Dill Prem no dariyo che - 31 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 31

મંચ ઉપર એકદમ સનાટો છવાઈ ગયો હતો. હજું પણ તે કમેરાવાળી તસ્વીરો બધા સામે ફરી રહી હતી. પરીએ તેના પરિવાર સામે જોયું તેનો પરિવાર પરી સામે જોઈ નજર જુકાવી રહયો હતો. અહીં તેની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા ને તે હજુ પણ એક આશા ભરી નજરે પરિવારને જોઈ રહી હતી. કોઈ તો હશે જે કંઈ બોલશે તેને કંઈક કહેશે. તેના દિલને સમજશે પણ અહીં કોઈ ના હતું એવું જે તેની આ શરમ જનક તસ્વીરો જોયા પછી તેને હિમ્મત આપી શકે એમ. તેની ખામોશ નજર બધા સામે ફરી વળી હતી.

જીયાના શબ્દો હજું પણ ધારની જેમ જ બધાના કાનમાં વાગતા હતા."વો જાનતી થી કે વો ઇસ કોમ્પિટિશનમે કભી નહીં જીત પાયેલી ઈસલીયે તો ઉસને મહેરગુરુકો અપને પ્યાર કે ચક્કરમે ફસાયા ઔર ભલા લડકે કો કયા સાહિયે ઉસકો તો બસ ઉસકા ટાઈપાસ મીલ જાયે બસ ઈતના હી.... "જીયાના શબ્દો આખા મંચને ધુર્જાવી ગયા. પણ કોઈ કંઈ જ ના બોલ્યું પણ, મહેર....,

"સ્ટોપ ધ હેલ જીયા, જો ભી દિમાગમે આયા વો બકે જા રહી હો...." તેનો ચહેરો લલાશ પકડી રહયો હતો ને તેને એકવાર વધારે કોશિશ કરી જીયાને રોકવાની પણ જીયા રોકાઈ તેમ ના હતી.

"ઉસમે જુઠ કયા હૈ ઔર ઉસમે આપકો ફરક કયું પડ રહા હૈ, આપ ઈતના કયું એ કર રહે હો...!!!ક્યા હૈ ઉસકે સાથ આપકા રીશતા..?? " મહેર તેના શબ્દોને રોકવાની કોશિશ કરી રહયો હતો પણ જીયાના શબ્દો તેના ગુસ્સાને ઉપસાવી રહયા હતા. બધાની નજર હવે મહેર તરફ હતી. પરી પણ આજે જાણવા માંગતી હતી કે તેનો મહેર તેના વિશે શું કહી શકે...

"ક્યુ નહીં પડેગા ફરક મુજે પ્યાર કરતા હું ઉસે...!!ઓર એ તસ્વીર દીખાકે કયા સાબિત કરના જાતી હો તુમ સબકો. અહીં ને કે મે ઔર પરી દરિયા કિનારે અકલે એકબીજાની બાહોમાં ખડે હુયે કીસ કર રહે હૈ...... હા, કર રહે હો.... ઉસમે ગલત ક્યા હૈ...!!! જબ હમારા રીશ્તા પહેલેસે હી જુડ ગયા હૈ....કલ હમારી સંગાઈભી હોને વાલી હો.. "મહેરના શબ્દો સાંભળી પરી સ્તંભ થઈ ગઈ. તે મહેરને જોતી રહી

"આ્ઈ એમ રીયલી સોરી પરી મે તારાથી આ વાત ચુપાવી. તારો સંબધ જેની સાથે થવાનો છે તે હું જ છું." મહેરના શબ્દો પરીના કાનમાં ગુજતા રહયા ને તે પછડાઈ બેસી ગઈ. આટલો મોટો દગો આટલી મોટી રમત તે પણ તેના મહેરે રમી...તેના વિચારો ક્ષણભંગુર થઈ ગયા. ને તે કંઈ જ બોલી ના શકી. મહેર દોડી તેની પાસે ગયો પણ પરીએ તેને ત્યાં જ રોકી લીધો. મહેર પરીને સમજાવાની કોશિશ કરી રહયો હતો. પણ પરીના કાન સુધી તેના શબ્દો પહોંચતા ના હતા.

દિલની લાગણી વિચારો વગરની શુન્ય બનતી જતી હતી. મહેર સાથેની પહેલી મુલાકાત, તેની સાથે જીવેલી તે બધી જ પળોની વાતો એક એક કરીને તેની નજર સામે તરવરતી હતી. યાદોના સફરમાં તે બધું જાણવા છતાં પણ અનજાન બનવાનું નાટક કરતો રહયો ને પરી તેની વાતોમાં એ વિચારતી રહી કે તે કોઇ બીજા સાથે જિંદગી જીવવા જતી રહશે તો મહેરનું શું થશે. પણ મહેરને તે વાતનો બિલકુલ ડર કયારે નહોતો લાગ્યો કેમકે તે બધું જાણતો હતો.

તે ત્યાંથી ઊભી થઈ અને બહાર ચાલવા લાગી તેના દિલ ફરી ધબકી ઉઠયું ને તેના દિલ અવાજ દેતું હોય તેમ તેને રોકી રહયું હતું. 'નો, પરી તું અહીં તારુ સપનું પૂરું કરવા આવી છો તારી લાગણીને વહેવા નહીં. તું ખાલી તારા માટે નહીં બીજા ધણા એવા છે જેને આમ જ પોતાના સપનાની બલી ચડાવી દીધી છે તેના માટે તારે સાહસ બનવાનું છે. કમોન પરી જે થયું તે ભુલી જા ને આજના છેલ્લા ગીતને તું પુરુ કર..'વિચારોની વચ્ચે તે થંભી ગ્ઈ ને તેને આખો બંધ કરી. પ્રેમ અને લાગણીના શબ્દોને તેને રોકી ભીની આખોએ જ ગીત શરૂ કર્યું. તેના અવાજથી ફરી વાતાવરણ બદલાઈ ગયું ને તેને આગળ ગીત શરૂ કર્યું

(દિલ પ્રેમનો દરિયો બની
આંખોમાં છલકાઈ ગયો
જિંદગીના આ સફરમાં
શું છે જિંદગી તે સમજાય ગયું
દિલ પ્રેમનો દરિયો બની
આંખમાં છલકાઈ ગયો
વિશ્વાસના આ બંધનમાં
સ્નેહ અને પ્રિતના સંગાથમાં
દિલ પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયું
દિલ પ્રેમનો દરિયો બની
આંખોમાં છલકાઈ ગયો
હસ્તા ચહેરે ખુશી હતી
દિલની લાગણી ભીજાય ગઈ
સંબધોની માયાજાળમાં
જિંદગી ખુદને ભુલી ગ્ઈ
દિલ પ્રેમનો દરિયો બની આંખોમાં છલકાઈ ગયો )

તેના લાગણીભીના શબ્દો જેને પણ સમજ આવ્યાં તે બધાને રડાવી ગયાં. પરીના વહેતા આસું દિલના ઊંડાણમાં ચુપાઈ ગયા. ફરી એકવાર તાળીયોના ગડગડાટથી આખો મંચ ગુજી ઉઠયો હતો. આ ગુજરાતી ભાષામાં ગવાયેલું ગીત લગભગ બધાને સમજમા નહોતું આવ્યું પણ પરીની હિમ્મતને તેના અવાજને બધા બિરદાવી રહ્યાં હતાં. ક્ષણભર બધું જ થંભી ગયું ને પરીને સાંભળવા બધાની નજર પરી સામે સ્થિર હતી.

"શાયદ એ ગાના આપ લોગોકો સમજ મે નહીં આયા હોગા. પર જીસકો ભી આયા વો સમજ ગયે હોગે કે ઈસ ગાનેમે કયા થા. સોરી, આજ જો મંચ પર હુવા વો નહીં હોના સાહીયે. ઇતને બડે સુપરસ્ટાર કે મંચ પે અગર એસી કીસીકી આપસકી બાતોકો લાયા જાતા હૈ તો ઉસ પ્રગોમકી કોઈ વેલ્યુ નહીં રહેતી. જો હુવા ઉસમે શાયદ મેરી ગલતીથી કે મેને આપ સબસે જુઠ બોલા. પર આજ મે આપ સબકો હકિકત બતાતી હું. મુજે અહીં તક લાને મે કિસીકા હાથ નહીંથા મે અહીં ખુદ આ્ઈ થી. હા મહેરને મેરી બહોત હેલ્પ કી. મુજે અહીં તક પહોચાનેમે ઉસકા સબસે બડા હાથ હૈ. ઔર ઉસમે ગલતભી કુછ નહીં હૈ હા વો આહા કા જજ હૈ ઓર મે એક કોમ્પિટિશનકા એક હિસ્સા. જોકે મુજે અહીં કિસિકો સફાઈ દેને કી જરુરત નહીં હૈ પર એ બાત મેરે પરીવારકી હૈ ઈસલીયે મે બતા રહી હું. મેરા ઔર મહેરકા રીશ્તા જોભી હૈ ઉસે આપ લોગોકો ફરક નહીં પડના સાહિયે. ઔર કોમ્પિટિશન કા નિયમ તો એ હે કી પરિવારકા કોઈ સદસ્ય ઈસ કોમ્પિટિશનમે પાર્ટીસિપેટ કર રહા હૈ તો ઉસકા કોઈભી પરીવાર વાલા જજકી ખુરશી પર નહીં બેઠ સકતા. મેરા ઔર મહેરકા રીશતા કોનસા હૈ. વો રીશતાતો બાદમે બના તો ક્યા વો ઈસ ખુરશીકો છોડકે ભાગ જાયે આ મે અપને સપનેસે પીછે હઠ કર દુ..??? અબ સોચના આપકો હૈ કે કલ આપ રીઝલ્ટ કયા દે શકતે હો. મેરે સપનેકી દોર આપકે હાથમે હૈ અગર આપકો લગતા હૈ એ બાત ગલત હૈ તો મુજે વોટ મત કરો ઔર આપકો મેરી બાત સમજમે આ રહી હૈ તો મુજે વોટ કરના. થેન્કયું." તેની આંખો આસુંથી ભરેલી હોવા છતાં પણ તેની જુબાન ધણુ બોલી ગઈ. તે મંચ પરથી નીચે ઉતરીને બહાર નિકળી.

મન ખામોશ હતું. જયારે બધું જ તુટી ગયું હતું ત્યારે કંઈક ખોવાનો ડર શેનો. તે વિચાર સાથે જ તે એકલી જ ચાલ્યા લાગી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરીની જીંદગી આજે તે સફર પર ઊભી છે જયાં પરિવાર અને સપનું બને વિખેરાઈ ગયું છે ત્યારે શું તેનું ફેમિલી મહેરને જાણતું હશે.....??? શું આ બધો જ ખેલ તેના પરીવારે જ ખેલો હશે.....?? શું થશે પરીના સપનાનું શું તે ફાઈનલ જીતી શકશે.... શું હવે તે મહેરને નફરત કરશે....???શું થશે તેની આ સફર જિંદગી માં તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે..... (ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED