Aaruddh an eternal love - 8 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૮


ભાગ-૮

“વાઉ…. અનિ … કેટલો સરસ વરસાદ આવી રહ્યો છે. ચાલને નાહવા જઈએ.”

બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અનિરુદ્ધે તંત્રને સાબદું કરી દીધું હતું. પૂરની શક્યતાઓ વચ્ચે એણે રેસ્ક્યુ ટીમો બોલાવી હતી. એ પોતાની ઓફિસમાં બેસવાને બદલે સતત બધે ફરીને જાતે બચાવ અને રાહત કામગીરીની માહિતી લઈ રહ્યો હતો.

આજે જીદ કરીને અનન્યા પણ એની સાથે નિકળી હતી. અનન્યાને વરસાદી વાતાવરણ માદક લાગી રહ્યું હતું અને તેને અનિરુદ્ધ સાથે બહાર વરસાદમાં પલળવું હતું પરંતુ અનિરુદ્ધ નું ધ્યાન એ બાબતમાં બિલકુલ ન હતું. એની નજર સતત બહાર ફરી રહી હતી.

***

“બાપ રે!!! આર્યા જો તો ખરી! કેટલો વરસાદ વરસી રહ્યો છે!”

જૂની ઢબે, અંગ્રેજોના સમયે બાંધેલા અનાથાશ્રમને વરસાદની કશી બીક ન હતી. અહીં આવેલા બાળકો પૈકી છોકરાઓ મોટા થઈ ને સ્વતંત્ર બની જતા, એમને અંહી અઢાર વર્ષ સુધી જ રહેવાની છૂટ હતી, ત્યારબાદ તેઓ પગભર હોય તો પોતાની રીતે ઈચ્છે ત્યાં રહી શકતા, અથવા આ જ શહેરમાં આવેલા અન્ય આશ્રમમાં રહેતા.

યુવતીઓને આ નિયમ લાગુ પડતો નહીં, કારણ કે મહિલાગૃહ પણ અંહી જ હતું.

અનાથાશ્રમની પહોળી પરસાળમાં બાળકો અને યુવતીઓ વરસતા વરસાદને જોઈ રહી હતી, વરસાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો.

આર્યાને અચાનક કંઈક યાદ આવ્યું અને એ ઉતાવળે પગલે ચાલી, બધી છોકરીઓ અનાથાશ્રમના પાછળના ભાગમાં ગઈ. ત્યાં જઈને જોયું તો આર્યાના શક મુજબ પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું. એ પાણી ખતરનાક ઝડપે વહીને થોડે દૂર આવેલી નદીમાં પડી રહ્યું હતું. એ નદી અનાથ આશ્રમ થી એકદમ નજીક હતી.

હંમેશા ધોધમાર વરસાદ હોય ત્યારે આર્યા જોઈ લેતી કે ત્યાં પાણીમાં કોઇ ફસાયું તો નથી ને. જો ફસાયું હોય તો એમની મદદ કરવા માટે આર્યા તત્પર રહેતી હતી. આર્યા એ જોયું તો આજે બે બાળકો એકબીજાનો હાથ પકડીને એ ધસમસતા પાણીમાં ઉભા હતા. એમના નાનકડા નિર્બળ પગ એ પ્રવાહનો વધુ સમય સામનો કરી શકે એમ ન હતા.

આર્યા એ ઝડપથી કંઈક વિચાર્યું અને અનાથ આશ્રમમાંથી દોરડું ગોત્યું અને દોડીને જવા લાગી.

“આર્યા…. ક્યાં જઈશ…આપણે રેસ્ક્યુ વાળા ને ફોન કરી દઈએ એ લોકો ઝડપથી આવી જશે. એટલા ભયંકર પાણીમાં તું શી રીતે એ બાળકોને બચાવી શકીશ? તને બે દિવસથી તાવ આવે છે. તારો પગ હજુ સાજો થયો નથી અને તું ચાલી પણ શકતી નથી તો ત્યાં જઈને શું કરીશ?”

“ખબર નથી કે શી રીતે એ બાળકોને બચાવી શકીશ. પરંતુ ત્યાં ગયા વગર રહી પણ નહીં શકું. મમ્મી, એ બાળકો ગભરાઇ ગયા છે અને રડી પણ રહ્યા છે. મારે એમને બચાવવા જોઈએ.”

કહેતી આર્યા દોડતી જતી રહી.

આર્યા એક દોરડું પાણીના છેડે રહેલા વૃક્ષ સાથે બાંધી અને બીજો છેડો પોતાની કમરે બાંધ્યો. આર્યા ની હિંમત જોઈને એક બે છોકરીઓ ત્યાં જવા તૈયાર થઈ હતી પરંતુ એ બધાનો જીવ જોખમમાં મૂકવા માટે માયાબહેન તૈયાર ન હતા.

આર્યા મહામહેનતે એ ધસમસતા પાણીમાં ચાલી રહી હતી. એ બાળકોની લગોલગ પહોંચી ગઈ હતી. એ બંને બાળકોને એણે તેડી લીધા. હવેનું કામ એના માટે અઘરું હતું. એનું શરીર થાકી ગયું હતું, પગ માંડ ચાલી રહ્યા હતા. એ હાંફી રહી હતી. એનો પગનો ઘા લબકારા મારી રહ્યો હતો.

હજુ સુધી રેસ્ક્યુ ટીમ આવી ન હતી. અનાથાશ્રમની બારીમાંથી બધા એ જીવસટોસટનો ખેલ જોઈ રહ્યા હતા. માંદગીભરેલી આ પરિસ્થિતિમાં આર્યા માટે શ્વાસ લેવો પણ હવે અઘરું બની ગયું હતું.

“જો… અનન્યા, ત્યાં બે બાળકો પાણીમાં ફસાયા લાગે છે અને કોઈક તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હું ત્યાં જાઉં છું.”

“કમ ઓન… અનિ… તું કલેકટર છે, તારે આમ દોડવાનું ના હોય. રેસ્ક્યુ ટીમ ને ફોન કરી દે એટલે એ લોકો તુરત આવી પહોંચશે.”

અનિરુદ્ધ તો અનન્યા સામે તાકી રહ્યો. એની ધારદાર નજર અનન્યાને પ્રશ્ન પૂછી રહી કે આ બાળકો આપણા હોય તો???

અનિરુદ્ધ ગાડીમાંથી ઉતરીને બાંયો ચડાવતો પેલા પાણીમાં પ્રવેશી ગયો. એના કસાયેલા શરીર માટે પાણીનો પ્રવાહ અઘરો ન હતો.

કોઇક પોતાની મદદે આવ્યું છે એ જોતાં જ આર્યાએ બંને બાળકો એને આપી દીધા. બરાબર એ જ વખતે રેસ્ક્યુ ટીમ પણ આવી પહોંચી. આર્યાએ બંને બાળકોને અનિરુદ્ધને સોંપી દીધા પછી એની આંખો બંધ થઇ ગઈ અને તે ઢળી પડી. એ પાણીમાં પડી ગઈ.

રેસ્ક્યુ ટીમે બાળકોને લઈ લીધા, અનિરુદ્ધે બેભાન થઈ ગયેલી આર્યાને ઉચી કરી અને એની કમરેથી દોરડું છોડીને એને ઊંચકી લીધી.

અત્યાર સુધી અનન્યા નું ધ્યાન ન હતું પરંતુ હવે એ નીરખીને જોવા લાગી કે શું બની રહ્યું છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED