AFFECTION - 33 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

AFFECTION - 33














તે રાતના ત્રણ વાગે ઉપરના માળે એક મોટો ધડાકો થયો...અને તે માળ ધરાશાયી થઈ ગયો...ટીવીમાં સવારે એમ આવતું હતું કે પાર્ટી અધ્યક્ષ ની લાશ બહુજ ખરાબ હાલતમાં સવારના પાંચ વાગે ખોજીને કાઢવામાં આવી છે...સવારના સાત વાગે બધું સીધુજ લાઈવ ટેલિકાસ્ટ દેખાડતા હતા બધી જગ્યાએ...

તે એરિયામાં પોલીસબંધી થઈ ચૂકી હતી...ન્યૂઝવાળાઓનો કાફલો આવી ગયો હતો...વર્માની છોકરી તો સહી સલામત જ હતી...તે એક જગ્યા એ શાંત બેઠી હતી...જરાક આંસુ નીકળતા તો ઘડીક શાંત થઈ જાતી...

જગન્નાથ હજુ ઉઠ્યો જ હતો અને એના એક માણસે આવીને ખુશખબર તરીકે કહ્યું કે,"સાહેબ,મુબારક તમને....પાર્ટી અધ્યક્ષનું કામ તમારા નવા નિશાળીયા એ કરી નાખ્યું છે...હવે તમે જ બનશો નવા અધ્યક્ષ એને લઈને...અભિનંદન..."

જગન્નાથને પહેલે તો વિશ્વાસ નહોતો થતો...તે પોતે જ ઉભો થયો અને ટીવી ચાલુ કરી એના રૂમની..જેવી ચેનલ ફેરવી તેવા જ વર્મા નું ઘર એકદમ ખરાબ અવસ્થામાં દેખાતું હતું...તેના મુખ પર એક મોટી મુસ્કાન આવી ગઈ...
મન માં જ બોલ્યો,"માનવુ પડે...કાર્તિક સાહેબ...કરીને બતાવ્યું તમે તો...હવે તો તમને મારા અંગત માણસ બનાવવા જ પડશે.."

પછી એના માણસને કીધું કે,"બોલાવી લો એને....આપણા અડ્ડા પર...આજે પાર્ટી થશે...કાર્તિકને એની ગેંગ સાથે બોલાવી લો..."

ત્યાં જ એનો માણસ મને બોલાવવા રવાના થયો...ત્યાંજ જગન્નાથને એનો એક માણસ ગની બોલ્યો,"કાર્તિકને પતાવી નાખવામાં જ આપણો ફાયદો છે...બોલો તો હાલ જ જાવ...હું...પાછળથી અફસોસ થાય એવું ના કરતા. .."

જગન્નાથ : ગની....તે તારી લાઈફ મસલ્સ બનાવવામાં જ કાઢી છે...કાર્તિક એક એવું જનાવર છે કે તે એના મગજ નો બખૂબી ઉપયોગ કરી જાણે છે...હજુ પાર્ટી અધ્યક્ષ બનવા માટે બીજા ઘણા ના મર્ડર કરવા પડે ને ....અને આપણા માણસો ફક્ત દાદાગીરી કરે છે...ખોખલા લોકોની મદદ થી કોઈ દિવસ શહેર નથી વસાવાતું...કાર્તિક જ તો પાયો બનશે મારા નવા સામ્રાજ્યનો...

*

નૈતિક : સનમ હું આખી રાત ધ્યાન લગાવીને બેઠો હતો માઇક્રોફોનમાં...છતાપણ કાઈ નહોતું સંભળાતું...કંઈક લોચો થયો લાગે છે...કાર્તિક હજુ નથી આવ્યો...

સનમ : આટલા મોટા વિસ્ફોટ કરવાની શુ જરૂર હતી....એને કઈક થયું તો નહીં હોય ને...

ધ્રુવ : પોલિસ ત્યાંના સીસીટીવી કેમરાના ફૂટેજ જોશે તો શું થશે??

સનમ : કાર્તિક માં અને તારા માં એ જ તો ફરક છે....તું હાલ વિચારે છે....પેલા એ ક્યારનું વિચારીને રાખ્યું જ હશે...

