રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 19 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 19

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૧૯

મેઘનાની ઢળેલી આંખો એ વાતનો મૂક સ્વીકાર હતો કે એ પણ રુદ્રને પ્રેમ કરે છે. એનાં અધરોનું કંપન એ તરફ સંકેત કરી રહ્યું હતું કે એ પણ કંઈ ઝંખે છે. મેઘનાનાં જોરજોરથી લેવાતાં શ્વાસોશ્વાસની સાથે ઊંચા-નીચા થઈ રહેલાં એનાં સ્તનયુગમ રુદ્રની ધીરજની પરીક્ષા લઈ રહ્યાં હતાં.

"વીરા.."રુદ્રને પોતાની તરફ ખેંચી મેઘનાનાં મુખેથી નીકળેલ નામમાં રહેલી કામુકતા એ ઇશારત કરી રહી હતી કે હવે એ રુદ્રને ઝંખે છે. એનાં મજબૂત બાહુપાશમાં પોતાની જાતને સમાવી લેવાં વિહ્વળ છે. આ ક્ષણને અહીં જ અટકાવી એને સદાયને માટે રુદ્રની થઈ જવાની પ્રબળ ઈચ્છા છે.

"મેઘના..!" રુદ્રએ થોડી ક્ષણોથી બાંધેલી ધીરજની પાળ અચાનક તૂટી ગઈ હોય એમ એને તીવ્રતાથી મેઘનાને પોતાનાં બાહુપાશમાં જકડી લીધી. મેઘના પણ આ જ ઈચ્છતી હોય એમ એને પણ રુદ્રની અંદર સમાઈ જવાની કોશિશમાં પોતાનાં બંને હાથથી રુદ્રને કસીને જકડી લીધો.

જાણે એક નદી પોતાનાં માણીગર સાગરને મળવા ઉતાવળી બની હોય એમ મેઘનાએ રુદ્રની ગરદન અને ચહેરા પર ચુંબનની જડી વરસાવી દીધી. રુદ્ર પણ આ પ્રેમાળ ચુંબનરૂપી વરસાદમાં ભીંજાઈ જવાની ઈચ્છાથી મેઘનાની દરેક હરકતને સહર્ષ વધાવી રહ્યો હતો.

"મેઘના..વીરા... મેઘના...વીરા.."નાં કામુક સ્વર અત્યારે જંગલની વચ્ચે આવેલી એ ગુફામાં ગુંજી રહ્યાં હતાં. બંનેના અધરોની જોડ એકબીજા સાથે એમ જોડાઈ ચૂકી હતી જાણે મંકોડો કોઈ વસ્તુને જકડે. જાણે વર્ષોની તરસને ક્ષણમાં તૃપ્ત કરવાની હોય એમ અધરોનું રસપાન કરવામાં મેઘના અને રુદ્ર ખોવાઈ ચૂક્યાં હતાં. રુદ્રની સાચી ઓળખાણથી હજુ સુધી અજાણ મેઘના રુદ્રને પોતાનું સર્વસ્વ સોંપવા ઉતાવળી બની હતી.

પ્રેમનું બીજું નામ જ સમર્પણ છે. આથી જ અત્યારે રત્નનગરીની રાજકુમારી પોતાનાં પ્રેમને ચરિતાર્થ કરતાં રુદ્રની બની ચૂકી હતી. એક પછી એક દૂર થતાં પરિધાનની સાથે મેઘના રુદ્રને એ વસ્તુ સોંપી રહી હતી જે દરેક યુવતી એનાં મનનાં માણીગરને જ આપવા ઈચ્છતી હોય, એ છે એનું કૌમાર્ય.

આજ સુધી કોઈ પરપુરુષને સ્પર્શ પણ કરનારી મેઘના તોફાનની માફક અચાનક પોતાનાં જીવનમાં પ્રવેશેલા વીરા નામનાં નવયુવકને પોતાનું બધું જ આપી દેવા સામે ચાલીને ઉતાવળી બની હતી. રુદ્રનું સાહસ, એની વાતો, એની વિનમ્રતા અને શબ્દે શબ્દે પ્રગટ થતી એની શાલીનતા મેઘનાને એનાં તરફ આકર્ષિત કરવાની સાથે રુદ્રને પોતાનું સર્વસ્વ બનાવવા મજબુર કરી ચુકી હતી.

