયો અને એ સ્ત્રી પાસે જઈને કીધું કે આ એમની દીકરી અને આ એમનો જમાઈ છે...તે ખુશ થતી થતી નીચે ઉતરી...અને અમારા બંનેના માથે હાથ ફેરવતા બોલી કે,"કેટલા વર્ષે દીકરીને જોઈ..તો એ પણ જમાઇ સાથે..."

સનમ દૂર ખસી ગઈ...

me : સનમ મને ખબર છે તારા મનમાં કેવા સવાલ ચાલે છે...પણ બધું ભૂલી જા..મારા ખાતર નવી શરૂઆત કર...તારા મમ્મી પપ્પા સાથે...

છતાં પણ તે ના માની...મેં એના સામે જોઇને પ્લીઝ સનમ જવા દે...નાટક ના કર....છેલ્લે એને મારા લીધે જવા દીધું...નહિતર એ એની મમ્મીનો સ્વીકાર કરત જ નહીં...કારણ કે એ આટલા વર્ષ ક્યાં હતી જ્યારે તે એકલી દુઃખ સહન કરતી હતી...

અને એને એની મમ્મીને ગળે લગાવી લીધી....ત્યાં જ એના મામા સંજય પણ આવ્યા...એ પણ સહ પરિવાર...એના મામાના છોકરા નમન અને કેતન,એક છોકરી અંકિતા મામાની વહુ મીનળ...

હું વિચારમાં પડી ગયો....કે સાસુમા ભલે આવ્યા..પણ આ બધા શુ અહીંયા રિયુનિયન કરવા આવ્યા કે શું...

એ બધા આવીને અમને ઘેરી વળ્યાં...હું વિચારું કે લક્ષ્મી ફોઈ અને નિસર્ગ ક્યાં ગયા...એ લોકો તો આવા સમયે સૌથી પહેલા આવે...અને મને જાનકી પણ યાદ આવી ગઈ...જે હાલ હયાત નહોતી દુનિયામાં...

સનમ પર પ્રેમ વરસી રહ્યો હતો...એના મામા ના પરિવાર તરફથી...અને સૌથી મોટી વાત તો એ કે એની મમ્મી મળી ગયી હતી આટલા વર્ષો પછી...

ઘરના નોકરોના ચેહરા અલગ હતા....મને ક્યાંય સેજલ નહોતી દેખાતી...

સનમના મમ્મીનું નામ રતનબેન હતું એવું એના મામાના તરફથી સાંભળવા મળ્યું...ત્યાં તો સનમના નાના પણ પધાર્યા...હવે હું ખરેખર સપનામાં હોય એવું લાગ્યું...સનમ તો આટલા વર્ષે બધાને જોયા પછી કોઈને ઓળખતી તો નહોતી...પણ પ્રયત્ન કરતી હતી...

*

જગન્નાથ એના ઘરે કાર્તિકને ડિનર માટે બોલાવવાની તૈયારી કરી ચુક્યો હતો...

ગની : હમણે અઠવાડિયા પછી બધાના બેન્ક એકાઉન્ટ અલગ અલગ થઈ જશે.એનજીઓના જે પણ શેર છે તે બધામાં અલગ અલગ વહેંચાઈ ગયા...પછી ગમે એટલા ખૂન કરવી નાખો ....ફરક જ નથી પડતો...અને કાર્તિક એક અઠવાડિયામાં 23 ખૂન આજીવન નહિ કરી શકે...અને તમારા હાથમાં આખું એનજીઓ કોઈ દિવસ નહિ આવે....

જગન્નાથ : અરે એને આટલા કડક બંદોબસ્ત વચ્ચે એક પણ સબૂત વગર વર્માને મારી નાખ્યો તો આ તો બહુ નાનું કહેવાય..અને એમપણ એ સવાલ કાર્તિકનો છે કે એ 23 ખૂન કરી શકે છે કે નહીં....જો નહિ થયા તો એની સનમનું ખુન તો હું કરવાનો જ છુ...
એમ બોલી એ હસ્યો...

ગની : એ જ તો વાંધો છે કે તે સીધો માણસ હતો...જ્યારે આ 23 લોકો બધા ડોન જ છે...કાર્તિક જો પકડાઈ ગયો અને એને બધું કહી દીધું તો તે 23 થઈને આપણે ને પતાવી નાખશે ....

ત્યાં જ એનો એક માણસ ખબર લઈને આવ્યો કે,"આવતા અઠવાડિયે પાર્ટી અધ્યક્ષ નક્કી કરશે...એમાંથી બધાને ડરાવી દીધા છે...એટલે હવે સાહેબ તમારું નામ નક્કી જ છે.."

જગન્નાથ : કાર્તિક તું ખરેખર લકી માણસ છો મારા માટે...અને ગની તું ચિંતા ના કર...કાલે એને આવવા તો દે..હું જોવ છું શુ કરે છે એ..

એ લોકો હવે પોતાની અલગ જ દુનિયામાં રાચતા હતા...જયારે ગનીને પોતાનું મહત્વ ઓછું થતું લાગ્યું...

*
સનમનું ધ્યાન તો બધા જોડે વાત કરવામાં હતું પણ ત્યાં જ મેં એક તરફ વિરજીભાઈના મોટા બધા ફોટા ઉપર હારમાળા પહેરાવેલી જોઈ...હું ઘડીક વાર સ્તબ્ધ થઈ ગયો...હમણે જ એમના એટલા વખાણ કર્યા અને હવે એમને મરી ગયેલા જોઈને બહુ જ ખોટું લાગ્યું...સનમનું ધ્યાન નહોતું...એને જો ખબર પડશે તો હવે તો એ બહું રડશે....કારણ કે મેં જ તો એનો પિતા પ્રત્યેનો પ્રેમ જાગૃત કર્યો...

ત્યાં જ વાત કરતા કરતા સનમનું ધ્યાન પણ ત્યાં પડ્યું...તે દોડીને તે ફોટા તરફ ગઈ...વાંચ્યું નીચે તો મહિના પહેલાની તારીખ લખેલી હતી...તે ફસડાઈને નીચે પડી ગઈ..
...પાછળ પાછળ એની માં પણ આવી ગઈ..અને મારા પહેલા એને સનમને સંભાળી લીધી...જોઈને ગમ્યું કે ચલો કોક તો છે...

રતનબેને એમ કહ્યું કે સનમને હોસ્પિટલમાં છોડીને આવ્યા પછી એ બહુ નિરાશ હતા પોતાનથી તો ઝેર પીને મરી ગયા...એમ બોલતા બોલતા એમની આંખમાંથી પણ ઝળઝળિયાં આવી ગયા...

મને આ બધી વાતનો દોષી હું જ લાગ્યો..કારણ કે મેં જ કહેલું એમને કે ઝેર પીને આત્મહત્યા કરી લો...જો દીકરી ને બચાવીના શકતા હોય તો...હું મનમાં જ તૂટી ગયો...પાછું એકવાર સનમને રડવા મજબુર કરી દીધી..

સનમને એની મમ્મીએ સરખી રીતે સંભાળી લીધી....સમજાવી...સનમે સત્ય સ્વીકાર્યું કે તેના પાપા તો હવે જતા રહ્યા છે...પણ મમ્મી તો આવી ગયા...

હું તે રાત્રે જ ત્યાંથી નીકળવા માંગતો હતો કારણ કે હું પોતાને વિરજીભાઈની મોત અને જાનકીની મોતનો દોષી માનતો હતો..

બધા સાંજે જમીને ભેગા બેઠા હતા...મેં હવે જવાની તૈયારી બતાવી તો...

રતનબેન : આટલા વર્ષે મારી દીકરીને મળી છુ...શુ તરત જ જાય છે...રોકાઈ જા...

me : મારે કાલે એક બિઝનેસ મિટિંગ છે..બહુ જ જરૂરી છે...એટલે હાલ જ નીકળવું પડશે...

સનમની ઈચ્છા તો નહોતી લાગતી એના મમ્મીને મુકવાની...એવું બની શકે કે કદાચ બહુ વર્ષે મળી હોય એટલે મને એવું લાગતું હતું...પણ એ તરત જ ઉભી થઇ ગઇ મારા સાથે જવા...તે ઉદાસ તો હતી જ..

રતનબેન : તો મારી દીકરી ભલે થોડાક દિવસ રોકાઈ જતી મારા સાથે...ઘણી વાતો કરવાની છે...

મેં સનમ તરફ જોયું...એ ગમગીન હતી...

સનમ : ના...કાર્તિક હું તારા સાથે આવીશ...

મેં એના હાથ તરફ જોયું તો મારો ગુસ્સો યાદ આવ્યો...મને લાગયું કે એમપણ મારૂ આ અઠવાડિયું વ્યસ્ત હશે તો સનમને જોઈએ એટલો સમય હું નહિ આપી શકું...એના કરતાં સનમ જો એની મા સાથે થોડો જેમ બને એમ વધારે સમય પસાર કરે તો એના માટે જ સારું છે...

me : તું તારી મા સાથે થોડો સમય પસાર કરી લે..એમ પણ હું વ્યસ્ત હોવાનો...

એમ બોલી હું બહાર તરફ બધાની વિદાય લઈને જવા લાગ્યો...સનમ પાછળ પાછળ મારી કાર સુધી મને મુકવા આવી...

હું કારમાં બેઠો..તે બારી પાસે ઉભી રહી...મારી હિંમત નહોતી સનમને કહેવાની કે એના બાપે મારા કહેવા પર આત્મહત્યા કરી છે...અને જો કહી પણ દેત તો પણ સનમ મને કશું જ ના બોલત...

તે બારી પાસે ઉભા રહીને બોલી ...
સનમ : શુ બોલ્યો હતો તું??સનમ તું કાઈ મારી પ્રોપર્ટી નથી...એમ જ ને??હવે એવું ના બોલતો...તું મારો છો...તો હું તારી જ છુ...આપણે બંને એકબીજાની પ્રોપર્ટી છીએ...અને જો આપણી પ્રોપર્ટી પર કોઈ કારણ વગર હક જતાવવા આવે તો આપણી જ ફરજ છે કે એને કેવી રીતે ખદેડી મુકવો...અને હું પણ સાથે જ આવું છું....તારી....

એમ બોલી તે આવવા લાગી...

મેં લોક કરી દીધો કાર ડોર...

me : તારી મમ્મીને તારી જરૂરત છે...થોડોક સમય પસાર કરી લે..એમને જાણ....આટલા સમય એકબીજાને જોયા વગર રહ્યા છો...એમનો પણ હક છે..

સનમ : મારે કોઈનું કામ નથી....તારા સિવાય...મારો બાપ જ નથી ...હવે તો સોનગઢમાં રહીને શુ કામ...

me : તારી માંને મોકો દઈને જો...એમનો પણ અધિકાર છે...

સનમ : આટલા વરસ કયા હતી એ??

me : પાછું તે ચાલુ કર્યું??મજબૂરી હોય બધાની....સવાલ જવાબ કર...સમાધાન કરી લે..મન માં જેટલા સવાલ છે બધા મને નહી તારી માને પૂછ...

સનમ : ના....પણ આટલા દિવસ તારા વગર કેમ રહીશ??અહીંયા ફોન પણ નથી...વાત કરવા...

me : મારા ખાતર...તારા મમ્મીને એક મોકો દે.....

સનમ : ટાઈમસર જમી લેજે...ફસાઈ ના જતો ક્યાંય...ગુસ્સો ઓછો કરજે...બીમાર ના પડતો...

જવાબમાં મેં ફક્ત હસીને કાર હંકારી મૂકી...પણ આખા રસ્તે એ વિચારતો હતો...કે હવેલીમાંથી બીજા બધા ગાયબ ક્યાં થયા...વિરજીભાઈ તો બહુ અડીખમ માણસ હતા...તે આત્મહત્યા કરી લે...એ વાત હજમ ના થઇ...અરે મારે તો પ્રિયંકાને મળવા પણ જવાનું હતું...કાઈ નહિ...બીજી વખત..

*

સનમના આવવાથી..બધા ખુશખુશાલ થઈ ગયા હતા...પણ એ ખુશીનું કારણ શું???સનમનું શુ થશે??23 ખૂન ??સેજલ ગાયબ છે...લક્ષ્મીફોઈ અને નિસર્ગ ગાયબ છે...વિરજીભાઈ મર્યા તો મર્યા કઈ રીતે....તમને શું લાગે છે કે એ આત્મહત્યા કરી લે એવા માણસ હતા..જોઈએ next પાર્ટમાં....

💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓

On insta : @cauz.iamkartik


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED