Aaruddh an eternal love - 22 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૨૨

"આની જીભ તો જો!! છે એક વેંતનું પણ ચટરપટર કેવું બોલે છે!"

અનન્યા વધુ કંઈ બોલે એ પહેલા અનિરુદ્ધ એ બાળકનો હાથ પકડી ને ચાલતો થયો. એની પાછળ અનન્યા પણ દોરાઈ. અનિરુદ્ધના પિતાએ બાળકો માટે કેક મંગાવી હતી. પેલા બાળકે અનિરુદ્ધ અને આર્યાને બાજુમાં ઊભા રાખ્યા, બંને વચ્ચે એક ચપ્પુ આપીને કેક કાપવા કહ્યું.

એકદમ નજીક નજીક ઉભા રહેલા અનિરુદ્ધ અને આર્યા એકબીજાની આંખોમાં આંખો નાંખીને જોઈ રહ્યા, અનિરુદ્ધથી બેધ્યાનપણે આર્યાના ખભે હાથ મુકાઈ ગયો, અનન્યા તો લાલ- પીળી થઈ ગઈ. આર્યાએ કેક કાપી. અનન્યા પગ પછાડતી ત્યાંથી ચાલી ગઇ.

***

"વેલકમ જય, મને તો એમ કે તું આ ક્ષણે તારી ચેનલના કંટ્રોલરૂમમાં હોઈશ."

"એક્ઝેક્ટલી, મારે ત્યાં જ હોવું જોઈતું હતું પરંતુ મને ત્યાં તારા એક્સપ્રેશન જોવા ના મળેત. આફ્ટર‌ઓલ યુ આર ગોઈંગ ટુ બીકમ મેન ઓફ ધ ડે." અનિરુદ્ધની બાજુમાં ગોઠવાતા જય બોલ્યો.

આજે જ જયની ન્યૂઝ ચેનલ લોન્ચ થઇ હતી, અનિરુદ્ધ સોફા પર બેસીને એ જ જોઈ રહ્યો હતો. અમુક સમાચારોનો વાંચન ઉદ્ઘાટન કર્યા બાદ એક બેકિંગ ન્યુઝ ના સમાચાર એ ચેનલ પર આવવાના હતા, લોકોમાં ખૂબ ઉત્સુકતા હતી કારણ કે એક નિષ્પક્ષપાતી અને સ્પષ્ટ વક્તા પત્રકાર તરીકે જય અને એનું અખબાર બંને જાણીતા હતા, એવામાં જયની ચેનલના બ્રેકિંગ ન્યુઝ જાણવા માટે બધા તત્પર હતા.

શહેરના મોટાભાગના લોકો ન્યુઝ ચેનલ સામે ગોઠવાઈ ગયા હતા, બરાબર સમય થયો અને ચેનલ પર જયંત મંકોડીના કાળા કારનામાઓના સમાચાર આવવા લાગ્યા. પુરતા પુરાવાઓ સહિત બતાવાઈ રહેલા એ સમાચાર જોઈને શહેરના મોટાભાગના લોકો અચંબિત થઈ ગયા અને બધા જયંત મંકોડી પ્રત્યે ફિટકાર વરસાવવા લાગ્યા.

જયંતે કેવી રીતે કલેકટર અનિરુદ્ધ વિરુદ્ધ ષડયંત્ર કર્યું હતું અને કેવી રીતે એને અંજામ આપ્યો હતો એ પણ બતાવાઈ રહ્યું.

યસ... કહેતો અનિરુદ્ધ ઊભો થ‌ઈ ગયો અને બરાબર એજ વખતે આવી પહોંચેલી આર્યાને ભેટી પડ્યો.

જય અને આર્યાની આંખો મળી, આર્યા નીચું જોઈ ગઈ.

"વી હેવ ડન ઈટ." કહીને જય અને અનિરુદ્ધે એકબીજાને તાળી આપી.