પોતાનાં પરિધાન હટતાં જ મેઘનાએ સ્ત્રીસહજ લજ્જા સાથે પોતાનો અનાવૃત દેહ ઢાંકવાની નામમાત્રની કોશિશ કરી. હકીકતમાં એ પોતે પણ ઈચ્છતી હતી કે એની સામે બેસેલો નવયુવક આજે એને સદાયને માટે પોતાની અંદર સમાવી લે. એ રીતે એને પોતાનાં બાહુપાશમાં જકડી લે કે એ બંને બેમાંથી એક થઈ જાય. નીચે પાથરેલાં પર્ણો પર પોતાનાં દેહને નાંખી મેઘના રુદ્રના આગળ વધવાની રાહ જોઈ રહી હતી.

સમયની સ્થિતિને પારખી રુદ્ર મેઘનાની ઉપર પોતાનાં શરીરને લઈ ગયો ત્યાં મેઘનાએ એને આગળ વધતો અટકાવી ચિંતિત સ્વરે પૂછ્યું.

"વીરા, તું ક્યારેય મને એકલી નહીં મૂકે ને?"

"ક્યારેય નહીં. અને એવું બનશે તો પણ મારી મૃત્યુ પછી."

"આજ પછી મૃત્યુની વાત ના કરતો. આપણે તો હજુ જોડે જીવવાનું પણ શરૂ નથી કર્યું."

"બસ હવે પછી નહીં કરું."

આટલું કહી રુદ્રએ પોતાનાં કસાયેલાં બાહુપાશમાં મેઘનાનાં નાજુક દેહને જકડી લીધો. કોઈ અજગર પોતાનાં શિકાર પર ભીંસ બનાવે એમ ધીરે-ધીરે રુદ્રએ મેઘના પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી. થોડી જ ક્ષણોમાં કામુક અવાજ અને માદક સિસકારીઓથી આસપાસનું વાતાવરણ જીવંત બની ગયું. કંઈક મેળવવાની, કંઈક ગુમાવવાની આ પ્રક્રિયામાં દર્દ હતું તો જોડે પરમસુખનો આનંદ પણ હતો.

આખરે પૃથ્વીલોકનાં સૌથી વિશાળ રાજ્યની રાજકુમારી પોતાનું કૌમાર્ય એવાં વ્યક્તિને સોંપી ચૂકી હતી જે હકીકતમાં મનુષ્ય પણ નહોતો. એક એવાં નિમ વ્યક્તિને મેઘના પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી જેને મનુષ્યો ધુત્કારતા હતાં. રુદ્ર એવાં નિમલોકોનો રાજકુમાર હતો જેમનાં જીવનમાં અંધકાર લાવવાનું કાર્ય ખુદ પોતાનાં દાદાજી અને પિતાજીએ કર્યું હતું એ વાતથી અજાણ મેઘના આજે સાચેમાં રુદ્રની થઈ ચૂકી હતી.

આખરે એકબીજાને સંપૂર્ણ તૃપ્ત કરવાનો અસીમ આનંદ ભોગવી લીધાં બાદ બંને યુવાન હૈયા એકબીજાના આલિંગનમાં દુનિયાનું અને સારાનરસાનું ભાન ભૂલાવીને સુઈ ગયાં. આજની આ રાત એક નવાં યુગની સવાર લઈને આવવાની હતી એની ના રુદ્રને ખબર હતી, ના મેઘનાને.

********

સવારે સૂર્યોદયની સાથે સૂર્યનાં કિરણોની સાથે, પક્ષીઓનાં કલરવનો આનંદ માણતા રુદ્રની આંખો ખુલી તો મેઘના એની છાતી પર માથું ઢાળી હજુ સુઈ રહી હતી. કોઈ જાતની બાહ્ય સજાવટ વગર, સ્નાન કર્યાં વિનાં, કોઈ શણગાર વિનાં મેઘના જે હદે સુંદર લાગી રહી હતી એ રુદ્ર માટે અચરજની વાત હતી.

"કુદરતની મેં જોયેલી સૌથી અદ્ભૂત કારીગરી." અનાયાસે જ રુદ્રના મોંમાંથી નીકળી ગયું.

"શું કહ્યું?" રુદ્રના આ શબ્દો સાંભળી નીંદરમાંથી બેઠી થયેલી મેઘનાએ પ્રશ્નસૂચક નજરે રુદ્ર ભણી જોતાં કહ્યું.

"કંઈ નહીં, એ તો બસ એમ વિચારતો હતો કે કોઈ સ્ત્રી આટલી સુંદર કઇ રીતે હોઈ શકે છે. જો કોઈ સ્વર્ગની અપ્સરા પણ તારું દેદીપ્યમાન રૂપ જોઈ જાય તો એને પણ પોતાનાં રૂપનું ઘમંડ ઉતરી જાય એવી તું સુંદર છો." રુદ્રના મુખેથી પોતાનાં રૂપ માટે બોલાયેલાં આ પ્રશંષાનાં બોલ સાંભળી મેઘનાએ હળવેકથી એનાં અધરોને ચુંબન કરતાં કહ્યું.

"હવે અંગરક્ષકજી અહીંથી નીકળીએ. જો રત્નનગરીનાં સૈનિકો મને શોધતાં અહીં આવી જશે અને આપણને આ હાલતમાં જોઈ લેશે તો ભૂકંપ આવી જશે." આટલું બોલી મેઘના પોતાની વાત પર જ ખડખડાટ હસી પડી.

"હા, નીકળીએ. અત્યારે નિકળીશું તો સાંજ પડ્યાં પહેલાં રત્નનગરીની હદમાં અવશ્ય પહોંચી જઈશું." આળસ મરડીને બેઠાં થતાં રુદ્ર બોલ્યો.

મેઘનાએ પણ પોતાનાં વસ્ત્ર સરખાં કર્યા, રુદ્રની આંખોમાં પોતાની છબી જોઈને પોતાનાં કેશ વ્યવસ્થિત કર્યાં અને રુદ્રની તરફ જોઈ મીઠું સ્મિત વેરતાં કહ્યું.

"સાચેમાં જવું જ છે? જો તું કહીશ તો તારી સાથે આખી જીંદગી આ ગુફામાં પસાર કરવા તૈયાર છું."

"રાજકુમારીજી, હવે તમારી નિરર્થક વાતો પૂર્ણ થઈ ગઈ હોય તો આપણે નીકળીએ." રુદ્રએ મેઘનાનાં ગાલ પર હળવેકથી સ્પર્શ કરતાં કહ્યું.

એકાદ ઘડીમાં તો રુદ્ર અને મેઘના ચાલીને રત્ના નદીનાં કિનારે આવી પહોંચ્યા હતાં. અહીં પહોંચીને બંનેએ નદીનું મીઠું પાણી ગ્રહણ કર્યું અને પોતાનો ચહેરો ધોયો. રાતભરની પ્રેમભરી કસરત બાદ જે સુસ્તી હતી એને ખંખેરી રુદ્ર અને મેઘના રત્નનગરી તરફ જતાં રસ્તે ચાલી નીકળ્યાં.

ક્યારેય આવી પરિસ્થિતિમાં ના મુકાયેલી મેઘના માટે આ સફર તકલીફાદાયક રહેવાની હતી એ જાણતાં રુદ્રએ એનો હાથ પકડી લીધો જેથી દરેક ડગલે એનાં સ્પર્શની હૂંફ મેઘનાને સતત આગળ વધવાની પ્રેરણા અને માર્ગદર્શન આપતાં રહે.

સૂર્ય હવે ધીરે-ધીરે પૂર્વમાંથી આગળ વધીને માથે આવી ચૂક્યો હતો. સૂર્યનાં સીધાં કિરણોમાં આગળ વધવું ખરેખર મેઘના માટે કષ્ટદાયક પુરવાર થઈ રહ્યું હતું. આતો નદી પરથી આવતો ઠંડો પવન અને રુદ્રનો સાથ હતો જેથી મેઘના ખુલ્લાં પગે આગળ ચાલવા હિંમત એકઠી કરી શકી. જેને ક્યારેય જમીન પર ખુલ્લા પગે પગ નહોતો મુક્યો એ મેઘનાને આજે જ્યારે ખુલ્લા પગે કાંટાળી અને પથરાળ જમીન પર ચાલવાનો વખત આવ્યો હતો ત્યારે એનાં ચહેરા પરથી એની પીડાનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એ હસતી હતી એનું કારણ હતો રુદ્રનો સથવારો.

"વીરા, ત્યાં થોડે દુર પેલો મોટો પથ્થર દેખાય છે ત્યાં જઈને બે ઘડી વિશ્રામ કરી લઈએ. હવે વધુ આગળ ચાલવું મારાં માટે શક્ય નથી." મેઘનાની હાલત જોઈ રુદ્રએ એની વાત સ્વીકારી લીધી અને રસ્તામાં નદીકિનારે પડેલાં એક મોટાં પથ્થરનાં પડછાયે વિરામ કરવાં આશરો લીધો.

"અહીં કોઈ હોય એવું લાગે છે!" હજુ તો મેઘનાએ વિરામ કરવાં હેતુથી આંખો મીંચી જ હતી ત્યાં એક ભયાનક અવાજે એની ઊંઘ ઉડાડી દીધી.

"હા મેઘના. કોઈ ભયાવહ પ્રાણી હોય એવું લાગે છે. તું પથ્થરનાં ઓથે છુપાઈ રહેજે. હું જોઉં કે આવો ભયાવહ અવાજ આખરે કોનો છે." મેઘનાને જરૂરી સૂચન આપી, રુદ્ર પોતાની તલવારને મ્યાનમાંથી નીકાળી પથ્થરની આડશમાંથી બહાર આવ્યો.

બહાર આવીને રુદ્રએ જે દ્રશ્ય હોયું એ જોયાં પછી તો એનાં હાથપગ ફૂલી ગયાં. સાપ સૂંઘી ગયો હોય એવી સ્થિતિમાં રુદ્ર પોતાની નજર સમક્ષ જે દ્રશ્ય હતું એને નિહાળી રહ્યો હતો. નદીકિનારે બે દસથી બાર હાથ ઊંચા દૈત્ય આકારનાં જંગલી મનુષ્યો એક શિયાળનાં મૃતદેહ માટે એકબીજા સાથે ઝઘડી રહ્યાં હતાં. ઢંગઢાળ વગરનું મુખ, મોટી આંખો, હાથી જેવાં પગ ધરાવતાં આ દૈત્યો એ જ માનવભક્ષી દૈત્યો હતાં જેની મેઘના વાત કરી રહી હતી.

એક દૈત્ય બીજાં દૈત્ય જોડેથી શિયાળને ઝુંટવી લેવાની કોશિશમાં લાગેલો હતો. આ કોશિશમાં ને કોશિશમાં મૃત શિયાળનનાં દેહનાં ટુકડા આમ થી તેમ પડી રહ્યાં હતાં. આખરે આ ભયાનક જીવો આ જંગલો પર રાજ કરતાં માનવભક્ષી દૈત્ય હતાં એમ રુદ્રને સમજાઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં એ બંને દૈત્ય ત્યાંથી નીકળી જાય ત્યાં સુધી છુપાઈને રાહ જોવામાં જ ભલાઈ હોવાનું લાગતાં રુદ્ર પુનઃ પથ્થરની તરફ આગળ વધ્યો.

રુદ્ર પથ્થરની નજીક પહોંચવા જ આવ્યો હતો ત્યાં શિયાળનો શરીરમાંથી છૂટો પડેલો પગ રુદ્રની જોડે આવીને પડ્યો. બીજી જ ક્ષણે એ બંને દૈત્યોનો અવાજ અચાનક અટકી ગયો. રુદ્ર સમજી ગયો કે એ બંનેની નજર પોતાનાં ઉપર પડી ગઈ હોવી જોઈએ એટલે જ એ બંને અત્યારે શાંત થઈને ઊભાં હતાં. હવે પથ્થરની આડશે જવાનો અર્થ પોતાની સાથે મેઘનાનો જીવ પણ જોખમમાં મૂકવો એવો થતો હતો એટલે રુદ્ર આગળ વધતો અટકી ગયો.

એ બંને દૈત્ય હવે ચિત્ર-વિચિત અવાજ કરતાં, રાની પશુની માફક ઘુરકિયા કરી રહ્યાં હતાં. રુદ્રએ ગરદન ઘુમાવીને એ અવાજની દિશામાં જોયું તો એ બંને દૈત્યની નજર એની ઉપર સ્થિર થઈ ચૂકી હતી. એ બંને જે રીતે પોતાની તરફ જોઈ રહ્યાં હતાં એ જોઈ રુદ્ર સમજી ગયો હતો કે ગમે તે ક્ષણે એ બંને એની ઉપર હુમલો અવશ્ય કરવાનાં છે.

હવે જીવવું હશે તો લડવું જ પડશે એમ વિચારી રુદ્રએ પોતાનાં ઈષ્ટદેવ મહાદેવનું નામ લઈ એ દૈત્યો તરફ દોડવાનું આરંભી દીધું. એક જોરદાર દ્વંદ્વનાં નગારાં વાગી ચૂક્યાં હતાં. વાનુરાનાં મેદાનમાં મહાકાય હારુનને માત આપનાર રુદ્ર અહીં પોતાની અને મેઘનાનો જીવ બચાવવામાં સફળ થશે કે નહીં એ હવે જોવાનો વિષય બની ચૂક્યો હતો!

*********

વધુ આવતાં ભાગમાં

રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલાં વ્યક્તિએ કોને સંદેશો મોકલાવ્યો હતો? રુદ્ર અને મેઘના જંગલમાંથી સહીસલામત બહાર નીકળી શકશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)