કાશ એવું થઇ શક્યું હોત !! ronak maheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ એવું થઇ શક્યું હોત !!

જીવનમાં આપણે કેટલી બધી આશા સાથે જીવીએ છે અને ખરેખર તો આશા જ જીવન જીવવાનું મનોબળ પૂરું પાડે છે. આશા વગર ની જિંદગી તો નકામી બની જાય છે. કોઈ ને ધનવાન બનવાની આશા હોય છે તો કોઈ ને પોતાનો પ્રેમ મળવાની આશા, કોઈ ને પરીક્ષામાં સફળ થવાની આશા હોય છે તો કોઈ ને પોતાની લોન પાસ થઇ જવાની આશા !

વિશાળ સમયરૂપી સમરાંગણ માં નસીબહીન માનવી કંઈક એવી રીતે ફસાય છે,
ના પાછળ જઈ શકે છે ના આગળ વધી શકે છે, બસ આશા ના બાણ થી ઘવાય છે !!

જવાબદારી વગર નું જીવન ખરેખર સુંદર હોય છે અને એટલે જ કદાચ કોલેજ એ સુંદર જીવન નો અંતિમ પડાવ કહી શકાય. કારણ કે તાજું જન્મેલું બાળક અને કોલેજ માં પ્રવેશેલો નવયુવાન સરખી ખુશી ધરાવે છે. એક ની પાસે કોઈ જ પ્રવૃત્તિ નથી હોતી અને માતા નો તાજો તાજો પ્રેમ મેળવે છે. જયારે એક ની પાસે પ્રવૃતિઓ ઘણી હોય છે અને પ્રેમ સબંધ ની લાગણી ને સમજે છે. લગભગ કોલેજ કાળ માં 90% નવયુવાન ના દિલ માં પ્રેમ નું અંકુર તો ફૂટે જ છે.

રવિ પણ આવો જ એક યુવાન હતો. Handsome look, smarty boy અને તેની પાસે sports bike !! જયારે પણ કોલેજ માં એન્ટર થતો એટલે ભલભલી છોકરીઓ પાગલ થઇ જતી અને આંખો માં બસ એક જ સવાલ થતો કે શું આ રાજકુમાર મારુ દિલ જીતી શકશે ? લગભગ બધા સાથે તેની સારી મિત્રતા હતી પણ ગર્લ ફ્રેન્ડ તો એક જ હતી. નામ જેનું વિધિ રોજ સવારે કોલેજ માં રવિ ની એન્ટ્રી થાય ત્યારે બધા દેખતા જ રહી જાય કારણકે વિધિ પણ પાછળ જ હોય. રવિ ના ખભા પર વિધિ નો હાથ હોય અને બેવ એકબીજા ની વાત માં ઓતપ્રોત !!

કેટલીક પાપા ની પરીઓ ને ઈર્ષ્યા પણ આવે પણ રવિ ના ચહેરા પર હંમેશા એક મીઠું સ્મિત જ હોય. ના કોઈ અહંકાર કે ના કોઈ અવગણના !! કોલેજ ના કોઈ પણ પ્રોગ્રામ માં બંને ભેગા જ હોય. એકબીજા ના સાથ ને મન ભરી ને માણતા. બંને નો પ્રેમ જોઈ ને કૃષ્ણ અને રાધા પણ શરમાઈ જાય તેવો પ્રેમ !! જિંદગીભર આવો સાથ અને પ્રેમ જાળવી રાખવાનું એકમેક ને વચન પણ આપી દીધેલું. પણ છેલ્લા થોડા દિવસ થી બંને ઉદાસ દેખાતા હતા. ભલે તમે કઈ બોલી ના શકો પણ મુખ એ તમારા દિલ નું દર્પણ હોય છે. બહુ ઓછા લોકો પાસે તેને છુપાવવાની આદત હોય છે. આખરે રવિ ના ખાસ દોસ્ત કેતન એ પૂછ્યું : ભાઈ તું દુનિયા થી છુપાવી શકે પણ મારાથી નહીં. તારી આંખો ઘણું કહી આપે છે ચાલ બોલ હવે શું થયું ?

રવિ એ પણ કહ્યું : કેતન તું તો જાણે જ છે કે હું અને વિધિ એકબીજા ને કેટલો પ્રેમ કરીએ છીએ! અને એ પણ જાણે છે કે અમારા બંને ની કાસ્ટ અલગ અલગ છે એટલે અમે બંને એ એકબીજા ના ઘરે વાત કરી હતી. પણ અમારા ઘરે થી ના પાડી દીધી અને અમે બહુ સમજાવ્યા. હવે આ આપણું છેલ્લું વર્ષ છે એટલે અમે થોડા ઉદાસ છે અને અમારે ઘર વાળા ની મંજૂરી વગર તેમને દુઃખી કરી ને કાંઈ નથી કરવું !!

કેતન પણ રવિ ને સારી રીતે જાણતો હતો : તેને કહ્યું કે જો ભાઈ રવિ હવે મંજૂરી નથી મળી તો દુઃખી થવાનો કોઈ મતલબ ખરો ? કહેવાય છે ને કે જોડી તો ભગવાન ને મંજુર હોય તેની જ બને. જે વસ્તુ તારા હાથ માં જ નથી એની પાછળ દુઃખી થવાનું છોડી દે અને જે છેલ્લું વર્ષ છે એમાં વિધિ ને ભરપૂર પ્રેમ કર. વિખુટા તો રાધા ને શ્યામ પણ પડેલા અને તમે પણ રાધા શ્યામ કરતા ઓછા થોડી છો !! અને રવિ કેતન ને ભેટી ને રડી પડ્યો. મિત્રતા પણ કેવી ગજબ ની હોય છે જ્યાં કોઈ સહારો ના હોય ત્યાં મિત્ર સહારો બની ને આવે છે.

બસ પછી તો આ વાત રવિ એ પણ વિધિ ને સમજાવી. અને બેવ એકબીજા સાથે જેટલો બની શકે એટલો સમય પસાર કરવા લાગ્યા અને આખરે એ છુટા પડવાનો દિવસ આવી ગયો. આજે કોલેજ ના અંતિમ વર્ષ નું છેલ્લું પેપર હતું આજ પછી એ કોલેજ નું પાર્કિંગ એ કોલેજ નું કેન્ટીન છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓ ને નહિ જોઈ શકે ઘણી આશા અને ઉત્સાહ લઇ ને કોલેજ માં પ્રવેશ મેળવ્યો હતો પણ આજે એ મિત્રો થી છુટા પડવાનું દુઃખ વધુ હતું અને તેમાં પણ રવિ અને વિધિ માટે તો એ દુઃખ ઘણું હતું.

વિધિ એ રવિ ને આગલા દિવસ થી જ કહી રાખ્યું હતું કે, આજે મારે તારી સાથે બાઈક પર નહિ પણ ચાલી ને કોલેજ આવવું છે. તારા હાથ માં હાથ પરોવી ને એ છેલ્લો રોમાન્સ માનવો છે. તારી આંખો માં આંખ પરોવી ને દિલ ખોલી ને વાતો કરવી છે. જીવનની એ દરેક પળો ને ભૂલી ને બસ આજ ની પળ યાદ રાખવા માંગુ છું કે જયારે તું યાદ આવે ત્યારે મને આ બધું જ યાદ આવી જાય !! અને રવિ એ પણ સંમતિ આપી અને એવું જ કર્યું આખરે પેપર પણ પત્યું અને છુટા પાડવાની ઘડી આવી ગઈ.

રવિ એ છેલ્લે છેલ્લે દરેક મિત્રો માટે પાર્ટી નું આયોજન કર્યું હતું. પાર્ટી પત્યા પછી વિધિ અને રવિ એકબીજા ને મળ્યા. બંને ની આંખો માં પાણી હતું. બેવ ભેટી ને ખુબ રડ્યા અને એકબીજા ને સુંદર જીવન માટે શુભેછા આપી ને એકબીજા ને કદી ના ભૂલવાનું વચન આપ્યું અને આ હૃદય દ્રાવક દ્રશ્યો જોઈ મિત્રો પણ બોલી ઉઠ્યા કે, કાશ આ લોકો નું લગ્ન થઇ શક્યું હોત !!

અને અંતે,
જીવન માં આપણે ધારીએ છીએ એ થાય જ એ જરૂરી નથી પણ ના ધારેલું બને અને એમાં આપણી પ્રતિક્રિયા કેવી છે તેના પરથી આપનો સ્વભાવ છતો થતો હોય છે !!