દિલ પ્રેમનો દરિયો છે - 28 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 28

"શું થયું...???તમે બંને મને આમ કેમ જુવો છો...!!!" હસ્તા ચહેરે આવેલી પરી મહેર અને ઇશાનને ખામોશ જોઈ તેનો ચહેરો પણ પરેશાન થઇ ગયો.

"કંઈ તો નહીં, પ્રેકટિસ થઈ ગઈ હોય તો ચલે. સાંજે કોમ્પિટિશનમાં પણ જવાનું છે. " મહેર ખુરશી પરથી ઉભો થયો ને સ્ટુડિયોની બહાર જતા બોલ્યો.

ઈશાનને તેનો જવાબ ન મળતાં તે હજુ ખામોશ જ હતો. તેના મનમાં ચાલતા વિચારોને પરી એકમિનિટમાં જ સમજી ગઇ. "મહેર, તું ધરે જા મારે ઈશાન સાથે થોડી એકલામાં વાત કરવી છે." મહેર પરીની વાત સમજી ગયો હોય તેમ કંઈ પણ બોલ્યાં વગર જ પોતાની ગાડી લઈને નિકળી ગયો.

શાંત રસ્તામાં બંને ભાઈ-બહેન કંઈ પણ બોલ્યાં વગર જ ચાલ્યા જતા હતા. થોડે સુધી ચાલ્યા પછી એક નજીકના ગાડૅનમાં પરી ઈશાનને લઇને આવી. બાકડા પર બેસતા બોલી, " હવે કહીશ કે તને શું પ્રોબ્લેમ છે..?? "

"પ્રોબ્લેમ તું છે પરી, થોડાક દિવસમાં તારી સંગાઈ કોઈ બીજા સાથે થવાની છે તે જાણવા છતાં પણ તું ચુપ બેસી બધું જોયા કરે છે. દિલની લાગણીને ચુપાવી બહાર ખુશ રહેવાનું નાટક કરે છે. શું કામ આવું કરે છે..??તું કહે છે ને હું કોઈ બીજાને હઠ ના કરી શકું તો મારી જાત ને કેવી રીતે કરુ...!!તો આજે આ બધું શું છે....??" ઇશાનનો ચહેરો તપીને તેના ગાલ પર લાલ ચમક આવી ગઈ હતી ને પરી તેને જોઈ હસ્તી હતી.

"બેસ. તે કયારે કોઈને પ્રેમ કર્યા...??"

"અત્યારે અહીં તારી વાત ચાલે છે વાત બદલવાની કોશિશ ના કર... "

"હા, પણ કે ને......,તને કયારે પ્રેમ થયો છે...??"

"ના, તને ખબર છે ને આપણા ઘરમાં આ બધું અલાઉડ નથી."

"તો પછી મારા માટે આ બધું અલાઉડ હશે....ઇશાન હું કયારે પણ મારી જિંદગીમાં કોઈને પણ નહોતી આવવા દેવા માંગતી પણ મહેર આવી ગયો. તેનો એ મતલબ તો નહીં ને કે હું મારી બધી જ હદ પાર કરુ છું. મને નહોતી ખબર કે મારી જિંદગીમાં પહેલાથી કોઈ છે જો ખબર હોત તો હું મહેરથી હંમેશા દૂર રહત પણ આ વાત મને પછી ખબર પડી તે પહેલાં મને મહેર સાથે પ્રેમ થઈ ગયો હતો." વાતો કરતા કરતા તેની આખો ભરાઈ ગઈ હતી.

"પરી, સમય હજુ તે જ છે, તારી સંગાઈ થઈ નથી. શું કામ ખુદને આટલી તકલીફ આપે છે."

"એકવાર મે મારી જાતને ભગાવી જોઈ હવે નહીં.....ઈશાન જો હું આવું કંઈ કરીશ તો સમાજમાં પપ્પાની બદનામી થશે ને લોકો તેમની ટીકા કરશે. મારા કારણે આપણા પરીવારની બદનામી મને મંજુર નથી. રહી વાત મહેરની તો તે કયારે પણ એવું નહીં કહે મને જે મારા નિયમને વિરુદ્ધ હોય. "

"તને નથી લાગતું કે તું થોડી વધારે જ સમજદાર બની ગઈ હોય તેવું. "

"ઈશાનબાબુ, સમય બધુ શિખાવાડી દેઈ છે. હજુ તારો સમય નથી આવ્યો જે દિવસે તને પ્યાર થશેને તે દિવસે બધું જ સમજાય જશે. "પરીએ ઈશાનના માથા પર હાથ ફેરવ્યો ને હસ્તા ચહેરે તે બકડા પરથી ઊભી થઈ " હજું કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવજે મારી પાસે હવે બધા જ સોલ્યુશન હશે." પરીએ મજાક કરતા કહ્યું.

"ઓ..... હજુ તો સુપરસ્ટાર બની પણ નથી મેડમ ને તેના તેવર જુવો...... " ઈશાન પણ તેના ખામોશ ચહેરાને ચુપાવી પરીની મજાકમાં સામિલ થઈ ગયો. આખો રસ્તો આમ જ વાતો અને મસ્તી ચાલ્યા કરી.

દર થોડીકવારે તેના ચહેરાની રંગત બદલાઈ જતી હતી. કયારે ખામોશ બની તે શાંત મને પોતાની સાથે જ વાતો કરી લેતી. તો કયારેક ઈશાન સાથે મસ્તીમાં ખોવાઈ જતી. કેટલાં મહિના પછી ભાઈ-બહેન આમ રસ્તામાં ચાલવા નિકળ્યાં હતા. પહેલેથી જ એકબીજા સાથે બધી જ વાતો શેર કરતા હતા. બસ ખાલી એક વાત પરીએ તેનાથી ચુપાવી હતી તે પણ વધારે સમય માટે ચુપી ના રહી શકી.

સાંજના છ વાગ્યે પરી તેમના પુરા પરીવારને લઇને કોમ્પિટિશનમા પહોંચી. આજના રાઉન્ડમાં જો તે જીતે તો તેને સેમી ફાઈનલમાં જવા મળે તેમ હતું. પણ આજે તેના ચહેરા પર ડરની રેખા બિલકુલ ના હતી. પણ વિશ્વાસ હતો કે તેની સાથે તેનો મહેર, પરીવાર બધા જ હતા. તેનો નંબર આવતા તેને બધાની સામે તેના પરિવારની ઓળખાણ કરાવી. થોડિક તસ્વીરો પણ બધા સામે રજુ કરી. તે આજે થોડી વધારે ખુશ લાગતી હતી. ને ખુશીમાં જે સુર નિકળે તેની અવાજ આખા વાતાવરણને ગુજવી મુકે છે.

તેને ગીત શરૂ કર્યું. મ્યુઝિકના તાલ સાથે તેના શબ્દો પરિવારની લાગણી સાથે જોડાઈ ગયા

(Movie/Album: क्या कहना (2000)
Music By: राजेश रोशन
Lyrics By: मजरूह सुल्तानपुरी
Performed By: हरिहरन, कविता कृष्णामूर्तिऐ

दिल लाया है बहार
अपनों का प्यार, क्या कहना
मिले हम, छलक उठा
ख़ुशी का ख़ुमार,
क्या कहना
खिले-खिले चेहरों से
आजघर है मेरा
गुल-ए-गुलज़ार क्या कहनाऐ
दिल लाया है बहार...
हम तुम यूँ हीं मिलते रहे
महफ़िल यूँ हीं सजती रहे
बस प्यार की यही एक धुन
हर सुबह शाम बजती रहे
गले में महकता रहे)

પરીના આ લાગણી ભીના શબ્દો ફરી આખા મંચને તાળીના તાલથી ગુજવી ગયા. ખુરશી પરથી ઊભા થઇ બધા જ જજ પરી પાસે આવી ગયા. આખો મંચ ગુજી ઉઠયો હતો. પરીની આ ખુશીમાં આજે તેની સાથે તેનો પરિવાર પણ ઊભો હતો. આજના સૌથી વધારે પોઇન્ટ તેને મળતા તે થોડી વધારે જ ખુશ થઈ ગઈ હતી. કાલના સેમીફાઈનલમાં ઓલ રેડી તેને તેની પસંદગી થઈ ગઈ. આજનો આ રાઉન્ડ પુરો થયો ને તે બધા સાથે ઘરે આવી.

વાતો વાતોમાં તેની સંગાઈની તારીખ પણ ફિકસ થઈ ગઈ હતી. પરીનું દિલ તે વાતો સાંભળી જોરશોરથી ધબકતું હતું. મનમાં મહેરની યાદો અને વિચારો ફરતા હતા ને અહીં તેના સગપણની વાતો ચાલતી હતી. કોમ્પિટિશન પુરુ થતા જ બીજે દિવસે સંગાઈ કરી ફરી તેને વડોદરા જવાનું હતું. આગળથી જ બધી પ્લાનિંગ તૈયાર હતી. પણ, જેની સાથે પણ જેની સાથે તેની સંગાઈ થવાની છે તે હજુ દેખાતો ના હતો. તે બધાની વાતો ચાલતી જ હતી ત્યાં વચ્ચે જ ઈશાનને પુછ્યું " તમે બઘા સંગાઈની તારીખ નક્કી કરી રહયા છો પણ હજૂ સુધી જીજું તો દેખાણા નથી. "

"હા, ધર્મેશભાઈ મિહિર ક્યાં છે...???? કેટલા વર્ષો થઈ ગયા તેને મળે છેલ્લીવાર તેને હું ને દિપક અહીં આવ્યાં ત્યારે મળ્યા પછી તો તમે કયારે તેને ત્યાં લાવ્યા જ નહીં." શિલાબેને ઈશાનની વાતમાં ધ્યાન દેતા ઘર્મેશભાઈ ને પુછ્યું.

"ઘર્મેશ તમે મિહિરને વાત કરીને તે અહીં ક્યારે આવે છે...?? વાતોનો દોર ચાલ્યા કર્યા પણ હજુ તે ખ્યાલ ના આવ્યો પરી ને કે ઈશાનને. તે મિહિર ક્યાં છે. વાતો પુરી થતા બધા પોત પોતાની રૂમમાં સુવા જતા રહયા પરી પણ તેમના રૂમમાં ગઈ. રાતનો એક વાગ્યો હશે પરીએ ફોન હાથમાં લીધો ને મહેર ને કોલ કર્યો.

એકરીંગ જતા જ મહેરે કોલ ઉઠાવ્યો. હાઈ હેલો થી વાતો શરૂ થઈ. અંકલ આન્ટીના સમાચાર પુછી પરીએ આગળ વાતો શરૂ કરી. તેને સમજાતુ તો ના હતું કે આવી વાતો કરી તે મહેરને તકલીફ પહોચાડી રહી છે. પણ તેના મનને હલકું કરવા માટે તેને મહેર સાથે આ વાત કરવી જ પડી.

મહેરની તકલીફને જોતા તેને હસ્તા ચહેરે જ મહેરને કહયું., "બે દિવસ પછી સંગાઈની તારીખ નક્કી થઇ છે. તું આવી ને...??""


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
થોડાક દિવસ પછી બંને ખરેખર અલગ થઈ જવાના છે ત્યારે શું મહેર અને પરી વચ્ચે આમ જ વાતો ચાલ્યા કરશે...?? શું પરીની સંગાઈની વાત સાંભળી મહેરને તકલીફ થશે તો શું તેની સંગાઈમા આવશે....?? કોણ છે આ મિહિર અત્યારે તે કયાં છે....?? શું મિહિર મહેર કરતાં બેસ્ટ હશે..?? જો મિહિર જ મહેર હશે તો....મહેર અલગ કેમ રહેતો હશે... ??હવે શું થશે આગળ પરીની જિંદગીમાં તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે... (ક્રમશઃ )