નૈતિક : તને બહુ ભરોસો છે...એના પર...એને કોઈનું ખૂન કરી નાખ્યું હવે તો....એક નિર્દોષનું ખૂન...સનમ...તું કેવી રીતે જોઈ શકે છે કે તારા કાર્તિકે કોઈનું ખૂન કરી દીધું.

સનમ ઘડીક વાર ચૂપ રહી...

સનમ : કાર્તિક કોઈનું ખરાબ નહિ કરે....તમારા જેવા લોકો કરતા તો બહું સમજદાર છે...તો હવે મને આવા સવાલ ના પૂછતો...

ત્યાં જ રૂમનો દરવાજો ખુલ્યો...અને હું આવ્યો...
me : સનમ ના પાડે છે તો પછી એને સવાલ નહિ કરવાના...બીજી વાર કોઈ સમજાવશે નહિ આટલી શાંતિથી...

નૈતિક બે ઘડી છોભિલો પડી ગયો...સનમ મને જોઈને તરત જ ગળે વળગી ગઈ...

મને જોઈને ક્યારનો શાંત બેસેલો હર્ષ પણ ઉભો થયો..
me : ચલો...રાતે પાર્ટી છે...જગ્ગુ ના અડ્ડા પર...બોવ મોટા મોટા લોકો આવવાના છે...સનમ તું અહીંયા રહેજે...સવારે આવીશ તો જશું ક્યાંક લોન્ગ ડ્રાઈવ પર...

સનમ બે ઘડી ઉદાસ થઈ...મને ખબર પડી ગઈ કે એને ચિંતા થાય છે કે કંઈક થઈ જશે મને...

me : મને કંઈ નહીં થાય...તું ચિંતા ના કરને યાર...જો કેવી મુરજાઈ ગઈ તું....તારે હમેશા ખીલેલું જ રહેવાનું..

હર્ષ વાત કાપતા બોલ્યો...
હર્ષ : વર્મા નું તો તે બધું પતાવી દીધું..તો હવે શું પ્લાન છે...

me : પેલે પાર્ટી કરી આવીએ...બહુ ઈચ્છા સાથે બોલાવ્યા છે...જગન્નાથએ બહુ તૈયારી કરાવી છે...મને એના બીજા સાથીદારો સાથે ઓળખાણ કરાવશે...so let's ready guys...

*

પાર્ટીમાં ચારેબાજુ....નાચવા વાળીઓ નાચતી હતી...દારૂની તો રેલમછેલ હતી...સ્ટેજ પર કોઈ મહિલા સિંગર ગીતો ગાતી હતી...એના પર પણ પૈસા ઉડતા હતા...

ધ્રુવ : આવો નજારો તો પહેલીવાર જોયો...ચારેબાજુ પૈસા ,દારૂ,છોકરી...જાણે જિંદગી આ જ છે...

એટલા માં જ એક છોકરી નાચતી નાચતી મારા નજીક આવી...મેં એને ધ્રુવ બાજુ ઢોળી દીધી..અને આગળ ચાલ્યો...પેલી હસતી હતી...ધ્રુવ ને મજા આવી ગઈ હતી...

જગન્નાથ ના એક માણસે મને જોઈ લીધો...અને અંદર લઈ જતો હતો કશેક...મારા દોસ્તો બહાર જ ઉભા હતા...

ખિસ્સામાંથી ગન કાઢી લીધી મારા....અને અંદર લઈ ગયો..

સામે એક ગોળ મોટા ટેબલની ફરતે કેટલાક સોફા મુકેલા હતા...એની પર લગભગ 20 થી 25 લોકો હતા...બધા ઠાઠ માઠ માં બેસેલા હતા...ખબર પડી ગઈ કે આ એના સાથીઓ છે...પેલું કહેવાયને સમિતિ ...એવું જ કંઈક..

જગન્નાથ : તો મારા ભાઈઓ...આ છે કાર્તિક....

પહેલાથી જ કંઈક કીધું હશે મારા વિશે...એટલે પેલા લોકો તાળીઓ પાડીને સ્વાગત કરવા લાગ્યા...

બધા અંદરોઅંદર ચર્ચા કરતા હતા અલગ અલગ....
જગન્નાથ : આજથી તું પણ મારો સાથીદાર છો...

અને ત્યાંજ એને ઈશારો કરીને એક દસ્તાવેજ મંગાવ્યો..જેના પર મને સહી કરવાનું કહ્યું...

જોયું મેં સરખી રીતે...એ દસ્તાવેજ હતો એક N.G.O. ના સદસ્ય બનવાનો...જેનો મતલબ એમની ગેંગના સદસ્ય બનવાનો....મેં સહી કર્યો...અને એની એક કોપી એને રાખી અને એક મને આપી...

એનજીઓ ના નામે ખબર નહિ કેવી કેવી સેવા પ્રોવાઇડ કરતા હશે...પણ અંદાજો તો લગાવી જ શકતો હતો...

જગન્નાથ : અમે 24 જણા હતા..સંસ્થામાં...બધાએ ડોક્યુમેન્ટ સહી કર્યો છે...24 જણા ની પચીસ હજાર કરોડ કરતા પણ વધારે મિલકત અમારા સંસ્થા ના નામે સચવાયેલી છે....એ પણ લીગલ...હવે તું આવી ગયો છો...પચીસના પચાસ હજાર કરોડ થતા વાર નહિ લાગે...કારણ કે હવે હું પાર્ટી અધ્યક્ષ બનવા જઈ રહ્યો છુ...

બધા એ પછી ચિચિયારીઓ નાખી...બધા ખુશ ખુશ થઈ ગયા...મારો તો દિમાગ આટલી માતબર રકમ સાંભળીને બે ઘડી સુન્ન થઈ ગયો...

જગન્નાથ જતા જતા બોલ્યો કે,"કાલે મારા ઘરે આવિજા...ડિનર માટે...વહુ બેટા ને લઈને... "

me : કાલે હું એના સાથે બહાર જવાનો છુ...કાલે શક્ય નથી...

જગન્નાથ : તો તું મને ના પાડીશ.

me : તારે મારી જરૂરત મારા કરતાં પણ વધારે છે...મને તો એ પણ ખબર છે કે તું મને કાલે શુ કામ બોલાવે છે...

જગન્નાથ : કમ સે કમ ઉંમર ની શરમ તો ભરી લે...

me : શરમ તો ઉંમર સાથે આવેલી સમજદારી ની ભરાય...તું એ લાયક નહિ...

જગન્નાથ : ઓકે...સાહેબ...કાંઈ વાંધો નહિ..આ જ તો કારણ છે કે મેં તને પસંદ કર્યો છે મારા સેનાપતિ તરીકે...તને કાઈ કહેવાની જરૂરત પણ નથી પડતી...અને હા..જો તે સાચું વિચાર્યું હશે તો મારા તરફ થી તું માંગીશ એ ગિફ્ટમાં અપીશ..પણ તે આ જે કામ કર્યું છે એનું ઇનામ તો તને હું તું જ્યારે આવીશ મળવા ત્યારે દઈશ....તારો સમય લઈને આવજે...કાઈ વાંધો નહિ...

*

હું તે જગ્યા એથી બહાર નીકળ્યો..પાર્ટી તરફ ગયો..ત્યાં જોયું તો હર્ષ નૈતિક અને ધ્રુવ બધા ફૂલ દારૂ પીને નાચતા હતા બધી ડાન્સર સાથે...મનફાવે એમ બોલતા હતા...અને પેલો ગની સાંભળતો હતો...અને કંઈક પૂછતો હતો...

ત્યાં જ મારા મગજનો પારો ચડી ગયો ઉપર...હું ગયો અને તે લોકો ને સાથે આવવા કીધું...તો પણ ધ્યાન ના લીધું...અને છોકરીઓ સાથે વળગી વળગીને નાચતા રહ્યા...ગની હસતો હતો..

ગની : નાના છોકરાઓને લાવો એટલે એવું જ થાય...

me : છોકરાઓનો બાપ ભેગો હોય તો ગમે એવું થાય...પણ સંભાળી જ લે..હું તો છુ આ લોકો માટે...તું તારા બાપ પાસે જઈને બેસ...જા..અંદર બેઠો છે..જગ્ગુ..

એ ચિલ્લાયો...હું એના કરતાં પણ વધારે જોરથી ચિલ્લાયો...એને જગન્નાથનો કૉલ આવી ગયો એટલે એ ઈશારા કરતો કરતો અંદર જતો રહયો...અને હું જબરદસ્તી આ લોકો ને ગુસ્સામાં જ કારમાં બેસાડી...હોટેલ લઈ આવ્યો....સવારના ચાર વાગતા હતા...

