પ્રિયાંશી - 11 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રિયાંશી - 11

" પ્રિયાંશી " ભાગ-11
મિલાપને તો આખુ જગ જીત્યો હોય તેટલો આનંદ થયો. હવે તેને પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મનાવીને તેમની "હા" પડાવવાની હતી.

બીજે દિવસે રાત્રે થોડો સમય લઇને મિલાપ પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મળવા ગયો. જઇને તે બંનેને પગે લાગ્યો. થોડી વાર આડી-અવળી વાતો ચાલી. મિલાપના મનમાં થતું કે વાતની શરૂઆત કઇ રીતે કરrવી, તેની જીભ ઉપડતી ન હતી. છેવટે તેણે બોલવાની હિંમત કરી, " અંકલ, તમે પ્રિયાંશીને આગળ ભણાવવા નથી માંગતા ? " તેને પૂછવું હતું કંઇ બીજું અને એ પૂછી રહ્યો હતો કંઇક બીજું.

પ્રિયાંશી આ પ્રશ્ન સાંભળી વિચારમાં પડી ગઇ કે આ આવું કેમ પૂછે છે. મિલાપને પણ મનમાં થતું કે મારાથી આવું કેમ પૂછાઇ ગયું.

હસમુખભાઇએ જવાબ આપ્યો કે, " જો બેટા, પ્રિયાંશી અમારી દીકરી નહિ પણ દિકરો જ છે. અમે તેને તેના પોતાના નિર્ણય લેવાની જવાબદારી તેને પોતાને જ આપી છે. તે ખૂબજ ડાહી અને હોંશિયાર છે તે જે કંઇ વિચારશે તે જરાપણ ખોટું નહિ હોય."
મિલાપને થોડી શાંતિ લાગી મનમાં જાણે તેનાથી બોલાઈ ગયું, "હાંશ "પછી તેને બીજો પ્રશ્ન પૂછવાની હિંમત આવી કે હવે વાંધો નહિ.

ધીમે રહીને તે બોલ્યો કે અંકલ અને આન્ટી મારે તમને એક વાત કહેવી છે.હસમુખભાઈ અને માયાબેન બંનેએ આતુરતાથી પૂછ્યું કે, "શું વાત છે બેટા?"

મિલાપે વાતની શરૂઆત કરી કે, મને પ્રિયાંશી ખૂબ ગમે છે. તેને પણ હું ગમું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગું છું. જો આપની ઇચ્છા હોય તો હું મારા મમ્મી-પપ્પાને લઇને આપના ત્યાં આવું.

હસમુખભાઈ અને માયાબેન તો ખૂબજ ખુશ થઇ ગયા. બંને એકબીજાની સામે જોવા લાગ્યા. એકદમ થી શું જવાબ આપવો તે બંનેમાંથી કોઈને સમજાયું નહીં. પછી માયાબેન હળવેથી બોલ્યા કે, " સારું બેટા, હું પ્રિયાંશી સાથે વાત કરી લઇશ પછી આગળ શું કરવું તે આપણે નક્કી કરીશું. " મિલાપને આ જવાબ એકદમ યોગ્ય લાગ્યો તે ફરીથી ઉભા થતા બંનેને પગે લાગીને નીકળી ગયો.

આવા સરસ ઘરે દીકરીના લગ્ન થશે એવું તો માયાબેન કે હસમુખભાઇએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. પણ એકવાર બરાબર ખાત્રી કરીને દીકરીને પૂછી લેવું પડે તેવું બંને જણ બરાબર સમજતા હતા. પોતે કંઇ એટલું બધું આપી શકે તેમ નથી તેથી હસમુખભાઈને થોડો સંકોચ પણ થતો હતો.

માયાબેન પણ વિચારતા હતા કે કાલ ઊઠીને મારી દીકરીને કોઈ કંઇ સંભળાઇ ન જાય એ પણ જોવું પડે. તેમને લાગ્યું કે એ બાબતે મિલાપ સાથે જરા પહેલા જ વાત કરી લીધી હોત તો સારું હતું.

આમ,વિચારતા વિચારતા બંને સૂઇ ગયા. બીજે દિવસે હસમુખભાઇએ માયાબેનને કહ્યું કે આજે તું પિયુને શાંતિથી પૂછી લેજે કે એની શું ઇચ્છા છે.

પ્રિયાંશી હોસ્પિટલથી આવીને નાહિ-ધોઇને શાંતિથી બેઠી હતી ત્યારે માયાબેને વાત કાઢી કે, " બેટા પિયુ, લગ્ન માટે તે શું વિચાર્યું છે ? તારી શું ઇચ્છા છે ? "

પ્રિયાંશીએ જવાબ આપ્યો કે મમ્મી મારે લગ્ન માટે કોઈ ઉતાવળ નથી. મારે તો હમણાં બસ પ્રેક્ટિસ જ કરવી છે.

માયાબેન તરત જ બોલ્યા કે, " તો મિલાપ તને ગમે છે બેટા. તેની સાથે તું એડજસ્ટ થઈ શકીશ, અને તેના પરિવાર સાથે તને ફાવશે ? એ લોકો ખૂબ પૈસાવાળા છે બેટા તો આપણે થોડું વિચારવું પડે ને ?

પ્રિયાંશીએ જવાબ આપ્યો, " મમ્મી મિલાપ ખૂબ સીધો સાદો છોકરો છે, તેના પૈસાનો ઘમંડ તેને નામ માત્ર નથી. એ મને ખૂબ ગમે છે. " પ્રિયાંશીએ પોતાના મનની વાત માયાબેનને કહી દીધી. જાણે માયાબેન તેની બહેનપણી હોય તેમ તે કાયમ બધી જ વાતો માયાબેન સાથે શેર કરતી. માયાબેન પણ તેની સાથે બહેનપણી જેવો જ વ્યવહાર રાખતા.

પ્રિયાંશી બોલી, " મમ્મી તું આટલું બધું નહિ વિચાર્યા કર અને એના મમ્મી-પપ્પા બંનેનો સ્વભાવ ખૂબ સરસ છે. હું ત્યાં એડજસ્ટ થઈ જઇશ.

માયાબેન થોડા દુઃખી થતાં બોલ્યા, " બેટા, તું અમારી એકની એક દીકરી છે, નજર સામેથી તને કોઇ દિવસ દૂર નથી કરી. ચિંતા તો થાય ને બેટા ? ભલે અમારી પાસે પૈસા નથી પણ અમે તને અને રાજનને ખૂબજ પ્રેમથી ઉછેરીને મોટા કર્યા છે, કદી કોઇ તકલીફ નથી પડવા દીધી. " અને માયાબેનની આંખમાં આંસુ આવી ગયાં. પ્રિયાંશી પણ મમ્મીને ભેટી ને રડવા લાગી. હસમુખભાઇએ બંનેને પાણી પીવડાવી શાંત કર્યા અને પછી બધા સાથે જમવા બેઠા.