અનિરુદ્ધે ઘેર બેઠા જ પોતાના માણસો વડે જયંત વિરુદ્ધ પુરાવાઓ એકઠા કર્યા અને જયે પોતાની ચેનલ થકી એને અંજામ આપ્યો. પોતાની ચેનલમાં આટલા મોટા સમાજસેવક વિશે સમાચાર પ્રસારિત કરવા એ કંઈ નાનું કામ ન હતું, છતાં જયે આ બીડું ઝડપ્યું હતું. જોખમ ઘણું હતું, પરંતુ પુરાવાઓ પણ પાકા હતા.

"તારી દોસ્તીએ તો એક નવી મિશાલ કાયમ કરી છે, જય... આઈ એમ પ્રાઉડ ઓફ યુ એન્ડ થેન્ક યુ સો મચ."

"સત્યનો સાથ નિષ્પક્ષપણે આપવો એ તો અમારું પત્રકારત્વનું કર્તવ્ય છે, મેં મારું કર્તવ્ય બજાવ્યું છે, અને તું તો મારો મિત્ર છે, તારા માટે તો કંઈ પણ...."

જયનું ધ્યાન બાજુમાં ઊભેલી આર્યા પર ગયું, એ ઊભો થઈને આર્યા પાસે ગયો, અનિરુદ્ધ એની સામે તાકી રહ્યો,

"તું જરા પણ અપરાધભાવ ના અનુભવીશ આર્યા, જે કંઈ બની ગયું છે એમાં કોઈનો કશો જ દોષ નથી. અને આપણે હંમેશા સારા મિત્રો તો રહીશું ને!"

આર્યાએ સંમતિમાં સ્મિત આપ્યું.

"બાય ધ વે, જય તે કદી ભજીયા ખાધા છે? એક્ચ્યુલી, આર્યા સરસ બનાવે છે. કમ ઓન આર્યા, ગો અહેડ." અનિરુદ્ધ ના પિતાજીએ કહ્યું અને જયના મનમાં એ દિવસની યાદ તાજી થઇ જે દિવસે આર્યાએ અનાથાશ્રમમાં બધા માટે ગરમ ગરમ ભજીયા બનાવ્યા હતા, જય ત્યાં પહોંચી ગયો હતો અને એણે પણ બધા સાથે લહેજત માણી હતી.

જય, આર્યા, અનિરુદ્ધ અને એના પિતાજી એ બધા ટેબલ પર જમી રહ્યા હતા ત્યાં જ અનન્યા પહોંચી.

"વાઉ.... અનિ, તેં અને જયે તો સપાટો બોલાવી દીધો, આઈ થિંક આ એની જ પાર્ટી છે, કેન આઈ?" કહીને અનન્યા પણ ટેબલ પર બેસી ગઈ.

"કેમ નહીં, બેટા આ તો મારી પુત્રવધૂએ બનાવ્યા છે, આટલા સ્વાદિષ્ટ મારા ખ્યાલથી કોઈ નહીં બનાવી શકતું હોય. તારે પણ એની પાસેથી શીખવા જોઇએ, ભવિષ્યમાં તારે પણ કામ આવશે."

"શીખવાનું તો મારે એની પાસેથી ઘણું છે અંકલ, કોઈ હેન્ડસમ અને પૈસાદાર છોકરાને કઈ રીતે પટાવવો અને એની સાથે લગ્ન પણ કઈ રીતે કરવા એ બધું જ!"

અનન્યાની વાતોથી જયને દુઃખ થયું. આર્યા કશું બોલી નહીં.

"શટ અપ અનન્યા, એ મારા પપ્પા છે, એમની સાથે આવી રીતે ઉદ્ધતાઈથી વાતો તું કઈ રીતે કરી શકે છે?"

"હવે વાત નીકળી જ છે અનિ, તો હું તને કહી દઉં, બધી વાત કરી જ લ‌ઈએ. તારા પર લાગેલા બધા જ આરોપો જુઠા થયા છે, તું નિર્દોષ સાબિત થઈ ગયો છે તો હવે આર્યા સાથે લગ્નનો પણ કોઈ અર્થ નથી, તું એને ઝડપથી ડિવોર્સ દઈ દે એટલે આપણે બંને લગ્ન કરી શકીએ."