હું તેમને કારમાં જ સુતા મૂકીને...કારને લોક કરીને સનમ પાસે આવતો રહ્યો...

સનમ જાગતી જ હતી...હું તેના પાસે બેઠો...

સનમ : તો રાજાજી...કેવી રહી પાર્ટી...મજા તો બહુ કરી હશે...

me : રાજાની રાણી વગર પાર્ટી હોતી હશે કંઇ...કેવી વાત કરે છે નાસમજ...

સનમ : તારા દોસ્તો ક્યાં...ત્યાં જ રોકાઈ ગયા કે શું...

પછી મેં એને બધી વાત કરી...

સનમ : ખરેખર આ રિસ્કી હતું...તે ગની જો ધ્રુવ પાસેથી કંઈક જાણકારી કઢાવી લેત તો...આ લોકો એ એવું ના કરવું જોઈએ...

મેં ઊંડો શ્વાસ લીધો...
me : હું એમના માટે આજની પાર્ટી યાદગાર બનાવી દઈશ....એમને મુક...હવે તો સુઈ જા...મારા લીધે નહિ જાગવાનું...

સનમ મારા પર ઢળતા ઢળતા બોલી કે," તને ખબર જ છે કે તારા વગર તો શક્ય છે જ નહીં...ને મારુ ટેડી બિયર હોય તો ચીપકીને સુઈ જાવ..તો મજા આવે."

me : એય...હું કંઈ ટેડી બિયર નથી હો...આ તો સાવજની ઈજ્જત કાઢો છો...ટેડી બોલીને..

સનમ : અલેલેલે...મારો સાવજ રિસાઈ ગયો...

સનમને ખબર નહિ કેવોક પ્રેમ ઉભરાઈ આવે છે આજકાલ કે તે મારી મસ્તી કરવા લાગી છે...વધારે પડતી જ..

*

બપોરના બાર એક વાગ્યે ઉઠ્યો...નાસ્તો રેડી હતો...ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠો...

સનમ : તારા દોસ્ત....ક્યારના આપણી કાર ડોલાવે છે....સિક્યુરિટીવાળો આવીને કહી ગયો કે...એ લોકો જાગી ગયા છે...

તરત જ એમને અંદર બોલાવ્યા...બધા મારા તરફ જોઈને બોલી રહ્યા હતા કે,"એવું કેમ કર્યું તે કાર્તિક??અમને કેમ પુરી દીધા..."

મેં રૂમ બંધ કર્યો...એકદમ મસ્ત બ્રાન્ડેડ બેલ્ટ કાઢ્યો...પેલા લોકો મને જ જોઈ રહ્યા હતા...અને બધા પર ફરી વળ્યો...બેલ્ટથી જ એવા માર્યા કે...રૂમ માં નાસભાગ થઈ ગઈ...સનમ ખૂણામાં ઉભી ઉભી હસતી હતી...બધા બૂમો પાડતા પાડતા સનમની આસપાસ ઉભા રહી ગયા....

me : ત્યાંથી બહાર નીકળો...બહુ મારીશ....

હર્ષ : સનમભાભી આને સમજાવોને...શુ થયું છે આને??

સનમ : સનમથી સનમભાભી....ખરેખર બહુ લાંબી સફર કરી....કાર્તિક હવે જવા દે બિચારાઓને...

ધ્રુવ : વાંધો શુ છે તને??

me : દારૂ પીવો..પણ મારા સામે બેસીને રેડો....ત્યાં તમે પીને બધું ભકી નાખતા..તો શું કરત....પેલો ગની એ જ ફિરાકમાં હતો....અને ભસી પણ નાખત તમે બધા....એ તો હું આવી ગયો...નહિતર તમે તો મારી પોલ ખોલી નાખતા...

નૈતિક : તું ક્યાં અમને તારી હકીકત બતાવે જ છે..

me : પહેલા એ લાયક બનો...

હર્ષ : અમે તો ઉભા હતા...એમજ..પેલો ગની આવ્યો...અને ફોર્સ કર્યો અમને...

me : એ બધું તો હું જોઈ લઈશ....જાવ...ફ્રેશ થાવ....નકરા દારૂથી ગંધાવ છો...

એ લોકો ફ્રેશ થઈને આવ્યા....પછી બધાએ સામેથીજ કંઈપણ કહ્યા વગરજ કાન પકડીને સોરી કીધું...

હર્ષ : અમને સમજાઈ ગયું કે...અમારી એક ભૂલના લીધે બધી ગેમ બગડી શકે છે....

નૈતિક : હું તો હવે એકેય વાત પર શક જ નહીં કરું તારા પર...મને માફ કરી દેજે...હું ઓવરરીએક્ટ કરું છું અમુક વાર..

me : ધ્રુવ તું કાઈ નહિ બોલે??

ધ્રુવ : તારો બેલ્ટ કઇ કમ્પની નો હતો??બોવ જ દુખે છે...

બધા હસવા લાગ્યા...

me : જો તમને બધાને હું કરોડોપતિ બનાવી નાખું તો...નહિ દુખે ને??

બધા એકીસાથે હા બોલ્યા...
હું સહેજ હસ્યો...

me : સનમ જા રેડી તો થઈ જા...લોન્ગ ડ્રાઈવ પર જવાનું છે...એક સુપર જગ્યાએ...તારા માટે સરપ્રાઈઝ છે...

હર્ષ : અને અમે...

me : મિયા બીબી વચ્ચે શુ કામ આવવુ છે??જાવ...રખડો...જેટલા જોતા હોય એટલા રૂપિયા લઈ જાવ...મનફાવે એ કરો...પણ રાત્રે અહીંયા આવી જજો...

એ લોકો ની ખુશી સમાતી જ નહોતી...એ લોકો તો પૈસાના થોકડાઓ લઈને ઉપડ્યા...

આવા કામ કરવાના ચાલુ કર્યા તો...લક્ષ્મીદેવી સાક્ષાત જોઈ લીધા...નહિતર એક ગરીબ માણસ મહેનત કરે તો પણ દર્શન માંડ થાય...ખબર નહિ પણ મનમાં ક્યાંક તો રસ્તો ક્લીયર જ હતો કે આગળ શું કરવાનું છે...પણ બીજી એ વાત પણ નક્કી હતી કે કોઈને કહેવાનું નથી...સનમ માટે સરપ્રાઈઝ રહેશે..જે પણ હશે તે...તેને મારો આવા કીચડમાં સાથ આપ્યો...તો હું એને બહુ સમય આવી રીતે નહિ રહેવા દવ...બધી ખુશી આપીશ...પછી ભલેને જગન્નાથની ગેમ ઓવર કરવી પડે....

*

રસ્તા માં મોંઘીદાટ કાર પુરપાટ વેગે ચાલી રહી છે..કારમાં સોન્ગ ચાલી રહ્યું છે તેરે સંગ યારા.....ત્યાં જ સનમ બારીની બહાર જોતી જોતી...મારા સામે જોવા લાગી...

સનમ : મારુ મન નથી માનતું કે તે ખૂન કર્યું છે...સાચું જ ને??કારણ કે મને તારી ખબર છે...તું આવી રીતે કોઈને ના મારી શકે...બોલ...

જવાબ માં હું ફક્ત સહેજ હસ્યો...
અને સામે તે પણ સહેજ હસી...
અમને બંને વચ્ચે આ સહેજ અમથી હસી થી જ...સાચી વાત એકબીજાને કહી દીધું....અને પછી તો એના માટે એકેય સવાલ જરૂરી જ નહોતો...

એને પણ ગીત ગુણગણવાનું શરૂ કર્યું...મારા સામે જોતા જોતા...અને બસ કાર લોન્ગ ડ્રાઇવ નો રસ્તો કાપતી રહી...



જોઈએ હવે કે કાર્તિકને કેમ ખબર છે કે જગન્નાથ શુ કામ આપવાનો છે કે પાસા પલટી થઈ જશે??અને ગનીનો નિકાલ જેમ બને એમ જલ્દી કરવો જ પડશે..નહિતર રસ્તામાં આવશે...કાર્તિકે વર્મા નું ખૂન કર્યું છે કે નહીં??એ તો મોટો સવાલ છે કે ધોકો એ જ ખબર નથી...અને સનમ ક્યાં જઈ રહી છે...એવું તે કયું સરપ્રાઈઝ છે...લોન્ગ ડ્રાઈવ માં...જોઈએ....

next part thursday....

💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓

On insta : @cauz.iamkartik