"એ છોકરી... લગ્નને તું શું મજાક સમજે છે કે કાલે લગ્ન કર્યા અને આજે છૂટા થયા? એ તો જન્મનું બંધન છે અને મારા દીકરા અને પુત્રવધૂ વચ્ચે બંધાઈ ચૂક્યું છે, તારી વાત હવે કોઈ કાળે શક્ય નથી."

"અનિરુદ્ધ, હું તને છેલ્લી વાર પૂછું છું, હા કહે અથવા ના કહે. હું તારી પાછળ હવે વધારે રાહ જોવા માગતી નથી. નક્કી કરી લે, આર્યા કે અનન્યા."

બધા અનિરુદ્ધ સામે તાકી રહ્યા, અનિરુદ્ધે કશો જવાબ આપ્યો નહીં.

"ઓકે... તારો જવાબ મળી ગયો, હેપ્પી મેરેજ લાઇફ આર્યા."

અનન્યા જતી રહી.

***

આર્યા હળદરવાળું દૂધ અને દવાઓ લઇને અનિરુદ્ધના રૂમમાં પહોંચી. અનિરુદ્ધ જાણે એની જ રાહ જોઈને ઉભો હોય એમ એની સામે ગયો.

"તમારી દવાઓનો સમય થઈ ગયો છે, લ‌ઈ લો."

આજે અનિરુદ્ધનો ગુસ્સો સાતમા આસમાને હતો, એણે દૂધનો ગ્લાસ જોરથી ફેંકી દીધો. ડરના માર્યા આર્યાની આંખો બંધ થઈ ગઈ.

અનિરુદ્ધે પોતાના હાથ વડે આર્યાનું બાવડું પકડીને જોરથી ખેંચ્યું,
"શા માટે આવી? શા માટે તું મારા જીવનમાં આવી? અનન્યા દુઃખી થઈ અને મને છોડીને ગ‌ઈ, માત્ર તારા જ કારણે. આઈ વોઝ ધ હેપિએસ્ટ ગાય.... પણ તું..."

"બોલોને! કેમ અટકી ગયા? જોર તો નિર્બળ પર જ બતાવાય ને! અને મેં તમને નહોતું કહ્યું કે મારી મદદ કરો, મને છોડી દેવી હતી ને એ ગુંડા પાસે... આમ પણ અમારે અનાથને ભાગ્ય કે એવું કશું હોતું નથી, કે નથી હોતી કોઈની હૂંફ... આ લગ્ન તમારી મરજીથી નથી થયા તો મને પણ શોખ નહોતો તમારી સાથે લગ્ન કરવાનો. છતાં પણ આ સંબંધનું માન સાચવીને મેં રહેવાનો પ્રયત્ન કર્યો છે, તમે નહીં.

તમે શું કર્યું છે, માત્ર મને ડરાવવાનું જ કામ. મેં તો કહેલું કે હું અહીંથી જતી રહું, પણ તમને તો એ પણ પોષાતું નથી. હવે તમે જ કહી દો કે હું શું કરું?"

આર્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, ત્યાં જ ફસડાઈ પડી. અનિરુદ્ધ એને સાંત્વના આપવા ઈચ્છતો હતો પરંતુ એનાથી એ થ‌ઈ શક્યું નહીં. એ જાણતો હતો કે એનો ગુસ્સો આર્યાને પરેશાન કરતો હતો, પરંતુ એ જ એક માત્ર તેની નબળાઈ હતો. એ આર્યાની સામે જોઈ રહ્યો.

આર્યાને વધારે વાર રડતી જોઈ એના માટે શક્ય ન હતું, એ ત્યાંથી ચાલતો થઈ ગયો.

"આ બંને આમ ક્યાં સુધી કરશે? લાગે છે કે મહારાજ કંઈક મોટું કરવું પડશે." અનિરુદ્ધ ના પિતાજીએ હવે દ્રઢ નિશ્ચય કર્યો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED